Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018
અવસાન નોંધ

નાગર રંજનબાળા વસાવડા

ગોંડલઃ વડનગરા નાગર રંજનબાળા પ્રદ્યુમનદાસ વસાવડા ઉ.૯૨ તે ભરતભાઇ, પિયુષભાઇ, શિરીષભાઇ, કાલિંદીબેન, અંજનાબેનના માતાનું તા.૭ના અવસાન થયેલ છે ઉઠમણું તા.૯ શનિવારે સાંજે પ.૩૦ થી ૬.૩૦ હાટકેશ્વર મહાદેવ મંદિર, નાગર શેરી ગોંડલ ખાતે રાખેલ છે.

જયંતભાઇ શાહ

રાજકોટઃ શાહ ટાઇપરાઇટીંગ કલાસ વાળા જયંતભાઇ છગનભાઇ શાહ તે પ્રવિણભાઇ, મહેન્દ્રભાઇ, શશીભાઇ, પુષ્પાબેન, હંસાબેન, અંજનાબેનના ભાઇ અને સુશીલભાઇ, રચનાબેનના પિતાશ્રી તથા સ્વ.નવીનચંદ્ર ભગવાનલાલ સંઘાણીના જમાઇનું તા.૭ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૯ શનિવારે, સવારે ૧૦ કલાકે, ઇન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ૯-ઇન્દ્રપ્રસ્થનગર, હેમુ ગઢવી હોલ પાછળ, રાખેલ છે.

ઘેલાભાઇ જાગાણી

ધોરાજીઃ જાગાણી ઘેલાભાઇ કાળાભાઇ (ઉ.વ.૭પ) તે વિનોદભાઇ, ચીમનભાઇ જાગાણીના પિતાશ્રીનું તા.૭ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૯ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬, રામ મંદિર સામેની શેરી તેમના નિવાસ સ્થાન ખાતે રાખેલ છે.

નિલાબેન ચાવડા

ઉપલેટાઃ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતીના નિલાબેન જયેશભાઇ (જમ્બાભાઇ) ચાવડા (ઉ.વ.પ૯) તે પુનીતભાઇ (નિરમા પોરબંદર) તથા નીધીબેન ધવલકુમાર (અમદાવાદ)ના માતુશ્રી તથા કાંતીલાલ કરશનભાઇ સોલંકી (કેશોદ) દિકરી તા.૭ ગુરૂવારના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.૯ના શનિવારે ૪ થી ૬ ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતીની વાડી, દેવરામ શેરી, ઉપલેટા રાખેલ છે.

દ્વારકાદાસ બારાઇ

રાજકોટઃ દ્વારકાદાસ મોનજીભાઇ બારાઇ (ઉ.વ.૯૬) તે સ્વ. લાલજીભાઇ, સ્વ.રણછોડભાઇના નાનાભાઇ તે પરિમલ પ્રકાશન વાળા અશ્વિનભાઇ, પ્રફુલ્લભાઇ, પ્રદિપભાઇ જગદીશભાઇ તેમજ વર્ષાબેન મુકેશભાઇ અનડકટના પિતાશ્રી તે ગોપાલ, ગૌરવ, દિપ પાર્થ, માનસી, ઇસીતાના દાદાશ્રીનું અવસાન થયેલ છે. તેઓનું બેસણું શુક્રવારે તા.૮ના સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન મેઇન રોડ યુનિવર્સીટી રોડ, રામકૃપા ડેરીની સામેની શેરી ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે.

સરલાબેન શાહ

રાજકોટઃ ચોટીલા નિવાસી સ્વ.મનહરલાલ હરજીવનદાસ શાહ (તમાકુ વાળા)ના ધર્મપત્ની ગંગા સ્વરૂપ સરલાબેન મનહરલાલ શાહ (ઉ.વ.૮૬) તે કલ્પેશભાઇ, રાજેશભાઇ (રાજ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર), પારૂલબેન દિપકકુમાર દેસાઇ (સોનગઢ)ના માતુશ્રી તથા પ્રિતિબેન, મોનાબેનના સાસુ તથા અર્પિત, જીનલ કુશલકુમાર કોઠારી, સૌમ્ય, સહજના દાદીમાં તથા નિધિબેન (એસબીઆઇ)ના દાદીજી સાસુનો દેહવિલય, તા.૪ના થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૦ના રવિવારે સવારે ૧૦-૩૦ થી ૧ર-૦૦ રેડક્રોસ હોલ, શાસ્ત્રી મેદાન સામે રાખેલ છે.

મકવાણા ગોદાવરીબેન

રાજકોટઃ લુહાર સ્વ.વેલજીભાઇ અરજણભાઇ મકવાણાનાં પત્ની ગોદાવરીબેન (ઉ.વ.૧૦૦) તે અમૃતભાઇ, શાંતિભાઇના માતુશ્રી તથા લતાબેન, જયશ્રીબેન, વિજયભાઇ (કાનો) તથા અજયભાઇના દાદીમા તેમજ લાલજીભાઇ, મગનભાઇ તથા ધીરૂભાઇ દેવજીભાઇ પીઠવાના મોટાબેનનું તા.૭ના અવસાન થયેલ છે. તેમનું બન્ને પક્ષનું બેસણું તા.૯ને શનિવારે સાંજે પ થી ૭, ભવનાથ મંદિર ઇન્દીરાનગર મેઇન રોડ, ૬૧ નંબર શાળા પાસે રાખેલ છે.

વાડોલીયા પ્રભાબેન

રાજકોટઃ હાલ રાજકોટ મુ. હડીયાણા વાવડી સ્વ. વશરામભાઇ પ્રેમજીભાઇના ધર્મપત્ની પ્રભાબેન (ઉ.વ.૭પ) તે નિતીનભાઇ તથા શૈલેષભાઇ તથા અશ્વીનભાઇના માતુશ્રી તથા વાલજીભાઇ કાનજીભાઇ તથા પ્રવીણભાઇના કાકીશ્રી તા.૭ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું રાજકોટ મુકામે વિશ્વેશ્વર મહાદેવના મંદીરે મોવડી મેઇન રોડ ખાતે તા.૯ શનિવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

લીલાધરભાઇ ઘીયા

રાજકોટઃ શ્રી દશા સોરઠિયા વણિક ખંડવા નિવાસી લીલાધરભાઇ ફૂલચંદભાઇ ઘીયા (ઉ.વ.૭પ) તે રીતેષભાઇ ઘીયા, (ધોળકિયા સ્કુલ), પંકજભાઇ ઘીયા (એકસપ્રેસ બીઝ કુરીયર) સમીરભાઇ ઘીયા, (ધોળકિયા સ્કુલ) રચનાબેન રીતેષભાઇ ધ્રુવ (સુરત)ના પિતાશ્રી તે સ્વ.મગનભાઇ ઘીયા (ખંડવા) જયંતિભાઇ ઘીયા (રાયપુર)ના નાનાભાઇ તેમજ સ્વ.લલીતભાઇ ઘીયા (ખંડવા)ના મોટાભાઇ તા.૪ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૯ના શનિવારે સાંજે પ થી ૬ જાગનાથ મંદિર (ઉપરનો વિભાગ) યાજ્ઞિક રોડ ખાતે રાખેલ છે.

કમલેશભાઈ કાચા

રાજકોટઃ જામવંથલી હાલ રાજકોટ કમલેશભાઈ જગજીવનભાઈ કાચા (સન.ફિલ્મવાળા) (કમો) (ઉ.વ.૩૭) તે જયેશભાઈ કાચા, રાજેશભાઈ કાચા તથા સંજયભાઈ કાચાના નાનાભાઈ તા.૭ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને સ્લમ કર્વાટર નં.૧૧૨, જીલ્લા ગાર્ડન સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

અન્નપૂર્ણાબેન આચાર્ય

રાજકોટઃ હળવદ નિવાસી અન્નપૂર્ણાબેન પ્રમોદરાય આચાર્ય (ઉ.વ.૭૨) નું તા.૭ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ શનિવારના રોજ બ્રાહ્મણ ભોજનાલય, હળવદ ખાતે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

ઘેલાભાઇ જાગાણી

ધોરજી : જાગાણી ઘેલાભાઇ કાળાભાઇ (ઉ.વ.૭પ) તે વિનોદભાઇ, ચીમનભાઇ જાગાણીના પિતાશ્રીનું તા. ૭ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૯ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬, રામ મંદિર સામેની શેરી તેમના નિવાસ સ્થાન ખાતે રાખેલ છે.

ધોરાજીના મહિલા મોભી ફાતેમાબાઇ હાડવૈદનું નિધન

જસદણ : દાઉદી વ્હોરા ફાતેમાબાઇ ઇસ્માઇલજીભાઇ હાડવેદ (ઉ.વ.૯ર) તે મર્હુમ યુસુફભાઇ, કુબરાબેન (ચેન્નઇ), બિલ્કીસબેન (રાજકોટ) મર્હુમ દુરૈયાબેનના માતા તા. ૭ ધોરાજી ખાતે વફાત પામેલ છે. મર્હુમાની જીયારત (કુઆર્ન ખ્વાની) આજે તા. ૮ ને શુક્રવારના રોજ રાત્રીના ૮ કલાકે સૈફી મસ્જિદ ધોરાજી ખાતે રાખવામાં આવેલ છે.

કિશોરભાઇ વાઘેલા

રાજકોટઃ કિશોરભાઇ જીવનભાઇ વાઘેલા (ઉ.વ.૫૭) તે સ્વ. જીવનભાઇ ગોરધનભાઇ વાઘેલાના પુત્ર સ્વ. કાંતિભાઇ, સ્વ. તુલસીભાઇના નાનાભાઇ  તથા જીજ્ઞેશભાઇ, ચિરાગભાઇના પિતાનું તા.૭ના રોજ અવસાન થયેલ છે.  સદ્ગતનું બેસણું તા.૯ને શનિવારના રોજ ખાગેશ્રી તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • કોંગ્રેસના ૨૩ કોર્પોરેટરો સસ્પેન્ડ : પાટણના નગરપાલીકાના મેન્ડેટના ઉલ્લંધનના મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બાગી ૨૩ કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા access_time 4:05 pm IST