Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020
અમરેલી જીલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયાના મોટાભાઈનું અવસાન

ચલાલાઃ અમરેલી જીલ્લા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ ચલાલા પંચાયતના પૂર્વ સભાપતિ અને પટેલ સમાજના અગ્રણી જયંતીભાઈ મોહનભાઈ પાનસુરીયાના મોટા ભાઈ મગનભાઈ મોહનભાઈ પાનસુરીયાનું તા. ૨૨મીએ અવસાન થયું છે. તેમના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં વૈષ્ણવો તેમજ આગેવાનો દોડી જઈને પાનસુરીયા પરિવારને સાંત્વના આપી દુઃખની લાગણી વ્યકત કરેલ હતી. સદ્ગત દરરોજ નિયમિત દ્વારકાધીશની હવેલીમાં કિર્તન ઘોળ સહિતની ઠાકોરજીની સેવા કરતા હોવાથી વૈષ્ણવ સમાજમા માન ધરાવતા હતા. સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં તમામ સમાજના નગરજનો જોડાઈને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

 

સુરેન્દ્રનગર વિષ્ણુ ટ્રેડર્સના સંચાલક અરવિંદભાઇ શાહના માતુશ્રીનું અવસાન

વઢવાણ : સુરેન્દ્રનગર શહેરની મેતા માર્કેટમાં વિષ્ણુ ટ્રેડર્સ દુકાનમાં સંચાલક અરવિંદભાઇના માતુશ્રી સ્વ.ચંદનબેન ઓચ્છવલાલ શાહનું દુઃખદ અવસાન થતા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઇ જવા પામી હતી. ત્યારે તેમના બ્હોળા પરિવારમાં હર્ષદભાઇ અરવિંદભાઇ અને નરેન્દ્રભાઇ સહિતના બોળા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.

આજે બેસણું સુરેન્દ્રનગર શહેરની દાળમિલ વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી સોસાયટીના કોમન પ્લોટમાં સાંજે ૪ થી ૭ દરમિયાન રાખવામાં આવેલ છે.

પ્રેરણાદાયી જીવન જીવી જનાર લોધીકાના 'અદા' પ્રજ્ઞાચક્ષુ અબ્દુલભાઇ થોભાણીનું નિધનઃ ગ્રામજનોમાં શોકની લાગણી

લોધીકા, તા. ર૩ : અહીંના રહેવાસી અબ્દુલભાઇ કરમાલીભાઇ થોભાણી (ઉ.વ.૯૪)નું તારીખ ર૧-૧-ર૦ર૦ના નિધન થતાં ગામમાં શોકની લાગણી ફેલાઇ ગયેલ. તેમની સ્મશાનયાત્રામાં સગા, સ્નેહીઓ, શુભેચ્છકો, મિત્રો સહિત લોકો સામેલ થયેલ હતાં.

પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેમનું જીવન પ્રેરણાદાઇ હતું. આજ જયારે માણસ માથે થોડું દુઃખ આવી પડે છે ત્યારે નાસીપાસ કે આપઘાત સુધીના વિચારો આવે છે ત્યારે બચપણથી જ પિતાની છત્રછાયા ગુમાવનાર તથા પ્રજ્ઞાચક્ષુ હાલ છતા અબ્દુલભાઇ થોભાણીની પરિશ્રમ ગાથા ખરેખર પ્રેરણાદાઇ છે.

લોધીકાના ખોજા પરિવારમાં કરમાલીભાઇ શોભાણીને ઘેર અબ્દુલભાઇનો જન્મ થયો. તેમની ઉંમર દસ વર્ષની થઇ ત્યાં પિતાનું અવસાન થયું. ૬ ભાઇ તથા ૧ બહેનનું કુટુંબ ધરાવતા ઘર ઉપર આફત આવી પડી તેમાં કળ વળે ત્યાં બીજા ધોરણમાં અભ્યાસ કરતા અબ્દુલભાઇને શીતળાનો રોગ લાગુ પડયો અને બચપણથી તેમણે સંપૂર્ણ દૃષ્ટિ ગુમાવી દીધી. અધુરામાં પુરૂ વિશાળ કુટુંબની જવાબદારી માતાની શિરે આવી પડી. પ્રજ્ઞાચક્ષુ અબ્દુલભાઇ સંતાનોમાં સહુથી મોટા તેમનાથી માતાનું દુઃખ સહન ન થતાં અભ્યાસ છોડી પ્રાગજી કાસમની પેઢીમાં બીડી વાળવાનું કામ શરૂ કર્યું. પ આના (૩૧ પૈસા)ની હજાર બીડી તેઓ વાળી માતાને મદદ કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તેમણે મજૂરી કામ શરૂ કરી એક દેખતાને પણ સરમાવે તેવી ધગશથી તેઓ મજુરી કરતા. આ કાર્ય બે-ત્રણ વર્ષ કર્યા બાદ એજન્સીના વખતમાં લોધીકા સહિત આજુબાજુના ૧૮ ગામને રેશનીંગનું અનાજ-ખાંડ પુરૂ પાડતી દુકાન આવેલ જેના સંચાલક નાગજી પ્રેમજી ભાડલાવારા હતા. આ દુકાનમાં ગ્રાહકોના માલ જોખવા માટે અબુલભાઇ જોડાય ગયા તે વખતે ખાંડ-૧૩ પૈસાની શેર, બાજરો ૧૮ આના મણ તથા કેરોસીનનો ડબો ૭ રૂપિયામાં ૧૮ લીટર મળતો. આ દુકાનમાં તેઓ માસીક ૩ રૂપિયા પગારમાં ૭ વર્ષ કામ કર્યું.

આ દરમ્યાન તેમની બાંધવો જેમાં કમરૂદ્દીન પ ધોરણ, સદરૂદ્દીન ૪ ધોરણ, છોટુભાઇ ૩ ધોરણ, બદરૂભાઇ ર ધોરણ અને હૈદરભાઇ ૧ ધોરણમાં અભ્યાસ કરતા. આ સર્વેની અભ્યાસની જવાબદારી સુપેરે નિભાવી. આ દરમ્યાન સ્વરાજ આવતા રેશનીંગની દુકાન બંધ થઇ. તેમણે તુરત શાકભાજી-ફૂટ વેચવાનું ચાલુ કર્યું તે વખતે વધુ હટાણુ નજીકના શહેર રાજકોટથી થતું. એક માત્ર પ્રાયવેટ બસમાં તેઓ સાંજના રાજકોટ જતા તે વખતે ધર્મેન્દ્ર રોડ શાકમાર્કેટમાં શાકભાજીની હરાજી થતી ત્યાં જઇ ખરીદી કરી સવારની બસમાં લોધીકા આવતા, આ ધંધામાં તેઓ પારંગત થયા તે ત્યાં સુધી કે તેઓ જામફળ સુંધીને કહી દેતા કે આ જામફળનો અંદરનો ગર્ભ લાલ છે. સમય જતાં તેમણે એકો (એક બળદની ગાડી) લીધી અને લોધીકા સિવાય આજુબાજુના નામોમાં શાકભાજી વેચવા જતા. આ દરમ્યાન તેમના એકામાં જોડાતા બળદ સાથે તેમને આત્મીય નાતો બંધાય ગયેલ કે બળદ પણ તેમને તેમના નિર્ધારીત ગામે પહોંચાડી દેતો. આ ધંધો તેમણે સાત વર્ષ સુધી ચાલુ રાખેલ.

દરમ્યાન લોધીકા ઠાકોર વિજયસિંહજી બાપુની મેંગણી માર્ગે આવેલ વીડીમાં ઘાસ કાપવાનું તથા વિતરણ કરવાનું કામ સંભાળ્યું. ધીરે ધીરે પોતાની વચતમાંથી તેમણે લોધીકામાં ઇ.સ. ૧૯૬૮માં ર૦ વિઘા જમીન લીધી. અબ્દુલભાઇએ ખેતીવાડી પણ ઉત્તમ રીતે કરી જાણી. તે વખતે સંશોધન થઇ ઘઉંનું નવું બીયારણ સોનાલીકા તથા કલ્યાણ બજારમાં આવેલ આ નવા બિયારણ વાવવાની હિંમત કરી તે જમીનમાં વીઘે ૬ મણ ઉતારો મેળવી તેમણે રેકર્ડ કરેલ.

અબ્દુલભાઇની ઉંમર ૩પ વર્ષની થઇ ત્યારે બરવાળા (ધંધુકા)ના સીરીયનબેન સાથે તેમના લગ્ન થયા. તેઓ પાંચ સંતાનોના પિતા થયા.

અબ્દુલભાઇ એક સારા રસોયા હતાં. નાત જમણવારમાં તેમણે બનાવેલ 'અકની, લાપસી' આજે પણ લોકોને યાદ છે. તેઓ હારમોનિયમ વગાડી જાણતા. તેઓ સાથે મોબાઇલ રાખતા અને દરેક સ્નેહીઓના નંબર તેમને મોઢે યાદ રહેતા.

અબ્દુલભાઇ થોભાણી 'અદા'ના હુલામણા નામથી સહુમાં પ્રિય હતાં.

ગુર્જર રાજપૂત યુવા અગ્રણી સુરેશસિંહ તલાટીયાનું અવસાનઃ શનિવારે બેસણુ

રાજકોટ : ગુર્જર રાજપૂત સમાજના યુવા અગ્રણી મોહીતસિંહ (ઉ.વ.રર) (મહિરાજસિંહ) ને ફેફસાની અચાનક બીમારીના લીધે આજે વહેલી સવારે તેમનું નિધન થયેલ છે. મહિરાજસિંહ પોતાના શાંત અને નિખાલસ સ્વભાવના લીધે તેઓ બધાના પ્રિય હતા જેમના નિધનના સમાચાર તેમના પરિવારજનો માટે અને બહોળા મિત્ર મંડળ માટે આંચકારૂપ હતાં. તેમની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાન મનહર પ્લોટ શેરી નં. ૬ માંથી નિકળેલ જેમાં મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જોડાયા હતાં. સદ્ગતનુ બેસણુ પ્રાર્થના સભા તા. રપ ને શનિવારે બપોરે ૩ થી પ શ્રી ગુર્જર રાજપૂત ક્ષત્રીય સમાજની વાડી ર વિદ્યાનગર, ગોકુલ હોસ્પિટલ વાળી શેરી રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

રાજકોટ બાર લાયબ્રેરી સેક્રેટરી એડવોકેટ સંદીપ વેકરીયાના પિતાશ્રીનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ બાર લાયબ્રેરી સેક્રેટરી સંદીપ વેકરીયાના પિતાશ્રી મગનભાઈ ડાયાભાઈ વેકરીયાનું તા.૨૨ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને શુક્રવાર સાંજે ૪ થી ૬, 'શીતલ', ભોમેશ્વર વાડી શેરી નં.૨, રેલ્વે ફાટક પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લક્ષ્મીબેન કુબાવત

રાજકોટઃ જામદુધઈ (જોડીયા) નિવાસી રામાનંદી સાધુ સમાજના લક્ષ્મીબેન ઘનશ્યામભાઈ કુબાવત (ઉ.વ.૯૦) તે સ્વ.ઘનશ્યામદાસ વિરદાસ કુબાવતના ધર્મપત્ની પ્રવિણભાઈ, અમૃતલાલભાઈ, જગદિશભાઈ, શૈલેષભાઈના માતુશ્રી સ્વ.દલપતભાઈ કુબાવત  (ધ્રોલ), શાંતીભાઈ (કુબાવત બાલાજી ઈન્ડસ્ટ્રીઝ રાજકોટ), હસુભાઈ કુબાવત (તલાટી મંત્રી જામદુધઈ), જગદિશભાઈ કુબાવતના કાકીશ્રી તથા રીતેશભાઈ (પો.કો. જોડિયા), જયદિપ, જીગર, વૈભવના દાદીમા તા.૨૩ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૨૫ને શનિવારે સાંજના ૩ થી ૫ કલાકે તેમના નિવાસસ્થાને મુ.જામદુધઈ તાલુકો- જોડીયા મુકામે રાખેલ છે.

જગજીવનભાઈ રાજપોપટ

રાજકોટઃ જગજીવનભાઈ દુર્લભજીભાઈ રાજપોપટ (કનાભાઈ) (ઉ.વ.૬૧) માજી કર્મચારી માર્ગ અને મકાન વિભાગ વર્તુળ-૧ બહુમાળી ભવન  તે  સી.ડી.રાજપોપટ (ચંદુભાઈ) માજી તલાટી કમ મંત્રીના લઘુબંધુનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૫ના રોજ શનિવારે સાંજના ૫ કલાકે શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર ભકિતનગર સર્કલ પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

મગનભાઇ પાનસુરીયા

ચલાલાઃ મગનભાઇ મોહનભાઇ પાનસુરીયા તે નાગજીભાઇના નાનાભાઇ તેમજ મનસુખભાઇ તથા જયંતિભાઇ (અમરેલી જીલ્લા ખ. વે. સંઘના પ્રમુખ)ના મોટાભાઇ તેમજ કાંતિભાઇના કાકા તથા ભરતભાઇ તથા ઘનશ્યામભાઇના પિતાજીનું તા.રરને બુધવારે અવસાન થયેલ છે.

મંજુલાબેન બથીયા

રાજકોટઃ સ્વ.મથુરાદાસ કરસનદાસ બથીયાના ધર્મપત્ની મંજુલાબેન મથુરાદાસ બથીયા તે ભાવેશ, મેહુલ તથા સ્વ.કેતનના માતુશ્રી, તે સ્વ.હરીલાલ નારણ સોનછાત્રાના દીકરીનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૪ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫, તેમના નિવાસ સ્થાને છત્રપતિ શિવાજી ટાઉનશીપ, વિંગ નં.સી, સાધુવાસવાણી કુંજ રેલનગર રાજકોટ રાખેલ છે.

મનહરદાસ ભગવાનદાસ

ઢાંકઃ મનહરદાસ ભગવાનદાસ રામદેપૌત્રાનું તા. ૨૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ભંડારા વિધિ તા. ૧ ફેબ્રુઆરીને શનિવારના રોજ તેમના નિવાસ સ્થાન રામદેવપીરજીના મંદિરે રાખેલ છે.

શાન્તાબેન ચૌહાણ

રાજકોટઃ ગં.સ્વ.શાન્તાબેન રઘુભાઈ ચૌહાણ તે સ્વ.મગનભાઈ, કિશોરભાઈ, અશોકભાઈ, સ્વ.રાજીવભાઈ, યોગેશભાઈ તથા જનકબેનના માતુશ્રી તે હિરેન, નૈમીષના દાદીનું દુઃખદ અવસાન તા.૨૩ના રોજ થયેલ છે. તેઓનું ઉઠમણું તા.૨૪ને શુક્રવારે સાંજે ૪ થી ૫:૩૦ તેઓના નિવાસ ૧૩૪, મ્યુનિસિપાલીટી સ્લર્મ કવાટર, રેફયુજી કોલોની પાસે રાખેલ છે.

ચંદ્રકાંતભાઈ પોપટ

રાજકોટઃ સ્વ.લક્ષ્મીદાસ ભીમજી પોપટના પુત્ર ચંદ્રકાંતભાઈ તે બીરેનભાઈ, ઈલાબેન તથા માલાબેનના પિતાશ્રી તેમજ વિજયભાઈ, લલીતભાઈના ભાઈ અને સુનીલભાઈ અને નીતેશભાઈના કાકા તે ચલાલાવાળા દિપકકુમાર તથા જુનાગઢ વાળા હિરેનકુમાર મોરજરીયાના સસરા જે શાંતિલાલ, અમૃતલાલ તથા મણીલાલ અમરશી ખેતાણીના ભાણેજ તેમજ કરશનદાસ દામજીભાઈ અટારા સાવરકુંડલા વાળાના જમાઈનું તા.૨૨ન બુધવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૩ ગુરૂવાર સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાકે અમૃતેશ્વર મંદિર, અમૃતા સોસાયટી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, જી.એસ.પી. ગેસની ઓફીસ પાછળ રાજકોટ ખાતે રાખેલ છે.

પદમાબેન રાઠોડ

રાજકોટઃ પદમાબેન રાઠોડ તે મનુભાઈ અરજણભાઈ રાઠોડના ધર્મપત્ની તથા પંકજભાઈ અને ભાવેશભાઈ માતુશ્રી તેમજ હાર્દિક, વિધી, પવિત્રાના દાદીનું તા.૨૧ મંગળવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૪ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને 'માતૃ કૃપા' ૧૫, કૃષ્ણનગર સ્વામિનારાયણ ચોક પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

ચંપાબેન વાળા

રાજકોટઃ મુ.જીરા ડાભાળા હાલ રાજકોટ લુહાર કેશવલાલ જેઠાભાઈ વાળાના ધર્મપત્ની ચંપાબેન (ઉ.વ.૭૮) તે બકુલભાઈ તથા રમેશભાઈ તથા અતુલભાઈના માતુશ્રી તે જયેશભાઈ, સાગરભાઈ, વિજયભાઈ, કિશનભાઈ તથા શુભમભાઈના દાદીનું તા.૨૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૩ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

યશવંતકુમાર ચૌહાણ

રાજકોટઃ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતીના સ્વ.વ્રજલાલ કરશનભાઈ ચાવડાના જમાઈ તથા સ્વ.ભુપતભાઈ, ગીરીશભાઈ, સંજયભાઈના બનેવી અમદાવાદ નિવાસી (નાનડીયા વાળા), યશવંતકુમાર દામજીભાઈ ચૌહાણ (ઉ.વ.૫૮)નું દુઃખદ અવસાન તા.૨૨ને બુધવારના રોજ થયેલ છે. તેમનું બેસણું રાજકોટ શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી જ્ઞાતીની વાડી સાંગણવા ચોક કોટક શેરી ખાતે તા.૨૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યે રાખેલ છે.

યોગેશભાઈ ગાંધી

રાજકોટઃ મોઢવણીક માંડલીયા પાવી- જેતપુર વાળા (હાલ રાજકોટ) સ્વ.જયંતિલાલ નરભેરામ ગાંધીના પુત્ર યોગેશભાઈ ગાંધી (ઉ.વ.૪૩) તે વિપુલભાઈ ગાંધી, સંજયભાઈ ગાંધી તથા શિતલબેન આશિષકુમાર પારેખ મહુવા વાળાના નાનાભાઈ તે રમેશભાઈ ચુનિલાલ પટેલ (ભાડલાવાળા)ના ભાણેજનું તા.૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૨૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫, મોઢવણિક વિદ્યાર્થી ભુવન, ૫- રજપુતપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

મુકેશભાઈ પરમાર

રાજકોટઃ બરવાળા (મોરબી) નિવાસી વાણંદ સ્વ.મુકેશભાઈ જગજીવનભાઈ પરમાર (ઉ.વ.૫૨) તે જગજીવનભાઈ પરમારના પુત્ર, તે કિરણભાઈ તથા જયેશભાઈના પિતાશ્રી તે ભરતભાઈ તથા મહેશભાઈ તથા મનીષભાઈના મોટાભાઈનું તા.૨૨ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ગામ બરવાળા (મોરબી) ખાતે રાખેલ છે.

હર્ષાબેન મહેતા

રાજકોટઃ મહારાજશ્રી ઔદિચ્ય ઘેલારામજી જ્ઞાતીના સ્વ.છેલશંકર પંડયા (ગીરનારી બાપુ)ના પુત્રિ અને કનૈયાલાલ મહેતા (કનુભાઈ)ના ધર્મપત્નિ માળીયા હાટીના નિવાસી તે હાલ રાજકોટ નિવાસી હર્ષાબેન કે. મહેતા તે વિજય મહેતાના માતુશ્રીનું તા.૨૨ના રોજ કૈલાશવાસી થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ના શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ સુધી ગાયત્રી મંદિર, આનંદનગર મેઈન રોડ, પૂજા પાન સામે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

પ્રફુલાબેન મહેતા

રાજકોટઃ દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન મોરબી નિવાસી હાલ રાજકોટ કુમારી પ્રફુલાબેન કાંતીલાલ મહેતા (ઉ.વ.૬૩) તે સ્વ.પુષ્પાબેન કાંતિલાલ મહેતાના પુત્રી પ્રદીપભાઈ, યતીનભાઈ, ધર્મેશભાઈ, છાયાબેન ગીરીશભાઈ શાહ તથા સ્મિતાબેન પરીમલભાઈ માવાણીના બહેન તથા મીના, હેમાલી તથા તૃપ્તીના નણંદ તથા મોસાળપક્ષે ભગવાનજી ખુશાલચંદ શેઠના ભાણેજ તા.૧૯ના અરીહંત શરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્દગતના સ્મરણાર્થે બાર નવકાર ગણવા.

ડાયાલાલ મુળાશીયા

રાજકોટઃ કાનાવડાળા સ્વ.ડાયાભાઈ દેવશીભાઈ મુળશીયા ગામ કાનાવડાળા તા. જામકંડોણા તે બટુકભાઈ તથા રમેશભાઈ ડાયાભાઈ મુળાશીયાના પિતાશ્રી તા.૨૧ મંગળવારના રોજ રામચરણ પામેલ છે.

ઘોઘુભા જાડેજા

લોધીકાઃ ચાંદલી નિવાસી ઘોઘુભા રાયુભા જાડેજા (ઉ.વ. ૮૦) તે ભીખુભાઈના ભાઈ તથા પ્રવિણસિંહના પિતાશ્રી તથા ચંદ્રસિંહના મોટા બાપુનું તા. ૨૧ના અવસાન થયેલ છે.

પુરીબા જાડેજા

માળીયા (મી.): ચાંચાવદરડા નિવાસી પુરીબા ધીરૂભા જાડેજા (ઉ.વ. ૯૫) તે સ્વ. દાજીરાજસિંહ જાડેજા, સ્વ. મંગલસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા તથા ભરતસિંહ જાડેજાના માતા તેમજ રણજીતસિંહ ચંદુભા જાડેજા (વાંકાનેર), રાજેન્દ્રસિંહ અગરસંગજી જાડેજા, મહેન્દ્રસિંહ દીપસંગ જાડેજાના ભાભુનું તા. ૨૧ના રોજ અવસાન થયુ છે. સદ્ગતનું બેસણુ તા. ૨૩ના રોજ રાત્રે ૮ થી ૯ કલાકે નિવાસસ્થાન ચાંચાવદરડા તા. માળીયા ખાતે રાખેલ છે.

નર્મદાબેન શુકલ

મોરબીઃ નર્મદાબેન ઘનશ્યામભાઈ શુકલ તે સ્વ. ઘનશ્યામભાઈ શુકલના પત્ની તેમજ અરૂણભાઈ (નિવૃત હેડ કલાર્ક) અને સ્વ. જગદીશભાઈના માતા તેમજ અમિત, ધવલ, હાર્દિકના દાદીમાનુ તા. ૨૧ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. ૨૪ને શુક્રવારે સાંજે ૪ થી ૫.૩૦ કલાકે જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર મોરબી-૨ ખાતે રાખેલ છે.

કાજલબેન જોષી

વિંછીયાઃ ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મૂળ દાડમાં (લીલીયા મોટા) નિવાસી હાલ વિંછીયા સ્વ. ધીરજલાલ ફુલશંકર જોષીના નાના દિકરા નરેન્દ્રભાઈ ધીરજલાલ જોષીના પત્ની કાજલબેન (ઉ.વ. ૩૭)નું તા. ૨૧ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૨૩ને ગુરૂવારે સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાને સરકારી હોસ્પીટલની બાજુમાં વિંછીયા ખાતે રાખેલ છે. જેમની સરવણી-ઉત્તરક્રિયા તા. ૨૭ને સોમવારે રાખેલ છે.

શારદાબેન રવીયા

પ્રભાસ પાટણઃ રાજગોર બ્રાહ્મણ શારદાબેન બાલાશંકર રવીયા (ઉ.વ.પ૮) તે ભૂપતભાઇ રવીયા (અમરેલી), કનુભાઇ દવે, રાજુભાઇ દવે (રાજકોટ) તથા ઉમેશભાઇ દવે (સીટી તલાટી પ્રભાસ પાટણ-સોમનાથ)નાં બહેનનું તા.ર૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૩ને  ગુરૂવારે સાંજે ૪ થી ૬ બાલાજી મંદિર રામરાખ ચોક પ્રભાસ પાટણ ખાતે રાખેલ છે.

વિજયાબેન ગોહેલ

રાજકોટ : પીપરડી નિવાસી હાલ રાજકોટ વાણંદ ગોવિંદભાઇ તુલસીભાઈ ગોહેલના ધર્મપત્નિ સ્વ.વિજયાબેન ગોવિંદભાઈ ગોહેલ તે રમેશભાઈ તથા મનસુખભાઈના ભાભી તેમજ વિનુભાઈ, સંજયભાઈ, દક્ષાબેન કેતનભાઈ જોટંગીયાના માતુશ્રીનું તા.૨૩ના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ને  શનિવારે સાંજે ૩ થી ૫ શાસ્ત્રીનગર સોસાયટી શેરી નં.૨, કોમ્યુનીટી હોલ, રાજનગર પાસે, મમતા પેટ્રોલ પંપ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

વિજયાબેન ગોહેલ

રાજકોટ : પીપરડી નિવાસી હાલ રાજકોટ વાણંદ ગોવિંદભાઇ તુલસીભાઈ ગોહેલના ધર્મપત્નિ સ્વ.વિજયાબેન ગોવિંદભાઈ ગોહેલ તે રમેશભાઈ તથા મનસુખભાઈના ભાભી તેમજ વિનુભાઈ, સંજયભાઈ, દક્ષાબેન કેતનભાઈ જોટંગીયાના માતુશ્રીનું તા.૨૩ના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું  તા.૨૫ને શનિવારે સાંજે ૩ થી ૫ શાસ્ત્રીનગર સોસાયટી શેરી નં.૨, કોમ્યુનીટી હોલ, રાજનગર પાસે, મમતા પેટ્રોલ પંપ પાછળ, રાજકોટ ખાતે રાખેલ છે.

  • ફેબ્રુઆરી અને માર્ચમાં ગો એર કંપની તેની અનેક ફલાઈટો કામચલાઉ રદ્દ કરી રહેલ હોવાનું જાહેર કર્યુ છે : એરબસ અને પ્રાટ્ટ અને વ્હીટની કંપની દ્વારા નવા પ્લેનો અને એન્જીનોની સમયસર ડીલીવરી નહિં થતા આ પગલુ લેવાયુ છે : ઈન્ડિગોને એન્જીનો બદલવાનો પ્રશન પણ નડી રહ્યો છે જેને લીધે ફલાઈટો રદ્દ કરવી પડી છે access_time 6:35 pm IST

  • ૧૭ જાન્યુ. ૨૦૧૯ના રોજ દેશના સરકયુલેશનમાં રહેલ ટોટલ કરન્સી ૨૩ લાખ કરોડને વળોટી ગઈ છે અને નવો લેન્ડમાર્ક સર્જયો હોવાનું ન્યુઝ ફર્સ્ટ જણાવે છે access_time 6:37 pm IST

  • વડોદરામાં શ્રી કમલ ઝવેરી અને તેની સ્ટોક બ્રોકીંગ પેઢી ઉપર આવકવેરા ખાતાનુ મોટુ ઓપરેશન ચાલી રહ્યાનુ ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે access_time 6:37 pm IST