Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019
સત્કાર ટ્રાન્સપોર્ટવાળા ઠકરાર પરિવારના જમાઇ જૂનાગઢના વેપારી હરસુખભાઇ સોઢાનો દેહવિલયઃ સાંજે ઉઠમણું

રાજકોટઃ કેશોદવાળા જગજીવનભાઇ વશરામભાઇ સોઢાના સુપુત્ર જુનાગઢ નિવાસી માર્કટયાર્ડના વેપારી હરસુખલાલ (ઉ.પ૮) તે દિપકભાઇ, નિરૂબેન ગીરીશકુમાર કોટક-કેશોદ અને મનિષાબેન દિનેશકુમાર અભાણીના મોટાભાઇ તેમજ ડો. સાગર અને કિશનના પિતાશ્રી તથા જુનાગઢવાળા સ્વ. બાલકૃષ્ણ ઠકરાર (એડવોકેટ)ના જમાઇ તેમજ મનોજભાઇ  અને જીતુભાઇ-સત્કાર ટ્રાન્સપોર્ટવાળાના બનેવીનું તા.૧ ડીસેમ્બરના રોજ દુઃખદ અવસાન થયેલ છ તેમનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી આજે તા. ર ડીસેમ્બર-સોમવારે સાંજે ૪ થી પ તેમના નિવાસ સ્થાન શગુન હાઇટસ, નવી કલેકટર ઓફીસ પાસે, સરદારબાગ પાસે, જુનાગઢ ખાતે રાખેલ છે.(સંપર્ક  મો. ૯૩૭૬૬ ૦૬૮૬૭ જૂનાગઢ)

નાગરિક બેંકના મેનેજર (ટ્રેનીંગ) નિલેશભાઈ શાહના પિતાશ્રી જગુભાઈનું અવસાનઃ ઉઠમણું

રાજકોટઃ વઢવાણ નિવાસી અને હાલ રાજકોટ જગુભાઈ કસ્તુરચંદભાઈ શાહ (ઉ.વ.૯૦) તે કિરીટભાઈ (મનીકેર), નિલેશભાઈ (મેનેજર- ટ્રેનિંગ, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અને જૈન શ્રેષ્ઠી), નિતીનભાઈ (અરવિંદભાઈ મણીઆર એન્ડ કં.), જયેશભાઈ (રિલાયન્સ), સ્વ.વિપુલભાઈ (કિટકેટ- સાઉથ આફ્રિકા), આશાબેન વિરાજભાઈ વોરા, સ્વ.વંદનાબેનના પિતાશ્રી તા.૧/૧૨ને રવિવારે અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨/૧૨ને સોમવારે બપોરે ૪ કલાકે વિરાણી પૌષધ શાળા, મોટા ઉપાશ્રય, કોઠારીયા નાકા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ભીખુભાઈ કવા

રાજકોટઃ લુહાર ભીખુભાઈ છગનભાઈ કવા, તે જયેન્દ્રભાઈ, ગીરીશભાઈ, રાજેશભાઈના પિતાશ્રી તથા જેન્તીભાઈના ભાઈ તથા સુનંદાબેન અને ભાવનાબેનના પિતાશ્રીનું તા.૧/૧૨ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૨/૧૨ના રોજ સાંજે ૪ થી ૬, ૨- લુહારવાડી સિયાણી નગર ભવાની ચોક રાજકોટ ખાતે રાખેલ છે.

ભારતીબેન રાયચુરા

રાજકોટઃ ખરેડી નિવાસી હાલ રાજકોટ ભારતીબેન વિનોદકુમાર રાયચુરા (ઉ.વ.૬૦) તે જીવતીબેન દુર્લભજીભાઈ અઢિયાના દીકરી તે સ્વ.તનસુખલાલ, મનસુખલાલ, નટવરલાલ, નાનુભાઈ (અઢીયા પેટ્રોલ પમ્પ)ની ભાણેજનું તા.૩૦ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી રાજકોટ મુકામે વિશ્વેશ્વર મહાદેવ, મવડી મેઈન રોડ, તા.૨/૧૨ને સોમવારે બપોરે ૪ થી ૫ રાખેલ છે.

વાલજીભાઈ રાબડીયા

રાજકોટઃ ધોરાજી નિવાસી વાલજીભાઈ અરજણભાઈ રાબડિયા (ઉ.વ.૭૫) તે સુરેશભાઈ રાબડિયા (જલારામ ટ્રેડીંગ- ધોરાજી), નિલેશભાઈ રાબડિયા (ડ્રીમ સ્કૂલ- ધોરાજી), પ્રવિણભાઈ રાબડિયા (આકૃતિ કોમ્પ્યુટર- ધોરાજી)ના પિતાશ્રીનું તા.૩૦ને શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨/૧૨ને સોમવારના રોજ બપોરે ૩ થી ૫ કલાકે, સ્થળઃ પ્રવિણભાઈ નિવાસ સ્થાને, મોતીનગર, ક્રિષ્ના સ્કૂલ પાસે, ધોરાજી ખાતે રાખેલ છે.

પ્રવિણભાઈ રાધનપુરા

રાજકોટઃ મૂળ પાળવાળા સોની ન્યાલચંદભાઈ રામજીભાઈ રાધનપુરા (નિકાભાઈ)ના પુત્ર પ્રવિણભાઈ (ઉ.વ.૬૪) તે સુરેશભાઈ તથા નિતીનભાઈના ભાઈ, નિરજ તથા જયના પિતા, વિશાલ, નીમિષ, સંજય તથા વિવેકના કાકા તથા ચુનિલાલ મોહનલાલ રાણપરાના જમાઈ (મોહન સંઘજીવાળા) તા.૧/૧૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. બંને પક્ષનું બેસણું રામ જરૂખા મંદિર કોઠારીયા નાકા ખાતે સોમવારે તા.૨/૧૨ સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે.

પરમાણંદભાઇ લોઢીયા

કુતિયાણાઃ સોની પરમાણંદભાઇ હિરજીભાઇ લોઢીયા (ઉ.વ.૮પ) તે મગનભાઇ તથા હરેશભાઇના પિતાશ્રી તેમજ સંદીપભાઇના દાદાનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર સોમવારે સાંજે ૪ થી પ લોઢીયા વાડી કસ્ટમ ચોક કુતિયાણા ખાતે રાખેલ છે.

મિનાક્ષીબેન મહેતા

રાજકોટઃ ટંકારા નિવાસી ભાયચંદ દેવચંદ મહેતાના પુત્ર કાંતીલાલના ધર્મપત્ની મિનાક્ષીબેનનું મુંબઇ મુકામે તા.ર૯ના અવસાન થયેલ છે.

હર્ષભાઇ ઠકરાર

કેશોદ : હર્ષ અશોકભાઇ ઠકરાર (ઉ.વ.ર૪) તે રતિલાલ હેમરાજભાઇ તથા સ્વ. હરીભાઇ, ધીરૂભાઇના પૌત્ર જે રમેશભાઇ, હરેશભાઇ તથા સ્વ. મનોજભાઇના ભત્રીજા તેમજ કરણ તથા છાયાબેન નિશિતકુમારના નાના ભાઇ તથા અંજનેયના કાકા તે સાવરકુંડલા નિવાસી શશીભાઇ હિંમતભાઇ ગઢીયાના ભાણેજનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું આજે તા. ર સોમવારે સાંજે ૪ થી પ, આંબાવાડી અદાણીપરા શેરી નં.૪ ખાતે રાખેલ છે.

કિશોરચંદ્ર પંડીત

કેશોદ : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ કિશોરચંદ્ર હરીલાલ પંડીત (ઉ.વ.૭૩) નિવૃત શિક્ષક તાલુકા શાળા-કેશોદ, તેઓ દિવ્યેશભાઇ પંડીત, ધવલભાઇ પંડીત, નિશાબેન કિરણભાઇ પંડયા (વેરાવળ), યોગીતાબેન દિપકભાઇ રાવલ (સા.કુંડલા), રૂપલબેન જીતેષભાઇ ભટ્ટ (મેંદરડા)ના પિતાશ્રીનું તા. ૩૦-૧૧-ર૦૧૯ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું આજે તા. ર ને સોમવારે સાંજે ૪ થી ૬ નિલકંઠ મહાદેવ મંદિરે રાખેલ છે.

પ્રવિણચંદ્ર દોશી

જુનાગઢ : જુનાગઢ નિવાસી સ્વ. પ્રવિણચંદ્ર છગનલાલ દોશી (ઉ.વ.૮ર) (રિટાયર્ડ, ઇન પીડબલ્યુડી), તે દિપલભાઇ, મનિષાબેન, મોનિકાબેન તથા વિરલબેનના પિતાશ્રી તથા સ્વ. બાલકૃષ્ણભાઇ, સ્વ. રમેશચંદ્ર, ઇશ્વરભાઇ તથા કૃષ્ણકાંતભાઇના નાના ભાઇ તા. ૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણું આજે તા. ર ના સોમવારના રોજ સાંજના ૪ થી પ, માંગનાથ મહાદેવ મંદિર, માંગનાથ રોડ, જૂનાગઢ રાખેલ છે.

ભાનુબેન ગજ્જર

ટંકારાઃ મુળ ખાનપર હાલ જબલપુર ગુર્જર સુથાર સ્વ. અંબારામભાઇ દેવજીભાઇ સુરેલીયાના પુત્રી તથા દયાળજીભાઇ અંબારામભાઇ સુરેલીયાના બહેન તથા નિલેશભાઇ તેમજ કૌશિકભાઇના ફૈબા, ભાનુબેન પોપટલાલ ગજ્જર ઉ.વ.(૬૮) અમદાવાદ વાળા તા.૨૮  ગુરૂવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. પિયર પક્ષનું બેસણું તા.૫ અને ગુરૂવારે ૩ થી ૫ જબલપુર (ટંકારા) નિવાસ સ્થાને રાખેલ છે.

અનિલકુમાર પંડીત

સ્વ.પરશોતમભાઇ નાનજીભાઇ પંડીતના પુત્ર અનિલકુમાર (ઉમર ૬૧) તે સ્વ.વસંતલાલ અને કાંતિલાલના ભાઇ તેમજ મહેશભાઇ (મનીષભાઇ)ના પિતાશ્રી અને કિશોરભાઇ તથા રમેશભાઇના કાકા અને સ્વ.જશરાજભાઇ વાલજીભાઇ માનસાતાના જમાઇ તા.૧ના રોજ અવસાન પામેલ છે ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.૨ને સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી મેઇન રોડ મોરબી ખાતે રાખેલ છે.

હરસુખલાલ સોઢા

કેશોદઃ કેશોદવાળા જગજીવનભાઇ વશરામભાઇ સોઢાના પુત્ર જુનાગઢ નિવાસી હરસુખલાલ, ઉ.વ.૫૮, તે દિપકભાઇ, નિરૂબેન ગીરીશકુમાર કોટક-કેશોદ અને મનિષાબેન દિનેશકુમાર અભાણીના મોટાભાઇ તેમજ ડો.સાગર અને કિશનના પિતાશ્રી તથા જુનાગઢવાળા સ્વ.બાલકૃષ્ણભાઇ ઠકરાર (એડવોકેટ)ના જમાઇ તેમજ મનોજભાઇ અને જીતુભાઇ સત્કાર ટ્રાન્સપોર્ટવાળાના બનેવીનું તા.૧ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.૨ સોમવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસ સ્થાન શગુન હાઇટસ, નવી કલેકટર ઓફીસ પાસે, સરદારબાગ પાસે, જુનાગઢ ખાતે રાખેલ છે.

નટવરસિંહ જાડેજા

ગોંડલઃ નટવરસિંહ રૂપસિંહ જાડેજા નિવૃત રેલ્વે કર્મચારી બેટાવડ વાળા હાલ ગોડલ તે સ્વ.બળવતસિંહ રૂપસિંહ જાડેજાના નાના ભાઇ તથા મહિપતસિંહ રૂપસિંહ જાડેજા તેમજ સ્વ.ભુપતસિંહ રૂપસિહ જાડેજાના મોટાભાઇ તથા ગોંડલ ભાજપ અગ્રણી કુલદિપસિંહ બળવંતસિંહ જાડેજા.સ્વ. દિગ્વિજયસિંહ જાડેજાના કાકા તેમજ જયવંતસિંહ તથા રાજેન્દ્રસિંહ જાડેજા જી.ઇ.બી.જેતપુર વાળાના પિતાશ્રીનુ તા.૩૦ના રોજ અવસાન થયેલ છે બેસણુ તા.૨ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ જેતપુર રોડ ઉદ્યોગ ભારતી કોલોની ૨૨૦ કે.વી.ની સામે તેમના નિવાસ સ્થાને ગોંડલ ખાતે રાખેલ છે. તેમજ તા.૫ ગુરૂવારના રોજ જયવંતસિંહ નટવરસિંહ જાડેજા જી.ઇ.બી.ના નિવાસ સ્થાને ૬૬ કે.વી.ધોરાજી રોડ સાંજના ૪ થી ૬ જેતપુર ખાતે રાખેલ છે.

નયનાબેન લાખાણી

રાજકોટઃ મનસુખભાઈ વલ્લભભાઈ લાખાણીના ધર્મપત્ની તેમજ અમીતભાઈ લાખાણીના માતુશ્રી નયનાબેન મનસુખભાઈ લાખાણી (ઉ.વ.૫૮) તા.૧ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાષ્ટ્રીયશાળા, મધ્યસ્થખંડ રાજકોટ ખાતે તેમજ વાડોદર બેસણું તા.૪ને બુધવાર સવારે ૯ થી ૧૨ સ્થળ છગનભાઈ ખોડાભાઈ લાખાણી વાડોદર ખાતે રાખેલ છે.

પુષ્પાબેન રવાસીયા

રાજકોટઃ ગં.સ્વ.પુષ્પાબેન નરેન્દ્રભાઈ રવાસીયા (ઉ.વ.૭૫) તે સ્વ.નરેન્દ્રભાઈ ધરમશીભાઈ રવાસીયાના પત્ની તે રાજેશભાઈ (સ્ટેશન માસ્ટર, રેલ્વે) અને ક્રિષ્નાબેન લાખાણી (લંડન)ના માતુશ્રી તે પર્વના દાદીમા તે છોટાલાલભાઈ, સ્વ.હીરાલાલભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈ, સ્વ.સુશીલાબેન તથા રમાબેનના ભાભી તે સ્વ.જમનાદાસ ગોવિંદજી સાગલાણીના પુત્રીનું દુઃખદ અવસાન તા.૧ના રોજ થયેલ છે. તેમનું બન્ને પક્ષનું ઉઠમણું તા.૫ને ગુરૂવારના રોજ સાંજે ૫ વાગ્યે શ્રી પંચનાથ મહાદેવ મંદિરે લીમડા ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભાબેન લશ્કરી

વેરાવળ : નારણદાસ કરશનદાસ લશ્કરીના પત્ની પ્રભાબેન ઉ.૮ર તે અરવિંદભાઇના માતુશ્રીનું  તા. ર૯ ના અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ર ને સોમવારે સાંજે ૪ થી ૬ બિલેશ્વર મંદિર વેરાવળ ખાતે રાખેલ છે.

સ્મિતાબેન શાહ

રાજકોટ : સ્મિતાબેન જે. જયંતભાઈ વેશલજીભાઈ શાહના ધર્મપત્નિ, સેન્ટરમેરી સ્કુલના ભૂતપૂર્વ શાહ ટીચર (અમિતભાઈ (ઈવ્ઝી ડિસ્ટ્રીબ્યુટર્સ), ડો.અંકિશભાઈ (પાર્શ્વ હોસ્પિટલ તથા શાપર ખાતે રામ હોસ્પિટલ), તેમજ નીશીતાબેન મુકેશભાઈના માતુશ્રી તા.૧ ડિસેમ્બરના અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨ના સોમવારે બપોરે ૪ વાગ્યે સરદારનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, સરદારનગર, એસ્ટ્રોન રોડ ખાતે રાખેલ છે.

મંજુલાબેન ભુવા

જેતપુરઃ સ્વ. મગનભાઇ પોપટભાઇ ભુવાના ધર્મ પત્ની મંજુલાબેન (ઉ.વ.૭પ) તે પરેશભાઇ હિતેષભાઇ (રાજબેંકવાળા) જયોત્સનાબેન ગોવિંદભાઇ બાબરીયા, ભાવનાબેન હિરેનભાઇ પોંકીયા (સુરત)ના માતુશ્રીનું તા. ર સોમવારે અવસાન થયેલ છે. બેસણું તા. પ ને ગુરૂવારના સાંજે ૩ થી પ નિવાસસ્થાન રાધાપાર્ક બ્લોક નં. એ-૧, અમરધામ સોસાયટી પાસે, જેતપુર ખાતે રાખેલ છે.

પ્રવિણચંદ્ર મણીઆર

રાજકોટઃ મોઢ વણિક સ્વ.નરોતમદાસ ધરમશી મણીઆરના પુત્ર પ્રવિણચંદ્ર નરોતમર્દાીસ મણીઆર (ઉ.વ.૮૫) તે સ્વ.રતીભાઈ, સ્વ.ચંપકભાઈના ભાઈ તથા સ્વ.અશોકભાઈ, ચંદ્રેશભાઈ, નયનાબેન અને મીનાબેનના પિતાશ્રીનું તા.૧ના દુઃખદ અવસાન થયેલ છે.

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઇકાલે ઝારખંડના ચૂંટણી પ્રવાસે ગયા હતાં જે દરમ્‍યાન તેમણે ગ્રામજનો સાથે હળવી પળો માણી હતી તે તસ્‍વીરમાં દેખાય છે access_time 10:36 am IST

  • શરદ પવારે જાહેર કર્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર એકબીજાના સંપર્કમાં હતા તેની મને જાણ હતી access_time 12:57 am IST

  • હૈદરાબાદ ગેંગ રેપ : બળાત્કારીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરીશ : દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો વડાપ્રધાનને પત્ર access_time 12:29 pm IST