Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020
અવસાન નોંધ

સવિતાબેન ગિરીજાશંકર પંડયાનું ૧૦૦ વર્ષની વયે નિધન : કોરોનાના કારણે લૌકીકક્રિયા બંધ

રાજકોટઃ ગં.સ્વ.સવિતાબેન ગિરિજાશંકર પંડ્યા (ઉ.વ.૧૦૦) તે મૂળ રાજપર હાલ પુના તે સ્વ.ગિરિજાશંકર હીરજી પંડ્યાના પત્ની તથા માનેકપ્રભુ નારાયણ પંડ્યાના કાકી / માસી તથા ચંદ્રેશેખર ગિરિજાશંકર પંડ્યાના માતા કોટડા (નાયાની), સ્વ.ઠાકરસી, વિશ્વનાથ, હરજીવન, વસરામભાઈ તથા ઉજમબેનના બેનનું તા.૧ના રોજ કૈલાશવાસ થયેલ છે. કોરોના વાયરસના પરીસ્તીથીના લીધે પ્રાર્થનાસભા તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. (મો.૯૮૯૦૦ ૫૩૩૯૯)

મુકુંદરાય મહેતા

રાજકોટ : લોધીકા નિવાસી હાલ રાજકોટ મુકુંદરાય બાબુલાલ મહેતા (ઉ.વ.ે ૬૮) તે હવેલીના મુખ્યાજી સ્વ.બાબુલાલ નાગજીભાઇ મહેતા અને પુષ્પાબેનના પુત્ર, તથા ધીરુભાઇ, જનકભાઇ, તારાબેન રવિન્દ્રભાઇ ભટ્ટ, અરૂણાબેન હુલાસરાય વ્યાસ, ગીતાબેન હરેશકુમાર જોષીના ભાઇ, તથા પ્રકાશભાઇ, વિશાલભાઇ અને હેતલબેન વિપુલકમારના પિતાશ્રી, તથા હંસાબેનના પતિ, તથા અરવિંદભાઇ પનુશંકર જોષી (ધોરાજીવાળા) ના બનેવી તા. ૩૦ ના વૈકુંઠવાસી થયેલ છે. તેમની ઉતરક્રીયા તા. ૧૧ ના તેમના નિવાસસ્થાને આસ્થા ટાઉનશીપ, એસ. આર. પી. કેમ્પની પાછળ, ઘંટેશ્વર, રાજકોટ ખાતે રાખેલ છે.

વનિતાબેન ઉપાધ્યાય

રાજકોટઃ વનિતાબેન ઘનશ્યામભાઈ ઉપાધ્યાય મુળ ચોટિલા હાલ રાજકોટ રહેવાસી તે મયુરભાઈ ઘનશ્યામભાઈ ઉપાધ્યાય તથા નિલેષભાઈ ઘનશ્યામભાઈ ઉપાધ્યાયના માતુશ્રી તેમજ મહેશભાઈ ઉપાધ્યાય, પંકજભાઈ ઉપાધ્યાય તેમજ શૈલેષભાઈ ઉપાધ્યાયના કાકીશ્રી તથા દિપકભાઈ બાબુલાલ પંડયા જે ભાવનગર રહેવાસીના સાસુનું તા.૩૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું ગુરૂવાર તા.૨ એપ્રિલ ટેલીફોનીક માધ્યમથી રાખેલ છે.

જુનાગઢના મથુરભાઇ ત્રિવેદીનું અવસાનઃ ટેલીફોનિક બેસણું

જુનાગઢઃ ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજના મુળ ગામ અરજણસુખ, હાલ જુનાગઢ મથુરભાઇ ગીરધરલાલ ત્રિવેદી (ઉ.વ. ૮ર), (નિવૃત સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફિસ) તે દિવ્યેશભાઇ (એલ.આઇ.સી.-જુનાગઢ), જયશ્રીબેન રાજેન્દ્રકુમાર જાની-અમરેલી, દક્ષાબેન જયોર્તિવદન ઠાકર-વડોદરા, દર્શનાબેન ચેતનકુમાર વ્યાસ-અમદાવાદ, શિલ્પાબેન યોગેશકુમાર પંડયા-પીપાવાવના પિતાશ્રી તથા દેવ્યાનીબેનના સસરા અને નેહલબેનનાં દાદાનું તા. ૩૦ને સોમવારે અવસાન થયેલ છે. બેસણું ટેલીફોનીક રાખેલ છે. મો. નં. ૮૧૯૧૯ ૭૪૯૯ર

જહાનવીબેન ઓઝા

ભાવનગરઃ ત્રિલોચનભાઇ ઓઝાના પત્નિ જહાનવીબેન (જયશ્રીબેન) જે ચંદ્રેશભાઇ ઓઝાના માતૃશ્રી, મૌર્વીબેન નિહારભાઇ ચાતુર્વેદી, કોશાબેન અર્જુનભાઇ ચોકસી (લંડન) દાદીમા, દર્શિતાબેન મીહીરભાઇ દેસાઇ (અમેરીકા)ના નાની, પૌર્વીબેન ચંદ્રેશભાઇ ઓઝાના સાસુનું અવસાન થયું છે. લૌકિક ક્રિયા રાખેલ નથી.

અનસુયાબેન જીવરાજાની

રાજકોટ : સ્વ.અનસુયાબેન દયાળજીભાઇ જીવરાજાની, તે દયાળજીભાઇ વિઠલજીભાઇ જીવરાજાનીના ધર્મપત્ની, તે રેખા દિપેનભાઇ કારીયાના માતુશ્રી, તે જીવણલાલ વસનજીભાઇ રાડીયાના પુત્રી, ઉંમર વર્ષ ૭૦ તા. ૩૧ ને મંગળવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. હાલમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

કાંતાબેન મહેતા

રાજકોટ : ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ. પ્રતાપરાય નર્મદાશંકર મહેતાના ધર્મપત્ની સ્વ. કાંતાબેન પ્રતાપરાય મહેતા તે કિશોરભાઇ, રાજુભઇા, નિર્મળાબેન પ્રવિણચંદ્ર રાવલ, રાણપુર, સ્વ. કોકીલાબેન ગણપતરાય ભટ્ટના માતશ્રી તથા મિતેશ, અમર, ઋષિ, પ્રતીક્ષા, પાર્થ, રૂદ્રના દાદીનું તા. ૩૧ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ર અને ૩ એપ્રિલના રોજ સાંજે ૪ થી ૬ કલાકે કિશોરભાઇ મો. ૯૪ર૭૯ ૪પ૦૮૯, રાજુભાઇ મો. ૯૪ર૮ર પ૦૧૭૪ તેમના નિવાસ્થાને રાજકોટ રાખેલ છે.

રજનીકાન્તભાઇ સેતા

મોરબી : રજનીકાન્તભાઇ જેઠાલાલ સેતા (ઉ.વ.૭૪) તે સ્વ. જેઠાલાલ મગનલાલ સેતાના પુત્ર તેમજ ધવલભાઇ, વિણાબેન, કમલબેનના પિતાશ્રી તથા ભારતીબેનના પતિ તેમજ ડો. વિનોદભાઇ, પ્રમોદભાઇ, અશોકભાઇ, જીતુભાઇ, નીતિનભાઇ, સંજયભાઇના મોટાભાઇનું તા. ૩૧ના રોજ અવસાન થયેલ છે.

કુંદનબેન બુધ્ધદેવ

રાજકોટ : ગોંડલ નિવાસી કુંદનબેન ભરતભાઇ બુધ્ધદેવ (ઉ.વ. ૬૫) તે સ્વ. રામજીભાઇ લાધાભાઇ બુધ્ધદેવના પુત્રવધુ, તથા ભરતભાઇના ધર્મપત્ની, તથા શૈલેષભાઇ, ચિંતનભાઇ અને મનીષાબેન મનીષકુમાર મીરાણી (રાજકોટ) ના માતુશ્રી, તથા મનન ના દાદીમા તા. ૩૧ ના શ્રીજીચરણ પામેલ છે. સદગતનું ઉઠમણું વર્તમાન કોરોના વાઇરસની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ સરકારશ્રીના આદેશ મુજબ રૂબરૂના બદલે ટેલીફોનીક ઉઠમણું તા. ૨ એપ્રિલના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. શૈલેષભાઇ મો. ૯૯૨૪૦ ૧૯૦૪૯, ચિંતનભાઇ મો. ૯૫૭૪૭ ૧૪૯૭૭.

બટુકભાઇ ચાવડા

રાજકોટ : બટુકભાઇ ડાયાભાઇ ચાવડા (ઉ.વ. ૮૪) તે ભગવાનજીભાઇ અને સુરેશભાઇના નાનાભાઇ, તથા કિશોરભાઇ, રાજુભાઇ અને પ્રકાશભાઇના પિતાશ્રીનું તા. ૩૧ ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૨ ના સાંજે ૪ થી ૬ મો. ૯૮૭૦૦ ૫૬૫૮૭ ઉપર રાખેલ છે. જેમની ઉતરક્રીયા તા. ૧૧ ના રોજ ઘરમેળે રાખેલ છે.