Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019
એસઓજીના નિવૃત એએસઆઇ રાજભા વાઘેલા ધર્મપત્નિનું અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ મુળ બગથળા હાલ રાજકોટ નિવાસી કુંદનબા તેઓ શહેર એસઓજીના નિવૃત એએસઆઇ રાજેન્દ્રસિંહ (રાજભા) ખાનુભા વાઘેલાના ધર્મપત્નિ તથા અજયસિંહ (ભાજપ અગ્રણી), વિજયસિંહ અને શર્મિષ્ઠાબાના માતુશ્રીનું તા. ૯/૧૧ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની અંતિમયાત્રા આજે સવારે તેમના નિવાસસ્થાન અક્ષરવાડી-૨, સોૈરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઇન રોડ, નિર્મલા રોડ ખાતેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્વજનો જોડાયા હતાં. સદ્દગતનું બેસણું તા. ૧૧ના સોમવારે સાંજે ૪ થી ૬, પારસ સોસાયટી કોમ્યુનિટી હોલ, નિર્મલા સ્કૂલ સામે રાજકોટ ખાતે રાખેલ છે.

હસુમતીબેન ગોપાલભાઈ રાજયગુરૂનું અવસાનઃ સોમવારે ઉઠમણું

રાજકોટ : શ્રી ઘેલારામજી જ્ઞાતિના સ્વ. ગોપાલભાઈ ગીરધરભાઈ રાજયગુરૂ (નિવૃત રેલ્વે કર્મચારી)ના ધર્મપત્નિ હસુમતીબેન (ઉ.વ.૭૮) જે દિપકભાઈ, તથા આશાબેન, ધર્મિષ્ઠાબેન જયશ્રીબેન, છાયાબેનના માતુશ્રી તથા વિષ્ણુપ્રસાદ ચંપકભાઇ રાજયગુરૂ, માર્કન્ડભાઈ, હિમાંશુભાઈના કાકી જે મહેશભાઈ તથા દિલીપભાઈ કુંડલના બહેનનું તા.૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૧ના સોમવારે સાંજે ૫ વાગ્યે તેમના નિવાસસ્થાને ગંગામૈયા પાર્ક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૮૩૨૦૮ ૫૪૦૪૭)

કેશુભાઇ જીવરાજભાઇ વાજાનું અવસાન

રાજકોટઃ કેશુભાઇ જીવરાજભાઇ વાજા (ઉ.૭પ) નું ટુંકી બીમારી બાદ અવસાન થયું છે. સદ્દગતની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાન વીરલ સોસાયટી શેરી નં.૧, બ્લોક નંબર ૧૬, મારવાડી ફાઇન્સની સામે નાના મોવા મેઇન રોડ રાજકોટ ખાતેથી આજે સાંજે ૪ વાગ્યે નીકળી હતી.

અવસાન નોંધ

ધોરાજી લોહાણા સમાજના અગ્રણી કિરીટભાઈ સૂચકના પત્ની મીનાબેનનું અવસાનઃઆજે બેસણું

ધોરાજીઃલોહાણા સમાજના અગ્રણી કિરીટભાઈ ગોકળદાસ સૂચક (બાદશાહી કોલ્ડ્રીંક વાળા) ના પત્ની મીનાબેન (ઉંમર વર્ષ ૬૧) તેઓ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ સુધીરભાઈ સૂચક ના નાનાભાઈ ના ધર્મપત્ની તેમજ પ્રિતેશભાઇ સિદ્ઘાર્થ ભાઈ ના માતૃશ્રી તથા નિમેષભાઈ (બાદશાહ કોલ્ડ્રિંકસ) પોરબંદરના જજ પીન્ટુભાઇ સૂચક ના કાકી તેમજ વ્રજલાલ અંદરજીભાઈ શિંગાળા રાજકોટ વાળા ની પુત્રી તારીખ ૮ ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે

સદગતનું બેસણું તારીખ ૯ ને શનિવારે સાંજે ૪: ૩૦ થી ૬ વિશા શ્રી માળી વણિક જ્ઞાતિની વાડી દરબારગઢ પાસે ધોરાજી ખાતે રાખેલ છે.

મોહનભાઇ ખોડાભાઇ વેકરીયા

રાજકોટ : મોહનભાઇ ખોડાભાઇ વેકરીયા તે વિનોદભાઇ, મનસુખભાઇ, સુરેશભાઇ તથા મિતેષભાઇના પિતાશ્રીનું તા. ૮ના શુક્રવારના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા.૧૧ના સોમવારે સાંજે ૪ થી ૬, શેરી નં. પ, શકિત સોસાયટી-સંતકબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ખમ્માબા ઝાલા

રાજકોટ : ગામ કણકોટ નિવાસી હાલ રાજકોટ સ્વ.ખમ્માબા ભરતસિંહ ઝાલા (ઉ.વ.૬૨) તે ભરતસિંહ નારૂભા ઝાલા (રીટાયર્ડ ફોરેસ્ટર)ના ધર્મપત્નિ તેમજ સ્વ.ખુમાનસિંહના નારૂભા ઝાલાના (ભાભી) તેમજ જયદેવસિંહ તથા દિવ્યરાજસિંહના  માતુશ્રીનું તા.૯ના શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રેલનગર - ૩ શેરી નં.૧ બજરંગવાડી મેઈન રોડ, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.૧૭ના રવિવારના રોજ રાખેલ છે.

રમાબેન શેઠ

રાજકોટઃ દશા સોરઠીયા વણીક મુળ માંગરોલ હાલ રાજકોટ નીવાસી શ્રીમતી રમાબેન કાંતિલાલશેઠ (ઉ.વ.૬૩) તે કાંતિલાલ મોહનલાલ શેઠના ધર્મપત્ની, ને શાંતિલાલ મોહનલાલ શેઠના ભાભી, અજયભાઇ, જયશ્રીબેન તથા દક્ષાબેનના માતુશ્રી તેમજ કાજલબેન શેઠ, રવિકુમાર તલાટી, તથા મનીષકુમાર વસાણીના સાસુ તેમજ ચંદ્રકાંત શીવલાલભાઇ વિભાકરના બહેનનું તા.૪ના શારજાહ (દુબઇ) મુકામે અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૬, 'રાજ પેલેસ' ૪-નવલનગર મવડી મેઇન રોડ ખાતે રાખેલ છે.

હસમુખભાઇ ઉપાધ્યાય

રાજકોટઃ જસદણ નિવાસી હાલ રાજકોટ હસમુખભાઇ ગુણવંત ઉપાધ્યાય (ઉ.૭૧) તે અશોકભાઇના મોટાભાઇ તેમજ જીગ્નેશના પિતાનું દુઃખદ અવસાન તા.૮ ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને સોમવારના રોજ કષ્ટભંજન મહાદેવ મંદિર એરપોર્ટ રોડ ખાતે સિંચાઇ નગરની સામે સાંજના ૪ થી૬ કલાકે રાખેલ છે.

કરશનભાઇ પરમાર

રાજકોટઃ લુહાર કરશનભાઇ ગણેશભાઇ પરમાર તે મોરબીવાળા સ્વ.ગણેશભાઇ અમરશીભાઇના દિકરા તથા સ્વ.દયાળજીભાઇના નાનાભાઇ તથા રમેશભાઇ તથા વલ્લભભાઇના મોટાભાઇનું તા.૮ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ના શનિવારે સાંજે ૪ થી પ, લુહાર જ્ઞાતિની વાડી, કેવડાવાડી શેરી નં. રર કોર્નર ખાતે રાખેલ છે.

રાજુભાઇ ચલ્લા

રાજકોટઃ પરજીયા પટ્ટણી સોની વિછિંયાવાળા હાલ રાજકોટ નિવાસી સ્વ.હિંમતલાલ શાંતિલાલ ચલ્લાના પુત્ર રાજુભાઇ હિંમતભાઇ ચલ્લા (ઉ.વ.પ૯) તા.૮ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૧ને સોમવારે ભગવાન ભુવન વાડી ખાતે ૪ થી ૬ રાખેલ છે.

જયસુખલાલભાઇ ચરાડવા

રાજકોટઃ સોની જયસુખલાલ લક્ષ્મીદાસ ચરાડવા (તાર ટેલીફોન) (ઉ.વ.૭૯) તે મૂળ જામનગર હાલ રાજકોટ નિવાસી, તે ચુનીલાલ, વૃજલાલ, ચંદુલાલ તથા વિજયાબેન હરગોવિંદભાઇ ગેરિયાના નાના ભાઇ તથા સંદિપભાઇ, નિરજભાઇ તથા ભાવિકાબેન નિરવકુમાર ડોડીયાના પિતાશ્રી તા.૮ના શ્રીજી ચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૯ને શનિવારે સવારે ૧૦ થી ૧ર રામ મંદિર, રામનગર મેઇન રોડ, ગોંડલ રોડ ખાતે રાખેલ છે.

મીનાબેન  સુચક

રાજકોટઃ સ્વ. વૃજલાલ અંદરજી શીંગાળાની પુત્રી મિનાબેન (ધોરાજી) તે ભુપેન્દ્રભાઇ, સુરેશભાઇ અને જયસુખભાઇ તથા ચેતનાબેન (અમદાવાદ)ના બહેન, દેવેન્દ્રભાઇ (અમદાવાદ), નિતિનભાઇ અને હર્ષદભાઇના ભત્રીજી, તે અમિતભાઇ (ગાંધીનગર), નિરજભાઇ, (ગજાનના ક્રિએશન)   આશિષભાઇના ફઇબા તા. ૮-૧૧-ર૦૧૯ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પિયર પક્ષની સાદડી તા. ૧૧-૧૧-ર૦૧૯ સોમવારના રોજ સાંજે ૪ થી પ પંચનાથ મંદિર, રાજકોટ.

હસમુખભાઈ ઉપાધ્યાય

રાજકોટ : હસમુખભાઈ ગુણવંતભાઈ ઉપાધ્યાય (ઉ.વ.૭૧) જસદણ નિવાસી હાલ રાજકોટ તે સ્વ.ગુણવંતરાય એલ.ઉપાધ્યાયના દિકરા તે અશોકભાઈ ગુણવંતભાઈ ઉપાધ્યાયના મોટાભાઈ તેમજ જીજ્ઞેશ હસમુખભાઈ ઉપાધ્યાયના પિતાનંુ દુઃખદ અવસાન તા.૮ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને સોમવારના રોજ કષ્ટભંજન મહાદેવ મંદિર એરપોર્ટ રોડ ખાતે સિંચાઈનગરની સામે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નાનજીભાઇ માંડવીયા

કોલીથડ(તા.ગોંડલ) : નિવાસી નાનજીભાઇ હીરાભાઇ માંડવિયા (ઉ.વ.૮૦) તે જશવંતભાઇના પિતાશ્રી તથા ચેતન, મયુર તથા મેહુલના દાદાનું તા.૮ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ ના રોજ બપોરે ૩ થી ૬ દરમ્યાન કડવા પટેલ સમાજ કોલીથડ મુકામે રાખેલ છે.

મગનભાઇ રામાણી

જેતપુર : મગનભાઇ નાનજીભાઇ રામાણી (ઉ.વ.૬૯) તે જીતેન્દ્રભાઇ, મુન્નાભાઇ (જનતા કેસેટવાળા) ના પીતાશ્રી તા. ૮ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. ૧૧ સોમવારે સાંજે ૪ થી ૬ નિવાસસ્થાન નાજાવાળાં પરા, રામાણી ના ડેલામાં જેતપુર રાખેલ છે.

દિલીપભાઈ દવે

રાજકોટઃ ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ યોગેશભાઈ જયસુખલાલ દવે, નીતીનભાઈ જયસુખલાલ દવે, પંકજભાઈ જયસુખલાલ દવેનાં મોટા ભાઈ તેમજ પાર્થ દીલીપભાઈ દવે, શ્વેતાબેન પંડ્યાના પિતા તથા રાહુલભાઈ પંડ્યાના સસરા દિલીપભાઈ જયસુખભાઈ દવે (પીજીવીસીએલ)નું તા.૮ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ રોજ સોમવારના રોજ છોટુનગર કોમ્યુનીટી હોલ, હનુમાનમઢી, રૈયા રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

કુંદનબા વાઘેલા

રાજકોટઃ મુળ ગામ બગથળા હાલ રાજકોટ નિવાસી કુંદનબા  તે રાજેન્દ્રસિંહ (રાજભા), ખાનુભા વાઘેલા (રીટા.એસઓજી એએસઆઈ)ના ધર્મપત્નિ, તે અજયસિંહ (ભાજપ અગ્રણી), વિજયસિંહ, શર્મીષ્ઠાબાના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૯ને શનિવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે પારસ કોમ્યુનીટી હોલ, પારસ સોસાયટી, નિર્મલા સ્કુલ સામે રાજકોટ ખાતે રાખેલ છે.

ચુનિલાલભાઈ પંડયા

જૂનાગઢઃ મુળ શાપુર (સોરઠ) હાલ જૂનાગઢ નિવાસી ચુનિલાલભાઈ નાથાલાલ પંડયા (ઉ.વ. ૮૫, નિવૃત રેલ્વે કર્મચારી) તે નલીનભાઈ (બી.એસ.એન.એલ.), બિપીનભાઈ, અશોકભાઈ અને જયેશભાઈના પિતા તથા હરસુખભાઈ (ઉપલેટા) અને સતિષભાઈ (ઉંટડી)ના સસરા તેમજ સ્વ. જમનાદાસભાઈ, સ્વ. ચંદુભાઈ, જયકિશનભાઈ અને લાભશંકરભાઈના ભાઈ તથા સ્વ. છગનલાલ પ્રભાશંકર ભટ્ટ (ખોરાસા)ના જમાઈ તેમજ રસિકભાઈ, ભરતભાઈ અને દિલીપભાઈ (યુ.એસ.એ.)ના બનેવીનુ તા. ૭ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણુ અને સ્વસુર પક્ષની સાદડી તા. ૧૧ના રોજ સાંજે ૪ થી ૫ કલાકે મુંડીયા સ્વામી હોલ, મધુરમ, ટીંબાવાડી, જૂનાગઢ રાખેલ છે.