Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019
લીલાબેન હિરજીભાઈ સોલંકીનું દુઃખદ અવસાનઃ સાંજે બેસણું

રાજકોટઃ કારડિયા રાજપૂત સ્વર્ગ હિરજીભાઈ સોલંકીના ધર્મપત્નિ લીલાબેન હિરજીભાઈ સોલંકી (ઉ.વ.૮૫) તે હેમતભાઈ, ચેતનભાઈ (મો.૯૮૭૯૪ ૦૧૦૯૧) હેમુગઢવી હોલ વાળા, રાજેશભાઈ, મનીષભાઈ તેમના માતુશ્રી તથા સમીરભાઈ તથા ભૌમીકભાઈના દાદીમાંનું અવસાન થયેલું છે. સદ્દગતનું બેસણું આજે સોમવારે તા.૯ના સાંજે ૪ થી ૬, રાજપૂતપરા શેરીનં.૨ રામમંદિર રાજકોટ ખાતે રાખેલ છે.

દામનગર શહેર માં સામાજિક અગ્રણી બી ડી પટેલનું અવસાન થતાં દેહદાન કરતા પુત્રો

દામનગર શહેર માં સામાજિક અગ્રણી ભુપતભાઈ દેવજીભાઈ નારોલા ઉ.વ ૮૩ નું દેહાંવસાન  ગરીબ ગુરબા નિરાધારો ની સેવા માટે તત્પર રહેતા આમ આદમી નો અવાજ  સ્વ ભુપતભાઇ દેવજીભાઈ નારોલા બી.ડી પટેલ નામ થી ખૂબ પ્રસિધ્ધ હતા સરકારશ્રી ની દરેક કચેરી ઓ માં સારું સંકલન ધરાવતા રચનાત્મક કાર્યકર તરીકે સેવારત દામનગર શહેરની અનેકો સામાજિક ધાર્મિક સહકારી સંસ્થા સાથે જોડાયેલ હતા બહોળો ચાહક વર્ગ ધરાવતા બી ડી પટેલ ના અવસાન થી સદગતના પુત્રો યોગેશભાઈ નારોલા રાજેશભાઇ નારોલા અને પ્રકાશભાઈ નારોલા એ સદગત ની ઈચ્છા અનુસાર ભાવનગર મેડિકલ કોલેજ ખાતે દેહદાન કર્યું હતું જીવન પર્યન્ત વ્યકિત વિચારો રૂપે જીવંત રહે તેવા ઉમદા હેતુ એ આવનાર પેઢી ની કઈક શીખવા મળે મેડિકલ સાયન્સ માં સુખાકારી ની શોધ માટે વિદ્યાર્થી ઓ કઈક જ્ઞાન પ્રાપ્ત કરે તેવી સદગત ની ઈચ્છા એ સ્વ બી ડી પટેલ ના દેહાંવસાન બાદ ભાવનગર ખાતે દેહદાન કર્યું હતું

ધોરાજીના ભાજપ અગ્રણી પંકજભાઇ પંડયાના પિતાશ્રી જયંતીભાઇનું અવસાન

ધોરાજી : ભાજપ અગ્રણી પંકજભાઇ પંડયાના પિતાશ્રી જેન્તીભાઇ લક્ષ્મીશંકર પંડયાનું તા. ૮ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી રાજકીય અગ્રણીઓ ડોકટરશ્રીઓ, વકીલ મંડળના સભ્યો બ્રહ્મ સમાજના અગ્રણીઓ સામાજીક સંસ્થાઓના હોદેદારો સહિતના જોડાયા હતા અને સદ્ગતની સેવાઓને બિરદાવી શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા. બેસણુ બ્રાહ્મણવાડી વઘાસીયા ચોરા પાસે તા. ૯ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

 

 

અવસાન નોંધ

અમરેલીના '' અકિલા'' ના પ્રતિનીધી અરવિંદ નિર્મળના મોટાભાઇનું અવસાન : સાંજે પ્રાર્થના સભા

અમરેલી :  અમરેલીના અકિલા અને અવધ ટાઇમ્સના પ્રેસ પ્રતિનીધી અરવિદ નિર્મળના મોટા ભાઇનું અવસાન થતાં ઘેરો શોક છવાયો છે.

અમરેલી નિવાસી બ્રહ્મક્ષત્રિય નિર્મળ ભાઇલાલભાઇ મુળજીભાઇના પુત્ર અશોકભાઇ (ઉ.વ.૫૯) તે હસમુખભાઇ, કિશોરભાઇના લઘુબંધુ તથા અરવિંદભાઇ, પંકજભાઇ, બંકેશભાઇ તથા કમલેશભાઇ ના મોટાભાઇ તથા હિરેનભાઇ, જયભાઇના પિતાશ્રીં તા. ૮/૯ ના રોજ શ્રીજીચરણ પામેલ છે.પ્રાર્થના સભા તા.૯/૯ ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ કલાક દરમ્યાન ગંગાબાઇવાડી, જૈન દેરાસર પાસે, અમરેલી ખાતે રાખેલ છે

શારદાબેન  વ્રજલાલ ભટ્ટીનું અવસાન : ગુરૂવારે બેસણું

 જુનાગઢ : જોષીપરા વાણંદ વ્રજલાલ છગનભાઇ ભટ્ટી ના ધર્મ પત્ની શારદાબેન (ઉ.વ.૬૫) તે ભરતભાઇ, કાન્તીભાઇ ના ભાભી તથા સંજયભાઇના માતાનું તા.૮ ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૨ ને ગુરૂવારના પટેલ સમાજની વાડી, જોષીપરા, જુનાગઢ ખાતે રાખેલ છે.

હસુમતીબેન દવે

રાજકોટઃ ઔદીચ્ય સહસ્ત્ર સત્તર તાલુકા ઝાલાવાડી બ્રાહ્મણ મનહરલાલ નંદલાલ દવે (ફુલછાબ પ્રેસ) (લીંબડી- સૌકા)ના ધર્મપત્ની હસુમતીબેન (ઉ.વ.૭૩) તે ચેતન તથા હિમાંશુ (જયહિન્દ, અબતક પ્રેસ)ના માતુશ્રી તે વંદન, અંશુલના દાદીનું તા.૭ના દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું સોમવાર તા.૯ સાંજે ૪ થી ૬ કલાકે સત્તવારા વાડી, ગાંધીગ્રામ શેરીનં-૯, અંજલી પાર્ક રાજકોટ ખાતે રાખેલ છે.

નિલાગૌરીબેન પાટડીયા

રાજકોટઃ સોની રામજી સવજીવાળા દામોદરદાસ રામજીભાઈ પાટડીયાના પુત્રવધુ તે મનસુખલાલ દામોદરદાસના ધર્મપત્નિ અ.સૌ.નિલાગૌરીબેન (ઉ.વ.૭૩) તે મનિષભાઈ તથા મિલનના માતુશ્રી તે તુલશીદાસ લીલાધરદાસ ચોકસીના દિકરી તા.૮ના રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૯ના સોમવારના સાંજે ૪ થી ૫ કલાકે શ્રી વાઘેશ્વરી માતાજીનું મંદિર સોની સમાજની વાડી યુનિટનં-૩, રામનાથપરા મેઈન રોડ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હેમેન્દ્રભાઈ રાજા

રાજકોટઃ સ્વ.જમનાદાસ જે.રાજા (દ્વારકાધીશ ચાવાળા)ના પુત્રી હેમેન્દ્રભાઈ જે.રાજા (ઉ.વ.૫૬) તે લલિતભાઈ અને જગદીશભાઈના નાનાભાઈ તથા વિરેન્દ્રભાઈના મોટાભાઈ  તેમજ હર્ષિલ, તન્વી તથા માનસીના પિતા અને રમેશચંદ્ર મગનલાલ કાનાવાર તાલાલાના જમાઈનું તા.૮ના રોજ દુઃ ખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૯ને સોમવારે ૪ થી ૫ વાગે ધમૈશ્વર મહાદેવ મંદિર, ધરમનગર, સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

મુકતાબેન ચૌહાણ

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિના સ્વ.મુકતાબેન હેમતભાઈ ચૌહાણ (ઉ.વ.૯૪) તે ચંદુભાઈ, કિશોરભાઈ (મીરા ઓટો બ્રોકર)ના માતુશ્રી તથા સતીષભાઈ, વિજયભાઈ, હિતેશભાઈ, કેવલભાઈ, રાજભાઈના દાદીમાંનું તા.૭ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ ''સહયોગ'' ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતિની વાડી, ધર્મજીવન મેઈન રોડ, ભકિતનગર સોસાયટી, ગુરૂકુલ પાછળ, રાજકોટ મુકામે રાખેલ છે.

કૈલાસબેન ગોસાઈ

રાજકોટઃ મોટા ઉજળા, તા.કુકાવાવઃ કૈલાસબેન (ઉ.વ.૫૬) તે ધીરૂભાઈથી કેશુભારથી ગોસાઈના ધર્મપત્ની તથા ગિરીશભારથી (સી.આઈ.એસ.એફ) અને હિરેનભારથીના માતુશ્રી તા.૬ને શુક્રવારના રોજ કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું સંખઢોળ/ શકિતપૂજન તા.૧૪ને શનિવાર સાંજે, ગામ- મોટાઉજળા, તા.કુકાવાવ ખાતે રાખેલ છે તથા બેસણું તા.૯ સાંજે ૪ થી ૬, નિવાસસ્થાન રૈયા ચોકડી, ચંદનપાર્કની પાછળ, અક્ષર સ્કૂલની સામે, ત્રિલોકપાર્ક, શેરીનં.૨, રાજકોટ ખાતે રાખેલ છે.

અલ્કાબેન કોઠારી

રાજકોટઃ કચ્છી લોહાણા સ્વ.ગોવિંદજીભાઈ ગાંગજીભાઈ કોઠારીના પુત્રવધુ તથા દિપકભાઈ કોઠારીના ધર્મપત્ની સ્વ.અલ્કાબેનનું તા.૫ને ગુરૂવારના રોજ લંડન મુકામે દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.

શીરીનબેન મુળીલાવાળા

રાજકોટઃ કાલાવડ (શિતલા) નિવાસી શીરીનબેન શબ્બીરભાઈ મુળીલાવાળા તે શબ્બીરભાઈના બૈરો, યુસુફીભાઈ, મમદીભાઈ, ફાતેમાબેન (મુંબઈ), સમીનાબેન (ચૈનાઈ), સકીનાબેન (ધોરાજી)ના  માતાજી તા.૮ના રોજ કાલાવડ મુકામે વફાત થયેલ છે. તેમની ઝીયારતના સિપારા તા.૧૦ મિ.તા.૧૧મી મોહરમને મંગળવારના રોજ નજમી મસ્જીદ વ્હોરા વાડ, કાલાવડ મુકામે સવારે ૧૧ કલાકે રાખેલ છે.

બકુલભાઇ જોશી

ઉપલેટાઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. મનસુખભાઇ જગજીવનભાઇ જોશીના પુત્ર બકુલભાઇ (ઉ.વ. પ૬) તે હરસુખભાઇ (ભરૂચ), મુકેશભાઇ (જીઇબી જુનાગઢ), હિતેશભાઇ (કોન્ટ્રાકટ જુનાગઢ) તથા દક્ષાબેન અશ્વિનભાઇ પંડયા (કાલાવડ), જાગૃતિબેન દક્ષેસકુમાર દવે (રાજકોટ) ના ભાઇ તા. ૭ શનિવારે અવસાન પામ્યા છે. બેસણું ૯ સોમવારે ૪ થી ૬ વસોયા ખોડિયાર મંદિર વાડી, જીરાપા પ્લોટ, ઉપલેટા રાખેલ છે.

કાંતિલાલભાઇ ટીટિયા

ધોરાજીઃ મુળ જસાધાર (ગીર) નિવાસી કાંતિલાલભાઇ ઠાકરશીભાઇ ટીટિયા (ઉ.વ. ૮૧) નું તા. ૭ મી એ શનિવારના અવસાન થયું છે. બેસણું તા. ૯ ને સોમવારના રોજ નિલેશભાઇના નિવાસસ્થાને સાંનિધ્ય એવન્યુ એ-૧૦૧ કસ્તુરી રેસિડેન્સી પાસે, અંબિકા ટાઉનશીપ, જીવરાજ પાર્ક રાજકોટ રાખેલ છે.

કુસુમબેન કામદાર

અમરેલીઃ સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી તેમજ પત્રકાર કાંતિલાલ એન. કામદારના ધર્મપત્ની કુસુમબેન કે. કામદાર (ઉ. વર્ષ ૭૪) તે જયંતભાઇ, જીતેશભાઇ તથા રાજેશભાઇના માતૃશ્રી, જયશ્રીબેન જે કમદારના સાસુ અને વિરલભાઇ તથા સોનલબેનના દાદીબા અને શ્વેતા વી. કામદારના દાદી સાસુનું તા. ૭ શનિવારના અરિહંત શરણ પામેલ છે. સદગતનું બેસણું (ઉઠમણું) તા. ૯ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે દશા શ્રીમાળી જૈન મહાજન વાડી યુનિટ નંબર ર અમરેલી ખાતે રાખેલ છે.

ઉર્મીલાબેન લાખાણી

ગોંડલઃ ઠકકર સ્વ. અરવિંદકુમાર મોહનલાલ લાખાણી, આદિત્યાણા વાળાનાં ધર્મપત્ની ઉર્મીલાબેન (ઉ.વ. ૭૩) તે વિમલભાઇ તથા બ્રીજેશભાઇનાં માતુશ્રી તથા ટપુભાઇ ઉકાભાઇ પોપટ (પોરબંદર) ની પુત્રી તથા મનાલી, પલક હર્ષીલ તથા તાન્ઝીલના દાદીમાનું તા. ૭ ના રોજ અવસાન થયેલ ઉઠમણું તા. ૯ ના રોજ સાંજે ૪ થી પ દરમ્યાન લોહાણા મહાજનવાડી મહાદેવ વાડી ગોંડલ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

લાભુબેન નથવાણી

રાજકોટઃ સ્વ. અમૃતલાલ માધવજી નથવાણીના ધર્મપત્નિ ગંગા સ્વ. લાભુબેન અમૃતલાલ નથવાણી તે વિનદભાઇ, સ્વ. હર્ષદભાઇ, ભરતભાઇ, મધુકરભાઇ, પિયુષભાઇ, કમલેશભાઇના માતૃશ્રી તથા જમનાદાસ જાદવજી રાયચુરાના દિકરી શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૯ ને સોમવારે સાંજે પ-૩૦ પંચનાથ મહાદેવ મંદિરમાં રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

કીર્તીબેન રાઠોડ

રાજકોટઃ કારડીયા રાજપત કીર્તિબેન સરેશભાઇ રાઠોડ (ઉ.વ.૬૦) રાજકોટ તે ડો.સરેશભાઇ રાઠોડના ધર્મપત્ની તથા તેજભાઇ, દર્શનભાઇના માતુશ્રી તથા સ્વ.વિજયભાઇ, સ્વ.બળવંતભાઇ અને ડો.કલ્યાણભાઇનાં નાનાભાઇનાં પત્નીનું તા.પના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને સોમવારે સાંજે પ થી ૭, કારડીયા રાજપુત સમાજ વાડી, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે રાખેલ છે.

કનકબેન જોષી

રાજકોટઃ જેતપુરઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.બાલાશંકર ઇશ્વરલાલ જોષીના ધર્મપત્ની ગં. સ્વ. કનકબેન બાલાશંકર જોષી (ઉ.વ.૮૦ તા.૬ના કૈલાસવાસ થયેલ છે. તે સ્વ.પ્રવીણભાઇ, બીપીનભાઇ, સંગીતાબેન, રીટાબેન, ગીતાબેન, અલ્પાબેનના માતુશ્રી તથા નિશિત, નીરવ અને કૃનાલના દાદીમાનું ઉઠમણું તા.૯ના સાંજે ૪ થી ૬, વોરાવાડ, જે.પી. ડાઇંગ પાસે, જેતપુર ખાતે રાખેલ છે.

જગદીશભાઇ પુજારા

રાજકોટઃ સ્વ.કેશવલાલ મગનલાલ પુજારા ચોટીલાવાળાના પુત્ર જગદિશભાઇ (ઉ.વ.૬પ) તે રવિ તથા હેતલ ગીરીશકુમાર ધામેચા કિંજલ રાજેશકુમાર રાયચુરાના પિતાશ્રી તે મગનલાલ જશરાજ રાચ્છના જમાઇ તથા કમલેશભાઇ ચંદારાણા તથા કેતનભાઇ (ભાણો)ના મામા તા.૬ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૯ને સોમવારે સાંજે પ થી ૬, ભોલેનાથ ટાવર સેટેલાઇટ ચોકથી આગળ પ્રગતિ સ્કુલની બાજુમાં મોરબી રોડ ખાતે રાખેલ છે.

શાંતાબેન ગોહેલ

રાજકોટઃ મ.ક.સઇ સુથાર દરજી શાંતાબેન વિઠ્ઠલદાસ ગોહેલ (ઉ.વ.૮૮) તે હરસુખભાઇ વિઠ્ઠલદાસ ગોહેલ (સહકાર ખાતું), ચંપાબેન દુલભજી પરમાર (કેશોદ), જશવંતીબેન અમૃતલાલ (રાજકોટ)ના માતુશ્રી, કૌશલ (રોબોફન લેબ), જીજ્ઞાબેન પરમાર (રાજકોટ નાગરીક સહકારી બેંક)ના દાદીમા, સ્વ.ગોકળદાસ મગનલાલ ધામેચા (ભાયાવદર)ના બેન તા.૭ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૯ના સોમવારે સાંજે ૪ થી પ, કમળગંગા દરજી જ્ઞાતીની વાડી, ર૪-વિજય પ્લોટ ખાતે રાખેલ છે.

મણીબેન ગોસાઇ

કુંકાવાવ મોટીઃ નાજાપુર નિવાસી મણીબેન નારણપરાં ગોસાઇ (ઉ.વ.૧૦૧) તે રેવાપરી, વસંતપરી, મનસુખપરી, તથા બળવંતપરીના માતુશ્રી તેમજ પ્રકાશપરી, રાજુપરી, મુકેશપરી, વિપુલપરી તથા જયદીપપરીના દાદીમાંનું તા.રને સોમવારે કૈલાશવાસ થયેલ છે.

ચંચળબેન મહેતા

રાજકોટ :  : જામનગરના ઓૈદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ (દયાશંકર બ્રહ્મપુરીવાળા) ચંચળબેન કેશવલાલ મહેતા, તે પ્રકાશભાઇ મહેતા (ન.પ્રા.શિ.સ.), દીપકભાઇ (ભટ્ટ) (વાલસુરા), અને ચેતનભાઇ મહેતા (ફોટો આર્ટ) ના માતુશ્રી તથા વિશાલ મહેતા (મહાવીર ફોટો) ના દાદીમાનુંં તા.૮ ના અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા.૯ ના રોજ સાંજે ૪ થી ૪.૩૦ પાબારી હોલ જામનગર ખાતે રાખેલ છે.

વિષ્ણુપ્રસાદ લખલાણી

જૂનાગઢઃ મૂળ સરાડિયા હાલ કેશોદ નિવાસી લખલાણી વિષ્ણુપ્રસાદ લક્ષ્મીદાસ (ઉ.વ. ૫૭) તે નંદલાલભાઈ (જી.એચ.સી.એલ. સુત્રાપાડા), ભાનુબેન, જ્યોતિબેન, શારદાબેનના ભાઈ પ્રશાંત તથા તેજશના કાકા, કિરણભાઈ કેલૈયા, બાબુભાઈ સદાવૃતિ, પોપટભાઈ કેલૈયાના સાળાનું તા. ૭ના મેઘપુરમાં અવસાન થયેલ છે. બેસણુ તા. ૯ને સોમવારે સાંજે ૪ થી ૬ કેશોદ ખાતે વેરાવળ રોડ, બસ સ્ટેશન આગળ, સફારી પાર્ક, શેરી નં. ૩ નંદલાલભાઈના નિવાસ સ્થાને રાખેલ છે.

સુરેન્દ્રનગરના નિવૃત્ત શિક્ષક અમીનુદ્દીન શેખની મદીનામાં વફાત: હજ્જયાત્રાએ ગયેલાઃ હૃદયરોગનો હુમલો આવ્યો

વઢવાણ તા. ૭ : સુરેન્દ્રનગર શહેરના જુના જંકશન પાસેજ આવેલ નુરેમોહંમદ સોસાયટી ખાતે રહેતા નિવૃત્ત શિક્ષક મક્કા મદીનામાં પવિત્ર હજયાત્રાએ ગયેલ હતા. ત્યારે મક્કા મદીનામાં હજ્જના અરકાન અદા થઇ ગયા બાદમાં તા.ર/૯/૧૯ ના રોજ મદીના શરીફ ખાતે હાજી અમીનુદ્દીનભાઇ સબીરમીયા શેખ (ઉ.૬૦) મદીના શરીફમા હૃદયરોગનો હુમલો આવવાના કારણે મદીના શરીફમાજ જન્નતનશી થયેલ હતા. સુરેન્દ્રનગર રહેતા હાજી અમીનુદ્દિનભાઇ શેખના પરીવારજનોની બે દિવસ પહેલાજ તેમના અવસાન અંગેના ખબર મળતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.