News of Wednesday, 12th December 2018
અમેરિકાના કનેક્ટિકટમાં 5 ડિસે 2018 ના રોજ ગ્લોબલ કંપની ઇન્ફોસીસની નવી શાખા ખુલ્લી મુકાઈ : છેલ્લા 18 માસમાં 7 હજાર અમેરિકન નાગરિકોને રોજી આપી
કનેક્ટીકટ :વિશ્વ વિખ્યાત ગ્લોબલ કંપની ઇન્ફોસિસ એ નવીનતમ ટેક્નોલોજી તથા સંશોધન માટેની નવી શાખા અમેરિકાના હાર્ટફોર્ડ,કનેક્ટીકટ મુકામે 5 ડિસેમ્બર 2018 ના રોજ ખુલ્લી મૂકી છે.
આ પ્રસંગે કંપનીના અધિકારીઓએ જણાવાયું હતું કે ઈન્ફોસિસએ છેલ્લા 18 માસમાં 7 હજાર અમેરિકનોને નોકરી આપી છે.તેમજ અમેરિકાના વ્યવસાયિક તથા ટેક્નોલીજી વિકાસમાં ઈન્ફોસિસનું મહત્વનું યોગદાન પુરવાર કર્યું છે.
(7:12 pm IST)