Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018
ANI ન્યુઝવાળા અશોકભાઈ સોંલકીના પિતાશ્રીનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ વાળંદ મોરબી નિવાસી હાલ રાજકોટ સ્વ.ચુનીલાલ ધરમશીભાઈ સોલંકીના મોટાપુત્ર જંયતિલાલ સોલંકી (ઉ.વ.૮૨) તે વિનયભાઈ, અશોકભાઈ (એએનઆઈ) ન્યુઝવાળા, તે રવિન્દ્રભાઈ, મીરાબેનના પિતાશ્રી તથા સ્વ.કિશોરભાઈ, સ્વ.જીતુભાઈ તથા ભૂપેન્દ્રભાઈના મોટાભાઈ તે ધર્મેશકુમાર કારેલીયાના સસરા તા.૬સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ ગુરૂવાર સાંજના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને અશોકભાઈ સોંલકીને ત્યાં ''સુર્યાજંલિ'', ૨-શ્રીનાથજી પાર્ક બ્લુ લોટસ એપાર્ટમેન્ટ પાછળ, પ્રિન્સેસ સ્કૂલવાળી શેરી, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.(મો.૯૪૨૬૨ ૧૬૯૨૨)

અંકલેશ્વેરના જાણીતા કવિ-લેખક નિવૃત શિક્ષક મુલચંદભાઇ મોદી ''સ્નેહી'' નું અવસાન

રાજકોટ : સુરત જીલ્લાના  અંકલેશ્વરના નિવૃત શિક્ષક અને કવિ-લેખક મુલચંદભાઇ મોદીનું અવસાન થયેલ છે.

અંકલેશ્વર શહેરના જાણીતા કવિ અને સ્નેહી ના હુલામણા નામથી જાણીતા મુલચંદ મોદીનું માંદગી બાદ નિધન થયું હતું તેના નિવાસ્થાન કાનુગા ફળીયા, સમડી ફળીયા ખાતે ૮૯ વર્ષની જેફવયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

કવિ સ્નેહીના હુલામણા નામથી જાણીતા મુલચંદ મોદીએ પોતાની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી. નિવૃતીબાદ તેમણે લેખન કાર્યને શરૂ કર્યુ હતું તેમણે ૬ નવલકથા અને પાંચ કાવ્ય સંગ્રહ લખ્યા હતા. તેમની પાછળ ર પુત્રો અને બે પુત્રીઓના પરિવાર ને વિલાપ કરતા છોડી ગયા છે. તેમની અંતિમ યાત્રામાં શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અવસાન નોંધ

ગિરીશભાઈ લાલ

રાજકોટઃ વીરપુર (જલારામ) ગીરીશભાઈ હીરદાસલાલ (ઉ.વ.૬૫) તે આશીષભાઈ તથા દેવેનભાઈના પિતાશ્રી તેમજ સ્વ.બટુકભાઈ તથા બકુલભાઈના મોટાભાઈનું તા.૭ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૯ને ગુરૂવારના રોજ સાંજના ૫ થી ૬, લોહાણા મહાજન વાડી, બસ સ્ટેન્ડ રોડ વીરપુર (જલારામ) ખાતે રાખેલ છે.

પન્નાબેન પરમાર

રાજકોટઃ પન્નાબેન દિલિપભાઈ પરમાર તે મગનભાઈ શામજીભાઈ ગોહેલેના પુત્રી તથા અશોકભાઈ મગનભાઈ ગોહેલેના બહેન, તેમજ વિજયભાઈ, ડો.રાજેશ પરમાર, અશ્વિનભાઈના ભાભીનું તા.૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ના ગુરૂવારના રોજ બહ્માણી હોલની સામે બાલા હનુમાન (ગુરૂમન) કોઠારીયા રોઠ મંદિર રાખેલ છે. સમય ૪ થી ૬  ખાતે રાખેલ છે.

પરસોતમભાઈ ગધાત્રા

રાજકોટઃ રાજેશ રોલપ્રેસવાળા સ્વ.પરસોતભાઈ અજાભાઈ ગધાત્રા (ઉ.વ.૮૯) તે મુકેશભાઈના પિતાશ્રી અને નિલના દાદાનું તા.૭ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી શ્રી વરીયા વાડી, બેડીનાકા ટાવર પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

રતનબેન શિયાર

 રાજકોટઃ ભરવાડ મચ્છાભાઇ આબાભાઇ શિયારના ધર્મપત્નિ રતનબેન મચ્છાભાઇ શિયાર તે ડાયાભાઇ, કાળુભાઇ, સુરેશભાઇ, સતીષભાઇ તે નકલન હોટલના માતુશ્રીનું અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ ગુરૂવારે બપોરે  ૩ થી ૬ ગ્રીનલેન ચોકડી શિવનગર શેરી નં-૩ બજરંગ ડેરીની સામેની શેરી રાજકોટ ખાતે રાખેલ છે.

મનસુખલાલ જાદવાણી

રાજકોટઃ મોરબી નિવાસી ગુર્જર સુથાર જાદવાણી મનસુખલાલ વિરજીભાઇ વડગામા (ધનારાવાળા) (ઉ.વ.૮૨) તેઓ શ્રીધનજીભાઇ, બાબુલાલભાઇ, ભગવાનજીભાઇના ભાઇ તેમજ પ્રમોદ, પ્રવિણ, સંજય તેમજ કુસુમબેન ઘનશ્યામભાઇ બોરાણીયા ના પિતાશ્રી તેમજ ગોવિંદભાઇ દેવકરણભાઇ, રમેશભાઇ દેવકરણભાઇ વડગામા ના બનેવી નું તા. ૭ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૯ના રોજ સાંજે ૪ થી ૬, વિશ્વકર્મા વાડી, યુનિટ નં. ૧, મોરબી ખાતે રાખેલ છે

હર્ષલત્તાબેન ઝવેરી

જામનગરઃ રાજકોટ-દશા સોરઠિયા વણિક જયંતિલાલ કરશનદાસ ઝવેરીના પુત્રવધુ હર્ષલત્તાબેન તે જગદીશભાઈના પત્નિ, કમલભાઈ ઝવેરી (કો.કો. બેંક), ભારતીબેન પ્રકાશભાઈ આણંદપરાના ભાભીનું તા. ૩ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૯ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ તેમના નિવાસ સ્થાન સિદ્ધિ-૫, બ્લોક નં. જી-૪૦૨, શેઠનગરની પાછળ, જામનગર રોડ, રાજકોટ રાખેલ છે. પિયરપક્ષ પુરૂષોતમભાઈ વિરચંદભાઈ ગાંધી તથા ભારતીબેન પ્રકાશભાઈ આણંદપરાએ સંયુકત સાદડી સાથે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

યાચના પરમાર

જુનાગઢ :.. કુ. યાચના નવીનભાઇ પરમાર (ઉ.ર૧) તે વંથલીવાળા નવીનભાઇ લાલજીભાઇ પરમાર તેમજ પ્રજ્ઞાબેન નવીનભાઇ પરમાર જે (તાલુકા શાળા વણઝારી ચોકના શિક્ષક) ના પુત્રી તા. ૭ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તા. ૯ ગુરૂવારના રોજ સવારે ૧૦ થી ૧૧ કલાકે તેમના નિવાસ સ્થાને મધુરમ બસ સ્ટોપ સામે બાલાજી હાઇટ બીજો માળ ફલેટ નં. ર૦૩ વંથલી રોડ જૂનાગઢ ખાતે રાખેલ છે.

ઉમેશકુમાર ઠકકર

રાજકોટઃ મુંબઇ નિવાસી ઉષાબેનના પતિ ઉમેશકુમાર દામજીભાઇ ઠકકરનું તા.૪ના અવસાન થયેલ છે. જે સ્વ.છગનલાલ અમરશીભાઇ પોપટના જમાઇ, મંજુબેન વિનોદરાય કોટડીયા, સ્વ.વજુભાઇ પોપટ, ગુલાબભાઇ પોપટ, રસીલાબેન હસમુખરાય સેદાણી, તરૂલતાબેન દ્વારકાદાસ ચતવાણી, જયશ્રીબેન દલસુખરાય કેશરીયા, નવિનભાઇ પોપટના બનેવી, કલ્પેશભાઇ, પરેશભાઇ, આશિષભાઇ, કૌશિકભાઇ, નિખિલભાઇ, કેવીનભાઇના ફુવાની પીયર પક્ષની સાદડી તા.૯ના ગુરૂવારે ઇન્દ્રેશ્વર મહાદેવ, માસ્તર સોસાયટી ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે.

હરિસિંહ પરમાર

રાજકોટઃ હરિસિંહ દેવીસિંહજી પરમાર (ઉ.વ.૬ર) તા.૬ના અવસાન થયેલ છે તે દિલીપસિંહ દેવીસિંહજી પરમારના નાનાભાઇ, જગતસિંહ દેવીસિંહ પરમારના મોટાભાઇ, વિરાજસિંહ હરિસિંહ પરમારના પિતાશ્રી, હાર્દિકસિંહ જગતસિંહ પરમારના મોટાબાપુ, રવિરાજસિંહ, દિલીપસિંહ પરમાર, યુવરાજસિંહ દિલીપસિંહ પરમારના કાકા તથા ભાવેશભાઇ સરવૈયા (જમાઇ) બેસણું તા.૧૦ના શુક્રવારે પ થી ૭ શિવશકિત કોલોની, યુનિર્વસિટી રડ, સવાણી હોસ્પિટલ પાસે, રાખેલ છે.

લીલાબેન ખુંટ

રાજકોટઃ વલ્લભભાઈ રામજીભાઈ ખુંટના ધર્મપત્ની લીલાબેન વલ્લભભાઈ ખુંટ (રીબડાવાળા) તે વિજયભાઈ, મનોજભાઈ વલ્લભભાઈના માતુશ્રીનું તા.૭ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ને ગુરૂવારે, સાંજે ૪ થી ૬ ગોકુલ રેસીડેન્સી, શેરીનં૧, માધવ પાર્ક પાસે, ગોવર્ધન ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ, (વૃદાંવન ડેરી ફાર્મ) રાજકોટ ખાતે રાખેલ છે

ભાવેશભાઇ પરમાર

 ભાણવડ : ભાવેશભાઇ (ભીખાભાઇ) વનરાજભાઇ પરમાર (ઉ.વ.૫૮) તે ધવલના પિતાનું તા. ૭ના ગોપાલ ચરણ પામેલ છે. ઉઠમણું તા. ૮ ના સાંજે ૪ થી ૪:૩૦ કલાકે રઘુનાજી મંદિરે ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.

મુળજીભાઇ રાડીયા

 ભાયાવદરઃ દડવી, (તા. જામ કંડોરણા) ના ઠા. મુળજીભાઇ ભીમજીભાઇ રાડીયા (ઉ.વ.૭૪) (ભાયાવદરવાળા) તે અતુલ, બિપીન તથા રીટાબેન દિપકભાઇ ખંઢેરીયા, નિતાબેન દિપકભાઇ પુજારાના પિતા તથા ડાયાલાલ વિઠલજી દતાના જમાઇ તથા સ્વ. નટવરલાલ, અમુભાઇ, પરેશભાઇ, દિનેશભાઇ, મનસુખભાઇના ભાઇનું તા. ૭ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી તા. ૯ ને ગુરૂવારે સાંજે ૪ થી પ તેમના નિવાસ સ્થાને દડવી. તા. જામકંડોરણામાં રાખેલ છે.

સુરેશભાઇ મહેતા

રાજકોટઃ સુરેશભાઇ ચુનીલાલ મહેતા તે સુધીરભાઇ (રૂપ સજાવટ) તથા જયોત્સનાબેન વિનોદભાઇ કામાણી (જેતપુર)ના વડીલબંધુનું તા.પના ઓમદુરમાન-સુદાન ખાતે અવસાન થયુ છે. દિલસોજી વ્યકત કરવા માટે તા.૯ને ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬, 'સ્વરૂપ' (સજાવટ), ૭, જનતા સોસાયટી, આલાબાઇના ભઠા સામે રાખેલ છે.

પરાગકુમાર જોશી

રાજકોટઃ પરાગકુમાર બિપીનચંદ્ર જોશી (ઉ.વ.૪૧) તે ગુજરાતી શ્રીગૌડ માલવીય બ્રાહ્મણ - મહેશ નટવરલાલ પંડયા રાજકોટ (બેંક ઓફ બરોડ)ના જમાઇ, દેવીબેનના પતિ, વિપ્રા, કેયાનના પિતાશ્રી અને રીતેશભાઇ અમદાવાદ (ગ્રો વેલ્યુ), જયદીપભાઇ (જી ટી શેઠ વિદ્યાલય રાજકોટ)ના બનેવીનું તા. ૩ના કલ્યાણ (મહારાષ્ટ્ર) મુકામે અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, રાધે હોલ, વિમલનગર મેઇન રોડ શિવધામ સોસાયટી સામે, આલાપ સેન્ચુરી પાછળ, પુષ્કરધામ રોડ નજીક, રાજકોટમાં રાખેલ છે.

જગદીશકુમાર દતાણી

રાજકોટઃ દારેસલામ વાળા હાલ અમેરીકા જગદીશકુમાર લક્ષ્મીદાસભાઇ દતાણી (ઉ.વ.૬૩) તે જયશ્રીબેનના પતી ઠા. ગોકળદાસ લાધાભાઇ (ગોળ વાળા) વાળા સ્વ.કલાભાઇ તથા ગં. સ્વ. કાન્તાબેનના જમાઇ તે વીનુભાઇ, હેમેન્દ્રભાઇ તથા અંજનાબેનના બનેવી તે દીવ્યાબેન (કેનેડા) તથા વીરાલીબેનના પીતાશ્રી તા.૧ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની સાદડી તા.૯ના ગુરૂવારે સાંજે પ થી ૬ શ્રી પંચનાથ મહાદેવના મંદીરે રાખેલ છે.

રામજીભાઇ કંસારા

વિંછીયાઃ કંસારા રામજીભાઇ જમનાદાસભાઇ (ઉ.વ.૯૦) (પૂર્વ સરપંચ) તે મહેન્દ્રભાઇ, બાલક્રિષ્નભાઇ (ટેલિફોન કચેરી જસદણ) ગોપાલભાઇ તથા હિતેશભાઇના પિતાનું તા.૬ના રોજ અવસાન થયુ છે. બેસણું તા.૯ને ગુરૂવારના સાંજે ૪ વાગ્યે તેમના નિવાસ સ્થાન વિંછીયા રાખેલ છે.

સીમાબેન પારેખ

રાજકોટઃ સોની મુગટલાલભાઈ ચંદભાઈ પારેખના નાનાભાઈ અને વિનુભાઈ તથા સુરેશભાઈના મોટભાઈ સ્વ.સુખલાલભાઈના પુત્ર ધનેશભાઈના ધર્મપત્નિ સીમાબેન તે રીતીકાબેનના માતુશ્રી તા.૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ના રોજ ગુરૂવાર સોની સમાજની વાડી-૧ ખીજડાવાળી શેરીમાં સવારે ૧૦ થી ૧૨ લોકિક વ્યવહાર બંધ છે.

મંજુલાબેન જોષી

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ ગંગાસ્વ.મંજુલાબેન અમૃતલાલ એન.જોષી (ઉ.વ.૮૦) તે સ્વ.અમૃતલાલભાઈના ધર્મપત્ની તેમજ સ્વ.ભોગીલાલભાઈ, સ્વ.હરિલાલભાઈ તેમજ ભૂપતભાઈ એન.ના ભાભી તેમજ મનોજભાઈના માતુશ્રી તેમજ સ્વ.બાબુલાલભાઈ ચઠ તથા રમેશભાઈ ચઠના બહેન તા.૭ના રોજ શિવચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા માવતર પક્ષ તરફથી સાદડી બંને તા.૯ને ગુરૂવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે, ૨-કેવડાવાડી, મહાલક્ષ્મીના મંદિરે રાખેલ છે.

પ્રતિભાબેન શિંગાળા

રાજકોટઃ પ્રતિભાબેન (ઉ.વ.૬૮) તે દિનેશભાઈ છગનલાલ શિંગાળા (કલ્પેશ ઈલેકટ્રીકલ્સ)ના ધર્મપત્ની તે ગોરધનભાઈ દેવાણી (જામનગર)ના પુત્રી તે કલ્પેશભાઈ, પિયુષભાઈ તેમજ હેતલબેન વિમલકુમાર કારીયાના માતુશ્રીનું તા.૭ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૯ને ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ દરમ્યાન શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક, શ્રીજીનગર-૬, સુભાષનગર પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.