Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020
મનસુખલાલ ખખ્ખરનું અવસાન કાલે ડ્રાઇવ થ્રુ બેસણું

રાજકોટ : અનેક સંસ્થાઓમાંં ગુપ્તદાન કરનારા-સેવાભાવી અને ''મનુકાકા''ના નામથી જાણીતા મનસુખલાલ પાનાચંદ ખખ્ખર (ઉ.વ. ૭૯) સ્વ.પાનાચંદ જાદવજી ખખ્ખરના પૂત્ર (મે ેેજયંતીલાલ પાનાચંદ ખખ્ખર, સ્વ. શારદાબેન લક્ષ્મણદાસ ઠકકરના નાના ભાઇ તેમજ સ્વ. કેશવજીભાઇ ધનજીભાઇ ગણાત્રા (ટંકારા) ના જમાઇ તે અજય રાહુલ (મુંબઇ), અલ્પા, સુશીલકુમાર ધર્માણી (આદીપુર-કચ્છ)ના પિતાશ્રી તા. ૩/૧ર/ર૦ર૦ ને ગુરૂવારે શ્રીજીચરણ પામ્યા છે.

પ્રવર્તમાન કોરોના મહામારીને ધ્યાને લઇને સદ્દગતનું 'ડ્રાઇવ થ્રુ બેસણુ' તા. પને શનીવારે સાંજે ૪  થી ૬ તેમના નિવાસ સ્થાને 'ક્રિષ્ના' પ, મહાવીર સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. અજયભાઇ ૯૮રપ૧ ૬૪૦૧૭, જીતેશભાઇ ૯૩૭૪૧ ૦૭૦૦૭, અલ્પાબેન ૯૪૦૮૯ ૩૬૮૮૦, ભાવેશભાઇ ૯૮રપર ૯૧૧૩પ

અવસાન નોંધ

પ્રદીપભાઈ ભટ્ટનું દુઃખદ અવસાનઃ સોમવારે ટેલીફોનીક ઉઠમણું- બેસણું

રાજકોટઃ પાટી રામપર - ચા. મ.મોઢ. બ્રાહણ પ્રદીપભાઈ ભટ્ટ (ઉ.વ.૬૦) તે સ્વ. કાંતિલાલ વેલજીભાઈ ભટ્ટ ના પુત્ર તથા કિશોરભાઈ,રમેશભાઈ, દિલીપભાઈ, ગીરજાબેન, ઇન્દુબેન સુમિતા બેનના ભાઈ તથા પંકજભાઈ, દિવ્યેશભાઈ જીજ્ઞાબેનના પિતાશ્રી તથા જીતના દાદા તથા નિરાકાર વિનોદરાય પંડ્યાના સસરા તેમજ સ્વ.ત્રિકમજીભાઈ રણછોડભાઈ પંડ્યા(કોયલી વાળા)ના જમાઇ તથા શૈલેષભાઈ, નિલેશભાઈ ના બનેવીનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક ઉઠમણું તથા સ્વસુર પક્ષનું બેસણું તા.૭ ને સોમવાર સાંજે ૪ થી ૫ પાટી રામપર ખાતે રાખેલ છે. કિશોરભાઈ ભટ્ટ- મો.૯૯૨૫૪ ૭૪૯૦૪, પંકજભાઈ ભટ્ટ, દિવ્યેશભાઈ ભટ્ટ મો.૯૫૩૭૭ ૭૭૪૫૧, શૈલેષભાઈ પંડ્યા મો.૯૬૩૮૬ ૫૩૪૫૫, નિલેશભાઈ પંડ્યા મો.૯૧૦૬૨ ૦૦૪૭૧

જલ્પાબેન

રાજકોટઃ રમીલાબેન ભૂપેન્દ્રભાઈ (પટેલભાઈ- લુહાર વિદ્યાર્થી ભુવનવાળા)ના પુત્રવધુ જલ્પાબેન (ઉ.વ.૪૭) તે તુષારભાઈ (ટીનાભાઈ- સુકેતુ ઝેરોક્ષ)ના ધર્મપત્નિ અને ઝીનલબેન તથા રોમીલભાઈના માતુશ્રી અને પરેશભાઈ પ્રવિણભાઈ પટેલ (નાર ગામ, તારાપુર પાસે), દિપાલીબેન નંદીશકુમાર (અમદાવાદ)ના બહેન તા.૫ શનિવારના રોજ ગૌલોકવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૭ને સોમવારના રોજ બપોરે ૩ થી ૫ કલાકે રાખેલ છે. તુષારભાઈ (ટીનાભાઈ) મો.૯૯૨૫૩ ૭૨૩૦૨, ભુપેન્દ્રભાઈ (પટેલભાઈ) મો.૯૯૨૪૨ ૫૩૭૩૭

નિર્મળાબેન ખોલીયા

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા સ્વ.ચંદુલાલ હરીલાલ ખોલીયાના ધર્મપત્નિ નિર્મળાબેન ચંદુલાલ ખોલીયા (ઉ.વ.૮૨) તેઓ સ્વ.કમલેશભાઈ અને જયેશભાઈના માતુશ્રી અને જયદિપભાઈ અને મનનભાઈના દાદીમાનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું તા.૭ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયદિપભાઈ મો.૭૮૭૮૫ ૯૯૯૯૧, મનનભાઈ મો.૮૧૪૦૩ ૯૬૧૧૧

મનોરમાબેન પારેખ

રાજકોટઃ ગો.વા.વૃજલાલભાઈ જેરામભાઈ પારેખ (રીબડાવાળા)ના પુત્રવધુ તે ગો.વા.ઈન્દ્રવદનભાઈ વૃજલાલભાઈ પારેખના ધર્મપત્નિ તે દિપકભાઈ, ધર્મેશભાઈ તથા પદ્માબેનના માતુશ્રી મનોરમાબેન ઈન્દ્રવદનભાઈ પારેખ તે ગો.વા. હરિલાલ ખીમચંદ્રભાઈ પાટડીયાના પુત્રી તા.૫ શનિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૫ શનિવાર સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રાખેલ છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે. નગીનચંદ્રભાઈ મો.૮૧૪૦૪ ૬૮૮૭૧, દિપકભાઈ મો.૯૯૧૩૫ ૨૬૬૯૫, ધર્મેશભાઈ મો.૯૯૦૪૭ ૭૬૭૨૨, પ્રદિપભાઈ મો.૮૩૪૭૯ ૩૨૩૭૩, પિયર પક્ષ જીતેન્દ્રભાઈ પાટડીયા મો.૯૮૨૪૭ ૬૩૦૫૫, હસમુખભાઈ આડેસરા મો.૯૪૨૬૬ ૪૪૪૪૮

હરિચ્છાબેન વેદ

કાલાવડ (શિતલા): મૂળ ટંકારા નિવાસી સ્વ. વસંતલાલ ત્રિકમજી વેદના ધર્મપત્નિ ગં.સ્વ. હરિચ્છાબેન (ઉ.વ. ૭૮) તે કાલાવડવાળા લાલજી લીલાધર ઉદેશીના દિકરી તેમજ જયશી ઉદેશી અને જમનાદાસ ઉદેશીના બહેન તથા રમેશભાઈ વેદના માતુશ્રી તેમજ હેમતભાઈ વેદ (રાજકોટ)ના ભાભી તા. ૫ના શ્રીજીચરણ પામ્યા છે. હાલની પરિસ્થિતિને કારણે તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ભુપેન્દ્રભાઈ ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા, મીઠાપુર (ટાટા) નિવાસી અ.નિ.બાવજીભાઈ ઘેલાભાઈ ટાંકના પુત્ર (હાલ રાજકોટ), ભુપેન્દ્રભાઈ બાવજીભાઈ ટાંક (ઉ.વ.૬૮) તે મનસુખભાઈ, સુરેશભાઈ, હેમલતાબેન પ્રમોદકુમાર વાઢેરના ભાઈ, કૌશિકભાઈ (અક્ષર હોલીડે) અને પ્રિતીબેન પ્રફુલકુમાર ગેડીયાના પિતાશ્રી તથા ચેતનભાઈ મનસુખભાઈ ટાંક (પાર્થ વિદ્યાલય)ના કાકા તા.૫ શનિવારના રોજ તા.૭ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૫૪ ૧૧૧૨૨ દ્વારા રાખેલ છે.

ગિરધરલાલ મારૂ

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સ્વ.ગીરધરલાલ લક્ષ્મણભાઈ મારૂ (ઉ.વ.૭૮) ગામ રાજકોટ તે કમલેશભાઈ, પરેશભાઈ તથા હર્ષાબેનના પિતાશ્રી તેમજ પ્રતાપકુમાર ગોહેલના સસરાનું તા.૩ના રોજ ગુરૂવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૭ના રોજ સોમવાર રાખેલ છે. પરેશભાઈ મારૂ મો.૯૮૭૯૩ ૪૧૨૧૩, કમલેશભાઈ મારૂ મો.૯૦૨૩૩ ૬૭૫૯૮, હર્ષાબેન ગોહેલ મો.૯૨૭૬૨ ૦૮૦૪૩

ભુપેન્દ્રભાઈ સિધ્ધપુરા

રાજકોટઃ લુહાર મુ.પડધરી હાલ રાજકોટ નિવાસી સ્વ.મગનભાઈ માવજીભાઈ સિધ્ધપુરાના પુત્ર ભુપેન્દ્રભાઈ સિધ્ધપુરા તે અરવિંદભાઈ, સ્વ.મધુબેન કારેલીયા, સ્વ.મનિષાબેન, સ્વ.દેવરામભાઈ, મહેશભાઈના ભાઈ તથા હર્ષના કાકાનું તા.૩ના દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૭ને સોમવારના રોજ ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. મો.૯૭૨૬૪ ૧૩૮૨૨, ૭૯૯૦૮ ૬૯૯૧૧

હરિચ્છાબેન વેદ

કાલાવડ (શિતલા): મૂળ ટંકારા નિવાસી સ્વ. વસંતલાલ ત્રિકમજી વેદના ધર્મપત્નિ ગં.સ્વ. હરિચ્છાબેન (ઉ.વ. ૭૮) તે કાલાવડવાળા લાલજી લીલાધર ઉદેશીના દિકરી તેમજ જયશી ઉદેશી અને જમનાદાસ ઉદેશીના બહેન તથા રમેશભાઈ વેદના માતુશ્રી તેમજ હેમતભાઈ વેદ (રાજકોટ)ના ભાભી તા. ૫ના શ્રીજીચરણ પામ્યા છે. હાલની પરિસ્થિતિને કારણે તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વિપુલભાઇ ગોહેલ

રાજકોટઃ ખાખાગેશ્રી મુળ ગામ હાલ રાજકોટ રતનપર રાજેશભાઇ ગોહેલના નાનાભાઇ તેમજ ચંદુભાઇ દેવજીભાઇ ગોહેલના પુત્ર વિપુલ ચંદુલાલ ગોહેલનું તા.૩ના અવસાન થયેલ છે. તેમનું બેસણું રતનપર, રામજી મંદિરની સામે તેમના ઘરે તા.પ ને શનિવારે સાંજે ૪થી ૬ રાખેલ છે. મો. નં. ૯૭ર૪૩ ૯૯પર૪

નયનાબેન ત્રિવેદી

રાજકોટ : ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ (મુળગામ હડાળા) દિલીપભાઇ વૃજલાલ ત્રિવેદીના ધર્મપત્ની નયનાબેન દિલીપભાઇ ત્રિવેદી (ઉ.વ.૬૯) તે કેતનભાઇ (સુઝલોન), કલ્પેનભાઇ, સેજલબેન હિરેનકુમાર દવેના માતુશ્રી, સ્વ. જુગતરામ હરીશંકર ભટ્ટ (દેપાળીયા)ના પુત્રી, દિપકભાઇ, કિર્તીભાઇ, સ્વ.રાજેશભાઇના બેન તા. ૪ના કૈલાસવાસ થયેલ છે. ટેલીફોનિક બેસણું બન્ને પક્ષનું તા. ૭ના સોમવારે સવારના ૯થી ૧ર રાખવામાં આવેલ છે.

નરેન્દ્રભાઇ છાટબાર

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય સ્વ. પુરષોત્તમ કાનજી છાટબારના પુત્ર નરેન્દ્રભાઇ (નાનુભાઇ) (ઉ.વ.૭પ) તે સ્વ. ભગવાનજીભાઇ, અમૃતલાલ, સ્વ. વાસુદેવભાઇના નાનાભાઇ તથા તુષાર, હિતેશના પિતાશ્રી તથા ધર્મીત, કેવીનના દાદાનું તા. ૩ના અવસાન થયેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

દિવ્યેશભાઇ વૈદ્ય

રાજકોટ : દશા સોરઠીયા વણિક કુતિયાણા વાળા હાલ અમદાવાદ દિવ્યેશ પ્રફુલચંદ્ર વૈદ્ય (ઉ.વ.૩૭) તે સ્વ. રમણીકલાલ મો. વૈદ્ય તથા વિનોદભાઇ, ગીરીશભાઇ તથા સ્વ. જયોતિબેન ધ્રુવના ભત્રીજા તેમજ ચિ. ભૂમિ પ્રશાંતકુમાર કાટકોરીયાના ભાઇ તા. ૩ના અવસાન થયેલ છે. અમદાવાદ મો. નં. ૭૬ર૪૦ ર૮૦૬ર

કિશોરચંદ્ર સાતા

રાજકોટઃ પડધરી નિવાસી સારસ્વત બ્રાહ્મણ કિશોરચંદ્ર શંકરલાલ સાતા (ઉ.વ.૮૪) તે શંકરલાલ પોપટલાલ સાતાના પુત્ર તેમજ સ્વ.શશીકાંતભાઈ, જનકભાઈ, ધીરૂભાઈ, શાસ્ત્રી કનુભાઈ, મનોજભાઈ, પ્રદ્યુમ્નભાઈ, અરવિંદભાઈના ભાઈ તેમજ વિનાયક, નૈષધ, જીગ્નેશ, નરેન્દ્ર, આશીસ તેમજ ઈન્દુબેન નરેશકુમાર લહેરુ મોટી પાનેલીના પિતાશ્રીનું તા.૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૫ શનિવારના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યે રાખેલ છે.

રંજનબેન અનડકટ

રાજકોટઃ ગૌ.વા.રંજનબેન દુર્લભજીભાઈ અનડકટ (ઉ.વ.૬૭) તે સ્વ.દુર્લભજીભાઈ છગનલાલ અનડકટ (હડાળાવાળા)ના ધર્મપત્નિ તથા સ્વ.વૃજલાલ માધવજી માનસાતા (ન્યારાવાળા)ના પુત્રી તથા જયેશભાઈ, રશ્મિકાંતભાઈ, કમલેશભાઈ અનડકટના માતુશ્રી તથા પ્રવિણભાઈ, હસમુખભાઈ, મહેશભાઈના ભાભીશ્રી તા.૩ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૫ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ધનંજ્ય પારેખ

રાજકોટ : મોરબી નિવાસી મોઢ વણિક સ્વ.ધીરજલાલ હરજીવનદાસ પારેખના સુપુત્ર ધનંજય ડી. પારેખ (ઉ.વ.૭૩) તે ગીરીશભાઇ, બિહારીભાઇ તેમજ રામદાસભાઇના મોટા ભાઇ, સોનલબેનના પિતાશ્રી, દેવાંગભાઇ વડોદરીયાના સસરા તા. ૪ના શ્રીજીચરણ પામેલ છે.

કંચનબેન સુરાણી

રાજકોટ : વાળંદ કંચનબેન ગોરધનભાઇ સુરાણી તે સ્વ. ગોરધનભાઇ સુપરાણીના પત્ની, દિનેશભાઇ તથા ભાવેશભાઇના માતુશ્રી તથા હરિલાલ, જયંતિલાલ, સ્વ. દામજીભાઇ તથા જગદીશભાઇના ભાભીનું તા.૪ના અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણુ તા.૭ના સોમવારે બપોરે ૩ થી પ, સત્યમ પાર્ક, ધોળકીયા સ્કૂલની બાજુમાં કનૈયા ડેરીવાળી શેરી જુનો મોરબી રોડ ખાતે રાખેલ છે. દિનેશભાઇ મો. નં. ૮૦૦૦૦ પ૦૯૦૯ તથા ભાવેશભાઇ મો.નં. ૮પ૧૧૦ ૩૬ર૩૬ છે.