Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019
સુરેન્દ્રનગર સિકંદર શીંગના પ્રણેતા અકબરઅલીભાઇનું અવસાન

વઢવાણઃ સુરેન્દ્રનગરના સિકંદર શીંગના જાણીતા પ્રણેતા સિકંદર શીંગવાળા અને ખેરાળી ગામના વતની અકબરઅલી નજરઅલીભાઇનું આજે વહેલી સવારના ૮૬ વર્ષની વયે અવસાન થતા સુરેન્દ્રનગર વેપારી મિત્રો-સગા સ્નેહીજનો અને પરિવાર સમસ્ત ખેરાળી ગામે શોકનો માહોલ છવાઇ જવા પામેલ છે.

અકબરઅલી નજરઅલી ભાઇ ખેરાળી ગામના વતની છે અને તેઓના ગામ ખેરાળીમાં નાનાથી માંડીને મોટા માણસો સુધી એમની સુવાસ-સેવા અને જરૂરીયાત મુજબના કાર્યો આજે પણ ગામના લોકોના મોઢે સાંભળવા મળી રહ્યા છે.

ત્યારે આજે એમની અંતિમ યાત્રામાં અનેક નામાંકિત વ્યકિતઓ જોડાયા છે. ત્યારે અકબરઅલી ભાઇની દફનક્રિયા ખેરાળી મુકામે વતનમાં કરવામાં આવેલ છે. ત્યારે તેમના પરિવારમાં પત્ની સક્કરબાનુ પુત્રોમાં બે પુત્રો- ૪ પુત્રીઓ પૌત્રાઓ સહિત બહોળા પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે ત્યારે શનિવારે જયારત જમાતખાને ૮ વાગ્યો જયારે રવિવારે લોહાણા મહાજન વાડી ખાતે બેસણું ૪ થી ૬ દરમ્યાનમાં રાખવામાં આવેલ છે.

નિવૃત કાર્યપાલક ઇજનેર શ્રી બથવારના માતુશ્રી મીણાબેનનું દુઃખદ અવસાન

રાજકોટઃ મીણાબેન નથુભાઇ બથવાર (ગામ બેડલા તા. રાજકોટ) તેઓ રિટાયર્ડ કાર્યપાલક ઇજનેર શ્રી નિતિનભાઇ નથુભાઇ બથવાર તથા સિનિયર મેડિકલ ઓફિસર ડો. કિરીટભાઇ નથુભાઇ બથવાર અને જસમતભાઇ નથુભાઇ બથવારના માતુશ્રી તથા નાનુબેન ભલાભાઇ બથવાર, ગીતાબેન નિતીનભાઇ બથવાર (ઓફિસર બીઓબી), હંસાબેન કિરીટભાઇ બથવાર (ડીએમએલટી) તથા કમળાબેન જસમતભાઇ બથવારના સાસુમાનું તા. ૨/૫ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. ૫ના રવિવારે બેડલા ગામે રાખવામાં આવી છે.

અવસાન નોંધ

જામનગર લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયાનાં પિતાશ્રીનું અવસાન

 જામનગરઃ સ્વ. પરસોતમભાઇ ચનાભાઇ રાબડીયા (ઉ.વ.૮૬) તે આનંદીબેન પરસોતમભાઇ રાબડીયાના પતિ, હરિશભાઇ પરસોતમભાઇ રાબડીયા (પીએન્ડટી), મનસુખભાઇ પરસોતમભાઇ રાબડીયા (પ્રમુખશ્રી લેઉવા પટેલ સમાજ-જામનગર (જય કેબલ), નયનાબેન, વસંતબેન, હંસાબેનનાં પિતાશ્રી, દામજીભાઇ ચનાભાઇનાં મોટાભાઇ, હાર્દિક, જય, કૌશલનાં દાદા તથા ડો. આર.એન. કોઠીયા (રાજકોટ), કેશવજીભાઇ રાણપરીયા (સુરત) તથા ભરતકુમાર વોરા (ગોંડલ)નાં સસરાનું તા. ૨-૫-૧૯ના ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૩-૫-૧૯ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ, રણજીતનગર ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.

જમનાદાસ મકવાણા

રાજકોટઃ મચ્છુ કઠીયા સઈસુતાર જમનાદાસ ચત્રભુજ મકવાણા (ઉ.વ.૮૪) (કુતિયાણા વાળા હાલ રાજકોટ) તે કમલભાઈ, રાજેશભાઈ, અંજનાબેન, પ્રજ્ઞાબેન તથા શિલ્પાબેનના પિતાશ્રી અને તપનભાઈના દાદાનું તા.૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને શનિવાર સાંજે ૫ થી ૬, ધારેશ્વર મંદીર, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ મુકામે રાખેલ છે.

જશોદાબેન મકવાણા

જેતપુરઃ શ્રીગુજરાતી મચ્છુ કઠીયા દરજી જશોદાબેન દામોદરભાઇ મકવાણા (ઉ.વ.૮૭)તે અનીલભાઇના માતૃશ્રી તથા ભીખુભાઇના ભાભી ભાવીનભાઇ (કાનો) મકવાણા મંડપ વાળા, જીજ્ઞેશભાઇના દાદીમાં તા.૨ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા.૬ સોમવારના સાંજે ૫ થી ૭ સોમનાથ મહાદેવ મંદિર દેસાઇ વાડી જેતપુર ખાતે રાખેલ છે.

નરેશભાઈ ધકાણ

રાજકોટઃ સાણથલીવાળા હાલ રાજકોટ નિવાસી પરજીયા પટ્ટણી સોની નરેશભાઈ દેવરાજભાઈ ધકાણ (પટ્ટણી) (ઉ.વ.૬૬) તે જીગ્નેશભાઈ તથા સોનલબેન પીયુષભાઈ (થડેશ્વર) સોનીના પિતાશ્રીનું તા.૨ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૬ના સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન, ૪૪- શ્રધ્ધા પાર્ક ઋશિકેષ મહાદેવ મંદિર પાસે, સાધુ વાસવાણી, કુંજ એપાર્ટમેન્ટ મેઈન રોડ, રેલનગર રાજકોટ ખાતે રાખેલ છે.

હિતેશભાઈ ભટ્ટી

રાજકોટઃ વાણંદ મુળ શિવરાજગઢ હાલ રાજકોટ નિવાસી ઘનજીભાઈ બવજીભાઈ ભટ્ટીના પુત્ર હિતેશભાઈ ઘનજીભાઈ ભટ્ટી (ઉ.વ.૩૦) તા.૨ અવસાન પામેલ છે. પરસોતમભાઈ રસીકભાઈ, લલીતભાઈના ભત્રીજા તેમજ રમણીકભાઈ જેરામભાઈ કાંજીયાના ભાણેજ તેમજ શૈલેષભાઈ દાનજીભાઈ ભટ્ટીના ભાઈનું તા.૨ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ના સાંજે ૪ થી ૭ કોઠારીયા રોડ બ્રહ્માણી હોલની સામે, ખાખી મઢી ખાતે રાખેલ છે.

કુરબાનભાઇ ચૌહાણ

જસદણ : દાઉદી વ્હોરા કુરબાનભાઇ ઇસ્માઇલજીભાઇ ચૌહાણ (ઉ.૯૩) તે મરહુમ હુસેનભાઇ ગુલામે અબ્બાસભાઇના ભાઇ જુજરભાઇ મૂર્તઝા ભાઇ યુસુફભાઇના પિતા તા. ર જીએ ગુરૂવારના રોજ સાવરકુંડલામાં વફાત થયેલ છે. મરહુમના જિયારતના સિપારા (કુરાનખવાની) તા. ૪ શનિવારના રોજ સવારે ૧૧ કલાકે ઇઝઝી મસ્જિદ સાવરકુંડલા રાખેલ છે.

જયોત્સનાબેન પંડયા

વાંકાનેરઃ મુળ સજ્જનપર ધુનડા હાલ વાંકાનેર ચા.મ.મોઢ બ્રાહ્મણ શ્રીમતી જયોત્સનાબહેન (ઉ.વ.૭૦) તે અનિલભાઇ કરૂણાશંકર પંડયાના પત્ની તથા શિવશંકરભાઇના નાનાભાઇના પત્ની તથા રમેશભાઇ તથા સ્વ. અશ્વીનભાઇના ભાભી તથા હરીશ, શૈલેષ, હર્ષદ, રાજેશ, જયશ્રીબેન હિતેશકુમાર દવેના માતુશ્રી તથા વલ્લભરામ પ્રભાશંકર ત્રિવેદી (કોટડા નાયાણી)ના દિકરીનું તા.૧ ના કૈલાસવાસ થયેલ છે. ઉઠમણું તથા પીયરપક્ષનું બેસણું તા.૪ શનિવારે  સાંજે પ વાગ્યે ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ભાટીયા સોસાયટી વાંકાનેર ખાતે રાખેલ છે.

પ્રેમગર ગોસ્વામી

રાજકોટઃ મૂળ ગામ વનોરી હાલ રાજકોટ  પ્રેમગર શંભુગર ગોસ્વામી (ઉ.વ.૭૧) તે સ્વ.પૂરાબેન શંભુગરના પુત્ર, શાન્તાબેનના પતિ, ખેતગર, ભીમગર, સ્વ.રૂક્ષ્મણીબેન, સ્વ.લીલાબેન, જવેરબેન તથા મેઘાબેનના ભાઇ, સ્વ.પ્રકાશગર, રાજેશગર, જયશ્રીબેન, આશાબેન તથા રશ્મિબેનના પિતા, ગવરીબેન, જાગૃતિબેન, ભરતગર, પ્રતાપગર તથા વસંતપુરીના સસરા, હર્ષદગરના દાદા સસરા, સ્વ. રેવાગર નરસિંહગરના જમાઇ, સ્વ.લક્ષ્મણગર તથા જસવંતગરના બનેવી, સૂરજગર, કરણગર, જાનકીબેન તથા કવિતાબેનના દાદા, કમળાબેન તથા સ્વ.હસમતીબેનના જેઠ, નિલેષગર, કીરીટગર, ધર્મેશગર, ભાવનાબેન, મીનાબેન, પ્રીતીબેન તથા નિશાબેનના મોટા બાપુનું અવસાન થયેલ છે. સ્વ.ની પ્રાર્થનાસભા  તા.૩ના શુક્રવારે ૪ થી ૬, તથા ભંડારો તા.૧૩ના સોમવારે તથા રાત્રે શંખઢોળ (પૂજનવિધી) રાખેલ છે.

મંગળાબેન ચંદારાણા

રાજકોટઃ ગં.સ્વ.મંગળાબેન ધ્યાનજી ચંદારાણા (ઉ.વ.૮૪) મુળ ગામ જાર, હાલ મુંબઈ તે દિનેશભાઈ, અશોકભાઈ, સુરેશભાઈ ચંદારાણા, ઈન્દુબેન કમલેશકુમાર કોટક, રેખાબેન દિલીપકુમાર ગઢિયા તથા મધુબેન અજયકુમાર ખીમાણીના માતુશ્રી તે દિલીપભાઈ તથા ભાવેશભાઈના ભાભુ, તે વનીતાબેન, તરૂલતાબેન, સ્વાતિબેન તથા ચેતનાબેનના સાસુ તે અમિત, મિતેષ, પ્રતીક, હિતેન, ફોરમ, હેતલ, જલ્પા, જીલ, વંશિકા, મિહીર, ઓમના દાદી તે તૃપ્તિ તથા ધ્યાનાના દાદીસાસુ તા.૨૯ના રામચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૪ શનિવારે સાંજે ૫ થી ૭ કલાકે, 'કૈલાશધામ', ૩- ૧૨ ગાયત્રીનગર, રાજકોટમાં રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.

જેમલસિંહ સોલંકી

રાજકોટઃ કારડીયા રાજપૂત જેમલસિંહ (હકાભાઈ) જોરસિંહ સોલંકી (ઉ.વ.૫૮) તે નિર્મળસિંહના મોટાભાઈ તેમજ હિરેન સોલંકીના પિતાશ્રીનું તા.૨ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૪ના શનિવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ બ્રાહ્મણ બોર્ડીંગની વાડી, ગોપાલનગર-૯, રાજકોટ  ખાતે રાખેલ છે.

કંચનબેન રાવરાણી

રાજકોટઃ નવા વાઘણીયા રહેતા (વાણંદ) રતિભાઈ નાગજીભાઈ રાવરાણીના ધર્મપત્ની કંચનબેન રતિભાઈ રાવરાણી (ઉ.વ.૫૨)નું તા.૨ના અવસાન થયેલ છે. તે વિજયભાઈ, ઘનશ્યામભાઈના માતુશ્રી તેમજ રોનકના ભાભુ તેમજ કુકાવાવ બટુકભાઈ કાનજીભાઈ અમરેલીયાના દીકરી થાય છે. તેમની ઉત્તરક્રિયા રવિવાર તા.૧૨ના નવા વાઘણીયા (તા.કુંકાવાવ જી.અમરેલી) ખાતે રાખેલ છે.

નિલાબેન હિંડોચા

રાજકોટઃ સ્વ. ચંદુલાલ જમનાદાસ હિંડોચા (જીલ્લા પંચાયત વાળા)ના ધર્મપત્ની નીલાબેન ચંદુલાલ હિંડોચા (ઉ.વ.૭૬) તે જસ્મીનભાઇ (આર.ડી.સી. બેન્ક) તથા બિમલભાઇ (પોસ્ટ ઓફિસ)ના માતુશ્રી તેમજ મનાલી જયરાજભાઇ રૈયારેલા તથા ફેનિલભાઇના દાદી, સ્વ.મથુરભાઇ તથા સ્વ.ગોવિંદભાઇના ભાભી તેમજ વિનેશભાઇ (એલ.આઇ.સી.), ભરતભાઇ (એલ.આઇ.સી.) વાળાના ભાભુ,  તથા ધ્રાંગધ્રા વાળા સ્વ.નાથાલાલ વિઠ્ઠલદાસ ઠકકર (મેંઢા)ના દિકરી તા.રના શ્રીજી ચરણ પામેલ છે.  સ્વર્ગસ્થની પ્રાર્થનાસભા તા.૩ને શુક્રવારે સાંજે પ થી ૬-૩૦, રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડ ખાતે રાખેલ છે. (પીયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.)

દલસુખભાઇ અજાબીયા

વડીયાઃ સ્વ.દલસુખભાઇ મોહનભાઇ અજાબીયા (ઉ.વ.૮૯) તે અરવિંદભાઇ, મુકેશભાઇ, રાજુભાઇ (અમદાવાદ), સુરેશભાઇ, પાયલબેન જયેશકુમાર સેદાણી (બાબરા) તેમજ સોનલબેન હરેશકુમાર કારીયા (રાજકોટ)ના પિતાશ્રી, તે નવલકીશોર શાંતીલાલ વણજારા (સ્ટેશન વાવડી)ના બનેવી તા.રને ગુરૂવારે શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૪ને શનિવારેના બપોરે ૪ થી પ, લોહાણા મહાજનવાડી, વડીયા મુકામે રાખેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

મંગળાબેન ચંદારાણા

રાજકોટઃ ગં. સ્વ. મંગળાબેન ધ્યાનજી ચંદારાણા (ઉ.વ.૮૪) મુળ ગામ જાર, હાલ મુંબઇ, તા.ર૯ના શિવચરણ પામેલ છે. તે દિનેશભાઇ, અશોકભાઇ, સુરેશભાઇ ચંદારાણા, ઇન્દુબેન કમલેશકુમાર કોટક, રેખાબેન દિલીપકુમાર ગઢિયા, તથા મધુબેન અજયકુમાર ખીમાણીના માતુશ્રી, તે દિલીપભાઇ તથા ભાવેશભાઇના ભાભુ, તે વનીતાબેન, તરૂલતાબેન, સ્વાતિબેન તથા ચેતનાબેનના સાસુ, તે અમિત, મિતેષ, પ્રતીક, હિતેન, ફોરમ, હેતલ, જલ્પા, જીલ, વંશિકા, મિહીર, ઓમના દાદી, તે તૃપ્તિ તથા ધ્યાનાના દાદીસાસુ તેમની પ્રાર્થનાસભા તા.૪ના શનીવારે પ થી ૭, કૈલાશધામ, ૩-૧ર ગાયત્રીનગર, રાજકોટમાં રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.

જયકિશનભાઇ ધામેચા

મોરબીઃ મ.ક.સ.સુ.જ્ઞાતિના જયકિશનભાઇ જેરામભાઇ ધામેચા (ઉ.વ.૫૨) વિજય મેન્સવેર વાળા તે ગિરીશભાઇના ભાઇ તથા પારસ અને મંથનના પિતા તેમજ ચંદ્રકાંતભાઇ, અરવિંદભાઇ મહેશભાઇ, જગદીશભાઇ અને દિલીપભાઇના પિતરાઇ ભાઇનું તા. ૨ ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા. ૩ ને શુક્રવારે સાંજે પ થી પ.૩૦ કલાકે જ્ઞાતિની વાડી, લખધીરવાસ મોરબી ખાતે રાખેલ છે.

સુરેશભાઇ જોગી

ગોંડલઃ સુરેશભાઇ નાનજીભાઇ જોગી (ઉ.વ.૭૨) તે નાનજીભાઇ ભીમજીભાઇ જોગીના પુત્ર તથા સ્વ. વિઠ્ઠલભાઇ, સ્વ. તુલસીભાઇ,સ્વ. ઘનશ્યામભાઇ, જગદીશભાઇ (જગદીશ કલા પ્રિન્ટરી જેતપુર) તથા અરૂણભાઇના ભાઇ, શ્રેયસના પિતા અને સ્વ. વિનયચંદ્ર અમૃતલાલ મણિયાર મહુવાના જમાઇનું તા. ર ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ૩ શુક્રવારે સાંજે પ થી ૬ બ્રહ્મક્ષત્રિયની વાડી વેરી દરવાજા ગોંડલ ખાતે રાખેલ છે.