Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020
મુકેશભાઇ પરમાર (ડોડીયા પાન, ગોંડલ રોડ)નું દુઃખદ અવસાનઃ ગુરૂવારે ટેલીફોનિક બેસણુ

રાજકોટ : મુકેશભાઇ કરશનભાઇ પરમાર (ડોડીયા પાન, ગોંડલ રોડ) તે રાજેશભાઇનાં મોટાભાઇ તેમજ સન્નીનાં પિતાશ્રીનું તા. ર૮ નાં દુઃખદ અવસાન થયું છે. સરળ અને હસમુખા એવા મુકેશભાઇને હૃદયરોગનો હુમલોઃ જીવલેણ નિવડયો તેઓની અચાનક વિદાયથી સગા-સ્નેહીઓમાં શોકની લાગણી છવાઇ છે.  રાજેશભાઇ કરશનભાઇ પરમાર મો.૭૬૯૮૮ ૮૩પ૩૯,  સન્નીભાઇ મુકેશભાઇ પરમાર મો. ૯રર૭પ ૬૦૦૦૩

રાઠોડ પાન (દાણાપીઠ) વાળા કાળુભાઇ રાઠોડનું અવસાનઃ શુક્રવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ : કાળુભાઇ હરિભાઇ રાઠોડ (ઉ.વ.૭પ) તે જયદિપસિંહ ત્થા ધર્મેશસિંહ નાં પિતાશ્રી તેમજ રોહન, મિત અને ક્રિપાલનાં દાદાનું આજે તા. ૧ નાં દુઃખદ અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૪ ને શુક્રવારે રાખેલ છે. જયદિપસિંહ મો. નં. ૯૪ર૮ર ૮૪૬૭૬, ધર્મેશસિંહ મો. નં. ૯૮ર૪૮ ૬૯૦૦૬, લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

કિશોરભાઇ રાવલનું અવસાન ગુરૂવારે ટેલીફોનિક બેસણુ

રાજકોટ : મુળ દેહગામ નિવાસી હાલ નરોડા-અમદાવાદનાં કિશોરભાઇ મગનલાલ રાવલ તે ચિરાગનાં પિતાશ્રીનું તા. ૩૦ નાં દુઃખદ અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ચિરાગ રાવલ મો. ૮૧ર૮૬ ૪૭૦૦૧, મો. ૯૧૦૬૯ ૮૬૯૮૪, ક્રિષ્નાબેન રાવલ મો. ૯પ૧રર ૧૬૯૯ર

અવસાન નોંધ

ITIના નિવૃત ડેપ્યુટી ડાયરેકટર : નીતિનકુમાર ભટ્ટનું દુઃખદ અવસાનઃ ગુરૂવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ નિતિનકુમાર વ્રજલાલ ભટ્ટ (નિવૃત્ત ડેપ્યુટી ડાયરેકટર આઈ.ટી આઈ), (ઉ.વ. ૭૪)તેઓશ્રી જયોતિબેન નિતિનકુમાર ભટ્ટ (નિવૃત શિક્ષિકા, લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલ)નાં પતિન તા.૨૯ના ટૂંકી બિમારી બાદ અવસાન થયું છે.સદ્દગતનુંં ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા. ૩ના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે.  જયોતિબેન નીતિનભાઈ ભટ્ટ મો.૯૮૨૫૭ ૩૫૪૫૬, કિરણ ભટ્ટ મો. ૯૬૭૪૪ ૫૮૫૯૫, જયકુમાર ભટ્ટ, ડો.કાનન. શર્મા મો.૯૪૨૭૪ ૫૩૮૩૪, નંદલાલ. શર્મા મો.૯૦૯૯૯ ૫૦૨૦૨

અનિલભાઇ ઉપાધ્યાય

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ, મુળ મહિકા (વાંકાનેર) હાલ જૂનાગઢ નિવાસી અનિલભાઇ કિશોરચંદ્ર ઉપાધ્યાય (ઉ.વ. પર) તા. ૩૦ ને સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. જેમનું તા. ૩-૧રને ગુરૂવારે સાંજે ૪ થી પ ટેલીફોનીક બેસણું રાખેલ છે. (૧) ઉર્વીબેન ઉપાધ્યાય-૮૭૩૩૦ ર૬૭ર૪ (ર) પ્રશાંત ઉપાધ્યાય-૯૪ર૮ર ૧ર૩૪૪

નંદકિશોર રાજપરા

રાજકોટઃ ગૌ. વા. સોની નંદકિશોર અમૃતલાલ રાજપરા (ઉ.વ. ૮૦) તે રીટાબેન, ઈલાબેન, સુધાબેન તથા નિલેશભાઈના પિતાશ્રી તેમજ રીતુ-દ્રષ્ટિના દાદા તથા સ્વ. ચંદુલાલના નાનાભાઈ તેમજ સ્વ. બાલકૃષ્ણભાઈના મોટાભાઈ તેમજ ગૌ.વા. રમણીકલાલ વનમાળીદાસ ગેરીયાના જમાઈ તથા નરેન્દ્રભાઈ, સ્વ. અશોકભાઈ, વિજયભાઈના બનેવી તા. ૩૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષનું ટેલિફોનીક બેસણુ તા. ૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫.૩૦ રાખેલ છે. નિલેશભાઈ મો. ૮૯૮૦૨ ૧૯૫૩૦, રીટાબેન મો. ૯૮૨૫૬ ૩૩૧૮૨, કિરીટકુમાર મો. ૯૯૦૪૪ ૬૫૯૬૨, નરેન્દ્રભાઈ મો. ૯૩૨૮૫ ૦૧૧૧૭, વિજયભાઈ મો. ૯૩૭૭૦ ૬૦૧૨૩

જયાબેન રાડિઆ

ઓખાઃ લોહાણા અગ્રણીય (જીઈબીવાળા) સ્વ. ભરતભાઈ રાડિઆના ધર્મપત્ની શ્રીમતિ જયાબેન ભરતભાઈ રાડીઆ (ઉ.વ. ૭૫) તેઓ ભાવેશભાઈ તથા મેહુલભાઈ રાડીઆ અને ગીતાબેન મહેન્દ્રભાઈ રાછાણી, જયશ્રીબેન હરીશભાઈ રાયઠ્ઠા, ઉષાબેન પ્રદિપભાઈ ધોકાઈ તથા જાગૃતિબેન સંજયભાઈ દાવડાના માતુશ્રી, કિશોરભાઈ રાડીઆના ભાભી અને પરસોતમભાઈ (બચુભાઈ) વિઠલાણી ધીણંગી ગામના દિકરી શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક તા. ૨ના બુધવાર સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન નવીબજાર, પંચાયત કવાર્ટર રાખેલ છે. મેહુલભાઈ મો. ૯૭૩૭૨ ૬૨૫૫૨, ભાવેશભાઈ મો. ૯૯૭૯૬ ૨૮૯૫૦, ભાવીશાબેન મો. ૮૫૩૦૩ ૨૭૦૧૦, હસ્મીતાબેન મો. ૭૦૬૯૨ ૭૫૦૭૫, કિશોરભાઈ મો. ૯૨૨૭૩ ૯૭૨૮૧

રાજેશભાઈ કંસારા

ટંકારાઃ મોરબી નિવાસી છોટાલાલ પરમાનંદદાસના પ્રપૌત્ર તથા મનહરલાલ છોટાલાલના પુત્ર અને ઉમેશભાઈ મનહરલાલના નાના ભાઈ રાજેશભાઈ મનહરલાલ કંસારા (ઉ.વ. ૪૧) તા. ૩૦ સોમવારના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનુ ટેલિફોનિક બેસણુ તા. ૩ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧૨, આદિત્યનાથ સોસાયટી, જીઆઈડીસી પાસે નિવાસ સ્થાને રાખેલ છે. નરેન્દ્રભાઈ કંસારા મો. ૯૮૯૮૧ ૪૬૫૫૮, ઉમેશભાઈ કંસારા મો. ૯૨૨૭૬ ૩૦૮૦૦

સૈફુદ્દીનભાઇ લક્ષ્મીધર

જસદણ : દાઉદી વ્હોરા સૈફૂદ્દીનભાઇ ઇબ્રાહીમજીભાઇ લક્ષ્મીધર (ઉ.વ.૮૭) તે મર્હુમ શેખ કુરબાનભાઇ, ફિઝઝાબેન હાતીમભાઇ ત્રવાડી લાઠીવાળા, મર્હુમા રૂકનબેન હસનઅલી (સાવરકુંડલ), ફાતમાબેન ફિદાઅલી (બારામતી)ના ભાઇ આફતાબભાઇ, અબ્બાસભાઇ, (ઇબ્રાહીમજી ડોસાજી જસદણ), મુનિરાબેન સૈફૂદ્દીન ભારમલ જોડીયાવાળા (રાજકોટ) સમીનાબેન શબ્બીરભાઇ ભારમલ (પોરબંદર)ના પિતા તા.૧ મંગળવારના રોજ જસદણ મુકામે વફાત થયેલ છે. મર્હુમની જિયારત અને બેસણું કોરોના વાઇરસ અને સરકારની ગાઇડલાઇન મુજબ તા. ર ને બુધવારે સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી ટેલિફોનિક રાખેલ છે. આફતાબભાઇ મો. ૯૪ર૭ર ૩૮૯પર, અબ્બાસભાઇ મો. ૯૮૯૮૪ ૮૬૯ર૪ ઉપર રાખેલ છે.

ગોદાવરીબેન બગથરીયા

રાજકોટઃ ગોદાવરીબેન ધરમશીભાઈ બગથરીયા (ઉ.વ.૭૬) કોઠારીયા નિવાસી  તે ધરમશીભાઈના પત્ની, મોહનભાઈના ભાભી તેમજ મહેન્દ્રભાઈ, કિશોરભાઈ, અરવિંદભાઈ, શોભનાબેન, નયનાબેનના માતુશ્રી, ગોરધનભાઈ, ધીરૂભાઈના બહેન તા.૨૯ના રામચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩ના રોજ સાંજે ૩ થી ૫ તેમના નિવાસસ્થાન કોઠારીયા ગામ, રામજી મંદિર પાસે રાખેલ છે. મહેન્દ્રભાઈ (મો.૮૮૬૬૮ ૨૨૯૯૦), અરવિંદભાઈ (મો.૯૭૨૩૧ ૬૧૫૪૮)

ફુલચંદભાઈ માઉ

રાજકોટઃ ફુલચંદભાઈ ગોવિંદજી માઉ (ઉ.વ.૮૨) તે જયાબેન શાહ તથા કંચનબેન શાહના ભાઈ, લીનાબેન, નીતાબેન (જયોતિબેન) તથા ઉર્વશીબેનના પિતા, સ્વ.નારણદાસ હેમચંદ શાહના જમાઈ તથા મનોજભાઈ દોશી તથા ગૌરવભાઈ શાહના સસરા, નલિનભાઈ શાહ તથા મહેન્દ્રભાઈ શાહના બનેવી, ભૂમિકા, ધરણ અને પાર્થના નાનાશ્રીનું અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧ મંગળવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સાદિકઅલી ટીનવાલા

જસદણ : દાઉદી વ્હોરા સાદિકઅલી અકબરી ટીનવાળા (ઉવ.૭૨) તે નોમાનભાઇ, યુસુફભાઇના ભાઇ કુસયભાઇ, ઇબ્રાહીમભાઇના પિતા, અદનાનભાઇ સિધ્ધપુરવાળાના સસરા તા. ૩૦ સોમવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે. મર્હુમની જિયારત (કુરાન ખ્વાની) તા. ૧ મંગળવારના રોજ સાંે ૭:૩૦ કલાકે ભાવનગર રાખેલ છે. શોક સંદેશા માટે કુસયભાઇ મો. ૯૭૨૪૭ ૮૭૮૫૨, ઇબ્રાહીમભાઇ મો. ૯૦૧૬૨ ૩૩૩૬૪.

ભગવતીબેન લુહાર

ગોંડલ : લુહાર ભગવતીબેન તે સ્વ. રમણીકભાઇ હરજીભાઇ ચિત્રોડાના પત્ની (ઉં.વ. ૭૦) તે અતુરભાઇ (લાલો), સ્મિતાબેન, સ્વ. જીજ્ઞેશભાઇના માતા તથા પ્રદ્યુમનભાઇના ભાભીનું તા. ૩૦ના અવસાન થયું છે, લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

જ્યોત્સનાબેન ધાબલીયા

રાજકોટ : દશા સોરઠીયા વણિક મોટી ખીલોરી નિવાસી (હાલ) રાજકોટ પ્રફુલચંદ્ર માણેકચંદ્ર ધાબલીયાના ધર્મપત્ની જ્યોત્સનાબેન પ્રફુલચંદ્ર ધાબલીયા (ઉં.૫૭) તે કિર્તીભાઇ, રૂપેશભાઇ તથા સોનલબેન મનોજકુમાર ગોરસીયા તથા ક્રિષ્નાબેન અમિતકુમાર કાચલીયાના માતુશ્રી તથા રીમાબેન, જાગુબેનના સાસુ તથા સુરત નિવાસી સ્વ. નંદલાલ તુલસીદાસ મહેતા મુંજ્યાસરાની પુત્રી તથા કનૈયાલાલ, સ્વ. છબીલદાસ નંદલાલના બેનનું તા. ૨૯ના અવસાન થયેલ છે જેમનું ટેલીફોનીક બેસણુ તા. ૩ના ૪ થી ૬ રાખેલ છે. કિર્તીભાઇ ધાબલીયા મો. ૯૦૩૩૦ ૯૭૩૩૬ તથા રૂપેશભાઇ ધાબલીયા મો. ૯૮૨૫૯ ૪૧૧૪૮ છે.

મુકતાબેન

રાજકોટ : જીબુટી નિવાસી હાલ રાજકોટ મુકતાબેન (ઉ.વ.૯૩) તે અનિલભાઇ અને ભારતીબેન રોહિતભાઇ વાધરના માતુશ્રી તે કલ્પનાબેનના સાસુ અને સૌરભના દાદી તેમજ રમણીકભાઇ છગનલાલ દોશીના બહેન તા. ૩૦ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

મહેશભાઇ ભટ્ટ

ઉના : સોરઠી શ્રી ગોડ બ્રાહ્મણ મુળ ઉના નિવાસી હાલ ગાંધીનગર મહેશભાઇ ભટ્ટ (ઉ.વ.પ૭) તે સ્વ. રામેશ્વરભાઇ નાગજીભાઇ ભટ્ટના દિકરા તથા દિલીપભાઇ (રીટાયર્ડ પોલીસ), અશોકભાઇ ભટ્ટના નાના ભાઇ, મગનલાલ અમૃતલાલ પુરોહિતના ભાણેજ તા. ર૯ના રોજ ગાંધીનગર અવસાન પામેલ છે. ટેલીફોનિક સાદડી તા. ૩ ગુરૂવારે ઉના દિલીપભાઇ ભટ્ટ મો. ૯૯૧૩૮ ર૮૯૯પ ઉપર રાખેલ છે.

જીજ્ઞાબેન પંડયા

ઉના : શ્રી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જીજ્ઞાબેન શરદકુમાર પંડયા (ઉ.વ.૩૮) તે શરદકુમાર ચંદુલાલ પંડયા (માધ્યમિક શાળા ફાટસર મદદનીશ શિક્ષક)ના ધર્મપત્ની અને ઝલક અને નવ્યાના માતુશ્રી તથા ભાનુબેન નરેન્દ્રભાઇ મણીશંકર જોશી (નાઠેજ, ઉના)ની પુત્રી તથા આશિષ તથા ડો. મેહુલભાઇ જોશી (સરકારી હોસ્પિટલ ઉના)ના બહેન તા. ર૮ના રોજ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું ટેલીફોનિક બેસણું તા. ૩ ને ગુરૂવારે બપોરના ર થી ૬ તેમના નિવાસ સ્થાન સાજણનગર ગરબી ચોક ઉના મો. ૯૦૯૯૦ ૯૬૭૬ર (શરદભાઇ) મો. ૯૯૯૮૯ ૬૩પ૬૦ (નરેન્દ્રભાઇ) ઉપર રાખેલ છે.

દિનેશભાઈ ભટ્ટ

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ ત્રંબા હાલ રાજકોટ સ્વ.મહાશંકર રેવાશંકર ભટ્ટના પુત્ર દિનેશભાઈ (ઉ.વ.૭૪) નિવૃત્ત એસટી કર્મચારી તે સ્વ.કૃષ્ણભાઈના નાનાભાઈ તે ભરતભાઈ અને વિજયભાઈના કાકાનું તા.૩૦ને સોમવારના રોજ અસવાન થયું છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૩/૧૨ને ગુરૂવારે સાંજે ૪ થી ૫:૩૦ મો.૯૪૨૯૯ ૧૫૭૩૪ સમક્ષ રાખ્યું છે.