એન. આર. આઈ. સમાચાર
News of Friday, 14th December 2018

પાકિસ્તાની પ્રેમિકાને મળવા ગેરકાયદે પખ્તુનિસ્તાન પહોંચી ગયેલો ભારતીય યુવાન હમીદ અન્સારી : 15 ડિસે 2018 ના રોજ 3 વર્ષની જેલસજા પુરી થયે એક મહિનામાં ભારત પરત મોકલી દયો : કોર્ટનો સરકારને હુકમ

ઇસ્લામાબાદ : તાની પ્રેમિકાને મળવા ગેરકાયદે પાકિસ્તાનમાં ઘુસી ગયેલા ભારતીય યુવાન 33 વર્ષીય હમિદ અંસારીને ફરમાવાયેલી 3 વર્ષની જેલસજા 15 ડિસે ના રોજ પુરી થાય છે.તેથી તેની સજા પૂર્ણ થયે  તેને તુરંત ભારત જવા દેવામાં આવે તેવી માંગણી પાકિસ્તાન ઇન્ડિયન સમુહએ થોડા દિવસ પહેલા કરી હતી.જેના અનુસંધાને કોર્ટએ આ યુવાનની સજા પૂર્ણ થયે એક મહિનાની અંદર ભારત જવા દેવો તેવો સરકારને હુકમ કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:11 pm IST)