Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020
સાવરકુંડલાના પૂર્વ નગરપતિ યુનુસભાઇ મલેકનુ અવસાન

સાવરકુંડલાઃ છેલ્લા ૩૦ વર્ષથીસેવાના કાર્યો સાથે સંકળાયેલા નગરપાલિકા  પૂર્વ અને  અને મુસ્લીમ સમાજના માજી પ્રમુખ  જનાબ યુસુફભાઇ સરદારભાઇ મલેકનુ ૬૨ની ઉમરે અવસાન થતા મુસ્લીમ સમાજ અને અન્ય સમાજમાં શોકની લાગણી પ્રસરી છે.

છેલ્લા ૩૦ વર્ષથી  સામાજીક  અને રાજકીય ક્ષેત્રે ખુબ જ યોગદાન અને સેવાઓ  આપી છે.   નગરપાલિકા  ના પ્રમુખ  તરીકે  સેવાઓ બજાવી છે. સાવરકુંડલા ના  સમસ્ત મુસ્લીમ સમાજના પ્રમુખ તરીકે સતત ૧૩ વર્ષ સુધી  સુંદર  વહીવટ કર્યો છે. હિન્દુ સમાજના તહેવારોમાં સાથ સહકાર આપી કોમી એકતા મજબુત   થાય તેવા અનેક કાર્યો કર્યા છે. એટલે  મર્હુમ યુનુસભાઇ મલેકની નિઃસ્વાર્થ ભરી કામગીરીથી  શંકરની આમ જનતા ખુશ છે. લોકોના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી બનીને કામ કરનાર અને સત્યના માર્ગ ને ભુલીયા નહી  અને સત્ય વાત પર સંઘર્ષ કરનાર યુનુસભાઇ મલેકને ટુંકી બિમારીમાં એકાએક નિધન થતા મુસ્લીમ સમાજે એક કદાવર અને વજનદાર આગેવાન ગુમાવી યાની ખોટ જબરી દેખાશે.

અવસાન નોંધ

ભીખુભા હરિસિંહજી ભાટી

રાજકોટઃ રૈયા નિવાસી ગુર્જર રાજપૂત ભીખુભા હરિસિંહજી ભાટીના ધર્મપત્નિ શોભનાબા ભીખુભા ભાટી (ઉ.વ.૬૪) તે દિપકસિંહ અને મનોજસિંહના માતુશ્રીનું તા. ૭ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૯ના ગુરૂવારે તેમના નિવાસ સ્થાન ઉદ્યોગનગર કોલોની, ભકિતનગર સ્ટેશન પાસે કવાર્ટર નં. ૬૬ બ્લોક નં. ૯ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મેહુલભાઇ ટાંક

રાજકોટઃગુ.ક્ષ. કડિયા જ્ઞાતિના રાજેશભાઇ મુળજીભાઇ ટાંક (ફ્રુટવાળા)ના પુત્ર તેમજ સ્વ. જગદીશભાઇ તથા નરેશભાઇ તથા મહેશભાઇના ભત્રીજા મેહુલભાઇ (ઉ.વ.૩૯) નું દુઃખદ અવસાન તા.૬ના રોજ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૯ ગુરૂવાર સાંજે ૪ થી ૬ ગાયત્રી મંદિર જલજીત હોલ સામેનો રોડ, આનંદનગર મેઇન રોડ ખાતે રાખેલ છે.

બલવંતરાય ભટ્ટ

રાજકોટઃ નિવૃત્ત રેલ્વે કર્મચારી (ઓ.એસ.) બલવંતરાય પ્રેમશંકર ભટ્ટ (ઉ.વ.૯૧) તેઓ શાસ્ત્રી વિનોદચંદ્ર ભટ્ટ, અમરનાથ મહાદેવના પુજારી પ્રમોદચંદ્ર ભટ્ટ, શાસ્ત્રી જીતેન્દ્રભાઈ ભટ્ટ તથા હળવદ બ્રહ્મસમાજના આચાર્યશ્રી શાસ્ત્રી શૈલેષભાઈ ભટ્ટ તેમજ બીનાબેન દિનેશચંદ્ર જાનીના પિતાશ્રી, સ્વ.નૌતમલાલ પ્રેમશંકર ભટ્ટના લઘુબંધુ, સ્વ.રમણીકલાલ ભટ્ટ, પરશુરામભાઈ ભટ્ટ, જવાહરભાઈ ભટ્ટના જયેષ્ઠબંધુ તેમજ વાંકાનેર (મહીકા) વાળા સ્વ.વૃજલાલ કાળીદાસ ઉપાધ્યાયના મોટા જમાઈનું દુઃખદ અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને વિવેકાનંદનગર-૧, દેવપરા ''શિવશકિત નિવાસ'' ખાતે રાખેલ છે.

નર્મદાબેન બોરસાણીયા

રાજકોટઃ નર્મદાબેન નારણભાઈ બોરસાણીયા (ઉ.વ.૭૦) જે અશોકભાઈ નારણભાઈ બોરસાણીયા, વલ્લભભાઈ નારણભાઈ બોરસાણીયા તથા રેખાબેન લલીતભાઈ દેત્રોજાના માતુશ્રીનું તા.૬ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ગુરૂવારે તા.૯ સવારે ૮ થી ૧૦ તેમના નિવાસસ્થાને આવકારસીટી એચ-૨૦૪, પરિન ફર્નિચર પાછળ, ગોંડલ રોડ રાજકોટ (વાવડી) ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન કારીયા

રાજકોટઃ મોરબી નિવાસી (હાલ રાજકોટ) સ્વ.મનહરલાલ નરભેરામ કારીયાના પત્નિ ગં.સ્વ.ચંદ્રિકાબેન (ઉ.વ.૭૩) તે સ્વ.છગનલાલ લાલજીભાઈ માખેચાની પુત્રી તે બાબુભાઈ, ચંદુભાઈ તથા રાજુભાઈ માખેચાના બહેન તે ડો.વિરલ કારીયા, ડો.મેઘના કારીયા તથા ડો.રિતેષ કારીયાના માતુશ્રી તથા અ.સૌ.ઉમંગી, અ.સૌ. આરતીના સાસુ તથા ખુશી તથા તૃપ્તના દાદીમા તેમજ પંજરી તથા સ્પંદના નાનીમા તા.૬ના રોજ સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. જેમનું બેસણું તા.૯ ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાતીયા હનુમાનજી મંદિર ધ્રુવનગર મેઈન રોડ, આમ્રપાલી સિનેમા  પાછળ રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

અશોકભાઇ દેસાઇ

રાજકોટઃ નિવાસી સ્વ. વસંતલાલ મગનલાલ દેસાઇના પુત્ર અશોકભાઇ (ઉ.વ.૬૦) તે પૂર્વ કોર્પોરેટર વોર્ડનં.૮ જુના  પ્રીતીબેન દેસાઇના દેર તથા ભરતભાઇ રાજુભાઇ દિવ્યેશભાઇ હિનાબેન, વીનેશકુમાર મહેતા,  મુલુડ મુંબઇના ભાઇ તથા અમીબેન ગ્લોબલ કોમ્યુનીકેશન દર્શીતાબેન સ્ટીલવેલ તથા જેતલબેનના પિતાશ્રી અરિહંત ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું પ્રાર્થના સભા ગુરૂવારે તા.૯ના સવારે ૧૧ કલાકે વીરાણી વાડી રામનાથ પરા ખાતે રાખેલ છે.

કલ્પેશભાઇ માલકીયા

રાજકોટઃ નાગજીભાઇ સીદીભાઇ માલકીયાના પુત્ર કલ્પેશભાઇ નાગજીભાઇ માલકીયા તે યોગેશભાઇના મોટાભાઇ તથા સ્વ. દિનેશભાઇ મોહનભાઇ બગડાઇના જમાઇનું તા.૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૯ને ગુરૂવાર પંચનાથ મંદિરે ૪ થી ૬ રાખેલ છે.

બળવંતરાય જોષી

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ બળવંતરાય લાભશંકર જોષી (ઉ.વ.૮૧), મુળ ત્રંબા (આદ્રા/ કલકત્તા) હાલ રાજકોટ તે વિવેકભાઈ, હિનાબેન, જયશ્રીબેન (તૃપ્તીબેન), વિદ્યાબેનના પિતાશ્રી તે કેદારકુમાર, જીતેષકુમાર અને ધિરેન્દ્રકુમારના સસરા તથા એન.પી.જોષી (રાજકોટ)ના જમાઈનું તા.૫ને રવિવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તથા બેસણું બન્ને પક્ષનું તા.૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૫, ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર, ૨/૧૦ માસ્તર સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.

કાશમીરાબેન તન્ના

રાજકોટઃ કાશમીરાબેન ભરતભાઈ તન્ના તે ડો.ભરતભાઈ રતીલાલભાઈ તન્ના ધર્મપત્ની તથા ડો.સંકેત, ડો.પ્રત્યુશા, ડો.શ્રેયશીના માતુશ્રી તથા હરકાંતભાઈ અમૃતલાલ માણેક (એડવોકેટ)ની પુત્રી તથા મેહુલભાઈ માણેક તથા અપૂર્વભાઈ માણેક (એડવોકેટ)ના બહેનનું તા.૬ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને ગુરૂવારના, સાંજે ૪:૩૦ થી ૬ કલાકે, તેમના નિવાસસ્થાન અજંતા ઈલોરા એપાર્ટમેન્ટ, ૩- જાગનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

મીલીબેન રૂપારેલીયા

જામનગર : ભાટીયાવાળા સ્વ. મંગલદાસ કાકુભાઇ સામાણી ગો. કાંતાબેન મંગલદાસ સામાણીની પૌત્રી મનસુખલાલ મંગલદાસ સામાણી (મનુભાઇ ચાવાળા)ની પુત્રી, સોનલબેન ગીરીશકુમાર રાજાણી-જામનગર, ભાવિશા અશોકકુમાર માતંગ-જામનગર, પ્રેરણા વિજયકુમાર આડતીયા (રાજનાથ ગાંઉ)ની બહેન તેમજ જયેશ એમ. સામાણી, સ્વ.અરવિંદ સામાણી અને દિનેશ એમ. સામાણી (રનાદે એન્ટરપ્રાઇઝ)ની ભત્રીજી તેમજ પાર્થ ડી. સામાણીની અદાની દિકરી બહેન તેમજ સલાયાવાળા ગુલાબરાય જમનાદાસ હિંડોચા, હરીશભાઇ જમનાદાસ હીંડોચા અને મંગાભાઇ જમનાદાસ હિંડોચાની ભાણેજ મીલીબેન ગીરીશકુમાર રૂપારેલીયા (ઉ.વ.૪૦)નું તા. ૬ના રોજ અવસાન સિકંદરબાદ (હૈદ્રાબાદ)માં થયેલ છે. સદ્ગતની માવતર પક્ષની સાદડી જામનગર પાબારી હોલમાં તા. ૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૪-૩૦ કલાકે મેઇન હોલમાં રાખેલ છે.

નગીનદાસ કામદાર

રાજકોટઃ સુદાન નિવાસી  કોસ્તીવાળા હાલ રાજકોટ નગીનદાસ ગુલાબચંદ કામદાર (ઉ.વ.૮૯) તે સ્વ.હસવંતીબેનના પતિ, તથા સ્વ.શિરીષભાઈ, જતીનભાઈ તથા મીતાબેન પિયુષભાઈ ખજુરીયાના પિતાશ્રી તથા સ્વ.મોહનલાલ માણેકચંદ પારેખના જમાઈ, તેમજ સ્વ.ભૂપતભાઈ, સ્વ.નાનુભાઈ, ચંદુભાઈ, તારાબેન અને સ્વ.હસુબેનના ભાઈનું દુઃખદ અવસાન તા.૬ સોમવારના રોજ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું આનંદનગર દેરાવાસી જૈન ઉપાશ્રય, આનંદનગર, રાજકોટ ખાતે તા.૯ના ગુરૂવારે સવારે ૧૦ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નરેન્દ્રકુમાર ઠાકર

મોરબી : ટંકારવાળા નરેન્દ્રકુમાર મુગટલાલ ઠાકર તે જયોતિબેનના પતિ અને બાલકૃષ્ણભાઇ તથા દિનેશભાઇના નાના ભાઇ તેમજ જગદીશભાઇના મોટાભાઇ તથા સુનિલભાઇના પિતા તથા યશ અને પ્રિયાના દાદા તેમજ કાલાવડવાળા સુરેશભાઇ વ્યાસના બનેવીનું તા. પના રોજ કૈલાશવાસ થયેલ છે. બંને પક્ષોનું બેસણું તા. ૯ ને ગુરૂવારે સાંજે ૪ થી પ કલાકે જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે રાખેલ છે.

સવિતાબેન મહેતા

ગોંડલ : ચાપાબેડા સવિતાબેન વાસુદેવભાઇ મહેતા (પૂર્વ મહિલા સરપંચ ચાપાબેડા) તે સુશીલાબેન, ઉષાબેન, કંચનબેન, હસમુખભાઇ તથા જયંતિભાઇના ફૈબાનું તા. રના અવસાન થયું છે.

લાધીબેન વેકરીયા

ગોંડલ : લાધીબેન શામજીભાઇ વેકરીયા (ઉ.વ.૯પ) તે સ્વ. જમનાદાસ, સ્વ. જસમતભાઇ, સ્વ. હરિભાઇ, શાંતિલાલ તથા ડો. પ્રભુદાસ વેકરીયાના માતુશ્રીનું તા. પ ને રવિવારે અવસાન થયેલ છે. બેસણું તા. ૯ ને ગુરૂવારે બપોરે ૩ થી પ, ૧૦૩-નંદન વિલા એપાર્ટમેન્ટ, બસ સ્ટેન્ડ પાછળ, જવાહરનગર પાસે, ગોંડલ મુકામે રાખેલ છે.

રઘુનાથસિંહ ઝાલા

ગોંડલ : રઘુનાથસિંહ વિજયસિંહ ઝાલા (સમલા) (ઉ.વ.૭ર) (રીટાયર્ડ એ-કલાસ એસ.ટી. ડેપો મેનેજર-ગોંડલ) તે હર્ષદસિંહ, બળદેવસિંહ, રાજેન્દ્રસિંહ, યોગેન્દ્રસિંહ (ભયલુભાન મોટાભાઇ તથા તે દિવ્યરાજસિંહ (રાજાભાઇ)ના પિતાશ્રીનું તા. ૬ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, સોની સમાજની વાડી, ૭-સ્ટેશન પ્લોટ ગોંડલ મુકામે રાખેલ છે.

હિરાભાઇ રૈયાણી

ગોંડલ : હિરાભાઇ ભાયાભાઇ રૈયાણી (ઉ.વ.૯૪) તે મોહનભાઇ, શાંતિભાઇના ભાઇ તેમજ ભીખુભાઇ, ઠાકરશીભાઇ, નવીનભાઇના કાકાનું તા. ૬ સોમવારે અવસાન થયલ છે. બેસણું ૯ ને ગુરૂવારે બપોરે ૪ થી ૬, શ્યામ વાડી, પેલેસ રોડ, ગોંડલ મુકામે રાખેલ છે.

મણીબેન પુઠીઢંગ

ગોંડલ : કચ્છીભાટીયા  સ્વ. મણીબેન ચરણદાસ  પુઠીઢંગ (ઉ.વ.૮૩) તે જયપ્રકાશ, હિતેશ, પ્રવીણા, અશોક સંપટ જોશ, સ્વ. નલિન આસર, આનંદી નયન બબલાના માતુશ્રી તથા કિંજલ ધવલ ભાટીયા અને દીપના દાદીનું તા. પના રોજ અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તથા ઉઠમણું તા. ૮ ને બુધવારે સાંજે ૪ થી પ શ્રી કચ્છી ભાટીયા મહાજન વાડી, મહાદેવ વાડી, ગોંડલ મુકામે રાખેલ છે.

લાભુબેન કઢી

રાજકોટઃ દશા સોરઠીયા વણિક લાભુબેન તે સ્વ.લક્ષ્મીચંદ જમનાદાસ કઢીના પત્ની, સ્વ.વલ્લભદાસ કાનજીભાઇ ગગલાણી (દિતલાવાળા)ના પુત્રી તેમજ સ્વ.ઝવેરચંદભાઇ, સ્વ.કાન્તીભાઇ, સ્વ.ધનજીભાઇ, સ્વ.બળવંતરાય, ચંદ્રકાન્તભાઇ, રમેશભાઇ, ગં. સ્વ. વિલાસબેન શ્રીમાંકર, તથા હંસાબેન રઘાણીના બહેન હાલોલ મુકામે તા.૩ના શ્રીજી ચરણ પામેલ છે.

ઠેબચડા નિવાસી માનભા જાડેજાનું ૯૭ વર્ષ વયે અવસાન

રાજકોટઃ મુળ ઠેબચડા નિવાસી હાલ રાજકોટ માનભા શીવુભા જાડેજા (ઉ.વ.૯૭) તે સ્વ.નવુભા શીવુભાના મોટાભાઇ તથા ઘનશ્યામસિંહના પિતાશ્રી તથા ધર્મેન્દ્રસિંહ, સુખદેવસિંહના મોટાબાપુ તથા રવિરાજસિંહ, ઉપેન્દ્રસિંહ, યોગીરાજસિંહ, દિવ્યરાજસિંહના દાદાબાપુ તા.૫ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે, સદ્ગતની ઉતરક્રિયા તા.૧૧ શનિવારના મોરારીનગર શેરી નં.૬, રાજકોટ ખાતે રાખેલ છે.

શારદાબેન શાહ

ઉપલેટાઃ સ્વ.શશીકાંત વનમાળી શાહના પત્ની શારદાબેન (ઉ.વ.૮૦) તે મુકેશભાઇ, નરેશભાઇ, શોભનાબેન અનીલભાઇ દોશી જાગૃતિબેન પ્રકાશકુમાર કોઠારી હર્ષાબેન અતુલકુમાર મીઠાણી રેખાબેન મેહુલકુમાર શાહના માતુશ્રી તથા એકતા, પાર્થ, વત્સલના દાદીમાં તેમજ ભગવાનજીભાઇ ભુરાભાઇ અવલાણી જુનાગઢની દીકરી તા.૬ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૧ શનિવારે સવારે ૧૦ કલાકે તથા પ્રાર્થનાસભા ૧૦-૩૦  કલાકે સુરજવાડી (જૈન વાડી) જનતા બાગ સામે ઉપલેટા ખાતે રાખેલ છે.

સરોજબેન રીંડાણી

રાજકોટઃ સરોજબેન વિશ્નુભાઇ રીંડાણી (ઉ.વ.૮૭) તે પરાશરભાઇ સ્વ.સુનિલભાઇ તથા કૃતાર્થ રીંડાણી અને પલ્લવી કમલ વૈશ્નવના માતુશ્રીનું તા.૬ના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૭ના મંગળવારે સાંજે ૪-૩૦ થી પ-૩૦, જોગેશ્વર મહાદેવ મંદિર, રવિ પાર્ક, શેરી નં.૪, પ્રેમ મંદિર પાસે કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

લીલાવંતીબેન ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રીય કડીયા લીલાવંતીબેન ધીરજલાલ ટાંક તે સ્વ.ગીરધરલાલ, અમૃતલાલ વિનોદરાય તથા નટવરલાલના બહેનનું તા.૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ના ગુરૂવારે સાંજે ૩ાા થી પાા નટેશ્વર મહાદેવ, શેઠ હાઇસ્કુલની બાજુમાં રાખેલ છે.