Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd December 2020
જોરાવરનગરના જૂની પેઢીના અખબારી એજન્ટ હીરાભાઇ બતાડાના ધર્મપત્નીનું અવસાન

વઢવાણ : જોરાવર નગર ખાતે નદીકાંઠે રામાપીરના મંદિર પાસે રહેતા જૂની પેઢીના અખબારી એજન્ટ હીરાભાઈ કરસનભાઈ બતાડાના ધર્મપત્ની મણીબેનનું સોમવારના રોજ ટૂંકી માંદગી બાદ અવસાન થયેલ હતું. સ્મશાનયાત્રામાં ભરવાડ સમાજના અનેક આગેવાનો તેમજ રાજકીય લોકો વેપારી મિત્રો તેમજ પત્રકાર મિત્રો જોડાયા હતા. પરિવારમાં પુત્ર દેવજીભાઇ બતાડા મંતવ્ય ન્યૂઝ ચેનલ તેમજ છગનભાઈ બતાડો તેમજ જીલુભાઇ બતાડો પત્રકારના માતૃશ્રી થતા હતા. તેમજ દેવશી ભાઈ કુકાભાઈ બતાડા ત્યારે હાર્દિક તેમજ કાનાના દાદીમા થતા હતા. મણીબેન ના દુઃખદ અવસાનથી બતાડા પરિવાર માં ભારે શોક છવાઇ જવા પામ્યો છ. તેમનું બેસણું ગુરૂવાર.૩. ૧૨. ના રોજ તેમના નિવાસસ્થાન ખાતે સાંજના ૪ થી ૭ રાખવામાં આવ્યું છે.

ચલાલાના વેપારી અગ્રણી કિશોરભાઇ પારેખનું અવસાન

ચલાલા, તા.ર : વેપારી સમાજના અગ્રણી શ્રી કિશોરભાઇ લક્ષ્મીદાસભાઇ પારેખ (કટલેરીવાળા) (ઉ.વ.૬૧)નું તા. ૧ના રોજ અવસાન થતાં સમાજ સહિત રઘુવંશી સમાજમાં શોક છવાય ગયેલ હતો.

સદ્ગત શ્રી કિશોરભાઇ ધાર્મિકવૃતિ અને માયાળુ સ્વભાવના પરોપકારી જીવન જીવતા હતાં. તેઓ તમામ સાથે સદ્ભાવના રાખતા હોવાથી વેપારી સમાજ તેમજ રઘુવંશી સમાજમાં તેઓનું સન્માન હતું. તેઓ ખૂબજ પ્રમાણિકતાથી વેપાર કરતા હતાં. લોહાણા સમાજના પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ સાદ્રાણી, મંત્રીશ્રી પ્રકાશભાઇ કારીયા સહિત રઘુવંશી સમાજ અને વ્હોરા સમાજના મિત્રો સહિત દરેક સમાજના લોકોએ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. સદ્ગતનું ટેલીફોનિક ઉઠમણું તા. ૩ ગુરૂવાર સાંજના પ કલાકે લોહાણા મહાજન વાડી, ચલાલા ખાતે મો.નં. ૮૩ર૦૬ ૭૬૭૬ર રાખેલ છે.

નિવૃત એએસઆઇ વનરાજસિંહ ઝાલાના નાના જમાઇ અનિરૂધ્ધસિંહનું અવસાન

રાજકોટઃ અનિરૂધ્ધસિંહ પ્રતાપસિંહ ગોહિલ (ઉ.વ.૪૭) (મુળ લાઠી હાલ પુના) તેઓ જયુભા ડુંગરજી ઝાલા, વનરાજસિંહ જયુભા ઝાલા (નિવૃત એએસઆઇ રાજકોટ સીટી પોલીસ), જગદીશસિંહ જયુભા ઝાલા અને નરેન્દ્રસિંહ જયુભા ઝાલાના નાના જમાઇનું તા. ૨/૧૨ના દુઃખદ અવસાન થયું છે. કોરોનાની પરિસ્થિતિને કારણે સદ્દગતનું ટેલિફોનીક બેસણું (વનરાજસિંહ-૯૩૨૭૬ ૪૦૫૭૦, જગદિશસિંહ-૭૬૨૩૮ ૯૭૪૦૫ તથા નરેન્દ્રસિંહ-૯૮૨૫૫ ૪૭૯૬૪) રાખેલ છે.

અવસાન નોંધ

ગોવિંદભાઇ ચૌહાણ

રાજકોટ : ગોવિંદભાઇ દેવજીભાઇ ચૌહાણ તે મહેશભાઇ, હિતેશભાઇ તથા ભગીરથભાઇના પિતાશ્રી તથા ચંદુભાઇ દિનેશભાઇ તથા અરવિંદભાઇના ભાઇ તથા હરેશકુમાર સોઢાના સસરાનું દુઃખદ અવસાન તા.૧ના રોજ થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૩ ને ગુરૂવારના રોજ સાંજે ૪-૦૦થી ૬-૦૦ રાખેલ છે. મહેશભાઇ મો. નં. ૭૯૯૦૩ ૭૧૧૭૭, ભગીરથભાઇ મો.નં. ૯૮૭૯૭ ૩૭૩૦૯

ચંદુલાલ મગેચા

રાજકોટ : મૂળ ભાયાવદર હાલ ઉપલેટા સ્વ.ઠા. છગનભાઇ ભવાનભાઇ મગેચાના પુત્ર જે જેઠાભાઇ છગનભાઇ મગેચાના મોટાભાઇ તથા કાંતાબેન પ્રભુદાસભાઇ, સવજીયાણીના નાનાભાઇ તથા રાજેશભાઇ મગેચા તથા અતુલભાઇ મગેચા, નીતાબેન મગેચા પિતાશ્રી ચંદુલાલ મગનલાલ મચેચાનું તા.૧ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા.૩ ગુરૂવારના રોજ સાંજે ૪થી પ રાખેલ છે. જેઠાભાઇ મગેચા- ૯૪ર૮ર ૯પ૦પ૩, રાજુભાઇ મગેચા- ૮૩૪૭૭ ૬૪૩૭૧, અતુલભાઇ મગેચા- ૭૬૦૦૩ ૪૦૧૦૩

શાંતિલાલ ભટ્ટી

રાજકોટ : બીલખા નિવાસી હાલ રાજકોટ શાંતિલાલ રામજીભાઇ ભટ્ટી તે રમેશભાઇ, સ્વ. હિંમતલાલના મોટાભાઇ તથા મનિષ તથા હિરેનના પિતાશ્રીનું દુખદ અવસાન તા.ર બુધવારના થયેલ છે. સદ્ગતનું બેસણુ તેમના નિવાસ સ્થાને રાખેલ છે તથા ટેલીફોનથી બેસણું રાખેલ છે. ટે. ૯૮ર૪૦ ૩૬ર૪૬, મનિષ ટે. ૯૮૭૯૩ ૭રર૩પ, હિરેન.

જગદીશભાઈ ઘુટલા

વેરાવળઃ જગદીશભાઈ લાલજીભાઈ ઘુટલા (ઉ.વ. ૪૬) (મૂળ આકોલવાડીવાળા તાલાળા-હાલ વેરાવળ) તા. ૩૦-૧૧ના દેવલોક પામ્યા છે. તે ગીર ખોરાશાવાળા હાલ વેરાવળ હરસુખભાઈ ઠાકરશીભાઈ રાણીંગાના જમાઈ તથા અરવિંદભાઈ રાણીંગા તથા દિલીપભાઈ રાણીંગાના બનેવી થાય છે. તેમનુ ઉઠમણુ તા. ૩ને ગુરૂવારે રાખેલ છે. ટેલિફોનિક બેસણુ રાખેલ છે. લાલજીભાઈ કાનજીભાઈ ઘુટલા, જયેશભાઈ લાલજીભાઈ મો. ૯૯૧૩૨ ૨૫૭૨૫, રાજન જયેશભાઈ મો. ૯૦૯૯૫ ૯૯૯૫૧, સાજન જગદીશભાઈ મો. ૮૨૦૦૧ ૦૩૦૯૮, અરવિંદભાઈ રાણીંગા મો. ૯૮૨૫૩ ૭૬૦૩૧, દિલીપભાઈ રાણીંગા મો. ૯૪૨૬૯ ૩૩૩૩૬ છે.

સરસ્વતીબેન મકવાણા

મોરબીઃ મુ. ધુનડા (સ) નિવાસી હાલ મોરબી વલ્લભભાઈ કાનજીભાઈ મકવાણાના પત્ની સરસ્વતીબેન (ઉ.વ. ૭૫) તે પંકજભાઈ અને અમિતભાઈના માતુશ્રીનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે. (વર્તમાન પરિસ્થિતિને કારણે) સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૩-૧૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિકપ્રથા બંધ છે.

મંછાબા જાડેજા

મોરબીઃ મૂળ ગામ ચાચાવદેડા હાલ મોરબી ઘનશ્યામસિંહ વખતુભા જાડેજાના ધર્મપત્નિ સ્વ. મંછાબા (ઉ.વ. ૬૨) જે કૃષ્ણસિંહ, વિપુલસિંહના માતાશ્રીનું તા. ૧ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૩ને ગુરૂવારના રોજ સમય ૪ થી ૬ વાગ્યે રાખેલ છે.

કાંતિલાલ પારેખ

જામકંડોરણાઃ જામકંડોરણા નિવાસી પચીસગામ ભાટીયા પારેખ કાંતિલાલ મણીલાલ (ઉ.વ. ૭૬) તે કલ્પનાબેનના પતિ તથા સ્વ. મણીલાલ પ્રભુદાસ પારેખના દિકરા અને લીલાવંતીબેન, સ્વ. મનુભાઇ, સ્વ. અમુભાઇ, કિશોરભાઇના ભાઇ તથા સ્વ. કરશનદાસ રણછોડદાસ ગોકળ ગાંધી જેતપુરવાળાના જમાઇનું તા. ૩૦ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે સદગતનું ટેલિફોનીક બેસણું તા. ૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે કલ્પનાબેન મો. ૭૪૩૪૯ ર૪૩ર૪, મનોજભાઇ મો. ૯૪ર૬૪ ૩૮૯૩૮, પરેશભાઇ મો. ૯૯૭૯૬ ૭૬પ૪૪, કિશોરભાઇ મો. ૯૮ર૪ર ૯૦૭૭૭, દિપકભાઇ મો. ૯૯ર૪૧ ૭પ૯૭૮

ઉમિયાબેન દવે

રાજકોટઃ પડધરીવાળા દવે ઉમિયાબેન વૈકુંઠરાય (ઉ.વ.૯૫) તે અનસોયાબેન તથા ચંપકભાઈના માતુશ્રીનું તા.૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. (લૌકિક પ્રથા બંધ રાખેલ છે.) પંડયા અનસોયાબેન કિશોરભાઈ મો.૯૭૧૨૭ ૯૨૧૬૨, દવે ચંપકભાઈ કાંતિભાઈ મો.૮૧૪૦૪ ૦૭૩૫૩

પુષ્પાબેન લોટીયા

રાજકોટઃ દશા સોરઠિયા વણિક પુષ્પાબેન (ઉ.વ.૮૩) તે રમણીકલાલ લાલચંદ લોટીયાના પત્ની, મુનેશ, યોગેશ, ભાવેશ, નિલમબેન, સ્મિતાબેન, અલ્પાબેનના માતુશ્રી, પ્રભુદાસભાઈ લોટિયા, જસવંતીબેન લોટીયા, ઈન્દુબેન મનસુખલાલ કોઠારીના ભાભી, જયંતભાઈ ગોરસીયા, પ્રવિણભાઈ પારેખ, મુકેશભાઈ ધોળકીયાના સાસુ તા.૩૦ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું  તા.૩ને ગુરૂવાર સાંજે ૩ થી ૫ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

જયંતિલાલ પંડયા

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ જયંતિલાલ ભગવાનલાલ પંડયા (નિવૃત્ત ટેલીગ્રાફ સુપરિટેન્ડેન્ટ- જામનગર) (ઉ.વ.૮૮) તે સ્વ.ભાનુશંકરભાઈ તથા સ્વ.બાલાશંકરભાઈના ભાઈ તથા સ્વ.મુગટલાલ પ્રાણજીવન દવે (મોરબી)ના જમાઈ, જીગ્નેશભાઈ (જીએસએફસી- મોટી ખાવડી), આનંદભાઈ (નિરમા કેમિકલ- ભાવનગર), વંદનાબેન દિનેશચંદ્ર ભટ્ટ તથા જિગ્નેશ્રીબેન શૈલેષકુમાર ઉપાધ્યાયના પિતાશ્રીનું તા.૧ના અવસાન થયું છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક ઉઠમણું તા.૩ ગુરૂવાર સાંજે ૪ થી ૫ રાખેલ છે. સંપર્ક- જીગ્નેશભાઈ મો.૯૯૭૪૭ ૦૫૯૨૪, આનંદભાઈ મો.૯૮૯૮૩ ૨૦૦૯૪

ખેંગારભાઈ ખોડીયા

રાજકોટઃ રાજગોર સમાજ ખેંગારભાઈ વાલજીભાઈ ખોડીયા તે રામભાઈ, શ્યામભાઈ તથા ધર્મેશભાઈના પિતાનું તા.૩૦ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૩ને ગુરૂવારના રોજ બપોરે ૩:૩૦ થી ૫:૩૦ કલાકે તેમના નિવાસસ્થાને ન્યુ મેઘાણીનગર, સહકાર મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

તુષારભાઈ વ્યાસ

રાજકોટઃ વેરાવળ નિવાસી તુષારભાઈ (રાજુ) વિનોદચંદ્ર વ્યાસ (ઉ.વ.૫૧) તે સ્વ.વિનોદચંદ્ર વ્યાસ પુત્ર તે હિમાંશુભાઈ, સમીરભાઈ (ડીસ્ટ્રીકટ જજ, તાપી), ધવલભાઈ અને બિન્દીયાબેન ઠાકર (રીટાયર્ડ નર્સ)ના ભાઈ તથા અભિષેક- ડોલીના પિતાશ્રીનું તા.૨૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. કોવીડ-૧૯ની સરકારી ગાઈડલાઈન મુજબ ફકત ટેલીફોનીક બેસણું તા.૩/૧૨ના રોજ સવારે ૧૦ થી ૧૨ દરમ્યાન રાખવામાં આવેલ છે.

રૂક્ષ્મણીબેન ભટ્ટ

રાજકોટઃ સ્વ.મુળશંકરભાઈ માધવજી ભટ્ટના પુત્રી રૂક્ષ્મણીબેન ભટ્ટ (ઉ.વ.૯૧) (પ્રદ્યુમન પ્રાથમિક શાળા નં.૨)ના નિવૃત્ત શિક્ષક તે સ્વ.ગુલાબભાઈ ભટ્ટના બહેન તથા હરેશભાઈ ભટ્ટના ફઈબા તા.૩૦ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા.૩/૧૨ ગુરૂવાર સાંજે ૪ થી ૫:૩૦ કલાકે નિવાસસ્થાન પુનિત સોસાયટી નવદુર્ગા મેઈન રોડ, સુતા હનુમાનવાળી શેરી, કોઠારીયા રોડ, રાજકોટ. હરેશભાઈ જી. ભટ્ટ મો.૯૮૨૫૩ ૦૫૦૫૬, આદિત્ય એચ. ભટ્ટ મો.૯૦૩૩૬ ૩૬૨૦૮

ગોરધનભાઇ વૈશ્નવ

ગોંડલઃ ગોરધનભાઇ જીવરાજભાઇ વૈશ્નવ (ઉ. પ૭) તે ભરતભાઇ (શીવ બાયો ફયુલ) રાજેશભાઇ (ખોડીયાર શાકભાજી સેન્ટર)નાં પિતાજી ભીમજીભાઇનાં નાનાભાઇ, સાગરભાઇ (રૂદ્ર એન્ટરપ્રાઇઝ) નાં કાકાનું તા. ૩૦નાં અવસાન થયું છે. બેસણું તા. ૩ ગુરૂવારનાં સાંજે ૩ થી ૬ તેમનાં નિવાસસ્થાને રાજ પાન વાળી શેરી, ગુંદાળા રોડ રેલ્વે ફાટક પાસે રાખેલ છે.

અભયભાઇ પંડ્યા

રાજકોટ : જામકંડોરણા નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ હાલ રાજકોટ સ્વ. પ્રતાપરાય દામોદર પંડ્યા ગં.સ્વ. રમીલાબેન પ્રતાપરાય પંડ્યાના સુપુત્ર તે RMC વાળા સંજયભાઇ, જયશ્રીબેનના મોટાભાઇ તથા મિહિરના પિતાશ્રી તથા મનસુખલાલ દામોદર પંડ્યાના ભત્રીજા અભયભાઇ પ્રતાપરાય પંડ્યાનું તા.૩૦ના અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તા.૦૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ નિવાસ સ્થાને રાખેલ છે. જગદીશભાઇ પંડ્યા RMC મો. ૯૬૨૪૭ ૯૦૮૦૦ તથા ૮૭૮૦૬૦ ૬૪૭૪,  સંજયભાઇ પંડ્યા મો. ૯૮૭૯૧ ૯૬૭૫૬, મહિર પંડ્યા મો. ૮૪૬૦૪ ૭૯૭૮૪.

અશોકભાઇ જોબનપુત્રા

રાજકોટ : મોટી વેરાવળ (હાલ રાજકોટ) સ્વ. તુલસીદાસ વેલજીભાઇ જોબનપુત્રાના પુત્ર અશોકભાઇ, તે રમેશભાઇ તથા ચંદુભાઇના નાના ભાઇનું તા. ૨૯ના અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા. ૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

હસમુખભાઇ આશરા

રાજકોટ : સ્વ. હરિલાલ ધરમશીભાઇ આશરાના પુત્ર હસમુખભાઇ (ઉવ.૬૦) તા. ૧ના શ્રીજી ચરણ પામેલ છે. જેઓ નટુભાઇ સ્વ લલિતભાઇ ઉમેશભાઇના નાનાભાઇ તથા કીર્તીભાઇના મોટાભાઇ તથા દેવેન્દ્રભાઇ અને શ્વેતાબેનના પિતા ગોંડલવાળા નિર્મળ વસંતલાલ કાનજીભાઇના જમાઇ થાય. લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવેલ છે.

ચમનલાલભાઇ કંસારા

રાજકોટ : કંસારા ચમનલાલ પુરષોતમદાસ કરથીયા (ઉવ.૮૫) તા.૩૦ના શ્રી ઠાકોરજી શરણ પામ્યા છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું ગુરૂવાર તા. ૦૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયાબેન કરથીયા મો. ૯૪૨૯૦ ૯૮૪૮૭, સુરેશભાઇ કરથીયા મો. ૯૪૦૮૦ ૦૫૬૭૦.

ઉમિયાબેન દવે

રાજકોટ : પડધરીવાળા દવે ઉમિયાબેન વૈકુંઠરાય (ઉવ.૯૫) તે અનસોયાબેન તથા ચંપકભાઇના માતૃશ્રીનું તા. ૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. (લૌકિક પ્રથા બંધ રાખેલ છે.) પંડ્યા અનસોયાબેન કિશોરભાઇ મો. ૯૭૧૨૭ ૯૨૧૬૨, દવે ચંપકભાઇ કાંતિભાઇ મો. ૮૧૪૦૪ ૦૭૩૫૩.

દલપતરામભાઇ ત્રિવેદી

રાજકોટ : શ્રી ગૌડ મડતવાળા બ્રાહ્મણ (લુહાર ગોર) દલપતરામ દયાશંકર ત્રિવેદી (ઉવ.૯૫) તે કૃષ્ણકાંતભાઇના પિતા તથા અશોકભાઇ ભટ્ટ, અતુલકુમાર યાજ્ઞિક તથા મનોજભાઇ જાનીના સસરા તેમજ તરૂબેન, ભાવનાબેન તથા દમયંતીબેનના પિતા તથા પ્રયાગના દાદાનું તા. ૩૦ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બસણું તા. ૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ મો. ૯૮૨૫૮ ૩૦૭૧૩ તથા ૯૭૧૪૮ ૬૮૩૨૧ અને ૯૮૨૫૨ ૭૩૦૪૧ છે.

હરષિકુમાર મહેતા

રાજકોટ : સ્વ. જગન્નાથભાઇ જમનાદાસ મહેતા (કાકુભાઇ ઇલેકટ્રીક વાળા) અને મંછાગૌરીના જયેષ્ઠપુત્ર હરિષકુમાર (ઉવ.૭૭) સ્વ. પ્રભુદાસ વિઠ્ઠલજી પારેખ અને સ્વ. શાંતાબેન  પ્રભુદાસ પારેખ (મોમ્બાસા)ના જમાઇ તથા અ.સૌ. ખીલ્ના રૂશીલ મહારાજ અને કુ. તુલ્નાના પિતા તથા રસિકલાલ હેમેન્દ્ર અને અરૂણા મહેશકુમાર મહેતા, સ્વ. રમા ભરતકુમાર મહેતા, નિલમ સુરેશકુમાર શાહનાં મોટાભાઇ તથા સ્વ. મુળજીભાઇ, સ્વ. કાંતિભાઇ, સ્વ. ચુનીલાલ પિતાંબર દોશીના ભાણેજનું તા. ૨૬ના (નાયરોબી-કેન્યા) મુકામે અવસાન થયેલ છે.  રસિક  મો. ૯૬૨૪૬ ૩૬૨૩૧ તથા હેમેન્દ્ર મો. ૯૪૨૮૩ ૪૪૨૪૪ તથા +૨૫૪૭૨ ૧૩૭૯૦૬૩ છે.

હસુમતીબેન વસા

રાજકોટઃ હસુમતીબેન દિપકભાઈ વસા (ઉ.વ.૬૪) તે સ્વ.દિપકભાઈ મનસુખલાલ વસાના ધર્મપત્નિ અને વસંતલાલ ગાંડાલાલ સંઘવીના દિકરી તથા તુષીત અને શ્રુતીના માતુશ્રીનું અવસાન તા.૧ના થયેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૩ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નયનાબા જાડેજા

રાજકોટઃ અજયસિંહ રામસિંહ જાડેજાના ધર્મપત્નિ નયનાબા અજયસિંહ જાડેજા (ઉ.વ.૫૮) તે ગૌતમસિંહ અજયસિંહ જાડેજાના માતુશ્રી, પુરણસિંહ રામસિંહ જાડેજાના ભાભીશ્રીનું તા.૧ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન, ૧૩ /૧૦ લક્ષ્મીવાડી કોર્નર ખાતે રાખેલ છે. ગૌતમસિંહ મો.૯૯૭૯૫ ૯૦૭૯૦, પુરણસિંહ મો.૯૮૨૪૮ ૮૧૪૦૫

અભયભાઈ પંડયા

રાજકોટઃ જામકંડોરણા હાલ રાજકોટ નિવાસી પ્રતાપરાય દામોદરભાઈ પંડયા અને ગં.સ્વ.રમીલાબેન પંડયાના પુત્ર અભયભાઈ પ્રતાપરાય પંડયા તે આરએમસીવાળા જે.પી.પંડયા, સંજયભાઈ, જયશ્રીબેનના મોટાભાઈ તથા મનસુખલાલ દામોદરભાઈ પંડયાના ભત્રીજા તથા મિહીરના પિતાનું કોરોના મહામારીના કારણે તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ના રોજ સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. જગદીશભાઈ પંડયા (આરએમસી) મો.૯૬૨૪૭ ૯૦૮૦૦, સંજયભાઈ પંડયા મો.૯૮૭૯૧ ૯૬૭૫૬, મિહીર પંડયા મો.૮૪૬૦૪ ૭૯૭૮૪

કિર્તીભાઈ ભીમાણી

રાજકોટઃ મુળ સરધાર, હાલ રાજકોટ નિવાસી તે કિર્તીભાઈ નરભેરામભાઈ ભીમાણી (ઉ.વ.૭૩) જે સ્વ.નરભેરામભાઈ બેચરભાઈ ભીમાણી તથા સ્વ.મંજુલાબેનના પુત્ર તે રેણુકાબેનના પતી, તે આરતી, પુજા, તૃપ્તી, વિશાલના પિતા તે સ્વ.રમેશભાઈ, ચંપકભાઈ, શશીકાંતભાઈ તથા દિવ્યાબેન મુકુંદરાય સંઘાણીના ભાઈ તે કુનાલ નિલેશભાઈ બાવીસીના સસરા તે વિહાનના નાના તા.૧ને મંગળવારે અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને લૌકિક રિવાજ બંધ રાખેલ છે. વિશાલ કીર્તીભાઈ ભીમાણી મો.૬૩૫૧૩ ૬૬૬૨૫, તૃપ્તી કીર્તીભાઈ ભીમાણી મો.૯૪૦૯૦ ૦૫૮૩૫, સિધ્ધાર્થ શશીકાંતભાઈ ભીમાણી મો.૯૬૩૮૨ ૯૮૭૭૭

જગદીશભાઈ ઘુટલા

રાજકોટઃ વેરાવળ નિવાસી જગદીશભાઈ લાલજીભાઈ ઘુટલા (ઉ.વ.૪૬) (મૂળ આકોલવાડીવાળા તાલાળા- હાલ વેરાવળ)પુત્ર સ્વ.જગદીશભાઈ લાલજીભાઈ ઘુટલાનું તા.૩૦ને સોમવારના રોજ દેવલોક પામ્યા છે. તે ગીર ખોરાશાવાળા હાલ વેરાવળ હરસુખભાઈ ઠાકરશીભાઈ રાણીંગાના જમાઈ તથા અરવિંદભાઈ રાણીંગા તથા દિલીપભાઈ રાણીંગાના બનેવી થાય છે. તેમનું ઉઠમણું તા.૩/૧૨ને ગુરૂવારના રોજ રાખેલ છે. વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલીફોનીક બેસણું રાખેલ છે. લાલજીભાઈ કાનજીભાઈ ઘુટલા, જયેશભાઈ લાલજીભાઈ મો.૯૯૧૩૨ ૨૫૭૨૫, રાજન જયેશભાઈ મો.૯૦૯૯૫ ૯૯૯૫૧, સાજન જગદીશભાઈ મો.૮૨૦૦૧ ૦૩૦૯૮, અરવિંદભાઈ રાણીંગા મો.૯૮૨૫૩ ૭૬૦૩૧, દિલીપભાઈ રાણીંગા મો.૯૪૨૬૯ ૩૩૩૩૬

સ્વ. મુળરાજસિંહ પરમાર

રાજકોટ :.. શ્રી મુળરાજસિંહ માધવસિંહ પરમાર તે હિતેન્દ્રસિંહ પરમારના પિતાનું તા. ૩૦-૧૧-ર૦ર૦ ના રોજ અવસાન થયેલ છે, વર્તમાન સંજોગોને ધ્યાને લઇ સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૩-૧ર-ર૦ર૦ના ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. હિતેન્દ્રસિંહ પરમાર (મો. ૯૯૭૮૪ ૦૦૩૮૭), તથા રવિરાજસિંહ પરમાર (મો. ૯૬૬૪૬ ૬૧૪૧૧) રાજકોટ 

મોહિત જાદવ

રાજકોટ : કારડીયા રાજપૂત મોહીત રમેશભાઈ જાદવ તે રમેશભાઈ ખોડુભાઈ જાદવના દીકરા તથા દિનેશભાઈ બાલુભાઈ જાદવના ભત્રીજા તથા જયદીપ, સાગરના ભાઈ તેમજ નીતીનભાઈ મનજીભાઈ બારડના ભાણેજનું તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. હાલ કોરોના મહામારીના કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૩ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રમેશભાઈ મો. ૯૨૬૫૬ ૫૩૧૩૧, દિનેશભાઈ - મો.૯૮૨૪૯ ૦૬૧૧૮.

હર્ષાબેન ટાંક

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડીયા અ.સોૈ. હર્ષાબેન ટાંક (ઉ.વ.૪૯) તે અજયભાઇ ટાંકના પત્નિ, દુર્ગેશભાઇ, દિપકભાઇના ભાભી, વૃષિકા અને તિલકના માતુશ્રી અને મોટી બાણુંગાર નિવાસી કંચનબેન અમરશીભાઇ સાપરીયાના દિકરી તા. ૩૦/૧૧ના અક્ષરધામ નિવાસી થયા છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી પ્રાર્થના સભા ઝૂમ એપ દ્વારા ૩/૧૨ના ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે. (મો.૭૬૦૦૫ ૬૭૪૦૧)

ભગવતીબેન કાંતિલાલ ત્રિવેદી

રાજકોટઃ શ્રી.ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના ભગવતીબેન કાંતિલાલ ત્રિવેદી આ.ઉ.વ.૯૦ મૂળ સાજીયાવાદર હાલ અમદાવાદ તે સ્વ.કાંતિલાલ ચત્રભુજ ત્રિવેદી ના પત્નિ જે સ્વ.લાભશંકર ચત્રભુજ ત્રિવેદીના નાનાભાઈના પત્નિ તે રાજેન્દ્રકુમાર કાંતિલાલ ત્રિવેદી (પી.ડબલ્યુ. ડી.વસ્ત્રાપુર વાળા) ના માતુશ્રી જે કુંજલતાબેન રાજેન્દ્રકુમાર ત્રિવેદીના સાસુ તે અક્ષય રાજેન્દ્રકુમાર ત્રિવેદી (ઇન્ડુક્ષ બેન્ક વાળા) ના દાદી તે કોશિકભાઈ લાભશંકર ત્રિવેદી ના કાકી તે શિવાગીબેન અક્ષયભાઈ ત્રિવેદી ના દાદીજી સાસુ જે નેન્સીબેન નિમિષકુમાર ત્રિવેદીના દાદી જે ખીમશન્કર નારાયણ ભટ્ટના પુત્રી (હડમતીયા)નું આજરોજ તા.૧.ના અવસાન થયેલ છે.કોરોના મહામારી ને કારણે સદગત નું ટેલિફોનિક બેસણું તા.૩.૧૨.૨૦૨૦ ના ગુરુવાર ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૦૦ કલાક સુધી રાખેલ છે. (૧) રાજેન્દ્રકુમાર કાંતિલાલ ત્રિવેદી મો.ન.૯૮૨૪૭૨૩૨૩૮ (૨) કૌશિક લાભશંકર ત્રિવેદી મો.ન.૯૮૨૫૮ ૦૧૮૮૭ (૩)અક્ષય રાજેન્દ્રકુમાર ત્રિવેદી મો.૬૩૫૨૨૧૩૮૯૦,૭૦૯૬૫૩૫૧૪૧ (૪)શેલેષભાઈ મો.નં.૯૪૨૭૬ ૨૯૫૧૬

વિજયભાઇ વાઘેલા

રાજકોટ : ધોબી વિજયભાઇ હિરાભાઇ વાઘેલા (ઉ.વ.પપ) તા.૧-૧ર-ર૦ના રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૩ ગુરૂવારે સાંજે , થી પ રાખેલ છે. કૃણાલાભાઇના પિતાશ્રી ગોરધનભાઇ રણછોડભાઇ ચૌહાણના જમાઇ વિરેન્દ્રભાઇ વાઘેલાના કાકા સરનામુ આલાપ ગ્રીન, ગુરૂજીનગર, કવાટર નં.૧૬૭ રાખેલ છે.

પ્રવિણાબેન પંડયા

રાજકોટ : ગુજ. શ્રી ગોડ માળવીય બ્રાહ્મણ સ્વ. વિનોદરાય ચંદ્રશંકર પંડયાના ધર્મપત્ની ગં.સ્વ. પ્રવિણાબેન તે મયુરભાઇ, વિપુલભાઇ, ધર્મેશભાઇ, પુનમબેનના માતુશ્રી, મહેુલકુમાર કિશોરભાઇ ભટ્ટના સાસુ, સ્વ. નવલશંકર પરસોતમ પાઠકના દિકરી, સ્વ. ઝવેરીભાઇના નાનાભાઇ ધર્મત્ની, જર્નાદનભાઇ, કનકભાઇના ભાભી, સ્વ. ગીરીશભાઇ, મહેશભાઇ, નિરજભાઇના કાકીનું તા.૩૦ના રોજ ભુજ - માધાપર  મુકામે અવસાન થયેલ છે. વર્તમાન સંજોગ મુજબ સદગતનું ટેલીફોનીક બેસણું તા.૩ ગુરૂવારના રોજ ૪ થી ૭ રાખેલ છે. મયુરભાઇ ૭૮૭૪૬ ૯૦૬૦૦ વિપુલભાઇ ૯પ૩૭૪ ર૯૭૦૭, ધર્મેશભાઇ ૯રર૭ર ૮૦૮૦૧ સદગતની લૌકિકક્રિયા બંધ રાખેલ છે.

મંજુલાબેન દવે

રાજકોટ : ઔદિચ્ય ખરેડી  સમવાય બ્રાહ્મણ  મંજુલાબેન મહેન્દ્રભાઇ દવે (ઉ.વ.૬૩) તે નિકુજભાઇ તથા સ્વ. અમરભાઇ દવેના માતુશ્રી ઓખા નિવાસી હાલ રાજકોટનું તા.૧ના રોજ કૈલાસ વાસ થયેલ છે. સદગતનું બેસણું તા.૩ને ગુરૂવારના રોજ ટેેલીફોનીક રાખેલ છે. (સમય ૪ થી ૬) મો.૯પપ૮ર ૧૯૯૮ર, ૯૭૧ર૮ ૯પ૯૪૯

કાંતિભાઇ જાની

રાજકોટ : છારીયા ઉનેવાળ બ્રાહ્મણ કાંતિભાઇ રેવાશંકર જાની (ઉ.વ.૭૬)(અરણેજવાળા) તે રમણીકભાઇના મોટાભાઇ તેમજ હીરેનભાઇ, રાજુભાઇ, ભરતભાઇના પિતા, સંજયભાઇ, મહેન્દ્રભાઇ, સંજયભાઇ અને કિશોરભાઇના સસરાનું તા.૩૦ને સોમવારના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ ના ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. હિરેનભાઇ મો.૯રર૭ર ૩૧પ૭૦ - રાજુભાઇ ૮ર૦૦૪ ૯૬પ૧૯