Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019
રૈયા ગામના ખોડીયાર માતાજી મંદિરના મહંતશ્રી દોલતગર ગોસ્વામીનો કૈલાસવાસ

રાજકોટ : રૈયા ગામના આઇશ્રી ખોડીયાર માતાજી મંદિરના મહંતશ્રી દોલતગર ફુલગર ગોસ્વામી (ઉ.વ.૯૮) તે ભુપતગીરી ગોસ્વામી, સુરેશગીરી ગોસ્વામી (નિવૃત પોષ્ટમેન), ભરતગીરી ગોસ્વામી (પોષ્ટમેન), મહેશગીરી ગોસ્વામીના પિતાશ્રીનું આજે તા. ૪ ના બુધવારે કૈલાસવાસ થયેલ છે. તેમની કૈલાસધામ યાત્રા નિવાસ સ્થાનેથી નિકળી રૈયા ગામ દશનામ ગોસ્વામી સમાધી સ્થાને પહોંચી હતી. જેમાં બહોળી સંખ્યામાં સેવકો, સ્નેહીજનો, જ્ઞાતિજનો,  ગ્રામજનો જોડાયા હતા.

અવસાન નોંધ

જુનાગઢના ૧૦૪ વર્ષના ગુલાબશંકર ત્રિવેદીનુ અવસાન

અમરેલીઃ મૂળ આલીધ્રાના હાલ જૂનાગઢ નિવાસી  ગુલાબશંકર નરભેરામ ત્રિવેદી, (ઉ. વ. ૧૦૪) તે વજેશંકરભાઈના મોટા ભાઈ તથા પ્રફુલચંદ્ર, લાભશંકર, અરવિંદભાઈ, લલિતભાઈ, કિશોરભાઈ, તથા રમાબેન અને મંજુબેન ના પિતાશ્રી તથા ધ્રુવ, જગદીશ, રવિ ,દિવ્યેશ તથા નંદનના દાદાનું તા.૩  રોજ જૂનાગઢ ખાતે  અવસાન થયેલ છે. બેસણું તા. ૦૫ ના રોજ સાંજે ૪ થી ૬  દિપાંજલી ૨, ઓમકારેશ્વર મહાદેવ મંદિરે , ટીંબાવાડી, જુનાગઢ ખાતે રાખેલ છે .

રમેશચંદ્ર મહેતા

રાજકોટઃ (દુધઇવાળા) નથુ તુલસી ઐ. ગોહીલવાડી બ્રહ્મસમાજના સ્વ.શ્રી રમેશચંદ્ર હરગોવિંદભાઇ મહેતા (ઉ.વ.૯૦) તે પ્રકાશભાઇ મહેતા તથા મેહુલભાઇ મહેતાના પિતાશ્રી તથા પ્રભાબેન ગીરધરલાલ પંડયા તથા લતાબેન ચંદ્રકાન્તભાઇ રાજયગુરૂ તથા સ્વ. અન્નપૂર્ણાબેન અચરતલાલ પંડયા તથા પુષ્પાબેન પરસોતમભાઇ બોડાના મોટાભાઇનું તા.૪ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું શુક્રવાર તા.૬ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને આત્મન એપાર્ટમેન્ટ-૨ બ્લોક નં.૧૦૧ સત્યમ શિવમ સુદરમ સોસાયટી વોરા સોસાયટીની બાજુમાં જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મો.૭૯૮૪૪ ૩૩૯૯૬

ઈન્દુબેન જાની

રાજકોટઃ ઈન્દુબેન ચીમનભાઈ જાની (ઉ.વ.૯૨) તે સ્વ.ચીમનલાલ કે.જાની બાલંભા વાળાના પત્ની કે જે કિરીટભાઈ જાની (દત્ત એન્ટરપ્રાઈઝ), પરેશ જાની (પદ્માવતી ઈન્ડસ્ટ્રીઝ), નિખીલ જાની (હાઈટેક પોલિફોર્મ્યુ), મીનાબેન અરવિંદભાઈ પંડયાના માતુશ્રીનું આજ રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ સુધી ગાર્ડન સીટી ફલેટ ડી વિંગ ઓસ્કાર ટાવર વાળી શેરી સાધુ વાસવાની રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

નલીનીબેન ત્રિવેદી

રાજકોટઃ શ્રી ગોડ મેડતવાળ બ્રાહ્મણ નલીનીબેન કિશોરભાઈ ત્રિવેદી તે સ્વ.ભાનુશંકર મણીલાલ ઉપાધ્યાયના પુત્રી તથા રમેશભાઈ, કિશોરભાઈ, અશ્વીનભાઈ તથા રંજનબેનના બહેનનું  તા.૨ સોમવારના રોજ અમેરીકા ખાતે અવસાન થયેલ છે. તેની સાદડી તા.૭ને શનિવાર બપોરે ૪ થી ૫ કલાકે ''જલીયાણ'', હરીદ્વાર પાર્ક-૨, ગોકુલધામ, ૮૦ ફુટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

સુરેશભાઈ બકરાણીયા

રાજકોટઃ મુળ ટંકારા હાલ રાજકોટ નિવાસી સુરેશભાઈ મોહનભાઈ બકરાણીયા (ઉ.વ.૬૫) તે દેવેનભાઈ તથા પ્રીતીબેન ચેતનકુમાર વિશાવાડીયાના પિતાશ્રી તથા મનોજભાઈ, રાજેશભાઈ, દમયંતિબેન કિશોરભાઈ કથ્રેચા, કુસુમબેન જગદીશકુમાર ઈસ્લાણીયાના ભાઈ કશ્યપના દાદાનું તા.૨ના રોજ અવસાન થયુ છે. તેમનું બેસણું તા.૫ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને આસ્થાગ્રીન સીટી બ્લોક નં.૨૬૭, કિશન પંપ સામે, ગોંડલ રોડ ખાતે રાખેલ છે.

મંજુલાબેન જોશી

જુનાગઢ : ઔદીચ્ય ખરેડી સમવાય બ્રાહ્માણ મંજુલાબેન (ઉ.વ.૮૮)  તે કિર્તીદભાઇ જયંતિલાલ જોશીના ધર્મપત્ની, સ્વ. જયવંતભાઇ, સ્વ. વિનોદરાયના નાનાભાઇના પત્ની, હસમુખભાઇ તેમજ સ્વ. જયેન્દ્રના ભાભી, નયનાબેન, કિરણબેન, દિપ્તિબેન, પ્રવિણભાઇ (આજતક કેમેરામેન), પારૂલ (સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ) તેમજ ભાર્ગવી જોશી (આજતક રિપોર્ટર)ના માતુશ્રીનું તા. ર ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. પ ને ગુરૂવારે સાંજે ૪ થી પ-૩૦ તેમના નિવાસસ્થાન શ્રદ્ધા, સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, સુરજ ફન વર્લ્ડ પાછળ ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

કાંતાબેન મકવાણા

રાજકોટઃ કાંતાબેન મણીલાલ મકવાણા (ઉ.વ.૮પ) તે સ્વ.મણીલાલ એ મકવાણાના પત્ની તથા કિશોરભાઇ એમ. મકવાણા તથા ઇન્દુબેન પી. કાચા તથા મહેન્દ્રભાઇ એમ. મકવાણાના માતાશ્રી તા.૩ના અક્ષરવાસ થયેલ છે. જેમનું બેસણું તા.પના ગુરૂવારે સાંજે ૪ થી ૬, વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઇન રોડ ખાતે રાખેલ છે.

સુરેશભાઇ બકરાણીયા

કાંગશીયાળીઃ મુળ ટંકારા નિવાસી હાલ રાજકોટ સુરેશભાઇ મોહનભાઇ બકરાણીયા તે મનોજભાઇ તથા રાજેશભાઇના મોટાભાઇ તથા કુસુમબેન જગદીશકુમાર ઇસ્લાણી તથા દમયંતીબેન કિશોરકુમાર કથ્રેચાન ભાઇનું તા.રના અવાસન પામેલ છે. તેમનું બેસણું તા.પના ગુરૂવારે આસ્થા ગ્રીન સીટી, બ્લોક નં. ર૬૭ કિશન પંપ સામે ગોંડલ રોડ રજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મનસુખભાઇ વાઘેલા

રાજકોટઃ મનસુખલાલ મોહનલાલ વાઘેલા તા.૩ના શ્રીજી ચરણ પામેલ છે. તે દિનેશભાઇ સતિષભાઇ તથા પ્રશાંતભાઇના પિતાશ્રીનું બેસણું તા.પના ગુરૂવારે સાંજે ૪ થી ૬ સહકાર મેઇન રોડ શ્રીનગર શેરી નં.૬, ગુણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં રાખેલ છે.

ચંદનબેન પડીયા

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય ચંદનબેન વૃજલાલ લાલજી પડીયા વડીયાવાળા હાલ વડોદરાનું તા.રન અવસાન થયેલ છે. તે સ્વ.પ્રભુદાસભાઇ તથાા સ્વ.જયસુખલાલ મકનજી ગરાછના બેન તેમજ મહેશભાઇ (સુરત) જયેશભાઇ, કિશોરભાઇ, બીપીનભાઇ ગરાછના ફઇબાનું બેસણું તા.પના ગુરૂવારે ૪ થી ૬, કાલાવડ રોડ જગન્નાથ પ્લોટ શેરી નં.ર ખાતે રાખેલ છે.

વસંતલાલ વંકાણી

રાજકોટઃ શ્રી દશા સોરઠિયા વણિક રાજકોટ નિવાસી (મુળ પોરબંદર) વસંતલાલ પોપટલાલ વંકાણી (વિભાકર), (ઉ.વ.૭૯) (રીટાયર્ડ જી.ઇ.બી.) તેઓ રાજેન્દ્ર વિભાકર અને પરેશ વિભાકર (જી.ઇ.બી.), નિશા સુધનકુમાર શેઠ અને જાગૃતિ રામચંદ્ર ધ્રુવના પિતાશ્રી તથા કનકરાય વંકાણી, જશવંતભાઇ વંકાણી, હિંમતભાઇ વિભાકર, કિરીટભાઇ વિભાકર, કિશોરભાઇ વંકાણી, દિલીપભાઇ વંકાણી તથા હંસાબેન શશીકાંત શેઠ (અમદાવાદ)ના મોટાભાઇ અને સ્વ.પ્રભુદાસભાઇ વિરજીભાઇ વખારીયા (બગસરા વાળા)ના જમાઇ તથા રમેશભાઇ (બરોડા), વસંતભાઇ, સુનીલભાઇ (નાગપુર), વૃજેશભાઇ, દમયંતિબેન (અમરેલી), રંજનબેન (અંકલેશ્વર)ના બનેવી તા.રના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું - પ્રાર્થનાસભા તા.૭ના શનિવારે સાંજે ૪ થી ૬, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, શ્રીજી પાર્ક મેઇન રોડ, વિક્રમ માર્બલ પાછળ, બાપા સીતારામની મઢુલી પાસે, રૈયા રોડ, ખાતે રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

સવિતાબેન ગોહેલ

રાજકોટઃ સોરઠીયા દરજી સવિતાબેન બાબુભાઈ ગોહેલ (પાનસૂરિયા ગોહેલ) (ઉ.વ.૯૧) તે જેન્તીભાઈ બાબુભાઈ ગોહેલ મોટા ભાદરાવાળાના માતુશ્રી અને રજનિષભાઈના દાદીમા તા.૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું ગુરૂવારને તા.૫ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને વિસણું નગર- ૧, ઉમિયા ચોકની બાજુમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ રાખેલ છે.

હસમુખભાઇ રાવલ

રાજકોટઃ ઓૈદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના રાજકોટ નિવાસી હસમુખભાઇ છોટાલાલ રાવલ (ઉ.વ.૭૬) તે ઉમિયાશંકર રાવલના નાના ભાઇ તથા દિવ્યેશ અને આશિષ તેમજ મનિષાબેન પી. ઠાકરના પિતાશ્રી અને જીતેન્દ્રભાઇ તથા યોગેશભાઇના કાકાનું આજે તા. ૪ના અવસાન થયું છે. સદ્દગતની સ્મશાનયાત્રા સાંજે ૬ કલાકે રામનાથપરા ખાતે જવાની હતી.

વિનોદકુમાર જગડ

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય (ખત્રી) સુરેશચંદ્ર દયાળજીભાઇ છાટબારના જમાઇ વિનોદકુમાર ચમનલાલ જગડ (ઉ.વ.૫૦) તે પિયુષભાઇ અને ત્રિલોકભાઇના બનેવીનું તા. ૩૦ ના અવસાન થયેલ છે. તેમની સાદડી તા. ૫ ના સાંજે ૪.૩૦ થી ૬ નિવાસ સ્થાન ૬૩-સુર્યકીર્તી સોાસયટી-ર, શેરી નં. ૩, હા.બોર્ડ પાસે, મોરબી ખાતે રાખેલ છે.

યશવંતરાય જોષી

રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ ભંડારીયા હાલ રાજકોટ નિવાસી યશવંતરાય કાંતિલાલ જોષી (નિવૃત નાયબ મામલતદાર) (ઉ.વ.૮૪) તે નીતાબેન, રેખાબેન, સ્વાતીબેન, અલ્પાબેન તેમજ તૃપ્તિબેનના પિતા તથા સુમનભાઈ કાંતિભાઈ જોષી, સ્વ.રસીકલાલ કાંતિલાલ જોષીના વડીલબંધુ તેમજ પ્રજ્ઞેશભાઈ તથા પારૂલબેનના મોટાબાપુ તેમજ સ્વ.નંદલાલ જયશંકર જોષી (ત્રાકુડા)ના જમાઈનો કૈલાશવાસ તા.૧ના રવિવારના રોજ અમદાવાદ ખાતે થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા બેસણુ (બંને પક્ષનું) તા.૬ના શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ સુધી ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. સ્વ.ની ઈચ્છાઅનુસાર તેમનું દેહદાન અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ છે તથા તમામ પ્રકારની લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે.

જગદીશભાઈ ઓઝા

રાજકોટ : શ્રીમાળી બ્રાહ્મણ લાઠી નિવાસી હાલ રાજકોટ સ્વ. જગદીશભાઈ રામજીભાઈ ઓઝા અને સ્વ.જયસુખભાઈ, સ્વ.ચંદુભાઈ, સ્વ.લાભભાઈ ભુપતભાઈ અને મુંબઈ નિવાસી સ્વ.ગજેન્દ્રભાઈના ભાઇ અને ભાવેશભાઈ હિતેશભાઈ નિલેશભાઈના પિતા અને સુરત નિવાસી ઉર્વશી (ગોટી) દિવ્યેશકુમાર પટેલના દાદાનું તા.૩ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ના ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્થાને 'મહાલક્ષ્મી સદન' હંસરાજનગર ૨/૬નો ખુણો જંકશન રાજકોટ ખાતે રાખેલ છે.

ખીમજીભાઇ મકવાણા

ઉપલેટાઃ સ્વ.ખીમજીભાઇ કરસનભાઇ મકવાણા (ઉ.૮ર) તે પ્રફુલભાઇ અને કિરીટભાઇના પિતાશ્રી તથા ભાવિનભાઇ અને પ્રેમ ભાઇના દાદાશ્રી તથા જેનીલના પરદાદાનું તા. ર ના રોજ અવસાન થયેલ છે તેનું બેસણું તારીખ પને ગુરૂવારે મોચી જ્ઞાતિ વાડી નાગનાથ ચોક ઉપલેટા ખાતે સાંજે ૪ થી ૬  રાખેલ છે.

ગોવિન્દગીરી ગોસ્વામી

પોરબંદરઃ વકિલ ભરતભાઇ જી.ગોસ્વામીના પિતાશ્રી ગોવિંદગીરી મકનગીરી ગોસ્વામી (ઉ.૭પ) ના તા.રને સોમવારના રોજ કૈલાશગમન થયેલ છે ઉઠમણું તા.૬ ને  શુક્રવાર દ.ગો.છાત્રાલય સુતારવાડી ખાતે રાખેલ છે.

મોહનલાલ સેજપાલ

મોરબીઃ ઠા. મોહનલાલ પ્રેમજીભાઇ સેજપાલ (ઉ.૭૯) તે કંચનબેન સેજપાલના પતિ તેમજ તેમજ વિમલભાઇ મનીષભાઇ, પરેશભાઇ અને નીલેશભાઇ તેમજ મીતાબેન નરેન્દ્રકુમાર સોનૈયા અનેરીટાબેન ગીરીશકુમાર પોપટના માતા તા.ર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૬ને શુક્રવારે સાંજે ૪ થી પ કલાકે શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે રાખેલ છે.

બાવાલાલભાઇ જોષી

ગોંડલઃ ગુંદાળા (તા.ગોંડલ) નિવાસી ઔસ. ચીભડીયા બ્રાહ્મણ બાવાલાલભાઇ કેશવજીભાઇ જોષી (ઉ.૮૩) તે કીશોરભાઇ, બીપીનભાઇ, દિનેશભાઇ તથા યોગેશેભાઇના પિતાશ્રી તથાજયસુખભાઇ (પોસ્ટ ઓફીસ ગોંડલ) તથા જીતેન્દ્રભાઇ(પોસ્ટ ઓફીસ રાજકોટ)ના કાકાનુ તા.ર ના રોજ અવસાન થયેલ છે.બેસણું તા.૬ ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ગુંદાળા મુકામે રાખેલ છ

લતાબેન ધીણોજા

ધોરાજીઃ લતાબેન ભરતભાઇ ધીણોજા (ઉ.પ૬) તે સ્વ.ભરતભાઇ નરભેરામ ધીણોજાના ધર્મપત્ની તેમજ કપિલભાઇ તથા સુનિલભાઇ ધીણોજાના માતુશ્રી તથા અંજલિબેન કપિલભાઇ ધીણોજાના સાસુ તા.૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તથા માવતર પક્ષની સાદડી તા.પને ગુરૂવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ્થાન વૈષ્ણવ વાડી, જમનાવડ રોડ, હાઉસીંગ બોર્ડ પાછળ માતૃકૃપા ધોરાજી ખાતે રાખેલ છે.

બાવાલાલ જોશી

ગોંંડલ : ગુંદાળા બાવાલાલ કેશવજી જોશી ઉ.૮૩ (શિવરાજગઢ વાળા) તે કિશોરભાઈ, બીપીનભાઈ, દિનેશભાઈ, યોગેશભાઈ ના પિતાજીનું તથા જયસુખભાઇ, જીતુભાઈ ના કાકા તા.૦૨ સોમવારના રોજ અવસાન થયેલ છે બેસણું તા.૦૬ શુક્રવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને ગુંદાળા તા. ગોંડલ રાખેલ છે.

પ્રમોદભાઈ છાંટબાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય સ્વ.પરસોત્તમદાસ હરજીવનદાસ છાંટબારના પુત્ર પ્રમોદભાઈ પરસોત્તમદાસ છાંટબાર (ઉ.વ.૫૭) તે બિપીનભાઈ, કિરીટભાઈ, દિવ્યેશભાઈના ગુરૂબંધુ તથા આલોકભાઈ થતા પ્રતિકભાઈના પિતાશ્રી તા.૪ બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૫ ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે  શિતળામાતાના મંદિર, પટેલવાડી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હંસાબેન કામદાર

રાજકોટઃ નિવાસી સ્વ.ચંદુલાલ મકનજીભાઈ કામદારનાં ધર્મપત્ની હંસાબેન (ઉ.વ.૮૧) તે નિલેશભાઈ કામદાર (પુર્વપ્રમુખ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉન, નિવૃત માર્ગ અને મકાન વિભાગ), જયેશભાઈ (જયેશ એન્ટરપ્રાઈઝ ભાવનગર), જાગૃતિબેન હરેશકુમાર દોશી (રાજકોટ), વર્ષાબેન દિનેશભાઈ અજમેરા (ભાવનગર), બીનાબેન પીયુષકુમાર શાહ (ભાવનગર), દિપ્તીબેન અમરભાઈ વાડીયા (પુના)નાં માતુશ્રી, મીનાબેન નિલેષભાઈ અને સ્વ.દિપ્તીબેન જયેશભાઈના સાસુમા, કૈલાશબેન પ્રવિણચંદ્ર બોઘાણી (કલકત્તા)ના બહેનશ્રી તેમજ યકેત (કેમ્પસ ટ્રીપ)ના દાદીમાં, સ્વ.નટુભાઈ, સ્વ.છગનભાઈના નાનાભાઈનાં ધર્મપત્ની, સ્વ.પ્રભુજીભાઈ, નંદલાલભાઈ, અમીચંદભાઈ, બળવંતભાઈ (ચેન્નાઈ), રંજનબેન મહેન્દ્રભાઈ કોઠારીના ભાભીશ્રી તા.૩ મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે.