Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021
મૃદુલાબેન રજનીકાંતભાઈ ત્રિવેદીનું દુઃખદ અવસાન કાલે શુક્રવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ અ. સૌ. મૃદુલાબેન રજનીકાંતભાઈ ત્રિવેદી તે રજનીકાંતભાઈ મગનલાલ ત્રિવેદીના ધર્મપત્ની તે સ્વ. ચીમનલાલ પુરૂષોત્તમ ત્રિવેદી ( પૂર્વ  જ્ઞાતિ પ્રમુખ )ના પૌત્રવધુ, તે મગનલાલ ચીમનલાલ ત્રિવેદી ( પૂર્વ જ્ઞાતિ પ્રમુખ )ના પુત્રવધુ, તે સ્વ. ભૂપતરાય જટાશંકર ભટ્ટ (ખીમરાણા - જામનગર ) ના પુત્રી, તે બાલકૃષ્ણ ત્રિવેદી તથા પરેશ ત્રિવેદી (એડવોકેટ  એન્ડ નોટરી) તેમજ રેખાબેન એન. જાની (ધોરાજી)ના માતૃશ્રી તથા નિલેશભાઈ એમ. જાની (ધોરાજી) ના સાસુમા તેમજ મિહિર, પરિતા અને દર્શીતા ના દાદીમા નું તા.૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું આવતીકાલે તા. ૭ના શુક્રવારે રોજ સાંજે ૪ વાગ્યે થી ૬ વાગ્યે સુધી રાખેલ છે. હાલ ચારે તરફ ફેલાયેલ સંજોગોને ધ્યાને રાખી લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. બાલકૃષ્ણભાઈ - મો.૯૮૨૪૦  ૯૬૩૨૫, પરેશભાઈ - મો.૯૮૨૫૨ ૩૮૬૨૯, રેખાબેન એન. જાની મો. ૮૭૮૦૬ ૬૩૬૯૫, પિયરપક્ષ જયેશભાઇ વી. ભટ્ટ (જામનગર) મો.૮૯૮૦૦ ૧૩૪૪૫

સૌરાષ્ટ્ર સમાચારનાં તંત્રી અને પૂર્વ નાણામંત્રી પ્રતાપભાઇ શાહનું નિધન

ભાવનગર : 'સૌરાષ્ટ્ર સમાચાર'ના તંત્રી અને રાજયના માજી નાણામંત્રી પ્રતાપભાઇ શાહનું નિધન થતાં પત્રકાર વર્તુળોમાં શોકની લાગણી ફેલાઇ હતી.

રાજયનાં માજી નાણામંત્રી અને ભાવનગરથી પ્રસિધ્ધ થતાં લોકપ્રિય દૈનિક 'સૌરાષ્ટ્ર સમાચાર'નાં સ્થાપક અને મેનેજીંગ તંત્રી પ્રતાપભાઇ તારાચંદભાઇ શાહ (ઉ.વ.૯૭) નું મોડી રાત્રે નિધન થયેલ છે. તેઓ થોડા દિવસોથી બિમ્સ હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા હતાં. તેઓએ છેક સુધી 'સૌરાષ્ટ્ર સમાચાર' સાથે જોડાયેલા રહ્યા છે. પ્રતાપભાઇ શાહનાં નિધનથી ભાવનગરનાં પત્રકારોમાં શોકની લાગણી ફેલાઇ છે. આ સમાચારની જાણ થતાં જ ભાવનગરનાં આગેવાનો શ્રેષ્ઠીઓ અને ભાવનગરવાસીઓમાં પણ આઘાતની લાગણી ફેલાઇ છે.

ફિલ્ડમાર્શલ પરિવારના સ્વ.છગનભાઈ કણસાગરાના ધર્મપત્ની સવિતાબેનનું દુઃખદ અવસાન : સાંજે ટેલીફોનિક બેસણું

રાજકોટ : ફિલ્ડ માર્શલ ગ્રુપના સ્વ. છગનભાઇ નરશીભાઇ કણસાગરાના ધર્મપત્ની શ્રી સવિતાબેન છગનભાઇ કણસાગરા (ઉ.વ.૯૦) નું આજરોજ રાજકોટની બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે કોરોના બીમારીના લીધે દુઃખદ અવસાન થયેલ છે. સૌરાષ્ટ્રમાં ફિલ્ડ માર્શલ ગ્રુપ ઓઇલ એન્જીનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ફિલ્ડ માર્શલ ગ્રુપના મોભી શ્રી પોપટભાઇ નરશીભાઇ કણસાગરાના તેઓ ભાભી થાય તેમના બે પુત્રો અરવિંદભાઇ અને રમેશભાઇ કણસાગરાના પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. કોરોનાને લીધે છેલ્લા ૧પ દિવસથી તેમની સારવાર ચાલતી હતી. ગઈકાલે બપોરે ર વાગ્યે તેમણે દેહ છોડયો હતો. સદ્દગતનું ટેલીફોનિક બેસણું આજે તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અરવિંદભાઈ મો.૯૮૨૪૨ ૬૬૬૬૬, રમેશભાઈ મો. ૯૮૨૫૦ ૭૪૭૪૩.

જુનાગઢના સ્વાતંત્ર્ય સેનાની કનકભાઇનું અવસાનઃ સાંજે ટેલીફોનીક બેસણુ

જુનાગઢ : સ્વાતંત્ર્ય સેનાની કનકભાઇ ભવાનીશંકર ઉપાધ્યાય જુનાગઢ (ઉ.વ.૮૩)નું તા. ૪ ના રોજ અવસાન થયું છે.

સ્વાતંત્રય સેનાની કનકભાઇએ દિવ મુકિત સંગ્રામમાં ર૧ વર્ષની ઉમરે ભાગ લઇ ૬ મહિના જેલવાસ ભોગવ્યો હતો. તેમણે રામ મનોહર લોહિયા, સનતચંદ્ર મહેતા, જશવંત મહેતા, રસિકચંદ્ર આચાર્ય, જયપ્રકાશ નારાયણ સાથે ઉત્સાહપૂર્વક પ્રેરિત થઇ અનેક ચળવળમાં ભાગ લઇ સત્યાગ્રહો કર્યા હતાં. તેમણે પત્રકારત્વ કરેલ અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. હાલની કોરોના મહમારીની પરિસ્થિતિને લીધે તેમનું ટેલીફોનિક બેસણુ ૬ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખવામાં આવેલ છે.

ગુજરાતી ફિલ્મ અભિનેતા દિનેશચંદ્ર મહેતાનું કોરોનાથી અમદાવાદમાં નિધન

રાજકોટઃ ગુજરાતી ફિલ્મ અને ટીવીના જાણીતા અભિનેતા દિનેશચંદ્ર ચંદ્રપ્રસાદ મહેતાનું કોરોનાથી અમદાવાદમાં નિધન થતા ઘેરોશોક છવાયો છે. તેઓએ અનેક ગુજરાતી ફિલ્મો તથા ટીવી સિરીયલોમાં પોતાનો અભિનય આપ્યો હતો. તેઓનું અવસાન તા. ૧ને શનિવારે થયેલ છે.

સ્વ. દિનેશચંદ્ર ચંદ્રપ્રસાદ મહેતા તે હંસાબેન દિનેશચંદ્ર મહેતાના પતિ તથા પ્રેમલભાઈના પિતા તથા બીનાબેનના સસરા અને શિવાંશના દાદાનું અવસાન થયેલ છે. આજે તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન ટેલીફોનિક બેસણુ રાખેલ છે. પ્રેમલ મહેતા મો. ૯૮૨૪૦ ૧૬૯૪૦, બીના મહેતા ૯૪૨૯૨ ૦૪૧૧૦

રાજકોટ ગુરૂકુલ પ્રાથમિક શાળાના આચાર્ય રૂગનાથભાઇ દસલાણિયાનું અવસાન

રાજકોટ તા. ૬: સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટના વિદ્યાર્થી, રાજકોટ ગુરૂકુલ પ્રાથમિક શાળાના આચાર્ય, પી. એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કૂલના મદદનિશ શિક્ષક, વિશ્વ જયોત વિદ્યાલયના આચાર્ય, જૈન એજયુકેશન સોસાયટી બી.એડ્. કોલેજના પ્રિન્સિપાલ, રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી, રાજકોટ શહેર આચાર્ય સંઘના મહામંત્રી, ગુજરાત રાજય આચાર્ય સંઘ મહામંડળના પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય, ગૌતમ શાળા વિકાસ સંકુલ-રાજકોટના સંયોજક, ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રવૃતિ કેલેન્ડર વર્ષો સુધી બનાવનાર ધનવર્ષા શરાફી મંડળીના વાઇસ ચેરમેન ઉપરાંત ધાર્મિક ક્ષેત્રે, સામાજીક ક્ષેત્રે તથા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા બજાવી નિવૃતિમાં પણ પ્રવૃતીમય રહેનાર રૂગનાથભાઇ ભગવાનભાઇ દસલાણીયા (ઉ.વ. ૭૧)નું તા. પ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૮ ને શનિવારે, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. શશીકાંત દસલાણિયા-૯૮રપ૧ ૯પ૮૯પ

રાણસીકીના નિરવ ઉંધાડનું અવસાનઃ ટેલીફોનિક બેસણુ

રાજકોટઃ ગોંડલ તાલુકાના રાણસીકી ગામના ઘુસાભાઈ વાલજીભાઈ ઉંધાડ અને શારદાબેનના પુત્ર નિરવ (ઉ.વ. ૩૦) તે દયાબેન, જયશ્રીબેન અને સોનલબેનના ભાઈ તેમજ ગીરધરભાઈ, ભરતભાઈ, કરશનભાઈ, મુળજીભાઈ અને સ્વ. રામજીભાઈના ભાઈના દિકરાનું તા. ૫ના રોજ અવસાન થયેલ છે.

ટેલીફોનિક બેસણુ રાખેલ છે. ગીરધરભાઈ ઉંધાડ મો. ૯૭૨૭૪૮૬૯૨૬,   ઘુસાભાઈ ઉંધાડ  મો. ૯૯૧૩૪ ૮૫૮૩૪

અવસાન નોંધ

રેખાબેન ગાંધી અરિહંત શરણ પામ્યા

રાજકોટઃ રેખાબેન (ઉ.વ.૬૮) તે સ્વ. શેઠશ્રી અમૃતલાલ માધવજી ગાંધી (ગુંદાવાળા)ના પુત્રવધુ સ્વ.યશવંતરાય અમૃતલાલ ગાંધીના ધર્મપત્ની તથા સ્વ.હિંમતલાલ, જયસુખભાઇના નાનાભાઇના પત્ની તથા ગુણવંતરાય, રસીકભાઇ તથા વિનોદભાઇના ભાભી તથા લાભચંદભાઇ દોશીની સુપુત્રી મહેન્દ્રભાઇ દોશીના નાના બહેન તથા જાગૃતી બખાઇ (યુ.કે.) દિનાબેન શાહ (ભાવનગર) અલ્પા મણીયાર (રાજકોટ) વૈશાલી બખાઇ (યુ.કે.) જીગ્નેશ તથા જેમીની પરચાણી (રાજકોટ)ના માતુશ્રી આજે ૬ના રોજ સમાધિ અવસ્થામાં અરિહંતશરણ પામ્યા છે. પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને તા.૭ -પ-ર૦ર૧ના રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકીક વ્યવહાર સંપુર્ણપણે બંધ રાખેલ છે.

અંકીતા ગાંધી ૮૭૮૦૧ ૭૬૭પર, અલ્પેશ ગાંધી ૯૯૦૪૦ ૦૦૦૦૯, દિના શાહ ૬૩પ૮૮ પ૯૯૭૦.

વર્ષાબેન બુધ્ધદેવ

જુનાગઢઃ પાડોદર નિવાસી ભીખુભાઇ રણછોડભાઇ દેવાણીની દીકરી વર્ષાબેન (સોના)નિલેશભાઇ બુધ્ધદેવ જે મયુરભાઇ દેવાણી તથા મોનાબેનના મોટાબહેન તા.૪ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગતની સાદડી તા.૬ ને ગુરૂવારના રોજ ટેલીફોનીક રાખેલ છે. ભીખુભાઇ દેવાણી મો.નં. ૯૯૦૪૮ ૧૬૬ર૩,  મો. ૯૯ર૪૦૦૦૧ર૩.

દિલસુખભાઇ સાતા

જુનાગઢઃ જોશીપરા નિવાસી દિલસુખભાઇ બચુભાઇ સાતા (ઉ.વ.૬૧)તે જયેશ (જીમ્મી), અશોકના પિતાશ્રી તથા પ્રવિણભાઇ, ભરતભાઇ, ગોપાલભાઇના મોટાભાઇ તથા ભીમજીભાઇ કચરાભાઇ ઠકરારના જમાઇનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.૬ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ટેલીફોનીક રાખેલ છે. અશોકભાઇ ડી.સાતા ૯૭ર૩૪ ૩૩૭ર૬, ભરતભાઇ બી.સાતા ૯૮રપ૧ ૮પ૧૧૧, નવીનભાઇ બી.ઠકરાર ૯૮૯૮પ ૩૮૭ર૦.

રમાબેન શેઠ

રાજકોટ : ગં.સ્વ. રમાબેન મનસુખલાલ શેઠ (ખાટલીવાળા), હાલ રાજકોટ તે સ્વ. મનસુખલાલ રાઇચંદભાઇ શેઠના ધર્મપત્ની (ઉવ.૭૪) તે ધર્મેન્દ્રભાઇ તથા બિપીનભાઇના માતુશ્રી અરિહંત શરણ પામેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાને લેતા સદગતનું ટેલિફોનીક બેસણુ તા. ૬ને ગુરૂવારે સમય સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધર્મેન્દ્રભાઇ મો. ૮૧૫૪૮ ૯૪૩૫૫, બિપીનભાઇ મો. ૯૦૧૬૨ ૩૭૦૭૭

મુંજાભાઇ ભાષ્કર

ઉપલેટાઃ મુંજાભાઇ પીઠાભાઇ ભાષ્કર તે અનીલભાઇ (પુર્વ સુધરાઇ સભ્ય) ના પિતાશ્રીનું તા. ૩ના સોમવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૩ર૮૮ ૩પ૩પ૦

શાંતાબેન ચુડાસમા

ઉપલેટાઃ શાંતાબેન વલ્લભભાઇ ચુડાસમા (ઉ.વ. ૮૩) તે અશોકભાઇ, રમાબેન જતપુર, પ્રવિણાબેન રાજકોટ, મધુબેન અમેરીકાના માતુશ્રીનું તા. ૪ મંગળવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૭૧૪૭ ૪૮ર૪પ, મો. ૮૭૩ર૯ ૧ર૮૩૬

પ્રદીપભાઇ ચૌહાણ

ધોરાજીઃ પ્રદીપભાઇ ભીખુભાઇ ચૌહાણ (ઉ.વ. પ૪) તે ભીખુભાઇ લક્ષ્મણભાઇ ચૌહાણના પુત્ર દુષ્યંતભાઇ (પિન્ટુ)ના પિતાશ્રી તથા હિતેશભાઇ ભીખુભાઇ ચૌહાણના મોટાભાઇનું તા. ૪ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૬ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે.ફ ભીખુભાઇ મો. ૯૬૬ર૯ ૭૯પ૬પ, રેખાબેન મો. ૯૩૭૪ર ૦ર૬૬૪, દુષ્યંતભાઇ મો.૯૬૦૧૪ ૮૦૪૯૭, મોનાબેન મો. ૯૪ર૬૪ ર૮૯૧૮

પ્રભાબેન મારૂ

મોરબીઃ બંગાવડીવાળા લુહાર પ્રભાબેન અમૃતલાલ મારૂ (ઉ.વ. ૬૭) તે પરેશભાઇ અને હીનાબેનના માતુશ્રીનું તા. ૪ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૬ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રમેશચંદ્ર વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ મુળ ગોંડલ હાલ જસદણ રમેશચંદ્ર ધનેશ્વર વ્યાસ (નિવૃત ડીટીઓ જામનગર ઉ.વ. ૭ર), તે જયોતિબેન રાવલ (કે. વી. એમ. જસદણ)ના પતિ તથા જયંતિભાઇ ડી. વ્યાસ (ગોંડલ) લધુબંધુ સ્વ. અશ્વિનભાઇ, કમલેશભાઇના મોટાભાઇ, પૂર્વીબેન ભાવેશભાઇ રાવલ (અમરેલી) હેમાંગભાઇના પિતાશ્રી તેમજ શશીકાંતભાઇ એચ. રાવલ (જામનગર)ના બનેવી તા. પના અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૭ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હેમાંગભાઇ મો.૮૭૮૦ર પર૦૬૭, જયોતિબેન મો.૯૪ર૭૧ પ૪૯૮૧

ભગવાનજીભાઇ કલોલા

ગોંડલ : ભગવાનજીભાઇ કાનજીભાઇ કલોલા (ઉ.વ.૭૫) તે ભરતભાઇ (અર્જુન ટાયર - ઉમિયા ટ્રાન્સપોર્ટ), સતિષભાઇના પિતાશ્રી તેમજ રામજીભાઇ, વલ્લભભાઇના મોટાભાઇ અને જયવંતભાઇ, અનિલભાઇ, સંજયભાઇ તથા મિતભાઇના બાપુજીનું તા. ૪ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો. ૯૮૨૫૧ ૨૪૪૯૨

મનોજભાઇ અગ્રાવત

ધોરાજી : દલપતભાઇ અગ્રાવતના પુત્ર મનોજભાઇ (ઉ.વ.૫૦) તે પૂજન તથા ખુશાલીના પિતાશ્રીનું તા. ૪ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ રાખેલ છે. મો. ૬૩૫૧૪ ૦૦૮૫૭

વર્ષાબેન બુધ્ધદેવ

જુનાગઢ : પાડોદર નિવાસી ભીખુભાઇ રણછોડભાઇ દેવાણીની દીકરી સ્વ. વર્ષાબેન (સોના) નિલેષભાઇ બુધ્ધદેવ તે મયુર દેવાણી તથા મોનાના મોટા બહેન તા. ૪ના મંગળવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૬ના ગુરૂવારે રાખેલ છે. ભીખુભાઇ દેવાણી મો. ૯૯૦૪૮ ૧૬૬૨૩ / ૯૯૨૪૦ ૦૦૧૨૩

ફાલ્ગુનીબેન મહેતા

રાજકોટઃ મોઢ વણિક ફાલ્ગુનીબેન આશિતકુમાર મહેતા (ઉ.વ.૫૩)નું તા.૪ મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.(લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.) સ્વ.પ્રફુલચંદ્ર એન.દોશી (પિતા), ગં.સ્વ.દિનાબેન પી. દોશી (માતા), સ્વ.કેતનભાઈ પી. દોશી (ભાઈ), આશિતકુમાર મહેતા મો.૭૯૯૦૫ ૩૫૭૨૫, ઐલેશભાઈ પી. દોશી (ભાઈ) મો.૯૦૩૩૩ ૭૩૪૩૦, ચંદ્રેશભાઈ પી. દોશી (ભાઈ) મો.૯૯૦૪૨ ૨૫૬૦૯, રવિ મહેતા મો.૭૯૯૦૫ ૪૫૬૨૨, રક્ષિત કે. દોશી (ભત્રીજા) મો.૮૪૬૦૦ ૮૭૭૭૮, ઋજુલ કે. દોશી (ભત્રીજા).

રાજેશભાઈ માણેક

રાજકોટઃ સ્વ.રાજેશભાઈ રતિલાલ માણેક (ઉ.વ.૬૧) તે દિલીપભાઈ રતિલાલ માણેક તથા પ્રફુલભાઈ રતિલાલ માણેકના નાનાભાઈ સાગરભાઈ રાજેશભાઈ માણેકના પિતા તથા નિલમબેનના પતિ તેમજ ત્રંબાવાળા સ્વ.લીલાધરભાઈ દેવચંદભાઈ અનડકટના જમાઈ તથા અર્પિત, શ્લોક, સ્વરના દાદા તથા યશ્વી અને વિવાનના નાનાનું તા.૪ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે સાગરભાઈ મો.૯૦૧૬૪ ૫૮૦૧૧, મો.૯૯૧૩૬ ૬૩૯૮૫, પિયર પક્ષનું બેસણું તથા સાદડી સાથે રાખેલ છે. પ્રવિણભાઈ લીલાધરભાઈ અનડકટ મો.૯૯૭૪૫ ૭૦૮૮૦, દિલીપભાઈ લીલાધરભાઈ અનડકટ મો.૯૭૧૨૬ ૧૩૧૧૫, રાજેશભાઈ લીલાધરભાઈ અનડકટ મો.૯૯૭૪૫ ૭૦૮૫૦

હિનાબેન વ્યાસ

રાજકોટઃ જુનાગઢ નિવાસી હિનાબેન નલિનકુમાર વ્યાસ (ઉ.વ.૭૦) તે ધનલક્ષ્મી મેડીકલવાળા નલિનકુમાર વ્યાસના પત્નિ તે કિશનભાઈ અને ભાવિનીબેનના માતુશ્રી તથા રમેશભાઈ, કીરીટભાઈ, રાજુભાઈ અને તરૂણભાઈના ભાભીનું દુઃખદ અવસાન તા.૪ના થયેલ છે. લૌકિક ક્રિયા બંધ છે.

નિતેશભાઈ હાડા

રાજકોટઃ સોરઠિયા રજપૂત સ્વ.નિતેશભાઈ નાનજીભાઈ હાડા (ઉ.વ.૪૪) (એકિસસ બેન્ક કલેકશન વિભાગ) તે ભીમજીભાઈ રાઘવજીભાઈ હાડા (નિવૃત ફૂલછાબ કર્મચારી)ના નાનાભાઈ સ્વ.નાનજીભાઈના પુત્ર અને વિમલભાઈ તથા જયેશભાઈના ભાઈ તથા બંસી અને ગુંજનના પિતાશ્રીનું તા.૪ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવારના રોજ રાખેલ છે.

જયશ્રીબેન શેઠ

રાજકોટઃ ઉપલેટા નિવાસી હાલ રાજકોટ જયશ્રીબેન શરદકુમાર શેઠ (ઉ.વ.૮૧) તે સ્વ.શરદકુમાર રવિશંકર શેઠના ધર્મપત્નિ તે સ્મીતાબેન પી. શાહ, સિધ્ધાર્થભાઈ, સ્વ.સ્મૃતિબેનના માતુશ્રી, સુધાબેન એમ. સંઘવી તથા સુરેશભાઈ શેઠના ભાભી તે સ્વ.મોહનલાલ બી. મહેતા (જેતપુર)ના પુત્રી તા.૩ના રોજ અરિહંતશરણ થયા છે. ઉઠમણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સિધ્ધાર્થભાઈ મો.૯૮૨૪૮ ૨૧૯૪૭ છે.

દીપકભાઈ ધોરમ

રાજકોટઃ હાલાઈ ભાટીયા દીપકભાઈ ગોકલદાસ ધોરમ (ઉ.વ.૬૩) (ધોરમ બિલ્ડીંગ, સેતાવડ, જામનગર), તે સ્વ.ગોકલદાસ દામોદર ધોરમના પુત્ર તેમજ સગુણાબેન (બીએસએનએલ વાળા) રજનીબેન તેમજ સ્વ.ભાવનાબેન મુંબઈનના ભાઈ તથા ભારતીબેનના પતિ તેમજ ઉત્તમ ધોરમના પિતાશ્રી તેમજ સ્વ.લક્ષ્મીચંદ રૂપસિંહ ઉદેશી ગોંડલના જમાઈનું તા.૫ના અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૭ના રોજ સાંજે ૫ થી ૭ વચ્ચે રાખેલ છે. સગુણાબેન મો.૯૫૧૦૮ ૦૭૪૬૨, ઉતમભાઈ મો.૭૮૭૮૦ ૬૧૧૧૧, ભારતીબેન મો.૮૦૦૦૯ ૧૦૭૭૭

હસુમતીબેન મહેતા

રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રી ગૌડ બ્રાહ્મણ મૂળ ઉપલેટા હાલ જૂનાગઢ ચંદુલાલ પ્રભાશંકર મહેતાના ધર્મપત્નિ હસુમતીબેન ચંદુલાલ મહેતા તા.૪ને મંગળવારના રોજ કૈલાશવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ શનિવારના રોજ રાખેલ છે. દીપકભાઈ મો.૯૨૬૫૨ ૮૨૫૧૮, મહેશભાઈ મો.૮૫૩૦૯ ૩૦૨૩૩

તરૂણભાઈ ખંધેડીયા

રાજકોટઃ મુળ આટકોટ હાલ રાજકોટ તરૂણભાઈ મગનલાલ ખંધેડીયા (ઉ.વ.૭૩) તે ચેતનભાઈ તથા રીટાબેન વિજયભાઈ પુજારા, પુનમબેન અંકુરભાઈ જસાણી તથા ક્રિષ્નાબેન હિરેનભાઈ ચંડીભમર, તે અભિષેક તથા ધાર્મિકનાં દાદા તે ચંદુભાઈ ખંધેડીયાનાં નાનાભાઈ તા.૩ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો.૯૮૯૮૧ ૬૮૯૦૧

મધુબેન ફિફાદ્રા

રાજકોટઃ મૂળ ખાંભા, હાલ રાજકોટ નિવાસી સ્વ.મધુબેન જયંતકુમાર ફિફાદ્રા (ઉ.વ.૬૯) તે કલ્પેશ, જયદિપ, જીજ્ઞા તથા મેઘનાના માતુશ્રી તેમજ શિલ્પા, બંસીના સાસુ  તથા યશ, હેતના દાદીમાં તેમજ યશ્વી, ચાર્મી, તિર્થના નાનીમાં અને ગીરીશભાઈ (બકુલભાઈ)ના ભાભી, અશ્વીનભાઈ તથા દિલીપભાઈના કાકી, રિધ્ધીના ભાભુ તેમજ અજયભાઈ, ચિરાગભાઈના સાસુનું તા.૨૪ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે.

શારદાબેન રાવરાણી

રાજકોટઃ ગામ જેતપુર હાલ મુંબઈ શારદાબેન ભીખુભાઈ રાવરાણી તા.૪ના મંગળવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે.  સદ્દગતનું ટેલીફોનીક બેસણું આજે તા.૬ ગુરૂવારે, સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાવરાણી મહેશભાઈ મો.૯૦૮૨૪ ૧૧૮૨૨, રાવરાણી કલ્પેશભાઈ ભીખુભાઈ મો.૯૮૬૭૩ ૯૩૩૦૧, રાવરાણી કેવલભાઈ મહેશભાઈ મો.૯૧૬૭૫ ૨૪૮૮૭

લાભુબેન ખેરડીયા

પડધરીઃ મ.ક.સ.સુ. જીલરીયાવાળા સ્વ. દયાળજીભાઈ, સ્વ. ગોકળભાઈ, સ્વ. વૃજલાલભાઈ, જેન્તીભાઈ, સ્વ. નરશીભાઈના ભાઈ પ્રાગજીભાઈ મોનજીભાઈ ખેરડીયાના પત્નિ લાભુબેન તે સુરેશભાઈ, ધીરજભાઈ અને ભાવેશભાઈના માતુશ્રીનુ તા. ૫ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૭ને શુક્રવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. મો. ૯૭૨૭૬ ૩૨૭૩૯, મો. ૯૮૨૪૮ ૭૫૮૮૦, મો. ૯૨૨૮૩ ૯૫૯૪૪

રંજનબા ચૌહાણ

રાજકોટઃ રંજનબા પ્રવિણસિંહ ચૌહાણનું તા. ૪ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ શનિવાર તા. ૮ના ૧૦ થી ૬ રાખેલ છે. ઉતરક્રિયા નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે. કુલરાજસિંહ મો. ૯૨૬૫૦ ૬૪૪૪૬, તેજલબા મો. ૯૮૭૯૪ ૬૭૭૭૨

સવિતાબેન ટાંક

ગોંડલ : મુળ ધોરાજી સવિતાબેન મગનભાઇ ટાંક તે સ્વ. અનિલભાઇ, સ્વ. ધર્મેશભાઇના માતુશ્રી તથા બાબુલના દાદીનું તા. ૫ના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૬ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મનોજકુમાર મહેતા

રાજકોટઃ વિસનગરા નાગર સ્વ. ઓચ્છવલાલ માણેકલાલ મહેતા (રીટા. રેલ્વે)ના પુત્ર મનોજકુમાર ઓચ્છવલાલ મહેતા (રાજકોટ નાગરીક સહકારી બેંક) (ઉ.વ. ૭૬) તેઓ અ.સૌ. અરૂણાબેન મનોજકુમાર મહેતાના પતિ તથા ધવલ મનોજકુમાર તથા ગુંજન મનોજકુમાર મહેતાના પિતા તથા સ્વ. જ્યોતિબેન પીનાકીન મહેતાના ભાઈ તથા મીતા ધવલ મહેતા તથા મેઘા ગુંજન મહેતાના સસરા તથા જયાંશી અને ઉર્વીલના દાદા તા. ૪ના હાટકેશ શરણ પામ્યા છે. (નોન કોવીડ). ટેલીફોનિક બેસણુ બન્ને પક્ષનું તા. ૬ના સાંજે ૪.૦૦ થી ૬.૦૦ રાખેલ છે. ધવલ મો. ૯૯૦૪૨ ૩૩૨૬૬, ગુંજન મો. ૯૮૨૫૧ ૮૫૨૭૮, ઈન્દ્રવદન રમણીકલાલ પંડિત મો. ૮૩૨૦૦ ૦૮૭૨૩, કૃષ્ણવદન તથા અંકિત મો. ૯૯૦૪૮ ૮૦૩૪૪, વત્સલા રમણીકલાલ પંડિત મો. ૯૮૨૪૬ ૨૦૮૭૮

ઇન્દુમતીબહેન પોપટ

રાજકોટઃ ભાણવડવાળા (આંબલીયારાવાળા) હાલ રાજકોટ નિવાસી સ્વ.શૈલેષભાઇ અમૃતલાલ પોપટના ધર્મપત્ની ઇન્દુમતીબહેન શૈલેષભાઇ પોપટ (ઉ.૬૩) તે ચિરાગભાઇ તથા વિશાખાબેન કપીલકુમાર માખેચા (પુના) ના માતુશ્રી તથા બિનીતાબેન ચીરાગભાઇ પોપટના સાસુ તથા સીયાબેન પોપટના દાદીશ્રી તેમજ જેઠાલાલ પોપટલાલ મોદી (ખીજદળ વાળા)ના દિકરી તા.પ ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે.  સદ્દગતનુંટેલીફોનીક બેસણું તા.૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચીરાગભાઇ -૭૦૧૬૩ ૦૦૯૪૦, ભરત અમૃતલાલ-૯પ૧૦ર ૦ર૦૩૧, મુકેશ અમૃતલાલ-૮૮૬૬૬ ૩૭૩૪પ, જયેશ અમૃતલાલ-૯૦૬૭૯ પ૦૮૪૭, રૂપેન હરીભાઇ મોદી-૮૯૮૦૦ પ૭૧૧૧, સંદિપ લક્ષ્મીદાસ મોદી-૯૯૯૮૮ ૯૧૮૧૮

હિરાલક્ષ્મીબેન જાની

રાજકોટઃ સાતોદડીયા શ્રી ગોડ મેડતવાડ બ્રાહ્મણ સ્વ. ચીમનલાલ નાગજીભાઇ જાનીના ધર્મપત્ની તે નિખીલભાઇ તથા જોત્સનાબેન, રેખાબેન, ચંદ્રીકાબેન, અલકાબેન, મનિષાબેન ના માતુશ્રી તથા મેઘાબેન અને ભાર્ગવના દાદીમાં ગં. સ્વ. હિરાલક્ષ્મીબેન (સીતાબેન) દુઃખદ અવસાન તા. ૬ના રોજ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૭ના રોજ તેમના નિવાસસ્થાને સાંજે ૪ થી ૬ રાખેલ છે. સરનામું: ''શ્રી મહાલક્ષ્મી કૃપા'' ગાયકવાડી પ્લોટ શેરી નં. ૧૦ નિખીલભાઇ જાની મો. ૯૮રપ૮ ૮૪૯૦ર, કલ્પેશ કુલ-૭૪૦પ૯ ર૬૮૦ર, મનીષાબેન-૮ર૦૦૬ ૮૪રર૭

સંજયભાઇ તનેજા

રાજકોટઃ સંજયભાઇ ચુનીલાલ તનેજા (ઉ.વ. પ૬) તે સંગીતાબેન સંજયભાઇ તનેજાના પતી અને આશિમા, ઉન્નતીના પિતા તથા અક્ષય અનડકટના સસરાનું તા. ૦૪ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૭ શુક્રવાર, સવારે ૧૦ થી ૧ સુધી (વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.)  સંગીતા સંજય તનેજા (પત્ની) મો. ૯૮ર૪ર ૭૩ર૪૪, ૯૮ર૪૦ ૪ર૪ર૮ આશિમા તનેજા અનડકટ (પુત્રી) અક્ષય અનડકટ-(જમાઇ), ઉન્નતી તનેજા (પુત્રી), સુષ્મા અજય ભલ્લા (બ્હેન/બનેવી), વિનિતા રાજીવ બત્રા (બ્હેન/બનેવી) ગિતિકા ભુષણ સલુજા (સાસરી પક્ષ) નિલાક્ષી ક્રિષ્ના મેંદુરી (સાસરી પક્ષ) તથા તનેજા પરિવારના જયશ્રીકૃષ્ણ

હરબંસકૌર વાસન

રાજકોટઃ સ્વ. સરદારજી જરનેલસીંગ વાસનના પત્ની હરબંસકૌર વાસન (ઉ.વ. ૯૦) તે હરચરણસીંગ, શમશેરસીંગ, પુષ્પાબેન પરમાર, હર્ષા બૈજી, સંધ્યા તિવારી, બલજીન્દર કૌર, સંગીતા કામદારના માતૃશ્રીનું તા. પ ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ૭ ના રોજ સાંજે પ થી ૬ કલાકે રાખેલ છે. મો. ૯૬ર૪૧ ૧૦૮૭પ, ૯પ૭૯ર ૬૯૧૩૦

રેખાબેન ગાંધી

રાજકોટઃ રેખાબેન (ઉ.વ. ૬૮) તે સ્વ. શેઠશ્રી અમૃતલાલ માધવજી ગાંધી (ગુંદા વાળા)ના પુત્રવધુ, સ્વ. યશવંતરાય અમૃતલાલ ગાંધીના ધર્મપત્ની તથા સ્વ. હિંમતલાલ, જયસુખભાઇના નાનાભાઇના પત્ની તથા ગુણવંતરાય, રસિકભાઇ તથા વિનોદભાઇના ભાભી, તથા લાભચંદભાઇ દોશીના સુપુત્રી, મહેન્દ્રભાઇ દોશીના નાના બહેન તથા જાગૃતિ બખાઇ (યુ.કે.) દિનાબેન શાહ (ભાવનગર), અલ્પા મણિયાર (રાજકોટ), વૈશાલી બખાઇ (યુ.કે.), જીગ્નેશ ગાંધી તથા જેમીની પરચાણી (રાજકોટ)ના માતૃશ્રી તા. ૬ના સમાધિ અવસ્થામાં અરિહંતશરણ પામ્યા છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને તા. ૭ના રોજ સાંજે ૪ થી ૬ ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિક વ્યવહાર સંપૂર્ણપણે બંધ રાખેલ છે. (અંકિતા ગાંધી-૮૭૮૦૧ ૭૬૭પર, અલ્પેશ ગાંધી-૯૯૦૪૦ ૦૦૦૦૯, દિના શાહ-૬૩પ૮૮ પ૯૯૭૦)

ગીરીશભાઈ મહેતા

રાજકોટઃ ઔદિચ્ય ગોહિલવાડી ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતિના ગીરીશભાઈ કરૂણાશંકર મહેતા (ઉ.વ. ૩૬)નું અવસાન થયુ છે તે હાલ ઈગોરાળાવાળા સુશીલાબેન કરૂણાશંકર મહેતાના પુત્ર તથા બીનાબેન ગીરીશભાઈના પતિ, નાનાભાઈ નરેન્દ્રભાઈ કરૂણાશંકર મહેતા, નાની વહુ નયનાબેન નરેન્દ્રભાઈ મહેતા તથા બેન મીરાબેન ભરતભાઈ જોષી, જમાઈ ભરતભાઈ શાંતિલાલ જોશી તથા બહેન સોનલબેન.... (નરેન્દ્રભાઈ મો. ૮૦૦૦૯ ૨૭૭૭૦, સુશીલાબેન મો. ૭૬૦૦૧ ૮૬૬૩૬) ટેલીફોનિક બેસણુ તા. ૬ના ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે.

નયનાબેન ખખ્ખર

રાજકોટઃ સ્વ. નયનાબેન ચન્દ્રકાંત ખખ્ખર (ઉ.વ.૬૬), તે ચન્દ્રકાંત ભીખાલાલ ખખ્ખરના પત્નિ, તે રતિલાલ હીરાલાલ સેજપાલની દિકરી, તે રાજન ચન્દ્રકાંત ખખ્ખર, તેજસ ચન્દ્રકાંત ખખ્ખર તથા સ્વ. દિક્ષીતા ચન્દ્રકાંત ખખ્ખરના માતુશ્રી તથા પ્રિન્કલ રાજન ખખ્ખર, હેતલ તેજસ ખખ્ખરના સાસુ તથા ધૈર્ય, વરૂણ, ઓમના દાદીનું તા. પ ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા. ૭ ને શુક્રવાર સાંજે ૪ થી ૬  કલાકે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ચન્દ્રકાંત ભીખાલાલ ખખ્ખર-મો.નં. ૯૪ર૭ર પપ૮૮૬ રાજન ચન્દ્રકાંત ખખ્ખર-મો.નં. ૯૯ર૪૮ ૪૩૪૭૪ તેજસ ચન્દ્રકાંત ખખ્ખર-મો.નં. ૯૯૯૮૧ ૮૧૮૧૧ પ્રીન્કલ રાજન ખખ્ખર મો.નં. ૮૩ર૦૦ ૯૪ર૯૩ હેતલ તેજસ ખખ્ખર-મો. નં. ૮૪૬૯પ ૮૦પ૯૯

સરલાબેન કારીયા

રાજકોટઃ સ્વ.સરલાબેન લલીતચંદ્ર કારીયા (ઉ.વ.૭૯) તે મુકેશભાઇ તથા પરેશભાઇના માતુશ્રી તે અમૃતલાલ કરશનજી કારીયાના પુત્રવધુ તે હરીદાસ વિઠ્ઠલદાસ પાઉંના દીકરીનું તા.પ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૭ શુક્રવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. મુકેશભાઇ કારીયા ૯૭૧૪૬ ૩૩૯ર૩, પરેશભાઇ કારીયા ૯૯૭૪૧ ૯૯૭૮૩.

રેખાબેન ભટ્ટ

રાજકોટઃ કંડોળીયા બ્રાહ્મણ મહુવાવાળા  હાલ ડોંબીવલી મુંબઇ ગં.સ્વ. રેખાબેન ભટ્ટ (ઉ.વ.૬૭) તે સ્વ. નરેન્દ્રભાઇ ઠાકોરલાલ ભટ્ટના પત્ની, અ.સૌ. પુર્વા અને પ્રતીકના માતા, ગિરીશભાઇ તથા અ.સૌ. મધુરાના સાસુ સ્વ. રસીકભાઇ, સ્વ.મૃદુલાબેન જીતેન્દ્ર પંડયા, અ.સૌ. ઇન્દુમતી દિનકરરાય  જોષી, ગં.સ્વ.નિરંજનાબેન પ્રફુલ્લચંદ્ર પંડયાના ભાભી, પિયરપક્ષે દીવવાળા સ્વ.માણેકલાલ હિંમતરામ વ્યાસના દીકરી, ગં.સ્વ. ગીતાબેન કીરીટભાઇ ભટ્ટ (જાફરાબાદ) તથા કૌશીકભાઇના બહેન ધ્રુવાના નાની, પ્રથમના દાદી તા.૪ના કૈલાસવાસી થયેલ છે. પ્રવર્તમાન સ્થિતિને કારણે લૌકીક ક્રિયા ઘરમેળે રાખેલ છે તથા સાદડી પ્રથા બંધ છે. પ્રતિકભાઇ નરેન્દ્રભાઇ ભટ્ટ મો. ૯૮ર૧૬ ૩૬૩૭૯.

ઘનશ્યામભાઇ પારેખ

રાજકોટઃ સોની ગો.વા. પારેખ ધનજીભાઇ મોતીલાલના સુપુત્ર ઘનશ્યામભાઇ ધનજીભાઇ પારેખ (ઉ.વ.૭૬) તે ગો.વા. બાલમુકુંદ ભાઇ, નરેન્દ્રભાઇ, જયેશભાઇ, બીપીનભાઇ, સુરેશભાઇ, નયનાબેન, સરોજબેનના મોટાભાઇ જીગ્નેશ ભાઇ, ભાવેશભાઇ, નીતાબેન  નિલેશકુમાર રાધનપુર, શિલ્પાબેન પ્રિતેશકુમાર પાટડીયાના પિતાશ્રી ઓમ, મેઘાના દાદાને ગો.વા. કરશનદાસ પીતાંબરદાસ રાણપરાના જમાઇ તથા વજુભાઇ ગુણવંતભાઇના બનેવી તા.૪ મંગળવારેના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. ં  ભાવેશભાઇ ૯૯૦૪૬ ૩૪૯ર૧, જય પ્રકાશભાઇ ૮૩૦૬૮ ર૬૮૬૪, ગો.વા.બાલમુકુન્દભાઇ ૯૩૭૪૮ ૩૬૧૧૦, બીપીનભાઇ ૯૮ર૪ પ૦૪૬૬, નરેન્દ્રભાઇ  ૯૭ર૩૦ ૩૪૦૮૮, સુરેશભાઇ ૮૧૪૦૭ ૦ર૪૭૬, પિયરપક્ષ કિરીટભાઇ ૯૬ર૪ર રપ૮૮૮, રજનીશભાઇ ૯૯ર૪૦૧૬૩૦પ  ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવાર સાંજે ૪.૩૦ થી પ.૩૦ રાખેલ છે.

ઇલાબેન પટવા

ધોરાજી : પટવા ઇલાબેન જગદીશભાઇ ઉંમર વર્ષ પપ તે જગદીશભાઇ વ્રજલાલ પટવાના ધર્મપત્ની તારીખ પ ને બુધવારના રોજ અરિહંતશરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું રાખવામાં આવેલ છે.

વિનોદકુમાર રાણપરા

રાજકોટઃ સોની વિનોદકુમાર લાલજીભાઈ રાણપરા (વીંછિયાવાળા) (ઉ.વ.૬૨) હાલ અમદાવાદ તે દીપાબેન અશ્વિનકુમાર માંડલિયા, આશાબેન મિતેશકુમાર ઊંડવીયા તથા સૌરભભાઈના પિતા તથા હસમુખભાઈ, ધીરૂભાઈ તથા હરેશભાઈ (હકાભાઈ)ના ભાઈ (વીંછીયા) તેમજ સ્વ.શાંતિલાલ રાઘવજીભાઈ આડેસરા (પીપરડીવાળા)ના જમાઈ, તા.૫ને બુધવાર શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હસમુખભાઈ મો.૯૭૭૩૧ ૮૩૬૭૪, સૌરભભાઈ મો.૮૮૪૯૯ ૬૫૩૮૮, ધીરૂભાઈ મો.૯૯૦૪૦ ૩૪૪૫૩, અશ્વિનકુમાર મો.૯૮૯૮૨ ૪૫૮૪૬, હરેશભાઈ મો.૯૧૦૬૬ ૧૩૭૫૧, મીતેશકુમાર મો.૯૪૦૮૨ ૭૩૩૦૩, પીયર પક્ષ પ્રમોદભાઈ મો.૯૪૨૭૯ ૫૯૬૪૭, પ્રગનેશભાઈ મો.૯૮૯૮૪ ૭૩૫૪૦ (૩૦.૩)

દિનેશભાઈ વોરા

રાજકોટઃ દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન ચુડા નિવાસી હાલ લીંબડી, દિનેશભાઈ દલીચંદ વોરા (ઉ.વ.૫૮) તેઓ સ્વ.કમલાબેન દલીચંદ મગનલાલ વોરાના પુત્ર, સ્વ.રમેશભાઈ, જશવંતભાઈ, કીરીટભાઈ, જગદીશભાઈ, રેખાબેન, છાયાબેન, જાગૃતિબેન તેમજ લી.અજરામર સંપ્રદાયના બા.બ્ર.પુ.સ્વસ્તિબાઈ મહાસતીજીના ભાઈ તા.૪ના રોજ લીંબડી મુકામે અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ભદ્રાબેન ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જગદીશચંદ્ર હિંમતલાલ ત્રિવેદી (અલીયાબાડાવાળા)ના ધર્મપત્નિ તથા વિજ્ઞેશભાઈના માતુશ્રી ભદ્રાબેન (ઉ.વ.૭૮)નું તા.૩ સોમવારે કુદરતી અવસાન થયેલ છે.

રતિલાલ આંખજા

રાજકોટઃ રાકેશભાઈ રતીલાલ આંખજા (મો.૯૮૨૫૯ ૯૮૮૯૮) અને કેતનભાઈ રતીલાલ આંખજા (મો.૯૯૭૮૬ ૯૮૮૯૮)ના પિતાશ્રી રતીલાલ લાલજીભાઈ આંખજા તા.૫ને બુધવારને સ્વર્ગવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૭ના શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ઈશ્વરભાઈ આણદાણી

રાજકોટઃ સ્વ.ઈશ્વરભાઈ રવજીભાઈ આણદાણી (ઉ.વ.૭૩) મુળ ગામ માંડવી તાલુકો- માંડવી, જીલ્લો- કચ્છ હાલ રાજકોટ ગુર્જર ક્ષત્રીય કડીયા તે કંચનબેન ઈશ્વરભાઈ આણદાણીના પતિ તથા વિપુલભાઈ ઈશ્વરભાઈ આણદાણી, રૂપેશભાઈ ઈશ્વરભાઈ આણદાણી, સીમાબેન ઉમેષભાઈ આણદાણીના પિતાશ્રી તથા કિષ્નાબેન વિપુલભાઈ આણદાણી તથા પ્રજ્ઞાબેન રૂપેશભાઈ આણદાણીના સસરા તા.૫ના રામચરણ પામેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું ટેલીફોનીક રાખેલ છે તથા પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૭ને શુક્રવારના રોજ સાંજે  ૪ થી ૬ રાખેલ છે. વિપુલભાઈ ઈશ્વરભાઈ આણદાણી મો.૮૯૮૦૩ ૯૧૧૩૮, રૂપેશભાઈ ઈશ્વરભાઈ આણદાણી મો.૯૮૨૪૧ ૮૩૪૨૯

જયંતકુમાર ફિફાદ્રા

રાજકોટઃ મૂળ ખાંભા, હાલ રાજકોટ નિવાસી  સ્વ.જયંતકુમાર ઓધવજીભાઈ ફિફાદ્રા (ઉ.વ.૭૩) તે કલ્પેશ, જયદિપ, જીજ્ઞા તથા મેઘનાના પિતાશ્રી તેમજ શિલ્પા, બંસીના સસરા તથા યશ, હેતના દાદા તેમજ યશ્વી, ચાર્મી, તિર્થના નાના, સ્વ.અમૃતલાલભાઈ, ગીરીશભાઈ (બકુલભાઈ)ના ભાઈ, અશ્વીનભાઈ તથા દિલીપભાઈના કાકા, રિધ્ધીના બાપુજી તેમજ અજયભાઈ, ચિરાગભાઈના સસરાનું તા.૪ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે.

જશુબેન વિષ્ણુસ્વામી

જામકંડોરણા : સાજડીયાળી (તા. જામકંડોરણા) નીવાસી જશુબેન જાનકીદાસ  વિષ્ણુસ્વામી (ઉ.વ.પ૮) તે જાનકીદાસ મંછારામ વિષ્ણુસ્વામીના પત્ની તથા દિલીપભાઇ અને પિયુષભાઇના માતુશ્રી તેમજ ભગવાનદાસના ભાભી અને સંદિપભાઇના ભાભુનું તા. પ ના બુધવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૭ ને શુક્રવારના સાંજના ૪ થી ૬ રાખેલ છે.  જાનકીદાસ મો. ૯૭ર૩૬ પ૯૪૭૭, ભગવાનદાસ મો. ૯૯૦૯૩ ૯૭૪૬ર, દિલીપભાઇ મો. ૯૭ર૩૩ ૧૯૯ર૩, પિયુષભાઇ મો. ૯૯૦૪૭ ૦૦૩રર (પ-૧ર)

ભુપતરાય શાહ

ધોરાજી : હાલ બેંગલોર ભુપતરાય પ્રતાપરાય શાહ (ઉ.વ.૮૪) તે સ્વ. પ્રતાપરાય માણેકચંદ શાહના પુત્ર તેમજ વિરેશભાઇ ધોરાજી હિતેશભાઇ વિપુલભાઇ બેંગલોરના પિતાશ્રી તથા સ્વ. શશીકાંતભાઇ કનકરાયભાઇ તથા ચંદ્રકાંતભાઇ જેતપુર તથા નયનાબેન ભાવનગરના મોટાભાઇ તા. ૪ ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ધોરાજી ખાતે રાખવામાં આવેલ છે.

અલ્કાબેન રાયચુરા

ઉપલેટાઃ મૂળ ખરેડી હાલ રાજકોટ નિવાસી અલ્કાબેન દિનેશભાઈ રાયચુરા તે દિનેશભાઈ વૃજલાલ રાયચુરાના પત્ની સાગર તથા ખુશ્બુના માતા તેમજ ચિંતનભાઈ સુચકના સાસુ તેમજ સ્વ. કનૈયાલાલ છોટાલાલ પોબારૂના દિકરી તથા શૈલેષભાઈ પોબારૂના બહેનનું તા. ૫ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ અને પીયરપક્ષની સાદડી તા. ૬ ગુરૂવારે સાંજના ૪ થી ૬ ટેલીફોનિક રાખેલ છે.

જયોતિબેન બગથરીયા

ગોંડલઃ જયોતિબેન (ઉ.વ. પ૮) જુનાગઢ (હાલ ગોંડલ) તે જગદીશભાઇ મનસુખભાઇ બગથરીયાના પત્ની તેમજ હિરલ, દિવ્યાના માતુશ્રી તથા હસમુખભાઇ, વિનોદભાઇ, સુરેશભાઇના ભાભીનું તા. ૪ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૬ ના સાંજે પ થી ૬ રાખેલ છે.

દિનેશભાઇ પરમાર

ગોંડલઃ દિનેશભાઇ માણંદભાઇ પરમાર (ઉ.વ.૬પ) તે સંજયભાઇ, સંદીપભાઇ અને સાગરભાઇના પિતાશ્રી તથા સ્વ. છગનભાઇના નાનાભાઇ તથા સ્વ. પ્રેમજીભાઇ, કિશોરભાઇ, સ્વ. સુનિલભાઇના મોટાભાઇનું તા. ૪ને મંગળવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૬ના ગુરૂવારે સવારે ૯ થી ૧ર રાખેલ છે. મો. ૯૦પ૪૭ પ૪૯૦૩

ભરતભાઇ રૈયાણી

ગોંડલઃ ભરતભાઇ દેવશીભાઇ રૈયાણી (ઉ.વ. પ૪) ભાગેશભાઇ, પુજાબેન, નેહાબેન, દિશાબેનના પિતાશ્રીનું તા. પ ને બુધવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૬ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૭૮૭૮૦ ૧૮૦૯૦

માણેકબેન બગથરીયા

ગોંડલઃ માણેકબેન મોહનભાઇ બગથરીયા (ઉ.વ. ૮પ) તે સ્વ. મોહનભાઇ રવજીભાઇ બગથરિયાના પત્ની તથા ભાનુભાઇ, પ્રવીણભાઇ, અશોકભાઇ તથા ગં.સ્વ. શારદાબેન, અન્નપૂર્ણાબેનના માતુશ્રીનું તા. ૪ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૬ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભાનુભાઇ મો. ૯૪ર૭૩ ૭પ૯૮૦

ચંદુભાઇ કલોલા

ગોંડલઃ ચંદુભાઇ કાનજીભાઇ કલોલા (ઉ.વ. પ૬) તે મિતભાઇના પિતાશ્રી તથા રામજીભાઇ, વલ્લભભાઇના નાનાભાઇ તેમજ ભરતભાઇ (અર્જુન ટાયર-ઉમિયા ટ્રાન્સપોર્ટ), સતિષભાઇ, જયવંતભાઇ, અનિલભાઇ, સંજયભાઇ તથા મિતભાઇના કાકાનું તા. ૪ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૬ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મો. ૯પ૮૬૧ ૬૧ર૧૧

લાભુબેન અગ્રાવત

રાજકોટઃ રામાનંદી સાધુ અરડોઇ નિવાસી લાભુબેન જયસુખલાલ અગ્રાવત તે શૈલેષભાઇ મો. ૮પ૧૧૧ ર૯૬૪ર) અને મહેશભાઇ (મો. ૮ર૩૮૩ ૧૪૭૧૬) ના માતુશ્રીનું તા.૪ના મંગળવારે રામચરણ થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૬ના ગુરૂવારે રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

શારદાબેન ગાલચર

રાજકોટ : જુના દેવળીયા (જિ. મોરબી) નિવાસી શારદાબેન ગાલચર (ઉ.વ.૬૫) તે જુના દેવળીયા માધ્યમિક શાળાના નિવૃત્ત સીનીયર કલાર્ક હરિભાઇ અરજણભાઇ ગાલચર (મો.૯૭૩૭૫ ૫૪૨૧૨) ના ધર્મપત્નિ તેમજ મનીષભાઇ ગાલચર (મો.૮૮૬૬૨ ૯૭૮૦૬), મહેશભાઇ ગાલચર (મો.૮૧૪૧૪ ૨૧૨૧૭) અને માલવીકાબેન કમલેશકુમાર પરમારના માતુશ્રીનું તા. ૫ ના બુધવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઇ સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૬ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

રમેશચંદ્ર વ્યાસ

જસદણ : ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ મુળ ગોંડલ હાલ જસદણ નિવાસી રમેશચંદ્ર ધનેશ્વર વ્યાસ (નિવૃત ડીટીઓ જામનગર ઉ.૭ર), તે જયોતિબેન રાવલ (કેવીએમ જસદણ)ના પતિ જયંતીભાઇ ડી. વ્યાસ (ગોંડલ) લઘુબંધુ સ્વ. અશ્વિનભાઇ, કમલેશભાઇના મોટાભાઇ, પૂર્વીબેન ભાવેશભાઇ રાવલ (અમરેલી) હેમાંગભાઇ (જસદણ) શશીકાંતભાઇ એચ. રાવલ (જામનગર) ના બનેવીનું તા. પ બુધવારના રોજ જસદણ નિધન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ તા. ૭ ને શુક્રવાર સાંજે ૪ થી ૬ સુધી રાખવામાં આવેલ છે. બેસણું શોક સંદેશા માટે હેમાંગભાઇ મો. ૮૭૮૦ર પર૦૬૭, જયોતિબેન મો. ૯૪ર૭૧ પ૪૯૮૧

કાંતીભાઈ સિનરોજા

રાજકોટઃ કાન્તીભાઈ કેશવજીભાઈ સિનરોજા (ઉ.વ. ૮૦)નું તા. ૪ના અવસાન થયેલ છે તે ગં.સ્વ. ચંપાબેનના પતિ અને સંજયભાઈના પિતા તથા જુલીબેનના સસરા તથા ભાનુબેન બટુકકુમાર પંચાસરા, ગડીબેન નલીનકુમાર ભરદીયા, ઈલાબેન ગીરીશકુમાર વઘાડીયા, ટીનીબેન મનોજકુમાર વડગામાના પિતા તથા સ્વ. નરોતમભાઈ, સ્વ. રતીલાલ, હરીભાઈ, ભાણજીભાઈ, ગોપાલભાઈ, ભરતભાઈ, સ્વ. રમાબેન, વર્ષાબેન, સ્વ. હંસાબેન, વિજુબેન, લીલીબેનના મોટાભાઈ તથા મિરાલી, નિસીત, હીત, માન, દિવ્યના દાદા તથા સ્વ. દયાળજીભાઈ મોહનભાઈ પિલોજપરાના જમાઈ તા. ૪ના રામચરણ પામેલ છે. સાસરીયા પક્ષનું બેસણુ સાથે રાખેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૬ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંજયભાઈ મો. ૯૨૬૫૩ ૬૩૩૨૩, હરીભાઈ મો. ૯૩૨૮૧ ૧૦૧૪૩, ભાણજીભાઈ મો. ૯૩૭૪૮ ૧૯૭૫૧, ગોપાલભાઈ મો. ૯૯૭૯૯ ૫૦૮૪૭, ભરતભાઈ મો.૯૯૭૯૯ ૦૯૧૨૪, ચિમનભાઈ દયાળજીભાઈ પિલોજપરા મો. ૯૮૭૯૭ ૮૮૬૪૩

નવીનચંદ્ર મહેતા

મોરબીઃ મહેતા નવીનચંદ્ર હેંમતલાલ (ટંકારાવાળા) (ઉ.વ. ૭૫) તે મેહુલ, ડીમ્પલ અને ભૈરવી વિનયભાઈ ગાંધીના પિતા તેમજ ચુનીલાલ પીતાંબરભાઈ ઠક્કરના જમાઈ તા. ૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

વસંતબેન દવે

મોરબીઃ ચા.મ. મોઢ બ્રાહ્મણ મૂળ વીરવાવ હાલ લાલપર (મોરબી) વસંતબેન હરિભાઈ દવે (ઉ.વ. ૬૭) તે હરિભાઈ ભાણજીભાઈ દવેના પત્ની તેમજ ધર્મેન્દ્રભાઈ, હર્ષદભાઈ, કિરણ વી. જોષી, હીના જી. જોષીના માતા તેમજ દલડી નિવાસી સ્વ. લાભશંકર બેચરલાલ ત્રિવેદીના પુત્રીનું તા. ૪ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણુ તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

જીતેન્દ્રભાઇ માલવીયા

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક (રાજકોટ) જીતેન્દ્રભાઇ ફુલચંદભાઇ માલવીયા તેઓ ગં.સ્વ.પદ્માબેનના (પુત્ર)  તથા વર્ષાબેન ના (પતિ), રીધ્ધી તથા ખ્યાતિના (પપ્પા), બીપીનભાઇ, કમલેશભાઇ, વર્ષાબેન મહેશભાઇ સાંગાણી, અજયભાઇના મોટાભાઇ તથા અશોકભાઇ, અનિલભાઇ, જીતેન્દ્રભાઇ, પરેશભાઇ તથા રીટાબેન ધર્મેનદ્રભાઇ મહેતાના બનેવીનું તા. ર/પ/૨૧ ના રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ચેતનાબેન રાજાણી

રાજકોટઃ સ્વ. હરિલાલ કાકુભાઇ અનડકટના પુત્રી ચેતનાબેન નીતીનભાઇ રાજાણી (ઉ.વ.પ૩) તે મુળ પોરબંદર હાલ બરોડા નિવાસી નીતીનકુમાર કરશનદાસ રાજાણીના ધર્મપત્ની તેમજ ગીરીશભાઇ તથા પ્રદિપભાઇ અનડકટના બહેન તા.પના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની પિયરપક્ષની સાદડી તેમજ ઉઠમણું તા.૬ને ગુરૂવારે ટેલીફોનીક રાખેલ છે.ગીરીશભાઇ (કાનાભાઇ) મો.૯૬૮૭૭ ૦૭૧ર૦, પ્રદિપભાઇ અનડકટ  મો.૯૭ર૩૪ ૧૯૦૪ર ઉપર શોક સંદેશો પાઠવવો.

કોકીલાબેન જીવરાજાની

રાજકોટઃ કોકિલાબેન અરવિંદભાઈ જીવરાજાની (ઉ.વ. ૭૩) તે અરવિંદભાઈ શાંતિલાલ જીવરાજાનીના ધર્મપત્ની તે મનીષભાઈ, જીજ્ઞેશભાઈ, પિયુષભાઈ, પ્રતીક્ષાબેન જીતેનકુમાર વસાણી તેમજ બિંદીયાબેન હિરેનકુમાર મજેઠીયાના માતુશ્રી તે વાંકાનેરવાળા મનસુખભાઈ દેવચંદભાઈ કોટકના દીકરી તે વિનોદભાઈ, જીતુભાઈ, જયંતભાઈના મોટા બહેન તા. ૩ના શ્રીજીચરણ પામેલ છે. તેનુ ટેલીફોનિક બેસણુ તા. ૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ બન્ને પક્ષનું સાથે રાખેલ છે. અરવિંદભાઈ મો. ૯૮૨૪૪ ૫૨૬૩૨, મનીષભાઈ મો. ૯૯૦૪૨ ૩૯૭૦૦, જીજ્ઞેશભાઈ મો. ૭૩૨૭૭ ૪૪૨૨૦, પિયુષભાઈ મો. ૭૩૨૭૭ ૪૪૧૧૦, જીતુભાઈ કોટક મો. ૯૮૨૫૬ ૪૪૩૧૭