એન. આર. આઈ. સમાચાર
News of Monday, 31st December 2018

અમેરિકાની બુટ કંપનીએ ગણેશ છાપ બુટ બનાવતા ઉહાપોહ : તાત્કાલિક આ ઉત્પાદન પાછું ખેંચી લઇ માફી માંગવા યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમ ના પ્રેસિડન્ટ શ્રી રાજન ઝેડની અપીલ

હવાઈ : અમેરિકામાં બુટ નું ઉત્પાદન કરતી હવાઇની કંપની માયુઈ વોક એ ગણેશ છાપ બુટ બનાવતા હિન્દૂ પ્રજાજનોમાં ભારે ઉહાપોહ થવા પામ્યો છે.જે અંગે  તાત્કાલિક આ ઉત્પાદન પાછું ખેંચી લઇ માફી માંગવા યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઝમ ના પ્રેસિડન્ટ શ્રી રાજન ઝેડ એ  અપીલ કરી છે.તેમણે જણાવ્યું છે કે  હિંદુ ધર્મમાં શ્રી ગણેશ સર્વ પ્રથમ દેવ છે. ભગવાન ગણેશને ઘર અને મંદિરમાં પૂજવામાં આવે છે એવામાં બૂટ પર તેમની ફોટો પ્રિન્ટ યોગ્ય ના કહેવાય. હિંદુ દેવી-દેવતાઓનો ખોટો પ્રયોગ, તેમનો કોઈ કમર્શિયલ એજન્ડા અનુસાર પ્રયોગ કરવો અથવા કોઈ નિશાન તરીકે આનો પ્રયોગ અયોગ્ય છે જે આના અનુયાયીઓની ભાવનાને ઠેસ પહોંચાડે છે.  તેમણે કંપની પાસે ઔપચારિક માફીનામાની માગ કરી છે. તેમણે બૂટોના બજાર, વેબસાઈટ અને સ્ટોર્સ પરથી પાછા લેવાની પણ અપીલ કરી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(8:31 pm IST)