Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018
જામનગરનાં 'સમય કા સામના' સાપ્તાહિકનાં તંત્રી હર્ષદભાઈ પાબારીનું દુઃખદ અવસાન

જામનગર :. 'સમય કા સામના' સાપ્તાહિકના તંત્રી જામનગર નિવાસી હર્ષદભાઈ પાબારી આજે તા. ૭ ને ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. સદગતની અંતિમયાત્રા આજે ગુરૂવારે બપોરે ૧૧ વાગ્યે તેમના નિવાસ સ્થાન 'કૃપા નિધી' ૧૧ પટેલ કોલોની, આઈડીબીઆઈ બેન્ક પાછળ જામનગર ખાતેથી નિકળી હતી.

અવસાન નોંધ

ભરત મકવાણા

રાજકોટ : ભરત જેસીંગભાઈ મકવાણાનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ના રોજ સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્થાને સતનામ સોસા. પુનિતનગર રાજકોટ ખાતે રાખેલ છે.

લલીતાબેન પંચાસરા

રાજકોટ : (વડાલવાળા) ગુર્જર સુથાર સ્વ. ત્રિભોવનભાઈ મુળજીભાઈના ધર્મપત્નિ લલીતાબેન (ઉ.વ.૮૫), તો બીપીનભાઈના માતુશ્રી યોગેશભાઈ તથા સંજયભાઈના દાદીમાનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ના સરોજ સાંજે ૪:૩૦ થી ૬ પીપળીયા હોલ, સહકાર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રમાબેન ઠાકર

રાજકોટ : ઉમરાળા (ભાવનગર) નિવાસી ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ સ્વ.ચુનીલાલભાઈ ત્રિભોવનદાસ ઠાકરના ધર્મપત્નિ સ્વ.રમાબેન ઠાકર (ઉ.વ.૮૫) તે શીરીષભાઈ તથા સ્વ.અતુલભાઈ તથા ગીરીરાજભાઈ (કનુભાઈ) તથા ઈલાબેન મહેતા તથા નીતાબેન મહેતાના માતુશ્રી, તેમજ જાગૃતિબેન, નિશાંતભાઈ, કોમલબેનના દાદીમા, ભુપતભાઈ મહેતા (ગોંડલ), ધીતેન્દ્રભાઈ મહેતા (ખારચીયા)ના સાસુમા તેમજ દિવ્યાંગ બી. ભટ્ટ, તથા અનિરૂદ્ધ જોષીના દાદી સાસુ તા.૬ના કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ના રોજ સાંજે ૩ થી ૫:૩૦ ઉમરાળા નિવાસસ્થાને રાખેલ છે.

કરજાળાના મંગળાબેન ઠાકરનું ૧૦પ વર્ષની વયે અવસાન

અમરેલી : કરજાળા (સુરત) નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મંગળાબેન દલસુખભાઇ ઠાકર (ઉ.વ.૧૦પ), તે શાંતિભાઇ, સ્વ. શશીકાંતભાઇ, ચંદુભાઇ, અનુભાઇ, સ્વ. કનુભાઇ તથા ભાવનાબેનના માતુશ્રીનું તા. પ ના રોજ સુરત મુકામે અવસાન થયેલ છે. બેસણું તા. ૮ શુક્રવારે કરજાળા (તા. સાવરકુંડલા જિ. અમરેલી)ં મુકામે રાજુભાઇ ચંદુભાઇ ઠાકરના નિવાસ સ્થાને રાખેલ છે.

જયોતીબેન રાઠોડ

રાજકોટઃ મુળ ઝાંપોદર હાલ રાજકોટ લુહાર જયોતીબેન હિતેષભાઇ રાઠોડ (ઉ.વ.ર૩) તે ઝાપોદર વાળા પ્રવિણાબેન તથા દિલીપભાઇ મોહનભાઇ સોલંકીની પુત્રી  મનસુખભાઇ, નટુભાઇ, જેન્તીભાઇ, ભરતભાઇ, રમણીકભાઇ તથા નરેન્દ્રભાઇની ભત્રીજીનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ શુક્રવારે ૪ થી ૬ મોરબી રોડ જકાતનાકા સામે રામપાર્ક ફિલ્ડમાર્શલ વાડીની બાજુમાં રામેશ્વર મહાદેવ મંદિરે રાખેલ છે.

વીણાબેન કાચા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા અક્ષર નિવાસી મગનલાલ શાંતિલાલ કાચાના ધર્મપત્ની વિણાબેન મગનલાલ કાચા જે પ્રદિપભાઇ કાચા તથા વિમેશભાઇ કાચાના માતુશ્રી અને ગૌરાંગ તથા બ્રિજેશના દાદીમાં તા.૬ના અક્ષરવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૮ને શુક્રવારે શ્રી નારાયણ કૃપા, ૮ ગાંધીનગર, બગીચા પાસે, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

મંજુલાબેન દોશી

રાજકોટઃ મોઢ વણિક રાજકોટ નિવાસી હાલ ભાવનગર સ્વ.વનમાળીદાસ જાદવજીભાઇ દોશીના ધર્મપત્ની સ્વ.મંજુલાબેન (નાનાબા) (ઉ.વ.૮૬) તા.૩ના શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વ.મનહરલાલ (મનુભાઇ), કિશોરભાઇ, સ્વ.મહેશભાઇ, દોલતભાઇ, નવીનભાઇ, રાજેશભાઇ, મુકેશભાઇ શાંતિલાલ દોશી તથા કિરણબેન જગદીશભાઇ પારેખ (રાજકોટ), પ્રજ્ઞાબેન રોહિતભાઇ શાહ (રાજકોટ), જયોતિબેન શરદભાઇ પારેખ (ભાવનગર)ના કાકીબાની સાદડી તા.૮ને શુક્રવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦ મોઢ વણિક વિદ્યાર્થી ભવન, પ રજપુતપરા, ખાતે રાખેલ છે.

પ્રભુદાસભાઇ રૂપારેલીયા

ગોંડલઃ શ્રી પ્રભુદાસભાઇ રણછોડદાસ રૂપારેલીયા (ઉ.વ.૭પ) (નિવૃત પોસ્ટ માસ્તર-ગોંડલ) મનિષભાઇ રૂપારેલીયા (એલ.આઇ.સી. ગોંડલ) વિમલભાઇ રૂપારેલીયા (જુનાગઢ) શ્રીમતી મીતાબેન અતુલભાઇ કારીયા (રાજકોટ)ના પિતાશ્રી તથા ગૌ.વા. જમનાદાસ સોમજી ઉનડકટ (ધોરાજી)ના જમાઇનું અવસાન તા.૬ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૭ને ગુરૂવારે સાંજે પ થી ૬, લોહાણા મહાજનવાડી મહાદેવવાડી ગોંડલ ખાતે રાખેલ છે. ગૌ. વા. જમનાદાસ સોમજીભાઇ ઉનડકટ - ધોરાજીની સાદડી પણ સાથે રાખેલ છે.

હરિબેન ત્રિવેદી

મોરબીઃ મુળ ટંકારા નિવાસી હાલ મોરબી સ્વ.નવલશંકર મોતીલાલ ત્રિવેદીના પત્ની ગં. સ્વ. હરિબેન (ઉ.વ.૧૦૦) તે ભાનુશંકરભાઇ રિટા. ટિચર વિકાસ વિદ્યાલય, વઢવાણ તથા બળવંતભાઇ રિટા. જમીન સંરક્ષણ, મોરબીના માતુશ્રીનું અવસાન તા.૩ના થયેલ છે. જેમની પ્રાર્થના સભા તા.૭ ગુરૂવારે સાંજે પ થી ૬ ચા. મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતી વાડી સાવસર પ્લોટ ૧૦/૧૧ મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

પ્રતાપભાઇ સેલારા

રાજકોટઃ કારડીયા રાજપુત પ્રતાપભાઇ ભાવસિંહભાઇ સેલારા તે રમેશભાઇ સેલારા તથા જગદીશભાઇ સેલારાના મોટાભાઇ તથા સંજયભાઇના પિતાશ્રીનું તા.૩ના અવસાન થયેલ છે. તે દશરથસિંહના મોટાબાપુ તથા દીશતાના દાદા તથા જયદીપ પરમારના સસરાનું બેસણું તા.૭ને ગુરૂવારે સાંજે પ થી ૭ કારડીયા રાજપુત સમાજની વાડી ૧૫૦ ફુટ રીંગ રોડ મવડી ચોકડી ખાતે રાખેલ છે.

અમૃતલાલ પુજારા

મોરબી : અમૃતલાલ ચુનીલાલ પુજારા (ઉ.વ. ૬૦) તે પુનીતાબેન અમૃતલાલ પતિ તથા ચંદ્રેશભાઇ અને નિશાબેનના પિતા તેમજ ખેવારીયાવાળા મોહિતભાઇ મીરાણીના સસરાનું તા. ૪ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું અને પિયર પક્ષની સાદડી તા. ૮ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ કલાકે દરિયાલાલ મંદિર બજાર લાઇન મોરબી ખાતે રાખેલ છે.

દિનેશભાઇ રામોલીયા

ગોંડલ : રતનશીભાઇ પરસોતમભાઇ રામોલીયા ના પુત્ર દિનેશભાઇ (ઉ.વ. ૪૨) તે સંજયભાઇના ભાઇ, મીતના પિતાનું તા. ૬ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૮ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ગુંદાળા રોડ, ગણેશ નગર ગોંડલ ખાતે રાખેલ છે.

બલવંતસિંહ જાડેજા

ગુંદાળા : બલવંતસિંહ જાડેજા તે પ્રતાપસિંહ, રવિન્દ્રસિંહ ના પિતા નું તા. ૪ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૮ને શુક્રવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન મુ. ગુંદાળા તા. ગોંડલ મુકામે રાખેલ છે.

ગૌતમરાય પંડયા

ભાવનગર : ગૌતમરાય નવનીતરાય પંડયા (ઉ.૯૦) તે કપીલભાઇ ગૌતમરાય પંડયા (ગાંધીધામ), દેવદતભાઇ ગૌતમરાય પંડયા (વેરાવળ), કાલીન્દીબેન કિરીટભાઇ પડીયા (અમેરીકા), સંગીતાબેન ગૌતમરાય પંડયા (ભાવનગર), પૂર્વીબેન હિતેશભાઇ જોષી (રાજકોટ)ના પિતાશ્રીનું દેહાવસાન થયુ છે. બેસણું તા. ૭ ને ગુરૂવારે સાંજે પ થી ૬ સુધી નિવાસ સ્થાને શ્રીદત પ્લોટ નં. ૧૨૮૦ - બી - ર - બી છાપરૂહોલ સામે ઘોઘા સર્કલ, ભાવનગર ખાતે રાખેલ છે.

સુશીલાબા જાડેજા

રાજકોટઃ સુશીલાબા નટવરસિંહ જાડેજા તે સ્વ.નટવરસિંહ જીલુભા જાડેજા (નિવૃત એ.જી. ઓફીસ) ગામ નવીનાળ (કચ્છ) હાલ રાજકોટના ધર્મપત્ની તથા અજયસિંહ જાડેજા (શકિત યાત્રા યંઘ)ના માતુશ્રી તથા મીતાબા જાડેજા (કન્સ. મેન્ટર શ્રીશ્રી એકેડમી - એકે. ડિરે. - પ્રિન્સીપાલ, ટી. એન. રાવ સ્કુલ)ના સાસુ તેમજ દેવરાજસિંહ અને યશસ્વીબાના દાદીમાનું તા.પના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ને શુક્રવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦ જાગનાથ મહાદેવ મંદિર, યાજ્ઞિક રોડ, ખાતે ભાઇઓ/બહેનોનું સાથે રાખેલ છે.

અમૃતભાઈ જોટંગીયા

રાજકોટઃ મુળ મોટા વડાળા વાળા હાલ રાજકોટ વાણંદ અમૃતભાઈ જીવરાજભાઈ જોટંગીયા (ઉ.વ.૬૫) તે જીવરાજભાઈ મોહનભાઈ જોટંગીયાના પુત્ર તેમજ યોગેશભાઈ, મનીષભાઈના પિતાશ્રી તેમજ રવિકુમાર મનુભાઈ વાઘેલાના સસરા તેમજ જયંતિભાઈ હસમુખભાઈ, મુકેશભાઈ, જીતુભાઈના મોટા ભાઈ તેમજ શિવાભાઈ ભીખાભાઈ શીશાંગીયાના બનેવીશ્રી તેમજ રામજીભાઈ રવજીભાઈ બગથરીયાના સાઢુભાઈનું તા.૬ના રોજ અવસાન થયેલ છે તેમનુ બેસણુ તા.૮ના શુક્રવારના રોજ ૬, મેઘાણીનગર, કોઠારીયા મેઈન રોડ, માનવ ધર્મ આશ્રમ પાછળ, રામેશ્વર મંદિર ખાતે સાંજે ૫ થી ૭ રાજકોટ ખાતે રાખેલ છે.

પુષ્પાબેન ઉપાધ્યાય

કોડીનાર : વેરાવળના મૂળ ગોરેજ નિવાસી હાલ કેશોદ સ્વ. પ્રભાશંકર નર્મદાશંકર ઉપાધ્યાયના પત્ની પુષ્પાબેન (ઉ.વ. ૮ર) તે વિનુભાઇ, વિરેન્દ્રભાઇ (એએસઆઇ) તથા લલીતભાઇ (જામનગર)ના માતા તેમજ સચીનભાઇ, જીગરભાઇ, પીન્ટુભાઇ, મૌલિકભાઇ તથા શીતલબેનના દાદીમાનું તા. ૭ના અવસાન થયેલ છે. બેસણું તા. ૯ ને શનિવારે બપોરે ૩ થી પ, નાથળિયા ઉનેવાળ બ્રહ્મસમાજ વંડી ૮૦ ફુટ રોડ વેરાવળ ખાતે રાખ્યું છે.

પ્રભાબેન ત્રિવેદી

રાજકોટઃ શ્રી ગુ.હા.સ. ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દલપતરામ દયાશંકર ત્રિવેદીના ધર્મ પત્ની ગં.સ્વ. પ્રભાબેન (ઉ.વ.૯૧) તે સ્વ.જગદિશભાઈ, સ્વ.બિપીનભાઈ, સ્વ.પ્રવિણાબેન જયદેવકુમાર શુકલ સંગિતાબેન (આજકાલ પ્રેસ) તથા મુનીબેનના માતુશ્રી તથા સ્વ.મુંકુદરાય માનશંકર ત્રિવેદી (જામનગર)ના કાકી, દિનેશભાઈ ત્રિવેદીના ભાભુ, તે સ્વ.કાંતિલાલ મણીશંકર જાની (પુના) તે મુકંુદરાય (બટુકભાઈ લાલપુર)ના ફઈબાનું તા.૬ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઊઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.૮ શુક્રવાર સાંજે ૫ થી ૬ વાગ્યા સ્વ.કલ્યાણજી નરશીભાઈ જાની કોમ્યુનીટી હોલ ચંદન પાર્ક, ર્રૈયા ચોકડી, રૈયા રોડ જ્ઞાતિની વાડીએ રાજકોટ ખાતે રાખેલ છે.

 કાંતાબેન કથ્રેચા

રાજકોટઃ કાંતાબેન પ્રભુદાસ કાથ્રેચા તે રમેશભાઇ પ્રભુદાસભાઇ કાથ્રેચા, મુકેશભાઇ પ્રભુદાસભાઇ કાથ્રેચા તથા ચંદ્રેશભાઇ પ્રભુદાસના માતુશ્રી તથા રાહુલ રમેશભાઇ કાથ્રેચાના દાદીમાંનું તા.૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ ને શુક્રવારના રોજ સાંજે ૫ થી ૬ શ્રી નટેશ્વર મહાદેવ મંદીર ૮૦ ફુટ રોડ, ગરબી ચોક પાસે રાખેલ છે.

 કનુભાઇ ચૌહાણ

 રાજકોટઃ મુળ ચિત્રાવડના હાલ રાજકોટ નિવાસી મોચી સ્વ. કનુભાઇ ચકુભાઇ ચૌહાણ (ઉ.વ.૬૯) તે લોધીકાવાળા જગજીવનભાઇ ચકુભાઇ ચૌહાણના  નાનાભાઇ તે રાજકોટ નિવાસી ડો. હેમતભાઇ ચૌહાણ, ભાનુભાઇ ચૌહાણ, રમેશભાઇ ચૌહાણના મોટાભાઇ તે પંકજભાઇ ચૌહાણના પિતાશ્રીનું  તા.૬ને બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૮ને શુક્રવારના રોજ પુષ્કરધામની બાજુમાં આવેલ મહાદેવના મંદીરે સાંજે ૪ થી ૫ રાખવામાં આવેલ છે.

નલીનકાંતભાઈ પંડ્યા

રાજકોટઃ શ્રી સોરઠીયા શ્રીગૌડ માળવીયા બ્રાહ્મણ મુળ ઉપલેટા હાલ ધોરાજી રામ- મંદિરવાળા સ્વ.રામશંકર પ્રાગજી પંડ્યાના પુત્ર નલીનકાન્તભાઈ (ઉ.વ.૬૩) તે કેશોદ રજનીભાઈના નાનાભાઈ મુકેશભાઈના મોટાભાઈ તથા ભાનુશંકર પ્રાગજી પંડ્યા કેનેડાના ભત્રીજા, ભાર્ગવ અને ચેતનના પિતા તથા મેંદરડા નિવાસી સ્વ.ચંદુલાલ ચુનિલાલ  દવેના નાના જમાઈ, તે નવસુખભાઈ અને સ્વ.નવીનભાઈ પુરોહિત જુનાગઢના ભાણેજનું તા.૬ બુધવારે અવસાન થયું છે. તેમનું ઉઠમણું તથા સ્વસુર પક્ષની સાદડી શનિવાર તા.૯સાંજે ૫ થી ૬ રામ- મંદિરમાં, સ્ટેશન પ્લોટ, કોલેજ પાસે ધોરાજી ખાતે રાખવામાં આવેલ છે.

નટવરલાલ હરીલાલ સોની

ભાવનગર : સિહોરવાળા હાલ ભાવનગર નિવાસી સ્વ. હરિલાલ ગોરધનદાસ મુંજપરાના પુત્ર નટવરલાલ હરિલાલ (ઉ.વ.૭૩) તા.૪/૬ને સોમવારે શ્રીજી ચરણ પામેલ છે. તે પિયુષ , ઈલાબેન અજયકુમાર લંગાળીયા, આશાબેન રાકેશકુમાર ઉંડવીયા (અમદાવાદ), જુલીબેન નરેન્દ્રકુમાર ભડીયાદ્રાના પિતાશ્રી, એન્જલના દાદા સ્વ. જયંતીલાલ, સ્વ.અનંતરાય, સ્વ. નિર્મળાબેન આત્મારામ રાજપુરા, હર્ષાબેન  જસવંતરાય ભડીયાદ્રાના ભાઇ, સ્વ. જીતેન્દ્રભાઇ , મુકેશભાઇ , ગીરીશભાઇ, શરદભાઇ, સંજયભાઇના કાકા, સ્વ. જયંતીલાલ લાલજીભાઇ ચાંપાનેરી (ઘોઘાવાળા)ના જમાઇ, નરેશભાઇ જયંતીલાલ, જગદીશભાઇ જયંતીલાલના બનેવી થાય. તેની બન્ને પક્ષની સાદડી તા . ૭/૬ને  ગુરૂવારે સવારે ૯-૩૦ થી ૧૧ કલાક દરમ્યાન શ્રીમાળી સોનીની હવેલી, બેઝમેન્ટ, મેઘાણી સર્કલ , ભાવનગર ખાતે રાખેલ છે.

  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST

  • શેરબજારમાં જોરદાર શરૂઆત: સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાથી વધારેનો ઉછાળો: મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ વધારો:બેન્કિંગ, ઑટો, આઈટી, મેટલ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, ઑયલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી:સેન્સેક્સ 238 અંક વધીને 35417ના સ્તરે: નિફ્ટી 71 અંક વધીને 10756ની સપાટીએ access_time 10:45 am IST

  • પેટ્રોલ -ડીઝલના ભાવમાં વણથંભ્યો ઘટાડો ચાલુ ;કાલે ગુરુવારે પેટ્રોલ ડીઝલમાં સતત નવમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલ -ડીઝલમાં લીટરે 8થી 10 પૈસાનો વધુ ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,91 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,86 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા આઠ દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 1:21 am IST