અવસાન નોધ
હરજીભાઇ ભંડેરી
જામનગર : લાલવાડી નિવાસી પરમધામવાસી હરજીભાઇ નાનજીભાઇ ભંડેરી (ઉ.વ.૭ર) તે ભરતભાઇ હરજીભાઇ ભંડેરી, સુરેશભાઇ હરજીભાઇ ભંડેરી (નિજાનંદ ઇલેકટ્રોનિક), અનીલાબેન શાંતિલાલ રંગાણીના પિતા અને જયદેવના દાદાનું તા. પ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૯ ગુરૂવારે સાંજે ૪થી પ તેમના નિવાસ સ્થાન એ-પ૦ર, નાગમતી ભવન, પ્રધાનમંત્રી આવાસ યોજના, લાલવાડી પટેલ સમાજ સામે, જામનગર ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.
લીલાવંતીબેન દત્તાણી
ખંભાળીયા : લોહાણા સ્વ. બાબુલાલ વાલજી દત્તાણી (આંબરડીવાળા) ના પત્ની લીલાવંતીબેન (ઉ.વ.૭૩) તે મહેશભાઇ (ભગવતી પ્રેસ) અતુલભાઇ, વર્ષાબેન, સુભાષભાઇ કુંડલીયા (જામનગર) સોનલબેન આશિતભાઇ કુંડલીયા (ખંભાળીયા)ના માતુશ્રી તથા સ્વ. કાનજી જુઠાભાઇ રાડીયા (ગડુવાળા)ના પુત્રી તથા ધાર્મિક, જીગર, કેવલ તથા આયર્ન ના દાદીમા તા. ૬ ના અવસાન પામેલ છે. પ્રાર્થના સભા તથા પીયર પક્ષની સાદડી ભાઇઓ તથા બહેનો માટે ૮ ને બુધવારે સાંજે પ થી પ-૩૦ ભાઇઓ-બહેનો માટે જલારામ મંદિર ખંભાળીયા રાખેલ છે.
જયાબેન ધોરેચા
રાજકોટ : જયાબેન રતિલાલ ધોરેચા (ઉ.વ.૮૧) તે સ્વ. રતિલાલ વાલજીભાઇ ધોરેચા (વાડાસડાવાળા) ના ધર્મપત્ની તથા શાંતિભાઇ, રસીકભાઇ, કિશોરભાઇ, ગીતાબેન, રમાબેનના માતુશ્રીનું તા. ૬ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૩૦ ને શુક્રવારે પુનીતનગર શેરી નં. ૭, ખાતે રાખેલ છે.
ભીખાલાલભાઇ જાષી
રાજકોટ : ચતુર્વેદી મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ ભીખાલાલ કરશનજી જાષી (ઉ.વ.૭૮) તેઅો આનંદભાઇ, પારૂલબેન, બિન્દુબેનના પિતાશ્રી તેમજ અરવિંદભાઇ, લીનાબેન અને રમાબેનના ભાઇનું તા. પ ના અવસાન થયું છે. બેસણું તા. ૯ ને ગુરૂવારે, સાંજે ૪ થી ૬, ભોમેશ્વર મહાદેવનું મંદિર, ઍરપોર્ટની બાજુમાં ભોમેશ્વર વાડી, જામનગર રોડ, ખાતે રાખેલ છે.
હસીનાબેન બગસરાવાળા
જુનાગઢ : હસીનાબેન ગુલામહુસેન બગસરાવાળા તે હોજેફાભાઇ, તાહેરીભાઇ, નફીસાબેન, રજીયાબેન ના મમ્મી મુનાવરભાઇ (લાઠી) અલીઅસગરભાઇ (ગારીયાધર) ના સાસુ અબ્બાસભાઇ, અકબરભાઇ, મોઇઝભાઇ, બગસરાવાળા તથા જેતુનબેન, અજીજીબેન ના બેન જુનાગઢ મુકામે ગુજરી ગયેલ છે. તેમના જયારતના સિપારા તા. ૮ ને બુધવારે ૧ર.૩૦ વાગ્યે બુરહાની મસ્જીદ જુનાગઢ રાખેલ છે.
નાગજીભાઇ વાસાણી
રાજકોટ : સ્વ. નાગજીભાઇ મોહનભાઇ વાસાણી (ઉ.૬૬) તે શિવાભાઇ, કડવાભાઇ, તથા પરસોતમભાઇના મોટાભાઇ તેમજ જયેશભાઇ વાસાણી અને શ્રધ્ધાબેન ભગદેવના પિતાશ્રીનું તા. ૬ ને સોમવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વિક્રાંતી સોસાયટી કોમન પ્લોટ, હરિધવા રોડ, કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.
પ્રવિણભાઈ પટેલ
રાજકોટઃ પ્રવિણભાઈ તેજાભાઈ પટેલ તે ગં.સ્વ.પ્રમિલાબેનના પતિ, કેતનભાઈ (લોર્ડસ ઈંગ્લીસ મીડીયમ સ્કુલ)ના પિતા, ઉર્મિબેન (લીટલ લોર્ડસ- પ્રી સ્કુલ)ના સસરા, ધનીષ તથા વૈશ્નવીના દાદાનું તા.૫ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ યોગી સભાગૃહ બીઍપીઍસ સ્વામીનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે રાખેલ છે. (પાક`ગ- સેલર ગેટ નં.૧ અને ૮માં કરવું)
વિમલભાઇ ખારા
રાજકોટ : રાજકોટ નિવાસી ખારા (શાહ) ચીમનલાલ મુળજીભાઇના સુપુત્ર વિમલભાઇ (ઉ.વ.પર) તે તેજલબેનના પતિ, દિનેશભાઇ, મનીષભાઇ, રીટાબેન વઘાણી, જયોતિબેન મોદી, જાગૃતિબેન દોશીના ભાઇ તથા અ. સૌ. મેઘાબેન હર્ષદભાઇ મહેતા તથા પાર્થના પિતા તથા સંજયભાઇ અને જયેશભાઇ ઉદાણીના બનેવીનું તા. ૬ ના સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્્ગતનું ઉઠમણુ તા. ૯ ના રોજ સવારે ૧૦ કલાકે શ્રી શ્રમજીવી સ્થા. જૈન સંઘ ખાતે રાખેલ છે.
રડીયાતબેન ભાડજા
જુનાગઢઃ ઇવનગરના સ્વ. રડીયાતબેન પોપટભાઇ ભાડજા (ઉ.૯૭) તે માધવદાસ અને વિઠ્ઠલભાઇના માતુશ્રીનું તા. ૬ના અવસાન થયેલ છે. બેસણું તા. ૯ ના સવારે ૮ થી સાંજના પ પટેલ સમાજ ઇવનગર ખાતે રાખેલ છે.