Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020
હારીજના લોહાણા સમાજના ઉદ્યોગપતિ પ્રવિણભાઇ ઠક્કરનું અવસાન

પાટણ :. હારીજના ઉદ્યોગપતિ પ્રવિણભાઇ મોરારજીભાઇનું હાર્ટએટેકથી અવસાન થતા હારીજ શહેર તેમજ ઉત્તર ગુજરાતના લોહાણા સમાજમાં શોક વ્યાપી ગયેલ હતો. ઉત્તર ગુજરાતના દેશી લોહાણા સમાજના કર્મઠ, દાનવીર અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ સેવાભાવી પ્રવિણભાઇના અવસાનથી સમગ્ર પંથકમાં આચકો અનુભવ્યો છે. વિશ્વ લોહાણા મહાપરિષદ તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજ ઉત્તર ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ એવા આ દાતાએ દાનનો ધોધ વહાવી ઠેર-ઠેર સુવિધા ઉભી કરી શિક્ષણ આરોગ્ય હારીજ નાગરીક બેંક - હારીજ, કે. પી. હાઇસ્કુલ, વસંત બાલમંદિર પાટણ ખાતે જલારામ કુમાર છાત્રાલય, જલારામ કન્યા છાત્રાલય જેવી અનેક સંસ્થાનોના દાખલરૂપ વહીવટ કરેલ. વિવિધ સમાજોમાંથી તેમને શ્રધ્ધાંજલી અપાઇ રહી છે.

જસદણના જસાપરના મોહનભાઇ તેરૈયાનું અવસાન

જુનાગઢ : તા.જસદણના જસાપર નિવાસી મોહનભાઇ ગોવિંદભાઇ તેરૈયા (ઉ.વ.૮૦) તે રાજુભાઇ (જસાપર) અને મીનાબેન ગુણવંતરાય દવે (જુનાગઢ)ના પિતાશ્રીનું તા. ૯ને ગુરૂવારે અવસાન થયેલ છે.  તેમની સ્મશાનયાત્રામાં તેમજ તમામ વિધિઓ કુટુંબીજનો પુરતી જ રાખેલ છે. લોકડાઉનના કારણે ટેલીફોનિક વાતચીત વોટસએપ મેસેજ દ્વારા શ્રદ્ધાંજલી ઋણ સ્વીકાર કરીશું. દિનેશભાઇ- ૯૦૯૯પ ૭૭૬૯૪, મહેશભાઇ-૯૯૭૮૦ પરપ૯૧, રાજુભાઇ -૬૩પર૦ ૦૧૭૦ર, ગુણવંતરાઇ- ૯૮૯૮૧ ૧રરપ૭

નાના દૂધીવદર નિવાસી પ્રજાપતિ રણછોડભાઇ હરજીભાઇ ધોળકિયાનું દુઃખદ અવસાન

નાના દૂધીવદર : જામકંડોરણાના નાના દૂધીવદર નિવાસી પ્રજાપતિ રણછોડભાઇ હરજીભાઇ ધોળકિયા (ઉ.૮પ) તે આંબાભાઇ હરજીભાઇ ધોળકીયાના મોટાભાઇ તથા જેન્તીભાઇ અને પ્રવિણભાઇના પિતાશ્રી તેમજ છગનભાઇ દામજીભાઇ રૂડકિયાના સાળા તથા અતુલભાઇ, જયેશભાઇ, સુભાષભાઇ, ચિરાગ અને સુજીતના દાદા તેમજ નરેશભાઇ, કમલેશભાઇ, પંકજભાઇના ભાઇજીનું તા. ૮-૪-ર૦ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મહામારી, લોકડાઉનને કારણે લૌકિક વહેવાર આંબાભાઇ મો. ૯૮ર૪૬ ૪૯૧૬૯, જેન્તીભાઇ મો. ૭૯૯૦ર ૧૩૧૭૩, પ્રવિણભાઇ ૯૯૦૯૧ ૭પપ૦૬ મો. નં. ઉપર કરવો.

ખંભાળીયા રામનાથ મહાદેવના મહંત શંભુગીરી બ્રહ્મલીન

ખંભાળીયા : પ્રસિદ્ધ શ્રી રામનાથ મહાદેવના પૂજારી તથા ખૂબજ સુંદર ઘીની પૂજા કરનાર શંભુગર કાનગર ગોસાઇ (ઉ.વ.૮પ) તા. ૮ના હનુમાન જયંતિના દિને અવસાન થયું છે.  તેમના નિધનથી ભકતોમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.

અવસાન નોંધ

ચમનલાલ પારેખ

રાજકોટઃ સોની ચમનલાલ કરશનદાસ પારેખ (ઉ.વ.૮૩) તે અરૂણ, મેહુલ તથા નિલાના પિતાશ્રી તેમજ સોની ભુદરદાસ રણછોડદાસ રાણપરાના જમાઈનું તા.૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતીને અનુકુળ સદ્દગતનું બંન્ને પક્ષનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ડો.ચંદ્રકાન્ત ભટ્ટ

રાજકોટઃ હાલ રાજકોટ મૂળ મોરબી ચા.મ.મો.બ્રાહ્મણ ડો.ચંદ્રકાન્ત મોહનલાલ ભટ્ટ (ઉ.વ.૮૨ વર્ષ) (રીટાયર્ડ મેડીકલ ઓફીસર, સીવીલ હોસ્પિટલ રાજકોટ) તે સ્વ.શારદાબેન ચંદ્રાકાન્ત ભટ્ટના પતિ, તે નિખિલભાઈ ભટ્ટ (આકાશવાણી, રાજકોટ), જયશ્રીબેન (એ.જી.ઓફીસ), જયોતીબેન માંકડના પિતાશ્રી, મીનાબેન ભટ્ટ (રોજગાર કચેરી, રાજકોટ)ના સસરા, તે રશ્મીકાંત ભટ્ટ, કંદર્પભાઈના વડીલબંધુનું તા.૭ના મંગળવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું બેસણું, ઉઠમણું તેમજ તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

સરસ્વતીબેન મોતીપરા

રાજકોટઃ શ્રી દશા સોરઠિયા વણિક (ચાવંડીવાળા) હાલ રાજકોટ મનસુખલાલ વિઠ્ઠલજી મોતીપરાના ધર્મપત્ની અ.સો. સરસ્વતીબેન એમ.મોતીપરા(ઉ.વ.૭૯) તે કિશોરભાઈ મોતીપરા તથા રાજેશભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ.દિનેશભાઈ તથા જયોત્સનાબેન વી.શેઠ તથા તરલાબેન કે.વખારીયાનાં માતુશ્રી તથા નીતિનભાઈ, વિપુલભાઈ તથા શીતલબેનના ભાભુ તથા છાયાબેન, સ્વ.રેખાબેન, સંગીતાબેનના સાસુ તથા રોહિત, કલ્પેશ, હર્ષ, સ્વ.રાજ, ભાવિકા, હીનાનાં દાદી તથા મુંબઈ નિવાસી સ્વ.ફુલચંદ છગનલાલ કુલરનાં બહેન  તા.૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલિફોનીક બેસણું રાખેલ છે. મો.૯૮૨૫૩ ૫૬૭૯૮

ભીખાભાઈ પંચાસરા

રાજકોટઃ ભીખાભાઈ કેશરભાઈ પંચાસરા (ઉ.વ.૮૦) તે માવુભાઈ પંચાસરા તથા પરસોતમભાઈ પંચાસરાનાં મોટાભાઈ તથા રીતેષ, ગૌરવ, મયુર તથા અર્જુનનાં દાદાનું તા.૮ને બુધવારનાં રોજ અવસાન થયું છે. કોરોના વાયરસને કારણે બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.મો.૯૮૭૯૪ ૬૮૯૨૦

સવિતાબેન સંઘાણી

કોડીનાર : દશા સોરઠીયા વણિક મોટા ચારોડિયાવાળા હાલ રાજુલા સંઘાણી સવિતાબેન રમણીકલાલ (ઉ.૮પ) તે સ્વ. રમણીકલાલ જમનાદાસના ધર્મપત્ની, ભરતકુમાર રમણીકલાલના માતુશ્રી, કૌશિકાબેનના સાસુ તેમજ હર્ષ અને રિધ્ધિના દાદી તેમજ દિનેશભાઇ અને બીપીનભાઇના કાકી, ચંદ્રીકાબેન, ગીતાબેન, પારૂલબેન, જયશ્રીબેનના માતુશ્રી ગોકળદાસ નરસીદાસ તથા નટવરલાલ શામળજીના બેન તથા કૌશિક તલાટીના નાનીમા તા. ૮ મીએ શ્રીજી ચરણ પામેલ છે. જેની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

જયશ્રીબેન ભટ્ટી

વિરપુર : રસીકભાઇ ચુનીભાઇ ભટ્ટીના પત્ની જયશ્રીબેન (ઉ.પ૦) તે અનિલભાઇ તથા રાજેશભાઇના ભાભી કિશનના માતુશ્રી તથા સન્નીકુમાર હિતેષભાઇ પરમારના સાસુનુ તા. ૬ ના રોજ અવસાન થયેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. રસીકભાઇ મો. ૬૩પ૪૯ રર૭૯૦ તથા અનિલભાઇ મો. ૯૯રપ૧ ૯૩૧૦૯ તેમજ રાજેશભાઇ મો. ૯૯૦૪૩ ૬૩ર૦૧, ઉપર દિલસોજી પાઠવશો.

અનસુયાબેન ભારથી

જસદણ : જસદણ નિવાસી હાલ રાજકોટ અનસુયાબેન શાંતિલાલ ભારથી (ઉ.વ.૭૦), તે પરેશભાઇ શાંતિલાલ ભારથીના માતુશ્રી તેમજ પુનમબેન પરેશભાઇ ભારથીના સાસુ, અરૂણાબેન મુકેશભાઇ ચૌહાણના માતુશ્રી અને રિદ્ધિ, શ્યામ અને રાજના દાદીનું તા. ૮ના રોજ રાજકોટ ખાતે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને લૌકિક વહેવાર બેસણુ બંધ રાખેલ છે. પરેશભાઇ મો. ૯૪ર૭ર ૮રપ૧૪

વિરલ દોશી

રાજકોટઃ સાવરકુંડલા નિવાસી હાલ રાજકોટ સ્વ. અરવિંદકુમાર ગંભીરદાસ દોશી તથા ગં.સ્વ. અનસુયાબેનના પુત્ર વિરલ (ઉ.વ.૪૪) (નૈત્ર મંદિર ઓપ્ટીકસ વાળા) જે મિલન તથા વૈશાલીના ભાઇ તથા હર્ષદકુમાર કેશવલાલ કામદાર સાવરકુંડલાના ભાણેજ તા.૭મીને મંગળવારે અરિહંત શરણ પામેલ છે. વર્તમાન સમય અને સંજોગોને કારણે સદ્ગતનું બેસણું, પ્રાર્થનાસભા, લૌકીક વ્યવહાર બંધ રાખેલ છેે. મો.૯૯૦૪૪ ૯૦૭૦૧, ૯૮૨૫૬ ૨૫૦૫૪

શૈલેષભાઇ મણીયાર

રાજકોટઃ મોરબી નિવાસી મોઢ વણિક શૈલેષભાઇ શાંતિભાઇ (ભગત) મણીયારના  (ઉ.વ.૬૩) તે શાંતિભાઇ (ભગત)  મણીયારના મોટા પુત્ર, જયોતિબેન મણીયારના પતિ, ભાવેશભાઇ (લાલુભાઇ), રાજકોટ નિવાસી ભાવનાબેન ગાંધી અને અમદાવાદ નિવાસી ગીતાબેન શાહના મોટાભાઇ, પ્રદીપભાઇ શાહ અને રશ્મિનભાઇ શાહના બનેવી, મૌલીકભાઇ તથા મોનાલીબેનના પિતાજી અને રાજકોટ નિવાસી કુલદીપ મહેતાના સસરા તા.૮ બુધવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. હાલના સંજોગોને ધ્યાને રાખતા વધુ સંખ્યામાં ભેગુ થવાનું ન હોય લૌકીક વ્યવહાર રાખેલ નથી તથા દરેક સ્નેહીજનને ટેલીફોનથી દિલગીરી વ્યકત કરવા અનુરોધ કરાયો છે.  (મો.૭૮૭૮૦૯૮૧૦૧)

જેન્તીભાઇ જોષી

રાજકોટઃ જુનાગઢ (મોટી ઘંસારી, તા.કેશોદ) નિવાસી જેન્તીભાઇ રાણાભાઇ જોષી તે સુધીરભાઇના પિતાશ્રી તથા નાથાભાઇ જોષી કેશોદ તેમજ ઉમેશભાઇ જોષી (ખજાનચી-સંઘ રાજકોટ)ના નાનાભાઇનું તા.૭ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતની દશા તા.૧૨ને રવિવારે તેમજ ઉત્તરક્રિયા તા.૧૩  ઘર મેળે રાખેલ છે. બેસણું ટેલીફોનનીક રાખેલ છે.