Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021
રાઘવજીભાઇ રંગાણીનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ :. જસદણ નિવાસી રાઘવજીભાઇ ભીખાભાઇ રંગાણીનું તા. ૮ ને સોમવારે દુઃખદ અવસાન થયું છે. તેઓ ડો. દિનેશભાઇ રંગાણી (મો. નં. ૯૮ર૪ર ૦ર૯૭ર) ત્થા પ્રવિણભાઇ રંગાણી (મો. ૭૬૯૮ર ૭૭૮૮૭) અને અશોકભાઇ રંગાણી (ઉર્જા વોટર લેવલ કન્ટ્રોલર મો. ૯૯રપ૦ ૩ર૭ર૭) નાં પિતાશ્રીનું ટેલીફોનીક  બેસણું તા. ૧૧ ને ગુરૂવારે સવારે ૯ થી સાંજે પ સુધી રાખેલ છે.

અવસાન નોંધ

ઇલાબેન અમરીશભાઇ દવેનું અવસાનઃ કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટ : યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ સ્વ. ઇલાબેન (ઇન્દુબેન) અમરીશભાઇ દવે (ઉ.વ.૬૯) તે હિરેન અમરીશભાઇ દવે (જામનગર) તથા અર્ચનાબેન (અબતક ન્યુઝ પેપર)ના માતુશ્રી તથા નટુભાઇ ઘડીયાલી (રાજકોટ)ના પુત્રીનું તા. ૮ ને મહાવદ દસમના અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૧ર ને શુક્રવારે રાખેલ છે. મો. ૯૬૬રર ૪૦૭૯૯, મો. ૯૮ર૪૩ ૯૭૦૮૦, મો. ૯૦૯૯૦ ર૯૭૮૯

હરગોવિંદભાઈ પોપટ

ધોરાજીઃ હાલ ધોરાજી નિવાસી હરગોવિંદભાઈ દેવજીભાઈ પોપટ (ઉ.વ.૮૦, નિવૃત કર્મચારી-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) તે સ્વ. હરજીવનભાઈ તથા સ્વ. ભોગીભાઈ પોપટના લઘુબંધુ, સ્વ. હરિલાલ ડાયાલાલ સોઢાનાં જમાઈ તથા રીનાબેન ભરતકુમાર દક્ષિણી, કુંજલબેન ભાર્ગવકુમાર ઉનડકટ, કેતનભાઈ (ડ્રીમ સ્કૂલ-ધોરાજી)ના પિતાશ્રી તા. ૮ સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણુ તથા પિયરપક્ષની સાદડી તા. ૧૨ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ જલારામ મંદિર, જૂનાગઢ રોડ પર રાખેલ છે. કેતન પોપટ મો. ૯૯૯૮૯ ૩૩૦૨૪

નીખીલભાઇ શીલુ

જુનાગઢઃ પોરબંદર નિવાસી નિખીલભાઇ કિશોરભાઇ શીલુ (ઉ.વ.ર૮) તે સ્વ. દયારામભાઇ કેશવજીભાઇ શીલુના પૌત્ર, કિશોરભાઇ દયારામભાઇ શીલુના પુત્ર, સ્વ.દિપકભાઇ દયારામભાઇ શીલુ અને હરીશભાઇ દયારામભાઇ શીલુના ભત્રીજા તથા કશ્યપભાઇ, ક્રિષ્નાબેનના સાગર, રૂકુબેન, વિશાલના ભાઇ તથા હાર્દિક મનસુખભાઇ જોષીના સાળાનું તા.૮મીએ અવસાન થયું છે. હાલમાં કોરોનાના લીધે તમામ ધાર્મિક વિધિ કુટુંબ પરીવાર પુરતી મર્યાદીત રાખેલ છે. કિશોરભાઇ મો.૯૮રપ૭ ૧ર૪૯૧, હરીશભાઇ મો.૯૮રપ૭ ૬૩૭૭૩, કશ્યપભાઇ મો.૯૮૭૯૪ પપ૮ર૦.

ઈન્દુમતીબેન શાહ

રાજકોટઃ ઈન્દુમતીબેન ચંદ્રકાંતભાઈ શાહ (ઉ.વ.૮૪) તે કિરીટભાઈ (બીએસએનએલ), સુનીલભાઈ (રેલ્વે), નયનાબેન ભૂપેન્દ્રભાઈ મહેતા, કુસુમબેન કિર્તીકુમાર પારેખના માતુશ્રી તથા સ્વ.રસીકભાઈ, દિનેશભાઈ, કિશોરભાઈ અને સુરેશભાઈના ભાભી તે સ્વ.છગનલાલ મણીયારના પુત્રીનું તથા બ્રિજેશ, વિદિત, આકાશના દાદીમાનું તા.૮ને સોમવારના રોજ અવસાન થયુ છે. તેમનું ટેલીફોનીક બેસણું ગુરૂવારે તા.૧૧ને સાંજે ૪ થી ૬ કિરીટભાઈ મો.૯૪૨૮૨ ૩૦૩૯૫, સુનીલભાઈ મો.૯૪૨૮૨ ૭૫૬૬૫

પુષ્પાબેન ત્રિવેદી

રાજકોટઃ ઔ.ગુ.સા.ચા જસદણ નિવાસી (હાલ શિહોર) સ્વ.જેન્તીલાલ ફુલશંકર ત્રિવેદીનાં ધર્મપત્નિ ગં.સ્વ.પુષ્પાબેન જે. ત્રિવેદી, જે સ્વ.રાજેન્દ્રભાઈ (આરએમએસ), કપીલભાઈ, રેણુકાબેન, ભરતભાઈ જોષી (અમદાવાદ) તથા ભાવનાબેનના માતુશ્રી અને પંકજભાઈ, નિરજભાઈ, હેતલબેન સી.ઠાકર તથા જાનકીબેન પી.પંડયા (રાજકોટ)ના દાદીમાં તે સ્વ.ઘુસાલાલ મહેતા (સરદારગઢ)નાં દિકરીનું તા.૮ના સોમવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૨ શુક્રવારનાં રોજ રાખેલ છે. પંકજભાઈ મો.૭૬૨૨૦ ૦૦૦૦૯, નિરજભાઈ મો.૭૩૫૯૯ ૯૯૯૯૦, હેતલબેન મો.૯૦૫૪૧ ૫૫૨૫૦, જાનકીબેન મો.૯૮૨૫૮ ૨૮૪૧૮

ધીરૂભાઇ ભારદિયા

રાજકોટ : મુળ ઉંચી-નીચી માંડણ હાલ રાજકોટ સ્વ. ધીરૂભાઇ વેલજીભાઇ ભારદિયા (ઉ.૭પ) તે વેલજીભાઇ અમરશીભાઇના પુત્ર તેમજ સતિષભાઇ, ચેતનભાઇના પિતા તા.૮ ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.૧૧ને ગુરૂવારે  ૪ થી ૬ રાખેલ છે સતિષભાઇ મો.૯૩૭૪૧ ૦ર૮૦૯ ચેતનભાઇ ૯૮ર૪૮ ૪૬પ૪૧

લાલજીભાઇ વાડોલીયા

વાંકાનેરઃ મુળ ચેલા (ધ્રોલ) નિવાસી હાલ લંડન લાલજીભાઇ ડાયાભાઇ વાડોલીયા (ઉ.૯૦) તે સ્વ.ડો.અમૃતલાલ (અમુભાઇ લેસ્ટર) તથા સ્વ.નયનાબેન વરીયા (વાંકાનેર) તથા પ્રતિક્ષાબેન ગોહીલ (રીકમન્સ્વર્થ) ના પિતાશ્રી તેમજ સ્વ. રણછોડભાઇ, દેવગાણીયા (રાજકોટવાળા)ના જમાઇ તથા ડેનીભાઇ અને બ્રિજેશભાઇ વરીયા (વાંકાનેર)ના નાનાશ્રીનું તા.ર૮ ના લંડન મુકામે અવસાન થયેલ છે. સદદ્ગતનુ બેસણુ તા.૧રના સાંજે ૪ થી૬ 'શુભુમ' શાસ્ત્રીનગર સોસાયટી અરૂણોદય સોસાયટીની બાજુમાં વાંકાનેર રાખેલ છે.

લાડુબેન તેરૈયા

જસદણઃ મુળ અજમેર(જામ) નિવાસી હાલ થાનગઢ રાજગોર (કાઠીગોર) બ્રાહ્મણ સ્વ. લાડુબેન લાભશંકરભાઇ તેરૈયા (ઉ.૯૦) તે સ્વ. ગુણવંતભાઇ, સ્વ.ઘનશયામભાઇ, અશોકભાઇ તેમજ જગદીશભાઇના માતા તથા રાજેશભાઇ જયંતિભાઇ, હરેશભાઇ જયંતિભાઇ, જયેન્દ્રભાઇ વિનુભાઇ, સુરેશભાઇ જયંતિભાઇ, ઉપેન્દ્રભાઇ, વિનુભાઇ અને મુકેશભાઇ જયંતિભાઇના મોટાબાનુ તા.૮ ને સોમવારે અવસાન થયેલ છે બેસણું તા.૧૧ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન મુ.થાનગઢ, મહાલક્ષ્મી શેરી ખાતે રાખેલ છે.