એન. આર. આઈ. સમાચાર
News of Friday, 14th December 2018

ભારતીય અર્થતંત્ર પૂરતી રોજગારીનું નિર્માણ કરી શક્યું નથી : વિકાસનો લાભ સામાન્ય નાગરિકોને મળ્યો નથી : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન

યુ.એસ.: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આજરોજ સમાચાર સૂત્રોને જણાવ્યા મુજબ  ભારતીય અર્થતંત્ર પૂરતી રોજગારીનું નિર્માણ કરી શક્યું નથી જેનું ઉદાહરણ રેલવે માટેની ભરતીનું છે.જેમાં 90 હજાર જગ્યા માટે અઢી કરોડ ઉમેદવારોએ અરજી કરી છે. વિકાસનો લાભ પણ  સામાન્ય  નાગરિકોને મળ્યો નથી 7 ટકાનો વિકાસ દર ઓછો છે.ખેડૂતો પરેશાન છે.તેમના દેવા માફ કરી દેવા ખરો ઉકેલ નથી.

 તેમણે  ઉમેર્યું હતું કે મહિલાઓ માટેની રોજગારીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં મજૂરો સસ્તા હોવા છતાં નિકાસમાં વધારો થયો નથી.તેમના ઉપરોક્ત વક્તવ્યમાં અન્ય સુવિખ્યાત અર્થશાસ્ત્રીઓ પણ સંમત થયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:00 pm IST)