Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021
આર.એમ.સી.સેક્રેટરી વિભાગમાં નિવૃત : કર્મચારી નરસિંહભાઈ (ભગત) રાઠોડનું આવતીકાલે ટેલીફોનીક બેસણું

રાજકટઃ સ્વ.નરસિંહભાઈ કનુજીભાઈ રાઠોડ (ભગત) (રિટાયર્ડ આરએમસી કર્મચારી સેક્રેટરી વિભાગ) તે સ્વ.દેવજીભાઈ, સ્વ.હિરજીભાઈ તથા મનુભાઈ, રામજીભાઈ, દિનેશભાઈ તથા મંજુબેન, સ્વ.પ્રભાબેનના ભાઈ તથા સ્વ.રજનીશભાઈ અને પુર્વીબેનના પિતા તથા રવિભાઈ ચાવડાના સસરા તા.૩ને માગસર વદ- ૪ રવિવારના વૈકુંઠવાસી થયેલ છે. પરિસ્થિતિ અનુસાર સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. તા.૭ ગુરૂવારના બપોરે  ૩  થી ૬ રાખેલ છે. સ્થળઃ વિરાણી ચોક શ્રી રામદુત ખોડિયાર મંદિર રાજકોટ, પુર્વીબેન મો.૯૯૯૮૬ ૩૫૬૯૪, રવિભાઈ મો.૯૯૯૮૨ ૬૦૧૩૩, લાલાભાઈ મો.૬૩૫૩૭ ૭૮૭૮૪

નિવૃત રેલ્વે કર્મચારી મહેન્દ્રભાઇ પંડ્યાનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ મુળ ડાંગરા હાલ રાજકોટ નિવાસી મહેન્દ્રભાઇ ગોકળદાસ પંડ્યા (ઉ.વ.૬૪) (નિવૃત રેલ કર્મચારી) તે દિપકભાઇ પંડ્યા, પ્રકાશભાઇ પંડ્યા અને ધૃતિબેન યાજ્ઞિકના પિતાશ્રીનું તા. ૫/૧ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું કાલે ૭મીએ ગુરૂવારે સાંજે ૪ થી ૬, તેમના નિવાસસ્થાન પાસે અમૃતધારેશ્વર મંદિર ખાતે રાખેલ છે. (દિપકભાઇ-૮૫૧૧૩ ૩૭૯૭૮, પ્રકાશભાઇ-૯૮૭૯૩ ૪૭૭૩૩, બળવંતકાકા-૯૪૨૮૨ ૫૬૫૫૩)

અવસાન નોંધ

બહાદુરસિંહ રાઠોડ

રાજકોટઃ કારડીયા રાજપુત સ્વ.મગનભાઇ નાનજીભાઇ રાઠોડના પુત્ર બહાદુરસિંહ રાઠોડ તે અરૂણાબેન મહેશ ભાઇ ડોડીયા તથા મહેશભાઇ, ભાવસિંહ ભાઇ,  ભલાભાઇ તથા મુન્નાભાઇના ભાઇનું તા. ૪ને સોમવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકીક,ઉતરક્રિયા વગેરે બંધ રાખેલ છે.

શશીકાંત કોટેચા

રાજકોટઃ શશીકાંત વ્રજલાલ કોટેચા (ઉ.વ.૮૦) (રીટાયર્ડ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા-મોરબી બ્રાન્ચ) તે હિમાશું શશીકાંત કોટેચા, કાશ્મીરા જયેશકુમાર કારીયા, રક્ષા વિપુલકુમાર પોપટ તથા પુનિતા ચેતનકુમાર દોશીના પિતાશ્રી સ્વ. દિપકભાઇ (એડવોકેટ- કોટેચા કંપની), કિરીટભાઇ (રીટાયર્ડ એસબીઆઇ બેંક)ના મોટાભાઇ સ્વ. મોરારજી છગનલાલ વિઠલાણી (ભુટા શેઠ- ઓખા)ના જમાઇનું તા.૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિમાશું શશીકાંત કોટેચા મો.૯૩૨૮૨ ૭૬૨૯૭, ૮૮૪૯૯ ૯૩૫૧૧

પ્રવિણચંદ્ર રાજપરા

જેતલસર : અમરેલી નિવાસી સોની પ્રવિણચંદ્ર ચત્રભુજભાઇ રાજપરા (ઉ.૬૬) તે જમનાદાસ મોહનલાલ ચરાડવા (પોરબંદર) તેમજ શાંતિલાલ ચરાડવા (રાજકોટ)ના બનેવી તા. ૪ના રોજ અવસાન પામ્યા છે. ટેલિફોનિક સાદડી તા. ૭ના રોજ પોરબંદર સાઇબાબા મંદિરની પાછળ, શંકરાચાર્ય-૨, દત્ત સાઇ સ્કૂલ પાછળ અને રાજકોટ ખાતે શાંતિભાઇના નિવાસ સ્થાને સાંજે ૪ થી ૬ રાખેલ છે.

દિપકભાઇ ભેસાણીયા

રાજકોટ : ગુર્જર સુતાર ગોંડલવાળા હાલ રાજકોટ દિપકભાઇ શામજીભાઇ ભેસાણીયા (ઉ.૫૦) તા. ૪ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. શામજીભાઇ રણછોડભાઇના નાના પુત્ર તથા આદર્શના પિતા કિશોરભાઇ, હર્ષાબેન વિજયકુમાર અંબોડીયા, સ્વ. અરૂણાબેન રાજેશકુમાર કથ્રેચા, અંજુબેન પંકજકુમાર પીસાવાડીયાના ભાઇ અમૃતલાલ પોપટભાઇ કરગથરાના જમાઇ મનીષભાઇ, મેહુલભાઇના બનેવીનું ટેલીફોનિક બેસણુ તા. ૭ને ગુરૂવારે ૪ થી ૬ રાખેલ છે. કિશોરભાઇ મો. ૮૮૬૬૭ ૦૬૫૨૦ / ૮૧૬૦૪ ૯૬૦૬૨, વિજયકુમાર ૬૩૫૩૫ ૪૩૪૯૫, મનીષભાઇ ૯૯૧૩૭ ૪૦૦૫૭ તેમજ મેહુલભાઇ ૯૯૨૫૯ ૪૪૪૨૩ છે.

લાલજીભાઇ ટાંક

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડિયા મુળ જોડીયા હાલ રાજકોટ લાલજીભાઇ માધવજીભાઇ ટાંક (ઉ.૮૬) તે નારણભાઇ હસમુખભાઇના પિતાશ્રી તા. ૫ને અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૮ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પોપટભાઇ ટીલાળા

ગોંડલ : પોપટભાઇ પ્રેમજીભાઇ ટીલાળા (ઉ.૭૦) તે વિજયભાઇના પિતાશ્રી તથા નરેન્દ્રભાઇ તથા રમેશભાઇના ભાઇનું તા. ૫ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૭ને ગુરૂવારે બપોરે ૩ થી ૫ (મો. ૯૮૨૪૮ ૦૧૯૯૯) રાખેલ છે.

કુમુદબેન ધૂવા

કુંકાવાવ (મોટી) : મુળ વરસડા નિવાસી હાલ અમરેલી માહિતી કચેરી અમરેલીના નિવૃત્ત કર્મચારી ભરતભાઇ ટપુભાઇ ધૂવા (આહિર)ના ધર્મપત્ની કુમુદબેન (ઉ.વ.૫૯) તે દિગ્વિજયસિંહ (પીજીવીસીએલ અમરેલી)ના તથા દિપમાલાબેન (કુંકાવાવ)ના માતુશ્રી તેમજ શૌર્યના દાદીમાનું તા. ૫ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન મધુવન પાર્ક-૨, બ્રાહ્મણ સોસાયટી, અમરેલી ખાતે રાખેલ છે.

દોલતરાય છેલાવડા

આદિત્યાણા : મુળ મટીયાણા હાલ જયુબેલી સ્વ. દોલતરાય કાનજીભાઇ છેલાવડા (ઉ.૭પ), (નિવૃત પાણી પુરવઠા બોર્ડ પોરબંદર) તેઓ  સુરેશભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ (ગાંધીધામ)ના ભાઇ નીતિનભાઇ, મનિષાબેન દિલીપભાઇ ભોગાયતા (લંડન), સ્વ. પ્રકાશભાઇના પિતાનું તા. ૪ ને સોમવારે અવસાન થયેલ છે ઉઠમણુ તા. ૮ ને શુક્રવારના ૪ થી પ તેમના નિવાસસ્થાન જયુબેલી ખાતે રાખેલ છે.

પ્રમોદભાઈ ફીચડીયા

રાજકોટઃ સોની  પ્રમોદભાઈ દયાળજીભાઈ ફીચડીયા (ઉ.વ.૬૮) તે ગો.વા.દયાળજી વાલજી ફીચડીયા (કોઠારીયાવાળા)ના પુત્ર તેમજ હસમુખભાઈ, હેમેન્દ્રભાઈ, લલીતભાઈ, ભાવેશભાઈના મોટાભાઈ તથા નિખિલ, સૌરભ, ગોપાલ તથા માધુરીબેન વિમલકુમાર આડેશરાના પિતાશ્રી, ગો.વા.કુમનદાસ હરજીવનદાસ વાગડીયાના જમાઈ તથા હરેશભાઈ, રાજેશભાઈના બનેવીનું દુઃખદ અવસાન થયેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ રાખેલ છે. મો.૯૮૮૧૦ ૦૦૦૬૨ (લૌકિક વ્યવહાર બંધ છે.)

રામજીભાઈ જાદવ

રાજકોટઃ સોરઠિયા પ્રજાપતિ સ્વ.રામજીભાઈ મૂળજીભાઈ જાદવ તે મૂળજીભાઈ ભોજાભાઈ જાદવના પુત્ર તેમજ દિનેશભાઈ, રવજીભાઈ, રમેશભાઈ અને ભગવાનજીભાઈના ભાઈ તથા જેનીશ, હર્ષ અને હિતના પિતાજીનું તા.૩ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સ્વર્ગસ્થની ઉત્તરક્રિયા તા.૯ને શનિવારે સવારે તેમના નિવાસસ્થાન કે -૩૯, ટોપલેન્ડ રેસીડેન્સી, શેરી નં.૩, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભરતભાઈ બોરીયા

રાજકોટઃ સ્વ.ભરતભાઈ શામજીભાઈ બોરીયાનું તા.૫ મંગળવારના રોજ દુઃખદ અવસાન છે. ટેલિફોનીક બેસણું તા.૭ ગુરૂવારના રોજ રાખેલ છે. ભૂપતભાઈ મનજીભાઈ ગોહેલ (અમૃત ઈન્ડ. અમૃત ગીયર્સ) મો.૯૮૨૫૦ ૩૦૮૩૧, જયોત્સનાબેન ભૂપતભાઈ ગોહેલ, રાજેશ ભુપતભાઈ ગોહેલ મો.૯૭૧૨૩  ૯૨૯૨૩, ભાવેશ ભુપતભાઈ ગોહેલ મો.૯૭૧૨૬ ૭૬૭૬૯

ઈન્દુબેન નિમાવત

રાજકોટઃ રામાનંદી સાધુ ઈન્દુબેન ગણેશદાસ (કાકુભાઈ) નિમાવત (ઉ.વ.૭૦) મુળ સરપદડ હાલ રાજકોટ યોગેશભાઈ ચમનલાલ નિમાવતના કાકી તા.૫ના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ૧૫૦ ફૂટ રીંગ રોડ, અયોધ્યા ચોક, સિધ્ધિ-વિનાયક પાર્ક, શેરી નં.૧૦, બ્લોક નં-૧૭૩ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

કુસુમબેન ચોકસી

રાજકોટઃ કુસુમબેન અરૂણભાઈ ચોકસી (ઉ.વ.૭૪) તે અરૂણભાઈ પી.ચોકસીના ધર્મપત્નિ તથા પંકજ, શૈલેન્દ્ર, કિરીટના માતુશ્રી તેમજ મનન, જય, સ્મીત, પુજાના દાદીમાનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ને ગુરૂવારે, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.(લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

હરીલાલ પરસાણા

રાજકોટઃ નિવાસી હરીલાલ રાજાભાઈ પરસાણા (ઉ.વ.૬૦)  તે ગં.સ્વ. પુર્વિબેન હરીલાલ પરસાણાના પતિ તથા આદિત્યના પિતાશ્રી તથા શશીભાઈ, સુરેશભાઈના મોટાભાઈનું તા.૪ને સોમવારના રોજ ુઅવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિના કારણે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ ગુરૂવારે, સાંજે ૩:૩૦ થી ૫:૩૦ કલાકે રાખેલ છે.

જયાગૌરીબેન જોશી

ભાવનગર :.. સ્વ. ધીરજલાલ કાળીદાસ જોશી (નિવૃત સેન્ટ્રલ સોલ્ટ)નાં ધર્મપત્ની  ગં. સ્વ. જયાગૌરીબેન ધીરજલાલ જોશી (ઉ.૮૯) તે ભરતભાઇ, ધ્રુવભાઇ,  હિરેનભાઇ તથા મીનાબેન મનોજકુમાર જોશીનાં માતુશ્રી તથ સ્વ. અનંતરાય જોશી, કનૈયાલાલ જોશી ત્થા સ્વ. જશીબેનનાં ભાભી તથા સ્વ. છગનલાલ પરમાણંદ જોશી (મહુવા) નાં દિકરી, સ્વ. મહેન્દ્રભાઇ, જગદીશભાઇ, સ્વ. નટુભાઇ, રમણભાઇ, સ્વ. દેવીબેનનાં બેન તથા કિરણબેન, હિનાબેન અને મનોજકુમારનાં સાસુ તથા નિધી, નુપુર, કૃતાર્થ આદિત્યનાં દાદીમા તા. ૪ ના રોજ કૈલાસવાસી થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બંને પક્ષની સંયુકત ટેલફોનિક શોકસંદેશો તા. ૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.  ભરતભાઇ મો. ૯૭ર૭૧ ૭૯૩૧૧, ધ્રુવભાઇ મો. ૮૭પ૮૮ ૬૪ર૩ર, હિરેનભાઇ મો. ૯૮૯૮પ ૩૪૯ર૧, કનૈયાલાલ મો.૮પ૧૧૩ ૩૭૯૪૯, જગદીશભાઇ મો. ૯૭રપ૬ પ૧પ૧ર, નવીનભાઇ મો. ૯૭ર૩૦ ૮૬૮૭૭

પુષ્પાબેન સાદરાણી

વિસાવદર : નાની મોણપરી વતની હાલ સેલવાસા ઠા. ચીમનલાલ મંગજીભાઇ સાદરાણીનાં ધર્મપત્ની પુષ્પાબેન (ઉ.૮૦) તે સગુણભાઇ (પોરબંદર) તથા મનોજભાઇ (લાલ રઘુવંશી સિલવાસા વાળા) તથા દક્ષાબેન દિપકભાઇ પોપટ (કેશોદ)ના માતુશ્રિ તથા સ્વ. છોટુભાઇ, જેન્તીભાઇ (જુનાગઢ) તથા છબીલભાઇ (વિસાવદર) ના ભાભી તેમજ મેંદરડા નિવાસી સ્વ. દામોદરદાસ માધવજીભાઇ ઉનડકટની દીકરી તથા સ્વ. મથુરભાઇ તથા ચંદુભાઇના બહેનનું તા. ૪ ના રોજ સેલવાસા મુકામે અવસાન થયેલ છે. સદતગનું ઉઠમણું તા. ૭ ગુરૂવાર સાંજે ૩ થી પ નિવાસ સ્થાને રાખેલ છે. સ્થળ યોગી દર્શન ટાવર, બાલાજી મંદિર પાસે રાખેલ છે.