એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 31st October 2019

સતત 2 વર્ષ સુધી દર્દીઓને પ્રતિબંધિત દવાઓ દીધે રાખી : યુ.એસ.સ્થિત ભારતીય મૂળના ડોક્ટર તથા નર્સ આરોપ

ન્યુયોર્ક : યુ.એસ.માં ટેનેસી સ્થિત ભારતીય મૂળના ડોક્ટર 49  વર્ષીય હેમલ મેહતા તથા નર્સ  36 વર્ષીય હીધર માર્ક્સ ઉપર 2016 થી 2018 ની સાલ દરમિયાન સતત 2 વર્ષ સુધી દર્દીઓને પ્રતિબંધિત અને ગેરકાયદે ગણાતી દવાઓ આપવાના આરોપ લગાવાયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ગયા સપ્તાહમાં લગાવાયેલા ઉપરોક્ત આરોપો મુજબ તેમણે પ્રતિબંધિત ગણાતી ઓક્સીકોડોન ,મોર્ફિન સલ્ફર ,તથા ઓક્સિમોર્ફોન દવાઓ દર્દીઓને આપી હતી.

(12:35 pm IST)