Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018
કાલે જૂનાગઢ અક્ષર મંદિરે નારસિંહભાઇ પઢિયારની પ્રાર્થનાસભા

જુનાગઢઃ જનસઘં, ભા.જ.પાર્ટીના પીઠ આગેવાન, મેરીટાઇમ બોર્ડના પુર્વચેરમેન, ધારાસભ્ય, નગરપાલીકાના પૂર્વ પ્રમુખ શ્રી નારસિંહભાઇ ધનજીભાઇ પઢિયાર ઉ.વ.૮૬તે શ્રી ગ.સ.જીકુબાના પતિ અને મહેન્દ્રસિંહ (મર્મી), યોગેન્દ્રસિંહ (યોગી), નરેન્દ્રસિંહ ત્થા ઇલાબેન રમેશકુમાર ડોડીયા (રાજકોટ) ત્થા ગીતાબેન પ્રવિણસિંહ રાજપૂતના પિતાશ્રી જયસિંહ, દિવ્યા, મિલાપસિંહ, લેખા, ઝરણા, દ્વારાના દાદાશ્રી ત્થા સિધ્ધાર્થસિંહના પરદાદાનું તા.૩-૭-૨૦૧૮ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયુ છે. સદ્ગતની પ્રાર્થના સભા તા.૫ ગુરૂવાર બપોરે ૪ થી ૬ અક્ષરમંદિર (સ્વામીમંદિર) મોતીબાગ પાસે જુનાગઢ ખાતે રાખેલ છે.

ગુરૂશ્રી સૌમ્યધામ શાપુરના હિરેનભાઈ ઉપાધ્યાયની કાલે સાંજે પ્રાર્થનાસભા

જૂનાગઢ :. ગુરૂશ્રી સૌમ્યધામ-શાપુર હિરેનભાઈ ભાસ્કરભાઈ ઉપાધ્યાય (ઉ.વ ૫૨) તે ભાસ્કરભાઈ ઉપાધ્યાય (સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ) અને જ્હાન્વીબેન ઉપાધ્યાય (પૂર્વ નગરસેવક)ના જયેષ્ઠ પુત્ર, અમિષાબેનના પતિ તથા મેહુલભાઈ અને દર્શકભાઈ (અમદાવાદ)ના મોટાભાઈ તેમજ પૌર્વિક અને પલકના કાકા હિરેનભાઈનું તા. ૨ ના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૫ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ સૌમ્યધામ, શાપુર સોરઠ, જિલ્લો જૂનાગઢ રાખેલ છે.

અવસાન નોંધ

સોની દિનેશકુમાર સુખલાલ

માળીયા હાટીનાઃ સુરત નિવાસી સોની દિનેશકુમાર સુખલાલભાઇ બગીયા ઉ.વ.૬૦ તે માળીયા હાટીના ના સોની પ્રભુદાસભાઇ કેશવજીભાઇ લોઢીયાના જમાઇ તથા જગદિશભાઇ લોઢીયાના બનેવીનું સુુરત ખાતે તા. પ નાં રોજ અવસાન થયેલ છે. તેમની સાદડી માળીયાહાટીના ખાતે તા.૭ ને રોજ શનિવારે સાંજે ૪ થી ૬ વણીક મહાજન વંડી ગીરદરવાજા પાસે માળીયા હાટીના ખાતે રાખેલ છે.

વલ્લભદાસભાઇ રાચ્છ

રાજકોટઃ વલ્લભદાસ નાથાલાલ રાચ્છ (પડધરી વારા) તે સ્વ.કરશનભાઇ, ગોરધનભાઇ, યશવંતરાયના ભાઇ તથા સ્વવેલજીભાઇ ધીરજલાલ દક્ષીણીના જમાઇ તથા દિપકભાઇ, અલ્પેશભાઇ, નિલેશભાઇ, ચંદ્રેશભાઇ, મીનાક્ષીબેનના પિતાશ્રી તા૪ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૭ને શનિવારે સાંજે ૪ થી ૬, રણુજા મંદિર કોઠારીયા રોડ ખાત રાખલ છે.

દયાળજીભાઇ ખંભાયતા

રાજકોટઃ ગુર્જર સુથાર મુળ ઘોડીવાળા હાલ લંડન યુ.કે. સ્વ. જેઠાલાલ પરષોતમભાઇ ખંભાયતના પુત્ર દયાળજીભાઇ જેઠાલાલ ખંભાયતા (ઉ.વ.૮૩ વર્ષ) તે ધ્રોલવાળા સ્વ.હિરજીભાઇ પીતાંબરભાઇ સંચાણીયાના જમાઇ તથા લંડન વાળા અંજુબેન, ફાલ્ગુનીબેન, દીવ્યાબેન, શુષ્માબેનના પિતાશ્રી લંડન : ધીરજબેન જમનાદાસ પંચાસરા, : રાજકોટ : લાભુબેન હરીલાલ પીલોજપરા, દારેસલામ આફ્રિકા : સ્વ.શાંતાબેન વિરજીભાઇ મહિધરીયા, અમદાવાદ : સ્વ.જસુબેન - ચંપાબેન નાનાલાલ ભાડેસીયા, જેતપર : કાંતાબેન લક્ષ્મણભાઇ સુરેલીયા, રાજકોટ : ભાનુબેન વલ્લભદાસ કરગથરાના ભાઇ તા.૩ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૯ના સોમવારે વિશ્વકર્મ કેળવણી મંડળ ખાતે સાંજે ૪-૩૦ થી ૬-૦૦ રાખેલ છે.

મહેશભાઇ મહેતા

જુનાગઢઃ મહેશભાઇ લાભશંકર મહેતા નિવૃત એગ્રીકલ્ચર કર્મચારી (ઉ.વ.૬૮) તે ગૌરાંગભાઇ, તથા વંદનાબેન કૌશીકકુમાર રાવલના પિતાશ્રી તથા જગદીશભાઇ ફુલચંદ જોશી તેમજ દિનેશભાઇ ફુલશંકર (નિવૃત રેલ્વે કર્મચારી)ના બનેવીનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સાદડી તા.૬ શુક્રવારે સાંજે ૪ થી ૬, બિલનાથ મહાદેવ મંદિર ટીંબાવાડી રોડ જુનાગઢ ખાતે રાખેલ છે.

પંકજભાઇ કરથીયા

રાજકોટઃ પંકજભાઇ મણીલાલભાઇ કરથીયા (ઉ.વ.૪પ)નું તા.૪ના અવસાન થયેલ છે.

અસગરઅલી અબ્દુલહુશેન

ગારીયાધાર : દાઉદી વ્હોરા (ગારીયાધાર): મ. અસગરઅલી અબ્દુલહુસૈન લાતીવાળા (ઉ.વ.૮૭) જે તા. પ-૭-ર૦૧૮ને ગુરૂવારના રોજ વફાત થયેલ છે જે ફખરૂદ્દીનભાઇ, અબ્બાસભાઇ તથા જુબૈદાબેન (મહુવા), નફીસાબેન (ધંધુકા), હસીનાબેન (બગસરા) ના બાવાજી થાય. મુસ્તુફા, ઇબ્રાહીમ, હુસૈનના દાદાજી થાય. મર્હુમની જીયારત તા. ૭ ને શનિવારે સવારે ૧૧-૩૦ કલાકે જમાલી મસ્જીદ ગારીયાધાર ખાતે રાખેલ છે.

હેમંતભાઈ સિદ્ધપરા

રાજકોટ : ગુર્જર સુતાર હેમંતભાઈ ડાયાભાઈ સિદ્ધપરા (કોડવાવવાળા) (ઉ.વ.૭૦) તે લક્ષ્મીદાસ (દાસભાઈ) તથા દેવજીભાઈના મોટાભાઈનું અવસાન તા.૪ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ બાલાજી ઈન્ઙ પાર્ક, ગોંડલ રોડ, જકાતનાકાવાળો રોડ, રાજકોટ ખાતે તા.૭ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દિલીપભાઈ દેસાઈ

રાજકોટ : વવાણીયાવાળા સ્વ.કાંતિલાલ વનેચંદ દેસાઈના પુત્ર દિલીપભાઈ દેસાઈ તે ચંદુભાઈ બાટવીયાના જમાઈનું તા.૪ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા.૯ના નૈમિનાથ વિતરાગ ઉપાશ્રયે સવારે ૧૦.૩૦ કલાકે રાખેલ છે.

વિનોદકુમાર મકવાણા

 રાજકોટઃ મચ્છુ કઠીયા સઇ સુથાર ખજુરીગુદાળા (જેતપુર) વિનોદકુમાર બાબુભાઇ મકવાણા (કાળુભાઇ) તે સ્વ. બાબુભાઇ તુલસીભાઇ મકવાણાના પુત્ર તથા મેહુલના પિતા તથા વીરનગરવાળા હર્ષદભાઇ તથા મનોજભાઇ ખેરડીયાના બનેવી તા.૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સાદડી તા.૭ને સાંજે ૫ થી ૬ કલાકે શનિવારના રોજ મવડી ચોકડી, જીથરીયા હનુમાનજી મંદીરે, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રફુલભાઇ ઠકરાર

પોરબંદરઃ પ્રફુલભાઇ ભગવાનજીભાઇ ઠકરાર (ઉ. પ૧) તેઓ કાંતિલાલભાઇ લક્ષ્મીદાસભાઇ ઠકરારના કુટુંબી ભત્રીજા તેમજ રાજેશકુમાર ચુનીલાલભાઇ સરૈયા સાવરકુંડલાવાળાના સાળાનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા આજે સાંજે પ થી પ-૩પ લોહાણા મહાજનવાડી ભદ્રકાલી રોડ ભાઇઓ બહેનોનું સાથે રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

સુખદેવભાઈ દેવમુરારી

રાજકોટ : મુળગામ ખારચીયા હાલ રાજકોટ સુખદેવભાઈ ભાનુરામભાઈ દેવમુરારી (ઉ.વ.૫૦) તેઓ રૂચિત (લાલુ) તથા પિનલ દેવમુરારીના પિતાશ્રી તથા ભાનુરામભાઈના પુત્ર તથા મહેશભાઈના નાનાભાઈ તથા અતુલભાઈ, અશોકભાઈ, સંજયભાઈ તથા યોગેશભાઈના મોટાભાઈ, જયેશ દેવમુરારીના કાકાનું તા.૫ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ''રામદૂત-કૃપા'' પંચનાથ સોસાયટી શેરી નં. ૩, જીત્રીયા હનુમાનજીની સામે, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

નટવરલાલ પડીયા

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય નટવરલાલ રામજીભાઈ પડીયા (જસદણવાળા) (ઉ.વ.૭૬) જે સ્વ. મંગલદાસ વશનજી કકૈયાના જમાઈ તથા સ્વ.હરગોવિંદદાસ હર્ષદભાઈ, કિશનલાલના બનેવી તથા શિલ્પાબેન પંકજકુમાર સોનેજીના પિતાનું તા.૫ના ભાવનગર મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી તા.૭ને શનિવારના સાંજે ૫ થી ૬ શ્રી બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ ખાતે રાખેલ છે.

પ્રફુલભાઈ સુચક

રાજકોટ : નિવાસી સ્વ.રમણીકલાલ રતનશીભાઈ સુચકના (જલારામ હોટલવાળા) જયેષ્ઠ પુત્ર પ્રફુલભાઈ, તે સ્વ. અનિલભાઈ, તુષારભાઈના મોટાભાઈ, વિશાલ, મેઘા શૈલેષકુમાર માધવાણીના પિતા અને સ્વ.ભગવાનજીભાઈ ધરમશીભાઈ દાવડાના જમાઈ, તે ભીખુભાઈ, મુલચંદભાઈ તથા રમેશભાઈના બનેવીનું તા.૬ને શુક્રવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું ધારેશ્વર મંદિર (ભકિતનગર સર્કલ) ખાતે તા.૭ને શનિવારના સાંજે ૫:૩૦ વાગ્યે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

એડવોકેટ નરેશભાઈ દવેના મોટાભાઈનું દુઃખદ અવસાન : કાલે શનિવારે બેસણું

રાજકોટ : શ્રી ચા. મ. મોઢ બ્રાહ્મણ સ્વ.ગીરજાશંકર કાનજીભાઈ દવેના જયેષ્ઠ પુત્ર કમલેશ જી. દવે (ઉ.વ.૬૨) (શ્રી દ્વારકેશ પ્રિન્ટીંગ પ્રેસ) તે જીતેશ તથા પૂર્વીના પિતાશ્રી તથા યોગેશભાઈ તથા નરેશભાઈ દવે (એડવોકેટ)ના ભાઈ તથા સુરેન્દ્રનગર નિવાસી સ્વ.ક્રિપાશંકર કામેશ્વર પંડ્યાના જમાઈ તેમજ નરેન્દ્રભાઈ, પ્રફુલભાઈ, ભરતભાઈના બનેવીનું તા.૫ના ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા સ્વસુર પક્ષનું બેસણું તા.૭ને શનિવારના સાંજે ૫ કલાકે, ભકિત આશ્રમ, કાલાવડ રોડ, એ.જી.ચોક, નિલદા ધાબા પાસે, રાજકોટ મુકામે રાખેલ છે.