Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019
અવસાન નોંધ

નાયબ માહીતી નિયામક અરવિંદભાઇ જોશીના બનેવી કાંતિભાઇનું અવસાન

રાજકોટઃ રાજગોર બ્રાહ્મણ કાંતિભાઇ નાથાલાલભાઇ મહેતા (ઉ. વર્ષ ૭૩) તે રાજકોટના નાયબ માહિતી નિયામક અરવિંદભાઇ જોશીના બનેવી, શ્રીમતિ નિર્મળાબેનના પતિશ્રી, તથા શ્રીજી સ્વરૂપ સ્વામી, મગનભાઇ, સ્વ. વિનુંભાઇ અને હસમુખભાઇના મોટાભાઇનું તા. ૪ ના અવસાન મુંબઇ ખાતે થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૮ના સાંજે ૪ કલાકે મુંબઇ ખાતે પાવનધામ, કાંદિવલી (વેસ્ટ) ખાતે રાખેલ છે. તેમજ સદગતની ઉત્તરક્રિયા તા. ૧પના સવારે ૧૦ કલાકે તેમના નિવાસસ્થાન, વાત્સલ્ય સોસાયટી, બ્લોક નં. સી/ર૦૪, ચારકોપ, સેકટર નં.-૮, કાંદિવલી (વેસ્ટ) ખાતે રાખવામાં આવેલ છે.

ભરતભાઇ જૈન

રાજકોટઃ જામનગર  નિવાસી હાલ રાજકોટના ભરતભાઇ કાંતિલાલભાઇ જૈન (મોદી) (ઉ.વ.૬૬) તે કલાબેનના પતિ તથા અવનિશ, ઉત્સવના પિતાશ્રીનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા.૯ને સોમવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી રોયલ પાર્ક જૈન ઉપાશ્રય કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મુકતાબેન ડોડીયા

રાજકોટ : કારડીયા રાજપૂત સ્વ. બહાદુરભાઇ પ્રેમજીભાઇ ડોડીયાના પત્ની મુકતાબેન (ઉ.૭૦) તે દેવેન્દ્રભાઇ, સંજયભાઇ, નિતીનભાઇના માતા  અને જીવણભાઇ, મનસુખભાઇ, મનહરભાઇ, સ્વ. હરીસિંગભઇ ભાવસિંગભાઇના ભાભીનું તા. ૭ ના શનિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૯ ના સોમવારે બપોરે ૩ થી પ રાજનગર કોમ્યુનીટી હોલ નાના મૌવા રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ભીખુજી રીબડીયા

રાજકોટ : ચુંવાળીયા કોળી ભીખુજી સુરાજી રીબડીયા (નિવૃત શિક્ષકસોૈરાષ્ટ્ર હાઇસ્કુલ) તે વિજયભાઇ તથા અજયભાઇના પિતાશ્રીનું તા.૫ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૦૯ ને સોમવારે સાંજે ૪ થી પ.૩૦ ગાંધીગ્રામ, ગાંધીનગર શેરી નં.૨ રખેલ છે.

દિવ્યાબેન સોની

રાજકોટ : સોની સ્વ.હિંમતલાલ કેશવજી પાટડીયા (મુંબઇવાળા), હરેશભાઇ, ચેતનભાઇ, ઇન્દ્રેશભાઇ, દિપેશભાઇના નાનાભાઇ, દિનેશભાઇ પાટડીયાના ધર્મપત્ની દિવ્યાબેન તે રક્ષત પ્રિયાંશી ના મમ્મી, પરશોતમભાઇ રતીલાલ ઉંડવીયાના દીકરી તા.૬ ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષનું બેસણું આજે તા.૭ ને શનિવારે સાંજે ૪ થી પ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન શાહ

રાજકોટ :  ધોરાજી નીવાસી હાલ રાજકોટ સ્વ. રસિકલાલ ચુનિલાલ શાહના ધર્મ પત્ની ચંદ્રિકાબેન (ઉ.વ.૭૬) તે કરમચંદ પ્રાગજી શેઠના પુત્રી, તે નિલેશભાઇ (પફુલ એન્જી.સ્ટોર્સ) વિરલભાઇ, સ્વ. હિનાબેન મહેન્દ્રકુમાર મહેતા તથા કલ્પનાબેન નીતિનકુમાર દોશીના માતુશ્રી, તે પુર્વીબેન તથા જસ્માબેનના સાસુ તથા પારસ અને કરનના દાદીમા તા.૦૪ ના અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૦૬ ના સોમવારે સવારે ૧૦.૩૦ કલાકે સરદારનગર ઉપાશ્રય ખાતે રાખેલ છે.

ગીરીશભાઇ સાવલીયા

જેતલસર : ધોરાજી નિવાસી નરેન્દ્રભાઇ મગનભાઇ સાવલિયાના પુત્ર ગીરીશભાઇ (સિવીલ એન્જી. ઉ.વ.૨૯) તે તરૂણાબેનના મોટાભાઇ અને રમેશભાઇ રવજીભાઇ ઠુંમર (જેતલસર) ના ભાણેજ તા.૫ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.૭ ના રોજ, સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ રોડ, રેલ્વે ફાટક પાસે સાંજના ૪ થી ૬, ધોરાજી ખાતે રાખેલ છે.

જયંતિલાલભાઇ ભટ્ટ

જુનાગઢ : શ્રી સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ જામવાળા હાલ જુનાગઢ જયંતિલાલભાઇ ભટ્ટ (ઉ.વ.૭૩) તે સ્વ.લાભશંકરભાઇ મણીશંકરભાઇ ભટ્ટના પુત્ર તથા રામકૃષ્ણભાઇ, છેલશંકરભાઇ, દલપતભાઇ અને દિલીપભાઇના ભાઇ તેમજ વિપુલભાઇ, પરેશભાઇ, વૈભવભાઇ અને જીજ્ઞાશાબેનના પિતા તથા કાંતિલાલ કરશનજી ભટ્ટ (મુ થાણાપીપળી, હાલ જૂનાગઢ)ના જમાઇ તેમજ સ્વ.હરસુખભાઇ અને સ્વ.જયસુખભાઇના બનેવીનું તા. ૬ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું અને સ્વસુરપક્ષની સાદડી તા. ૯ના રોજ સાંજે ૪ થી પ કલાકે નિવાસસ્થાન હનુમાન મંદિર સાર્વજનિક પ્લોટ, ઉદયનગર, ટીંબાવાડી, જૂનાગઢ રાખેલ છે.

દુર્લભજીભાઇ મહેતા

કેશોદ : ભાટસીમરોલી નિવાસી ઔદિચ્ય ગઢીયા (મહાન ક્ષેત્રા વિભાગ) સીનીયર એડવોકેટ જે.ડી. મહેતા તથા શાસ્ત્રી ઋષિકેશભાઇ મહેતા પિતા તથા પ્રશાંતભાઇ મહેતા (ઓફીસ સુપ્રીન્ટેન્ડેન્ટ-ગાંધીનગર) તથા ગૌરવભાઇ મહેતા (કાયદા અધિકારી-રાજકોટ) ના દાદા શાસ્ત્રી દુર્લભજીભાઇ શિવલાલભાઇ મહેતા (ઉ.વ.૯૮) તા. ૩ ને મંગળવારે કૈલાસવાસ થયેલ છે. ઉઠમણું તા. ૯ સોમવારે બપોરે ૩-૦૦થી ૬-૦૦ કલાકે ગેલ માતાજીનું મંદિર (કોટડીયા પરિવાર), અમૃતનગર રોડ, કેશોદ રાખેલ છે.

ગિરીશભાઇ સાવલિયા

જેતલસર : ધોરાજી નિવાસી નરેન્દ્રભાઇ મગનભાઇ સાવલિયાના પુત્ર ગીરીશભાઇ (સીવિલ એન્જી. ઉ.વ.ર૯) તે તરૂણભાઇના મોટાભાઇ અને રમેશભાઇ રવજીભાઇ ઠુંમર (જેતલસર)ના ભાણેજનું તા. પના અવસાન થયેલ છે. બેસણું તા. ૭ના રોજ, સ્વામિનારાયણ મંદિર, જૂનાગઢ રોડ, રેલવે ફાટક પાસે, સાંજના ૪ થી ૬, ધોરાજી ખાતે રાખેલ છે.

રમણિકભાઇ ઢોલરીયા

ધોરાજી : રમણીકભાઇ બચુભાઇ ઢોલરીયા (ઉ.વ.૬૮) તે સંજયભાઇ રમણીકભાઇ ઢોલરીયાના પિતાશ્રી તેમજ કાંતિલાલ બચુભાઇ ઢોલરીયા તથા પ્રવિણભાઇ બચુભાઇ ઢોલરીયાના ભાઇનું તા. ૬ ને શુક્રવારના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૯ ને સોમવારે બપોરે ૩ થી પ કલાકે, નીલકંઠ મહાદેવ મંદિર, સત્યમ શિવમ સુંદરમ વાળી શેરી, ધોરાજી ખાતે રાખેલ છે.

જીણીબેન ઝાલા

ગોંડલ : નાના મહિકા નિવાસી જીણીબેન મનજીભાઇ ઝાલા (ઉ.વ.૯પ) તે અખિલ ભારતીય કોળી સમાજ ગોંડલ તાલુકા પ્રમુખ તથા એડવોકેટ ગીરધરભાઇ ઝાલા તથા અશોકભાઇ તેમજ મુકેશભાઇના માતુશ્રીનું તા. પ ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે.

નિર્મળાબેન બાટવીયા

ધોરાજીઃ ખાખીજાળીયા નિવાસી હાલ ધોરાજી નિર્મળાબેન બાટવીયા (ઉ.વ. ૮૦), તે નવીનચંદ્ર ખુશાલચંદ બાટવીયાના ધર્મપત્ની તથા કિર્તી, અલ્કા, જીતેશ, આશિષના માતુશ્રીનું અમદાવાદ મુકામે તા. પના ગુરૂવારે અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. ૯ ના સોમવારે સવારે ૧૦ થી ૧ર કલાકે, ગાંધીવાડી, સ્ટેશન પ્લોટ, ધોરાજી મુકામે રાખેલ છે.

ભાનુબેન દિવાન

રાજકોટઃ ભાનુબેન મુકુંદરાય દિવાન (ઉ.વ. ૮૩), તે મુકેશભાઇ તથા બિપીનભાઇના માતુશ્રીનું તા. પ ગુરૂવારના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૯ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે સોમનાથ મહાદેવ મંદિર, કિશન પાર્ક શેરી નં. ૩, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાધે હોટલ પાછળ (ઉમિયા ચોક), રાજકોટ ખાતે રાખેલ છે.

જયંતિલાલ છટપોખ્યા

રાજકોટઃ કચ્છી પરજીયા પટ્ટણી સોની જયંતિલાલ કલ્યાણજી છટપોખ્યા (જે.કે.સોની-એસ.ટી વારા) (ઉ. વર્ષ-૭પ) તે જયશ્રીબેનના પતિ, મિતેષભાઇ, મનોજભાઇ તથા હિનાબેનના પિતા તેમજ મિતા, ભારતી તથા મનિષકુમારના સસરા તેમજ હર્ષ, વંશના દાદા, અને ઉર્વી, નક્ષના નાના, તેમજ દક્ષાબેનના ભાઇ અને ખિમજીભાઇના સાળાનું તા. ૬ના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. ૮ ના સાંજે ૪ થી પ વાગ્યે તેમના નિવાસસ્થાને ૪૦૩, સાનિધ્ય-૧ એપાર્ટમેન્ટ, ઓમ પાર્ક મેઇન રોડ, રાજ લક્ષ્મી સોસાયટી પાસે, તેજ રેસીડેન્સીની બાજુમાં, મોરબી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નર્મદાબેન પંડયા

રાજકોટ  : ચા.મ.મોઢ બ્રાહ્મણ (મુળ કોયલી) હાલ મોરબી નર્મદાબેન હરકાન્તભાઇ પંડયા, તે સ્વ. હરકાન્તભાઇ ક્રિપાશંકર પંડયાના ધર્મપત્ની તેમજ રાજુભાઇ, ચેતનભાઇ તથા ભાવનાબહેનના  માતુશ્રી તથા જીતેન્દ્રભાઇ ભટ્ટ (જી.ઇ.બી.) રાજકોટના સાસુ તેમજ સ્વ. સુખદેવભાઇ, ગુણવંતરાયના લઘુબંધુ (સ્વ. હરકાન્તભાઇના ધર્મ પત્નિ) તથા સ્વ. મોતીલાલ પ્રાગજીભાઇ પંડયાના (ગઢળા ધ્રાલ) ના દીકરીનું તા. ૭/૧૨/૧૯ ને શનિવારે અવસાન  થયેલ  છે. તેમનું ઉઠમણું તથા પીયર પક્ષનું બેસણું તા. ૯/૧૨/૧૯ ને સોમવાર મોરબી ખાતે સાંજે ૪ થી પ વાગ્યે જનકલ્યાણ સોસાયટી, જનકલ્યાણ મહાદેવના મંદિર ખાતે, સામે કાંઠે મોરબી-ર મુકામે રાખેલ છે.

અમીનાબેન ચૌહાણ

રાજકોટઃ અમીનાબેન મહંમદભાઈ ચૌહાણ તેઓ યુનુસભાઈ મહંમદભાઈ ચૌહાણના વાલીદા તેઓ હનીફભાઈ મહંમદભાઈ (ન્યુફેશન-૨) કિચનવાળા તેઓ હુશેનભાઈ મહંમદભાઈ (ઝમઝમ) કિચનવાળાના વાલીદા મર્હુમાની ઝીયારત તા.૮ના રવિવારે મસ્જિદે નશીમમા઼ં રાખેલ છે. ઔરતોની ઝીયારત ઘરે રાખેલ છે. સવારે ૯:૩૦ કલાકે રાખેલ છે. સ્થળ નશીમ મસ્જિદ, ભવાની ચોક, અંકુર સોસાયટી, જંગલેશ્વર (મો.૯૯૭૯૭ ૧૭૨૦૯)

ઇલાબેન ત્રીવેદી

રાજકોટઃ શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ ઇલાબેન મહેન્દ્રભાઇ ત્રિવેદી (ઉ.વ. ૭પ) તે મહેન્દ્રભાઇ ત્રિવેદીના પત્નિ તથા મહેશભાઇ, સ્વ. અતુલભાઇ, અજયભાઇ અને મેહુલભાઇના માતૃશ્રીનું તા. ૭ને શનિવારના રોજ અવસાન થયેલ છે તેમનું બેસણું તા. ૯ ને સોમવારના રોજ મંગળેશ્વર મહાદેવ મંદિર, સદ્દગુરૂનગર પ, પ્રેમ મંદિરથી યુનિવર્સિટી તરફ, બાપા સીતારામ મંદિર પાસે, સાંજે ૪-૩૦ વાગ્યાથી પ-૩૦ વાગ્યા સુધી રાખેલ છે.

પારૂલબેન ગોહેલ

રાજકોટઃ પારૂલબેન રવિભાઇ ગોહેલ (ઉ.વ.ર૭) તે રવિભાઇ (ડિસ્ટ્રીકટ કોર્ટ રાજકોટ) ના ધર્મપત્નિ તથા મનહરભાઇ (ખોખળદળ)ના પુત્રવધુ તથા રમણિકભાઇ દુર્લભજીભાઇ જેઠવાની પૌત્રી તે પ્રફુલભાઇની દિકરી, મહેશભાઇ, જગદીશભાઇની ભત્રીજી તે નીકુલભાઇની બહેન તથા ગીરીરાજભાઇની ભાણેજનું તા. ૬ ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૯ ના સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે ફળેશ્વર મહાદેવ મંદિર, પુનિતનગર-ર, ભોમેશ્વર સોસાયટી મેઇન રોડ, બજરંગવાડી રાજકોટ તથા પિયર પક્ષનું બેસણું તા. ૧રના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે, ''સત્યમ શિવમ સુંદરમ', ઉમીયા માતાજી મંદિર રોડ, બહારપરા, લીલીયા ખાતે રાખેલ છે.

જયાબેન પરમાર

રાજકોટઃ મૂળ ખીજડીયા કોટડાના લુહાર જયાબેન ગોવિંદભાઇ પરમાર (ઉ.વર્ષ ૯પ) તે સ્વ. ગોવિંદભાઇ દેવજીભાઇ પરમારના પત્ની, મગનભાઇ, જેંતિભાઇ અને હસમુખભાઇના માતુશ્રીનું તા. પના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૯ના સોમવારે સાંજે ૪ થી ૬ રણુજા મંદિર, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. (મો. ૯૮ર૪૮ રર૦૮૮)