Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021
માર્કેટીંગ યાર્ડવાળા નાનાલાલ વાલજીભાઈ કારીયાનું દુઃખદ અવસાન

રાજકોટઃ પારડી નિવાસી સ્વ. વાલજીભાઈ શામજીભાઈ કારીયાના પુત્ર નાનાલાલ (ઉ.વ. ૮૬) તે સ્વ. નટવરલાલ વાલજીભાઈ તથા સ્વ.બળવંતરાય વાલજીભાઈના ભાઈ તેમજ જગદીશભાઈ, ભારતીબેન, નયનાબેન તથા ભાવિકાબેનના પિતાશ્રી તેમજ સ્વ. દિનેશભાઈ ભગવાનજીભાઈ રાજદેવ અને વિલેશકુમાર કાકુભાઈ સવાણીના સસરા તેમજ સ્વ. ચત્રભુજભાઈ તન્નાના જમાઈ તેમજ જીગર તથા નીલના દાદાનું તા. ૫-૮-૨૦૨૧ના રોજ દુઃખદ અવસાન થયુ છે.

સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તેમજ સ્વસુરપક્ષની સાદડી ૭-૮-૨૦૨૧ શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જગદીશભાઈ મો. ૯૬૬૨૭ ૪૧૨૧૭, ભાવિકાબેન મો. ૯૯૨૫૪ ૦૯૭૭૦, જીગર મો. ૮૪૯૦૦ ૨૪૮૦૩, કિશોરભાઈ મો. ૯૮૨૫૮ ૩૦૪૯૯, મિતેષભાઈ મો. ૯૯૦૯૬ ૨૨૫૫૯, ધર્મેશભાઈ મો. ૯૯૨૫૩ ૭૫૫૧૯

ખરેડીના બળવંતગીરી ગૌસ્વામીનું અવસાનઃ કાલે બેસણું

ખીરસરાઃ ખરેડીના પરેશગીરી બળવંતગીરી ગૌસ્વામી તથા અલ્પેશગીરીના પિતા ગૌસ્વામી બળવંતગીરી પરસોતમગીરી પ ને ગુરૂવારના રોજ કૈલાસ વાસ થયેલ છે. બેસણું તા.૭ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ખરેડી ગામે રાખેલ છે(શકિત પુજન) સંખાઢોળ તા.૧૬ ના રોજ રાખેલ છે.

અવસાન નોંધ

કનકબેન કામદાર

રાજકોટ : કનકબેન મહેન્દ્રભાઇ કામદાર (ઉવ.૭૦)તે મહેન્દ્રભાઇ રમણીકભાઇ કામદાર (ખરિયારોડ, હાલ રાજકોટ)ના પત્ની સચિન (કંપાલા) તથા અભયના માતૃશ્રી ફોરમના સાસુ, ધ્રુવિ તથા ધાર્મીના દાદી સ્વ. રતિલાલ હરજીવનભાઇ મહેતાના દીકરી તથા જીતેન્દ્રભાઇ મહેતા અને સ્વ.ઇલાબેન રમેશભાઇ મહેતા (અમેરીકા)ના બહેનનું તા. ૫ના અવસાન થયેલ છે.

ધનજીભાઇ મહાવદીયા

રાજકોટઃ સ્વ. ધનજીભાઇ મીઠાભાઇ મહાવદીયા તા.૪ને બુધવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. સદગતનું બેસણું તા.૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ અન્નપુણેશ્વર મહાદેવ, જુની પપૈયાવાડી શેરી નં.૧, ગુરૂપ્રસાદ ચોક પાસે રાખેલ છે. કુસુમબેન ધનજીભાઇ મહાવદીયા, અતુલભાઇ ધનજીભાઇ મહાવદીયા, દિલેશભાઇ ધનજીભાઇ મહાવદીયા

દેવ્યાનીબેન ધુલીયા

રાજકોટઃ નિવાસી અ.સૌ. શ્રીમતી દેવ્યાનીબેન સુરેશભાઇ ધુલીયા (ઉ.વ.૬૭) તે સુરેશભાઇ ધુલીયા (મોટી પાનેલી) ના ધર્મપત્નિ તથા વિશાલ બિનિતાના માતુશ્રી તથા અવનીબેન આનંદકુમારના સાસુ  તથા  ચંદ્રકાન્તભાઇ શેઠના બહેનનું તા.૫ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૭ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.