Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020
પંચાયતના સંયુકત સચિવ જયદીપ દ્વિવેદીના પિતાજીનો દેહવિલય

રાજકોટ : ગાંધીનગર નિવાસી વરમોર (તાલુકો માંડલ)ના શાળાના નિવૃત આચાર્ય બળદેવભાઇ મગનલાલ દવે (દ્વિવેદી)  તે પંચાયત વિભાગના સંયુકત સચિવ જયદીપ દ્વિવેદીના પિતાજી અને ભરૂચ જિલ્લા અદાલતના કચેરી અધિક્ષક જૈમિન દ્વિવેદીના દાદાનું આજે સવારે ૯૧ વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ ખૂબ કર્તવ્ય પરાયણ લાગણીશલ અને ધાર્મિકવૃતિના હતાં. કોરોનાની પરિસ્થિતિના કારણે બેસણુ રાખેલ નથી. (જયદીપ દ્વિવેદીનો મો. ૯૯૭૮૪ ૦૮ર૪ર ગાંધીનગર)

અવસાન નોંધ

મયાબેન નટવરલાલ ખખ્ખરનું અવસાન : કાલે ટેલિફોનિક બેસણું

રાજકોટ : નટવરલાલ ખેતશીભાઇ ખખ્ખરના ધર્મપત્ની મયાબેન (ઉ.વ.૮૪) તે પ્રવિણભાઇ, જયસુખભાઇ, પ્રકાશભાઇ તથા રમેશભાઇના માતુશ્રી તથા સ્વ. બેચરદાસ અંદરજીભાઇ જીવરાજાનીના પુત્રીનું તા. પ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિના કારણે સદ્ગતનું લૌકીક ક્રિયા ટેલીફોનિક રાખેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૭ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યે રાખલ છે. પ્રવિણભાઇ  મો. ૯૬૦૧૪ ૪૮૯૦૯, જયસુખભાઇ-૯૪૦૮ર ૯૧૪૧૯, પ્રકાશભાઇ-૯૪ર૯૦ ૪૩૪ર૯, રમેશભાઇ- ૯૪ર૯૦ ૪૮પર૯                  

ભજનિક બિમલ શાહના માતુશ્રીનું અવસાન

રાજકોટ : સ્વ. કંચનગૌરી રમેશચંદ્ર શાહ (ઉ.વ.૮૪) તે ભજનિક સ્વ. રમેશચંદ્ર શાહના પત્ની, બિમલ શાહ, બિનાબેન સુજીતકુમાર બોઝ, ભાવનાબેન રાજેશભાઇ શાહ, મીરાબેન વિજયકુમાર શેઠના માતા તથા અંજનાબેન બિમલભાઇ શાહના સાસુ, વૃષાંકભાઇના દાદીનું તા. પના અવસાન થયું છે. બેસણું તા. ૬ ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર ટેલિફોનિક (૯૮ર૪ર ૩૩૩૬૮) પર રાખ્યું છે.

દામોદરભાઈ સોમૈયા

રાજકોટઃ ભાડલા નિવાસી ઠા.દામોદરભાઈ શીવલાલભાઈ સોમૈયા (ઉ.વ.૭૮) તે સંજયભાઈ, ભાવેશભાઈ, હિતેશભાઈ, જયશ્રીબેન રાજેશકુમાર કેશરીયાના પિતાશ્રી તેમજ સ્વ.ગોવિંદજીભાઈ વલ્લભજીભાઈ કોટકના જમાઈ તેમનું ટેલીફોનીક બેસર્ણું તેમજ શ્વસુર પક્ષની સાદડી સાથે રાખેલ છે. તા.૭ને શુક્રવારના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે. સંજયભાઈ મો.૯૬૦૧૫ ૮૫૫૧૨, વિનુભાઈ મો.૯૬૨૪૩ ૬૨૮૩૬, સમય ૪ થી ૬ સાંજે રાખેલ છે.

વિજયભાઈ સોલંકી

રાજકોટઃ વાણંદ વિજયભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી (ઉ.વ.૭૫) તે મધુબેન સોલંકી (મો.૯૮૨૫૬ ૭૬૬૫૫)ના પતિ તથા સ્વ.મધુકાંતભાઈ તથા સ્વ.અનંતરાયભાઈના નાનાભાઈ તે રજનીકાંતભાઈ, ગીરીશભાઈ મો.૯૯૭૯૦ ૦૦૨૮૦ તથા લતાબેન શર્મા, કલ્પનાબેન વૈદ્યના મોટાભાઈ તથા સ્વ.બિપીનભાઈ અને અલ્કાબેન જાદવ મો.૯૯૨૪૬ ૩૫૨૨૬ના પિતાશ્રીનું તા.૪ના દુઃખદ અવસાન થયું છે. (વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ટેલીફોનીક બેસણું તા.૬ના રોજ રાખેલ છે.)

કાંતિલાલ માંડવિયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક મુળ દિતલા હાલ મુલુંડ, મુંબઈ નિવાસી કાંતિલાલ મુળચંદ માંડવિયા (ઉ.વ.૮૮) તે સ્વ.મુળચંદ નરશીદાસ માંડવિયાના પુત્ર તે પ્રો.જયંતિલાલ મુળચંદ માંડવિયાના મોટાભાઈ તે વિનોદ, દિપક, હિતેશના પિતાશ્રી તા.૪ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલિફોનીક બેસણું પ્રો.જયંતિલાલ મો.૯૩૭૪૫ ૫૩૩૦૪, ૯૩૨૪૨ ૫૨૯૨૪, વિનોદભાઈ (મુંબઈ) મો.૯૬૧૯૧ ૮૭૦૨૦

રમેશભાઈ પરમાર

રાજકોટઃ રમેશભાઈ એમ. પરમાર (ઉ.વ.૭૪) રીટા.કલાર્ક કમીશ્નર ઓફિસ તે વિમલ, હિતેશ તથા અમિતના પિતાશ્રી તે અમૃતલાલ રામજીભાઈ સોલંકીના બનેવી તા.૪ને મંગળવારના રોજ અક્ષરવાસ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલિફોનીક બેસણું તા.૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વિમલભાઈ મો.૯૮૨૫૧ ૭૮૭૮૪, હિતેશભાઈ મો.૯૭૨૩૮ ૮૮૫૬૭, અમિતભાઈ મો.૯૭૨૪૦ ૧૪૧૭૦

જયોતિબેન દાવડા

જામનગર :.. મુળ સુરજ કરાડી મિઠાપુર અને હાલ ભરાણા નિવાસી અશોકભાઇ ધીરજલાલ દાવડાના પુત્ર નિરવના ધર્મપત્ની જયોતિબેન તે આકાશના ભાભીનું તા. પ ના રોજ અવસાન થયેલ છે.  હાલના સમયને ધ્યાને લઇ તેમનું ટેલીફોનીક ઉઠમણુ ભાઇઓ તથા બહેનો માટે આજે તા. ૬ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અશોકભાઇ દાવડા ૯૦૯૯પ ૮૦૩૦૪, નિરવભાઇ દાવડા ૯૯૭૮ર પ૦૩૦૦, આકાશભાઇ દાવડા ૯૮રપ૭ ર૭૪૪૪ ઉપર શોક સંદેશો પાઠવવો.

કનુભાઇ ચંદારાણા

મોરબી :  મૂળ ધૂળકોટ હાલ મોરબી કનુભાઈ જાદવજીભાઈ ચંદારાણા (ઉ.વ.૬૫) તે સ્વ.નયનભાઈ અને નિલેશભાઈના પિતા તેમજ દેવાંગ અને સ્વ. વેદાંતના દાદા તેમજ મુલચંદભાઈ જીવરાજભાઈ રાચ્છ ખારચીયા વાળાના જમાઈનુ તા. ૩ને સોમવારના રોજ અવસાન થયેલ છે. પ્રવર્તમાન સમયને અનુલક્ષીને સદગતનું ટેલિફોનીક ઉઠમણું તથા પિયર પક્ષ ની સાદડી તા. ૭ને શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રમાબેન સેજપાલ

રાજકોટઃ ભૂતપૂર્વ એડીએમઓ એચ. એચ. સેજપાલના ધર્મપત્ની, ધરતીબેન, રૂપલબેનના માતુશ્રી સ્વ.ગોરધનદાસ સુંદરજી પાઉંના દિકરી સ્વ.હરજીવન ધારશીભાઇસેજપાલના પુત્રવધુ દિનેશભાઇ, ભૂપેન્દ્રભાઇ, કમલેશભાઇ પાઉંના બહેન તથા વિરેન્દ્રભાઇ, જગદિશભાઇ તથા સ્વ.કિરીટભાઇ સેજપાલના ભાભી રમાબેન હસમુખભાઇ સેજપાલ (ઉ.વ.૭૪)નું તા.પના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું અને પિયર પક્ષની સાદડી ટેલિફોનિક રાખેલ છે. એચ. એચ. સેજપાલ મો. નં.૯૮૯૮પ ૬૮૮૩૩ તથા ભુપેન્દ્રભાઇ પાઉં મો. નં. ૭૦૬૯૯ ર૭પ૯૪.

હસુમતીબેન રાઠોડ

રાજકોટઃ હસુમતીબેન રમણિકભાઇ રાઠોડ (ઉ.વ.૯૦) હાલ રાજકોટ તે પ્રદિપભાઇ અશોકભાઇ, ભાવનાબેન, સ્વ.બકુલભાઇના માતા તથા સુધીરકુમાર મકવાણાના સાસુનું તા.પના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૭ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૭૩પ૯૬ ૯પ૧૬ર, મો. નં. ૯૭૩૭૪ ૭૬૮રર તથા મો. નં. ૭૦૧૬૮ ૯૪૧૮પ છે.

શાંતીલાલભાઇ સોલંકી

રાજકોટઃ શાંતિલાલ પ્રાગજીભાઇ સોલંકી તે સ્વ.જીતુભાઇ, ધર્મેશભાઇના પિતાશ્રીનું તા.૪ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા.૬ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધર્મેશભાઇ મો. નં. ૯૮૯૮ર ૭૭૮૩૩ તથા મો. નં. ૯૯ર૪૭ ૭૭૧ર૧ છે.

લીલાવંતીબેન સોલંકી

રાજકોટઃ લીલાવંતીબેન અમરશીભાઇ સોલંકી (ઉ.વ.૯ર)નું તા.પના અવસાન થયેલ છે. એમનું ટેલીફોનીક બેસણું તા.૭ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. ૯૯૭૪૯ ૭૧૦૬૧ તથા મો. નં. ૯૧૦૬૩ ૪૬૯૪૩ છે.

ખીમજીભાઇ ધનાણી

રાજકોટઃ મૂળ ધુળકોટ હાલ રાજકોટ ખીમજીભાઇ નાનજીભાઇ ધનાણીનું તા.પના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૭ને શુક્રવારે રાખેલ છે. પ્રવિણભાઇ ખીમજીભાઇ ધનાણી મો. નં. ૯૮૯૮ રર૧૧રર તથા કેતન ખીમજીભાઇ ધનાણી મો. નં. ૯૯૦૪૮ ૧૮૯૩૧ છે.

મિથુનભાઈ રાઠોડ

રાજકોટઃ મિથુનભાઈ મનસુખભાઈ રાઠોડ તે સ્વ.મનસુખભાઈ રાઠોડના દિકરા પરેશભાઈ રાઠોડ તથા રાકેશભાઈ મનસુખભાઈ રાઠોડના નાનાભાઈ, હિતેષભાઈ રમેશભાઈ રાઠોડના મોટાભાઈનું અવસાન તા.૫ના થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ શુક્રવાર સાંજે ૪ થી ૬ ટેલીફોનીક (મો.૯૭૨૫૬ ૨૭૦૪૧ / ૯૭૩૭૭ ૧૦૭૫૪) રાખેલ છે.(૩૦.૧૦)

દિલીપભાઈ ગોરવાડીયા

રાજકોટઃ કેશુભાઈ ગોરવાડીયા (ઉ.વ.૬૨)નું તા.૫ બુધવારના રોજ રામચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા તેમજ બેસણું બંધ રાખેલ છે. રમેશભાઈ કે. ગોરવાડીયા મો.૯૮૨૪૮ ૩૧૮૬૮, સંજયભાઈ ડી. ગોરવાડીયા મો.૯૯૦૪૪ ૯૨૦૦૯

  • સુપ્રીમમાં રિયા ચક્રવર્તીની અરજી આખરે નામંજુર થઇ : અધિકારીને શા માટે કવોરેન્ટાઇન કર્યો : સુપ્રીમ: સુપ્રીમ કોર્ટે રિયા ચક્રવર્તીના વકીલ દ્વારા આપવામાં આવેલી વચગાળાના રક્ષા માટેની વિનંતીને ફગાવી દીધી access_time 4:16 pm IST

  • દાન કર્યા પછી બતાવતો નથી કે મેં દાન કર્યુ : અમિતાભ: અમિતાભ બચ્ચને એક ટ્રોલરને જવાબ આપ્યો: પૈસા જરૂરીયાતમંદોને કેમ દાનમાં નથી આપતા, ખાતરી છે કે તમારૂ પાકીટ પ્રેમ અને આશીર્વાદથી ભરાશે: ટ્રોલર access_time 4:16 pm IST

  • રાજકોટની કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ દરમ્યાન 8માં સાધનોની ઉણપો જણાતા તાકીદ: પરમ, જયનાથ, મંગલમ,શ્રેયસ, ઉદય સહિતની 8 હોસ્પિટલમાં સાધનો નિયમ મુજબ નહિં અને ઓછા હોવાનું ખુલ્યું access_time 1:02 pm IST