એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 14th August 2018

શિકાગોમાં ફેડરેશન ઓફ ઇન્‍ડીયન એસોસીએસન્‍સ શિકાગોના સંચાલકોએ ભારતના ૭૨માં સ્‍વાતંત્ર્ય દિનની કરેલી શાનદાર ઉજવણીઃ મુખ્‍ય મહેમાન તરીકે શિકાગોની કોન્‍સ્‍યુલેટ ઓફિસના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણે આપેલી હાજરીઃ શિકાગોમાં ચુંટાયેલા રાજકીય આગેવાનો તથા મેયરો અને ભારતીય સમાજના આગેવાનોએ મોટી સંખ્‍યામાં આપેલી હાજરીઃ શામ્‍બર્ગ ટાઉનના મેયર તરીકે એફઆઇએના ભૂતપૂર્વ પ્રમુખ સુનીલ શાહે પોતે એક ઉમેદવાર તરીકે કરેલી જાહેરાત

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ શિકાગો નજીક શામ્‍બર્ગ ટાઉનમાં આવેલ ફેરફીલ્‍ડ ઇન અને સ્‍યુટના બોન્‍કવેટ હોલમાં ઓગષ્‍ટ માસની ૪થી તારીખને શનિવારે ફેડરેશન ઓફ ઇન્‍ડીયન એસોસીએસન્‍સ શિકાગોના સંચાલકોએ ભારતના ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણી રંગેચંગે કરી હતી આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે શિકાગોમાં આવેલ ભારતીય કોન્‍સ્‍યુલેટના કોન્‍સ્‍યુલ જનરલ નિતા ભૂષણે મુખ્‍ય મહેમાન તરીકે હાજરી આપી હતી.

સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણીની શરૂઆતમાં ભારતીય તેમજ અમેરીકન રાષ્‍ટ્રના રાષ્‍ટ્રિય ગીતોની રજુઆત કરવામાં આવી હતી તેમજ લોકનૃત અને મહીલાને સ્‍પર્શના ભીન્‍ન ભીન્‍ન પ્રકારના વસ્‍કોના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું આ પ્રસંગે એફઆઇએના સ્‍થાપક પ્રમુખ સુનીલ શાહે સૌ આમંત્રીત મહેમાનો તથા રાજકીય આગેવાનો તેમજ ભારતીય સમાજના પ્રતિષ્‍ઠિત મહેમાનોને આવકાર આપી પોતાના પ્રવચનમાં જણાવ્‍યુ હતુ કે મને તથા મારા સાથીઓને બોર્ડ મેમ્‍બરો તથા અન્‍યજનો તરફથી સારો એવો સહકાર પ્રાપ્ત થયેલો છે અને તે બદલ તેઓ સર્વેનો હુ આભાર માનુ છુ આજે આપણા સ્‍વાતંત્ર્ય સૈનિકોએ આપણા દેશની આઝાદી માટે અનેક પ્રકારની લડતો આપી હતી અને આજે આપણે સૌ તે આઝાદીના ફળો ચાખી રહ્યા છીએ શામ્‍બર્ગ ટાઉનમાં અનેક પ્રમાણમાં વેરાઓ લાદવામાં આવેલા છે અને આ ટાઉનમાં વસવાટ કરતા તમામ લોકો તેનો સામનો કરી રહ્યા છે અને આ વિકટ પરિસ્‍થિતિમાંથી આ ટાઉનની પ્રજા બહાર આવે તેવા પ્રયાસો હુ કરવા માગું છું અને તેથી સાથી મિત્રો તેમજ પરિવારના સભ્‍યો સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ મે શામ્‍બર્ગ ટાઉનના મેયર તરીકે મે ઉમેદવારી નોધવવાનો નિર્ણય કરેલ છે એવી કરેલી જાહેરાતને તમામ હાજર રહેલા સભ્‍યો તથા શુભેચ્‍છકોએ આવકારી હતી.

આ સંસ્‍થાના પ્રમુખ નીલ ખોટે જણાવ્‍યુ હતુ કે અમારી સંસ્‍થાને દસ વર્ષના જેટલો સમયગાળો પરિપૂર્ણ થયેલ છે અને તે દ્વારા અનેક નેતાઓ આજે સમાજમાં કાર્ય કરી રહ્યા છે તે આનંદની બીના છે.

આ પ્રસંગે શિકાગોના મેયરી તરીકે જેમણે ઉમેદવારી નોંધાવેલી છે તેવા વીલી વિલ્‍સને પણ હાજરી આપી હતી અને અત્‍યાર સુધીમા તેમણે શિકાગોમાં વસવાટ કરતા ગરીબ રહીશોના ઉધ્‍ધાર માટે ૪૪ મીલીયન ડોલરનું દાન અત્‍યાર સુધીમાં આપેલ છે અને શિકાગોમાં રાજકીટ ક્ષેત્રે લાંચ રૂશ્વતનું જે દુષણવધી જવા પામેલ છે તે દુર કરવાના મારા પ્રયાસો રહેશે એવુ તેમણે વધારામાં જણાવ્‍યુ હતું.

સ્‍ટ્રીમવુડ ટાઉનના પાર્ક ડીસ્‍ટ્રીકટ કમીશ્‍નર રઇસ પાવર, તેમજ વીનટ્રસ્‍ટ બેંકના સઇદ હુએની, રીપબ્‍લીકન પાર્ટીના આઠમી ડીસ્‍ટ્રીકટના હાઉસના ઉમેદવાર જીતેન્‍દ્ર દિગવાનકર, દિપકકાંત વ્‍યાસ, ડો ધવલ પટેલ, તેમજ ઇન્‍ડીયન અમેરીકન મેડીકલ એસોસીએસન ઓફ ઇલીનોઇના વાઇસ પ્રેસીડન્‍ટ સુરેશ રેડ્ડીએ પણ હાજરી આપી હતી અને તેમણે પણ આ એફઆએ સાથે સહયોગ કરીને સમાજ સેવા કરવાની હાકલ કરી હતી. આગામી નવેમ્‍બર માસની ૧૭મી તારીખે અમો તેમાં ડોકટરો પોતાની માનદ સેવાઓ આપશે. અને ભીન્‍ન ભીન્‍ન પ્રકારના મેડીકલ કેમ્‍પોનું પણ અમો આયોજન કરવા માંગીએ છીએ જેમાં સર્વેને સહકાર પ્રાપ્ત થશે એવી અમારી લાગણી છે.

મુખ્‍ય મહેમાન નિતા ભૂષણે પોતાના પ્રસંગીક પ્રવચના એફઆઇએ દ્વારા ૭૨મા સ્‍વાતંત્ર્યદિનની ઉજવણી કરાઇ રહી છે તે બદલ આનંદની લાગણી વ્‍યક્‍ત કરી હતી તેમણે આપણા દેશની આઝાદી માટે જે સ્‍વાતંત્ર્ય સૈનિકોએ ભોગ આપેલ છે તેઓને આપણે સૌ યાદ કરીએ એ આ પ્રસંગે યોગ્‍ય છે આજે વિશ્વમાં અન્‍ય દેશોની સરખામણીમાં આર્થિક ક્ષેત્રે અનેક પ્રકારની હરણફાળ પ્રગતિ કરી રહેલ છે તે અતિગર્વની બાબત છે અને તેનો આપણા દેશ નેતાઓને ફાળે જાય છે તેમણે આ વેળા વધારામાં જણાવ્‍યુ હતું કે આપણા ભારત દેશો સમગ્ર વિશ્વમાં ઇન્‍ફોરમેશન ટેકનોલોજી, સાંસ્‍કૃતિક, તેમજ યુનીવર્સીટી તેમજ અન્‍યક્ષેત્રોમાં જે નામના મેળવેલ છે તે બિરદાવવાનો પાત્ર છે અને વધુને વધુ આ દિશામાં પ્રગતિ કરે એવી લાગણી તેમણે પોતાના પ્રવચનના અંતમાં વ્‍યક્‍ત કરી હતી.

આ પ્રસંગે રાજકીયરીતે ચુંટાયેલા પ્રતિનિધિઓ કે જેઓએ આ પ્રસંગે હાજરી આપી હતી તે સર્વેએ ૭૨માં સ્‍વાતંત્ર્ય દિને આ દેશે જે પ્રગતિ કરેલ છે તેને બિરદાવી હતી અને વધુને વધુ પ્રગતિના માર્ગે તે આગળ વધે એવી લાગણી સર્વેએ વ્‍યક્‍ત કરી હતી.  

(11:03 pm IST)