Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020
નિવૃત પબ્લીક પ્રોસીકયુટર જયંતીલાલ ચુડાસમાનું અવસાનઃ ગુરૂવારે બેસણું

રાજકોટઃ નિવૃત પબ્લીક પ્રોસીકયુટર જયંતીલાલ દામજીભાઇ ચુડાસમાં (ઉ.વ.૮૦) નું તા.પ ના રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસ્થાને ''રામેશ્વર નિવાસ'', ૧૧ વીજય પ્લોટ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.(નરેન્દ્રભાઇ જયંતીલાલ ચુડાસમાં -મો. ૯૪ર૮ર પ૦૩૦૪)

પ્રભાબેન શાપરીઆનું દુઃખદ અવસાન : શુક્રવારે સાંજે બેસણું

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડીયા મુળગામ મોટીબાણુગારના ભગવાનજીભાઇ ડાયાભાઇ શાપરીઆના ધર્મપત્નિ પ્રભાબેન શાપરીઆ (ઉ.વ.૭૯) તે રમેશભાઇ, નિતિનભાઇ (એચ.જે. સ્ટીલ્સ) અને સુનિલભાઇના માતુશ્રી તેમજ કિશોરભાઇ શાપરીઆ (અકિલા)ના કાકી તા. ૬ ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે.  સદ્દગતનું બેસણું તા. ૧૦ ના સાંજે ૪.૩૦ થી ૬ બાલાજી હનુમાન મંદિર, ૧- શાંતિપ્રકાશનગર, પરસાણાનગરની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક ક્રિયા તા. ૧૬ ના ગુરૂવારે તેમના નિવાસ સ્થાન પરસાણાનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

નૂતન સૌરાષ્ટ્રના સ્થાપક સ્વ.જુગતરામભાઈ રાવલના પુત્ર : દિવ્યેશભાઈના ધર્મપત્ની રજનીબેનનું દુઃખદ અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દૈનિકના સ્થાપક સ્વ.જુગતરામભાઈ રાવલના નાના પુત્ર ચિ.દિવ્યેશભાઈના ધર્મપત્નિ અ.સૌ.રજનીબહેન (ઉ.વ.૬૦)નું તા.૫ના રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું, ''જોય હાઉસ'' જનતા સોસાયટી શેરી નં-૧ એલ.આઈ.સી. સામે રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ તા.૯ના ગુરૂવારે રાખેલ છે. દિવ્યેશ જુગતરામભાઈ રાવલ (મો.૯૫૧૦૫ ૧૫૩૮૯), રીમા ચિરાગ પંડિત (લંડન), હેમાંગ દિવ્યેશ રાવલ.

ચંદુલાલ રાજદેવનું દુઃખદ અવસાનઃ કાલે રાજકોટમાં બેસણું

રાજકોટ : સ્વ.મોરારજીભાઈ દેવશીભાઈ રાજદેવના પુત્ર સ્વ.ચંદુલાલ મોરારજીભાઈ રાજદેવ (ઉ.વ.૭૦) (રાજેશ પાન હાઉસ વાળા), તે જયોત્સનાબેનના પતિ, તે સંજયભાઈ, કલ્પેશભાઈ, ચેતનભાઈ, કલ્પનાબેન સમીરકુમાર જસાણીના પિતાશ્રી, તેમજ પ્રફુલભાઈ, સુધીરભાઈ, રાજેશભાઈ, વિપુલભાઈ તથા ચંદ્રિકાબેન ભરતકુમાર ગણાત્રાના કાકા, તે કાનજીભાઈ રાજદેવ, માણેકબેન ઠાકરશીભાઈ પુજારા, અનસુયાબેન, ચુનીલાલ અનમ તથા વનીતાબેન વસંતલાલ પૂજારાના ભાઈ તે સ્વ.અમૃતલાલ શીવજીભાઈ ચંદે (નગર શેઠ - ભચાઉવાળા)ના જમાઈ તા.૫ના રવિવારના રોજ સાકેતધામ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ના ગુરૂવારના સાંજે ૪ થી ૫ કલાકે પંચનાથ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

અવસાન નોંધ

જસદણમાં સુરેશભાઇ સોનીનું નિધનઃ શુક્રવારે બેસણું

જસદણઃ પરજીયા સોની સુરેશભાઇ કરશનભાઇ થડેશ્વર (ઉ.વ.૭૦) તે સ્વ રસિકભાઇના નાનાભાઇ મનસુખભાઇ, સ્વ મુકુંદભાઇના મોટાભાઇ અનિલભાઇ, સોનલબેન, રાધિકાબેન, કાજલબેનના પિતાશ્રીનું તા.૭મી નિધન થયેલ છે. બેસણું તા.૧૦મીએ શુક્રવારે સાંજે ૪ થી ૬ આટકોટ રોડ એસટી ડેપો નજીક ગાયત્રી મંદીર જસદણ રાખેલ છે.

ગોંડલના સંતોકબેનનું ૧૦૫ વર્ષ વયે નિધન

ગોંડલઃ સંતોકબેન વીરજીભાઇ વાડોદરિયા (ઉમર વર્ષ ૧૦૫) તે વલ્લભભાઇ, રમણીભાઇ, વિનોદભાઇ તથા કિશોરભાઇના માતાનું તા.૭ના અવસાન થયું છે. બેસણું તા.૯ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે, શ્રી કાશીવિશ્વનાથ મંદિર, રામજી મંદિરની બાજુમાં, ગોંડલ ખાતે રાખેલ છે.

નંદલાલભાઇ ભટ્ટ

વડીયાઃ નંદલાલભાઇ દેવશંકરભાઇ ભટ્ટ (ઉ.વ.૯૩)(ભાગવતાચાર્ય) તે સ્વ. જયદેવભાઇ તથા સ્વ.રાજુભાઇ તથા સ્વ. પુષ્પાબેન (અમદાવાદ) તથા કિરણબેન જે. જોષી (આટકોટ)ના પિતાશ્રી તેમજ હરેશભાઇ (વડીયા) રંજનબેન (ઇટવાયા)ના દાદાનું અવસાન થયેલ છે. બેસણું તા.૧૦ શુક્રવારે બપોરે ૩ થી ૫ ના નિવાસંસ્થાન ''ગાયત્રી ભુવન'' સુરગપરા, ભવાની ચોક, પટેલ વાડીની સામે, વડીયા ખાતે રાખેલ  છે.

રઘુનાથસિંહ ઝાલા

ગોંડલઃ રઘુનાથસિંહ વિજયસિંહ ઝાલા ઉ.વ.૭૨ (રીટાયર્ડ એસટી ડેપો મેનેજર) તે હર્ષદસિંહ, બળદેવસિંહ, રાજેન્દ્રસિંહ, યોગેન્દ્ર સિંહ (ભયલુભા)ના મોટાભાઇ ત્થા તે દિવ્યરાજસિંહ (રાજાભાઇ) ના પિતાશ્રીનું તા.૬ ના રોજ અવસાન થયેલ છે બેસણું તા.૯ ગુરૂવારના રોજ સાંજે  ૪ થી ૬, રાજપુત સમાજની વાડી, (દરબાર વાડી), કે.વી.રોડ ગોંડલ રાખેલ છે.

દીપકભાઈ ભટ્ટ

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ મુંબઈ ઘાટકોપર નિવાસી દીપકભાઈ રવિશંકરભાઈ ભટ્ટ (ઉ.વ.૬૮) તે જયંતભાઈના મોટાભાઈ તથા સ્વ.જટાશંકરભાઈ (સિકકાવાળા)ના જમાઈ તથા જગદીશભાઈ જે.ત્રિવેદી તથા બકુલેશભાઈના બનેવીનું તા.૫ના રોજ અવસાન થયું છે. તેમનં શ્વસુર પક્ષનું બેસણું તા.૯ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે કલ્યાણજી નરસી જાની કોમ્યુનિટી હોલ, ચંદનપાર્ક, કર્મચારી સોસાયટી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કુસુમબેન પરમાર

રાજકોટઃ કુસુમબેન રમણીકલાલ પરમાર તે જયશ્રીબેન પરમાર (પી.એફ.ઓફીસ), ધીરેન્દ્રભાઈ પરમાર (હેલ્થ ઓફીસર) તથા સ્વ.ગીતાબેન રશીકભાઈ ટાંકના માતુશ્રી તા.૬ના અક્ષરવાસ થયો છે. તેમની પ્રાર્થનાસભા રાજકોટ મુકામે તા.૯ના ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ દરમ્યાન સ્વામિનારાયણ મંદીર કાલાવડ રોડમાં પોડીયમ ખાતે રાખેલ છે.

રાજેશભાઈ દવે

રાજકોટઃ ગામ આંબરડી તા. ગોંડલ શ્રી ઔદિચ્ય ખરેડી સમયવાય બ્રાહ્મણ સ્વ.રાજેશભાઈ હરદતભાઈ દવે (ઉ.વ.૫૫) તે સ્વ.હરદતભાઈ જી.દવેના મોટા દીકરા અને રેખાબેનના પતિ, હર્ષભાઈ તથા કોમલબેનના પિતાશ્રી અને પુષ્પાબેન- રાજકોટ, પ્રફુલાબેન- વેરાવળ, ભાવેશભાઈ તથા જીજ્ઞેશભાઈના ભાઈ તેમજ પ્રવિણભાઈ હાલ રાજકોટના ભત્રીજા અને ધીરૂભાઈ, વસંતભાઈ ઉપાધ્યાયના બનેવીનું તા.૬ના કૈલાસવાસ થયો છે. તેમનું ઉઠમણું તા.૧૦ શુક્રવારના રોજ બપોરે ૩ થી ૫ સુધી તેમના નિવાસસ્થાન આંબરડી મુકામે રાખવામાં આવેલ છે.

ચંદુલાલ કારીયા

રાજકોટઃ ચંદુલાલ ધરમશીભાઈ કારીયા (રેલ્વેવાળા) (ઉ.વ.૯૮) તેઓ સ્વ.જમનાદાસ ધરમશીભાઈ કારીયાના નાનાભાઈ તથા દિપકભાઈ કારીયાના પિતાશ્રી (શ્રીનાથજી ગીફટ શોપવાળા) તેમજ ગીરીશભાઈ, પ્રફુલભાઈ તથા રાજુભાઈના કાકાશ્રી તથા વિઠ્ઠલદાસ દેવજીભાઈ કેસરીયાના જમાઈ તા.૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તથા બેસણું તા.૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે પંચનાથ મંદિરે રાખેલ છે.

મુળજીભાઇ વડુકુળ

જુનાગઢઃ વેકરી પાંખીના હાલ જુનાગઢ રહીશ સમસ્ત વડુકુળ પરિવાર કમિટીના ઉપ પ્રમુખ અને ગીર સોમનાથ ક્રાઇમ બ્રાંચના નિવૃત પી.એસ.આઇ. સુરેશભાઇના પિતાશ્રી તથા મોહીતભાઇ હાલ સુરત અને રવિ હાલ મુંબઇના દાદા સ્વ. મુળજીભાઇ દામજીભાઇ વડુકુળ (ઉ.વ. ૯૭) રામચરણ પામેલ છે.

હંસીલ ડાભી

અમરેલી : બાબુભાઇ બચુભાઇ ડાભી (નિવૃત મ્યુ. ગર્લ્સ હાઇસ્કૂલ શિક્ષક)ના પુત્ર હંસીલ (ઉ.વ.૪૦) તે દલસુખભાઇ, ધનજીભાઇ (નિવૃત હાઇસ્કૂલ)ના ભત્રીજા, સરીતાબેન (નિવૃત શિક્ષિકા)ના પુત્રનું તા. ૭ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૯ ને ગુરૂવારના રોજ બપોરના ૩ થી પ-૩૦ કલાકે ટી.કે. પટેલ કોળી સમાજની વાડી, ચિતલ રોડ, અમરેલી ખાતે રાખેલ છે.

બાબુભાઇ કાનાબાર

જેતપુર : બાબુભાઇ મગનભાઇ કાનાબાર (ઉ.વ.૭૯) તે સ્વ. શાંતુભાઇના નાનાભાઇ તેમજ વસંતભાઇના મોટાભાઇનું તા. ૭ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૯ ને ગુરૂવારે શામનાથ મંદિર દેશાઇ વાડી ખાતે સમય સાંજે ૪ થી પ કલાકે રાખેલ છ

જેન્તીભાઇ બકરાણીયા

રાજકોટઃ ગુર્જર સુતાર (પાટી રામપર વાળા) જેન્તીભાઇ જીવરાજભાઇ બકરાણીયા તેમજ સ્વ.રામજીભાઇ, રવજીભાઇ, બકુલભાઇ (જામનગર) મધુબેન કિશોરભાઇ વડગામાના ભાઇ તેમજ ધર્મેન્દ્રભાઇ, હરેશભાઇ, કિરણબેન  સુરેશભાઇ ગોટેચાના પિતાશ્રી તેમજ સ્વ.હેમરાજભાઇ પ્રાગજીભાઇ સુરેલીયાના જમાઇનું તા.૭ના અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને ગુરૂવારે ૪ થી પ-૩૦ ગોકુલધામ સોસાયટી શેરી નં.પ, બ્લોક નં. ૩૦૩ ખાતે રાખેલ છે.

ઓતમબેન લીંબાસીયા

રાજકોટઃ ઓતમબેન તે સ્વ.મકનજીભાઇ માંડણભાઇ લીંબાસીયાના ધર્મપત્ની તે શિવાભાઇ, દિનેશભાઇ, નારણભાઇના માતુશ્રી તે નિલમબેન, રમાબેન, વિજયાબેન, સોનલબેનના સાસુ તેમજ સ્વ.પ્રિતેશભાઇ, જેનિષભાઇ, કરણભાઇ, મયુરીબેન, દેવાંશીબેન, ફૈયાબેનના દાદીમાનું તા.૬ના અવસાન થયુ છે. બેસણું તા.૯ને ગુરૂવારના સાંજે ૪ થી ૬, નિવાસસ્થાન ર૯,રણછોડનગર સોસાયટી, સદ્દગુરૂજયોત એપાર્ટમેન્ટ, શ્રધ્ધા હોસ્પિટલની બાજુમાં, પેડક રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

જયાબેન ચાવડા

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુકઠીયા દરજી જ્ઞાતિના જયાબેન રતિલાલ ચાવડા (ઉ.વ.૮પ) તેઓ સ્વ.રતિલાલ નાનજીભાઇ ચાવડાના ધર્મપત્ની તથા સતિષભાઇ, સ્વ.દિલીપભાઇ, સ્વ.કિશોરભાઇ, લલિતભાઇ, હસમુખભાઇ, મીનાબેનના માતુશ્રી તા.૭ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૯ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ સહયોગ વાડી, ધર્મજીવન મેઇન રોડ ખાતે રાખેલ છે તથા પ્રવીણભાઇ, ીકરીટભાઇ અને દિપકભાઇ તરફથી પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

નિર્મળાબેન નિરંજની

રાજકોટઃ રામાનંદી સાધુ નિર્મળાબેન તે બી.ઓ.બી. (હોમગાર્ડ વાળા) ભરતભાઇ વિઠ્ઠલદાસ નિરંજનીના ધર્મપત્ની તેમજ નરોતમભાઇ, કાન્તીભાઇનાં ભાભી, નિલેશ, જીતેન્દ્ર, કમલેશના માતુશ્રી તા.૭ના શ્રીરામ ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૯ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, ગંગેશ્વર મહાદેવનું મંદિર, બેડીપરા આજી નદીના કાંઠે, કેસરે હિન્દ પુલ પાસે રાખેલ છે.

જશવંતીબેન કડવાતર

રાજકોટઃ રાજકોટ નિવાસી જસવંતીબેન રમણીકભાઇ કડવાતર તે રમણીકભાઇ ભગવાનજીભાઇ કડવાતર (રીટાયર્ડ - જમીન વિકાસ બેંક)ના પત્ની, તથા શૈલેષભાઇ (પોસ્ટ ઓફિસર), ભરતભાઇ, તુષારભાઇ, કલ્પનાબેન (એલ.આઇ.સી.), દિપ્તીબેનના માતુશ્રી તથા અભિષેકભાઇ (ટ્રેઝરી ઓફિસ)ના દાદીમાનું તા.૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ના સાંજે ગુરૂવાર ૪ થી ૬, માતૃ આશિષ, ૭-તિરૂપતીનગર, બ્રહ્મસમાજ સોસા. પાસે, રૈયા રોડ ખાતે રાખેલ છે.

રાજેન્દ્રકુમાર સોલંકી

રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ-સુથાર જ્ઞાતિ સમાજના અમૃતલાલ તુલસીદાસ ટંકારીયાના જમાઇ, હાલ મુંબઇના રહેવાસી રાજેન્દ્રકુમાર અમરશીભાઇ સોલંકી (ફોર્ટ, મુંબઇ) (ઉ.વ.૬૯) તે ઉર્મિલાબેન (નિમુબેન)ના પતિ, તે સ્વ.મનસુખભાઇ ટંકારીયા, રમેશભાઇ ટંકારીયા, સ્વ.દલપતભાઇ ટંકારીયા તથા સ્વ.મુકેશભાઇ ટંકારીયાના બનેવી તા.રના શ્રીજી ચરણ પામેલ છે. તેમની પિયર પક્ષની સાદડી તા.૯ના ગુરૂવારે મ.ક.સ.સુ. જ્ઞાતિની વાડી, કમરગંગા ખાતે સાંજે ૪ થી પ કલાકે રાખેલ છે.

નયનાબેન શાહ (બાઘડા)

ગોંડલ  :  નયનાબેન જયેશભાઇ શાહ (બાઘડા) (ઉ.વ.૫૮), તે વિયચંદ્ર જગનાત શાહના પુત્રવધુ, જયેશભાઇ શાહ (બાઘડા) ના ધર્મ પત્ની, કેવલ તથા જેસલ હરેનભાઇ જાનીના માતા, રાજકોટ નિવાસી હરખચંદ વિરજીભાઇ શાહના પુત્રી નું તા.૦૭ ના અવસાન થયું છે. ઉઠમણું તા.૦૯ ગુરૂવારે સવારે ૧૦ કલાકે મહેતા ઉપાશ્રય ,૨૦ ભોજપરા ખાતે તથા પ્રાર્થના સભા ૧૧ કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, ૨૨, ભોજપરા, ગોંડલ ખાતે રાખેલ છે. સદગતનું ચક્ષુદાન કરેલ છે.

બડાભાઇ શેખ

કેશોદ  :  શેખ બડાભાઇ અબાકાદર (ઉ.વ.૮૧) ,પૂર્વ સુધરાઇ સભ્ય, તે અલ્લારખાભાઇ, કરીમભાઇ તથા કાસમભાઇના મોટા ભાઇનું તા.૬/૧/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૯ ને ગુરૂવારે સાંજના ૪ થી પ કલાકે શરદ ચોક ખાતેના તેમના નિવાસસ્થાને રાખેલ છે.

મંજુલાબેન કચોરીયા

મોરબી : મંજુલાબેન ઘનશ્યામભાઇ કચોરીયા, તે સ્વ. ઘનશ્યામભાઇ કચોરિયા, (પૂર્વ કાઉન્સેલર) ના પત્ની, તેમજ જીલ્લા ભાજપ કારોબારી સદ્સ્ય પરેશભાઇ ઉમેશભાઇ કચોરીયાના માતાનું તા.૦૬ ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૦૯ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ કલાકે પરષોતમ ચોક, ૫ દાઉદી પ્લોટ, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

નિખીલભાઇ પીઠડીયા

પડધરી  : શ્રી મચ્છુકઠિયા સઇ-સુથાર, હાલ પડધરી મુળ મકાજી મેકપરવાળા સ્વ. મોહનભાઇ લાલજીભાઇ પિઠડીયા ના પુત્ર ભાવેશભાઇ મોહનભાઇ પિઠડીયાના નાનાભાઇના દિકરા તથા અંકિત ડાયાભાઇ પિઠડીયા ના નાનાભાઇ નિખીલ તા. ૭ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તા.૯ ને ગુરૂવારે ૪ થી પ પ્રગટેશ્વર મહાદેવ મૅદિર, પડધરી ખાતે રાખેલ છે.

જુગલકિશોર ગાંધી

રાજકોટઃ સ્વ.પ્રભુદાસ ભાણજીભાઈ ગાંધીના પુત્ર જુગલ કિશોર (ઉ.વ.૭૨) તે નેહલ, મિતુલ તથા તન્વીના પિતાશ્રી, હરીશભાઈના મોટાભાઈ તથા સ્વ.ચંન્દ્રકાન્ત શિવલાલ શાહ અને હસમુખલાલ શિવલાલ શાહના ભાણેજ અને સ્વ.સી.વાલજીભાઈ દોશીના જમાઈનું દુઃખદ અવસાન તા.૭ને મંગળવારના રોજ થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૯ને ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન પારસ હોલ, પારસ સોસાયટી, નિર્મલા રોડ ખાતે રાખેલ છે.

લીલાબેન પરમાર

રાજકોટ : મુળ ગોંડલ હાલ રાજકોટ લીલાબેન હકાભાઈ પરમાર (ઉ.વ.૬૮) તે અરવિંદભાઈના માતા તે વિજયકુમાર, સુનિલકુમાર તથા ધર્મેશકુમાર, અતુલકુમારના સાસુ તથા જયંતિભાઇ, નરશીભાઈના બહેન તેમજ અશોકભાઈ, રાજેશભાઈ તથા ધીરજભાઈ, રમેશભાઈના મામીનું તા.૬ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ દરમિયાન વાળંદ સમાજની વાડી, લક્ષ્મીનગર, રાજકોટ ખાતે રાખેલ છે.

કિરીટભાઈ સંઘવી

રાજકોટઃ સ્વ. રેવાશંકરભાઈ સંઘવીના પુત્ર કિરીટભાઈ સંઘવી (ઉ.વ. ૮૭) તે સ્વ. હર્ષાબેન સંઘવીના પતિ તથા સ્વ. અમરચંદ પોપટભાઈ મહેતા ગોંડલવાળાના જમાઈ અને નવિનભાઈ, ચંદ્રકાંતભાઈ, ચંદ્રીકાબેન દફતરીના બનેવી તથા સ્વ. શશીભાઈ સંઘવી અને સરોજબેન પારેખના ભાઈ તથા ચેતનાબેન વિરાણી તથા શીતલબેન કોઠારીના પિતાશ્રી તથા ચેતનભાઈ વિરાણી અને રિનેશભાઈ કોઠારીના સસરા તેમજ શ્રેયાંશ, શ્રેયા અને પુષ્ટીના નાના તા. ૭-૧-૨૦૨૦ને પોષસુદ ૧૨ મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમનુ ઉઠમણુ તા. ૯-૧-૨૦૨૦ ગુરૂવારના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે શ્રેનેમીનાથ / વિતરાગ જૈન ઉપાશ્રયે રૈયા રોડ - ગાંધીધામ રાજકોટ રાખેલ છે. ત્યાર બાદ ૧૧ વાગ્યે પ્રાર્થનાસભા રાખેલ છે.

રસીકભાઈ કવૈયા

રાજકોટ : ગોંડલ નિવાસી સ્વ.લુહાર રસીકભાઈ રવજીભાઈ કવૈયા (ચીભડાવાળા) (ઉ.વ.૮૪) તે સ્વ.બેચરભાઈ, સ્વ.જીવરાજભાઈ, સ્વ.નારણભાઈ, સ્વ.ત્રિભોવનભાઈના નાનાભાઈ તથા બાબુભાઈના મોટાભાઈ તથા રવિભાઈ, અતુલભાઈ, સરલાબેનના પિતા તથા મહેશકુમારના સસરા તેમજ મેહુલ, નૈમીષ, દિવ્યા, મીરાના દાદા તથા મોવીયાવાળા સ્વ.પ્રભુલાલ હરજીભાઈ પિત્રોડા, લવજીભાઈ, સ્વ.કાન્તીભાઈ, ભાણજીભાઈના બનેવીનું તા.૫ને રવિવારે દુઃખદ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનંુ બેસણું તા.૯ને ગુરૂવારે  લુહાર જ્ઞાતિની વાડી, સ્ટેશન પ્લોટ - ૧૫ ગોંડલ મુકામે બપોરે ૩ થી ૫ કલાકે સાથે રાખેલ છે.

દિલીપભાઈ ચાવડા

રાજકોટ : દિલીપભાઈ રમણીકભાઈ ચાવડા (ઉ.વ.૬૨) તે રવિ, ચેતના અને રિદ્ધિના પિતા અને સુરેશભાઈ, પંકજભાઈના ભાઈ તા.૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ ધર્મજીવન રોડ, સહયોગ વાડી (ભકિતનગર સોસાયટી) ખાતે રાખેલ છે.

છોટુભાઈ બૈરવા

રાજકોટઃ છોટુભાઈ ભગીરથભાઈ બૈરવા (ઉ.વ.૮૮) તે કમલેશભાઈ, પ્રકાશભાઈ, રાજેશભાઈના પિતાશ્રી તેમજ પ્રિયાંકભાઈ, શ્યામલાલભાઈ અને કિરણભાઈના કાકાનું તા.૭ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસસ્થાન પાસે ગંગેશ્વર મહાદેવ મંદિર, ગાંધીગ્રામ શેરીનં.૧, એસ.કે.ચોક, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

પ્રેમીલાબેન સંપટ

મોરબીઃ મુળ અમરેલી હાલ મુંબઇ નિવાસી પ્રેમીલાબેન વલ્લભદાસ સંપટ (ઉ.વ.૮૮) તે સ્વ.જયેન્દ્રભાઇતથા કાંતીલાલના બહેન અને ગં. સ્વ. મધુરીબેનના નણંદ તેમજ બીપીનભાઇ (જીઇબી-મોરબી), મુકેશભાઇ, હિતેષભાઇ અને હર્ષદભાઇના ફૈબા તા.૪ના રોજ મુંબઇ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. સાદડી તા.૧૧ને શનિવારે સાંજે પ થી ૬ નવાગામ ભાટીયા મહાજન વાડી ઝવેરી શેરી મોરબી ખાતે રાખેલ છે.

શારદાબેન ધારૈયા

રાજકોટઃ મૂળ કાથરોટા (જૂનાગઢ) હાલ રાજકોટ સ્વ.ધારૈયા મોહનભાઇ વિઠ્ઠલભાઇના ધર્મપત્ની શારદાબેન કે જેઓ અમરશીભાઇ, વિઠ્ઠલભાઇ ધારૈયા, (એ. વી. ગુર્જર) એડવોકેટ) કાન્તીભાઇ, નટુભાઇના ભાભી તથા અશ્વીનભાઇ, મુકેશભાઇ, મનોજભાઇ, ભરતભાઇ અને રમેશભાઇ, જયશ્રીબેન તથા મધુબેનના માતુશ્રી  તથા અવની, કવિતા, પ્રિયંક, જય, ધાર્મિક, હિમાંશુ, મીત,  દીપ, દીક્ષીત, સાગર, ધારા, ખુશ્બુ, હિરલના દાદીમાનું તા.૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું જુનુ રાધેશ્યામ શેરી નં.૩, બંધ શેરી, બ્રહ્માણી હોલની પાછળ કોઠારીયા રોડ રાજકોટ ખાતે તા.૯ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પરેશભાઇ દોશી

રાજકોટઃ વડીયા દેવળી નિવાસી (હાલ રાજકોટ) સ્વ.કાન્તીલાલ ઓતમચંદ દોશીના પુત્ર પરેશભાઇ (ઉ.વ.પપ) તે સ્વ.ભુપતભાઇ, સ્વ.નવિનચંદ્ર તથા સ્વ.સુરેશભાઇના ભત્રીજા તથા કલ્પનાબેનના પતિ તથા રિંકલના પિતાશ્રી તથા નિલેશભાઇ, રીતેશભાઇ તથા બીનાબેન દોશીના ભાઇ તેમજ સ્વ.રતિલાલ હીરચંદ પારેખના જમાઇનું તા.૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૯ને ગુરૂવારે સાંજે ૪-૦૦ કલાકે રોયલ પાર્ક જૈન ઉપાશ્રય, કાલાવડ રોડ, ખાતે રાખેલ છે. (લૌકીક ક્રિયા બંધ રાખેલ છે)

કિશોરકુમાર રાઠોડ

રાજકોટઃ લુહાર કિશોરકુમાર અમૃતલાલ રાઠોડ (ઉ.વ.૬૦)નું તા.૪ના અવસાન થયેલ છે. તે સ્વ.લુહાર ગણેશભાઇ કે. મકવાણાના જમાઇ તથા ધીરૂભાઇ, ભુપેન્દ્રભાઇ, ઘનશ્યામભાઇ, સ્વ.દિનેશભાઇના બનેવીનું બેસણું તા.૯ના ગુરૂવારે ૩ થી પ, ગાયત્રી મંદિર, ગીતાનગર-ર, જકાત નાકા પાસે, ગોંડલ રોડ ખાતે રાખેલ છે.

વલ્લભભાઇ પરમાર

રાજકોટઃ વાંઝા દરજી વલ્લભભાઇ નરશીભાઇ પરમાર (ઉ.વ.૭પ) ભાણવડ વારા તે સ્વ.ધરમશીભાઇ તથા સ્વ.કલ્યાણજીભાઇના નાનાભાઇ  તથા ભરતભાઇ તથા અલ્પેશભાઇના પિતાશ્રી તા.૭ના શ્રી ગોપાલ શરણ પામેલ છે.  તેમનું ઉઠમણું તા.૯ના ગુરૂવારે સાંજે ૪ કલાકે શ્રી હરગંગેશ્વર મહાદેવનું મંદીર ટાગોર નગર મેઇન રોડ કોટેચા ચોકની બાજુમાં સૌરાષ્ટ્ર હાઇસ્કૂલની સામેની શેરીમાં રાખેલ છે.

અરવિંદભાઇ પારેખ

રાજકોટઃ સ્થાનકવાસી જૈન અરવિંદભાઇ પ્રતાપરાય પારેખ (ઉ.વ.૭૪) (હલેન્ડા વાળા) સ્વ.પ્રતાપરાય તારાચંદ પારેખ (હલેન્ડા વાળા)ના મોટા પુત્ર, સ્વ.ચૂનીભાઇ કોઠારી-રાજકોટના જમાઇ, વિનુભાઇ કોઠારી, ભરતભાઇ કોઠારીના બનેવી, હેતલબેન ભાવેશભાઇ જસાણી, પારસભાઇ પારેખના પિતાશ્રી, કિશોરભાઇ પારેખ, દિપકભાઇ પારેખના મોટાભાઇ, ભાનુમતીબેન પારેખ, હસુમતીબેન સૂર્યકાન્તભાઇ શાહ (રાજકોટ) મધુબેન પ્રવિણભાઇ પંચમીયા (સોલાપુર) જયોતિબેન બીપીનભાઇ મહેતા (જામનગર), નિશાબેન ભરતભાઇ શેઠ-રાજકોટના મોટાભાઇ તા.પના અરિહંત શરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૯ના ગુરૂવારે સવારે ૧૦-૩૦ કલાકે વિનોદભાઇ શેઠ હોલ નિલકંઠ ટોકીઝ પાસે કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.