એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 26th October 2019

અમેરિકામાં વસતા તમામ કોમ્યુનીટીના લોકો માટે ધાર્મિક સ્વાતંત્ર્યની ખાતરી આપતા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પઃ વ્હાઇટ હાઉસમાં દિવાળી પર્વની ઉજવણી કરી દીપ પ્રગટાવ્યા

વોશીંગ્ટનઃ અમેરિકામાં વસતા દરેક લોકોને પુરેપુરૂ. ધાર્મિક સ્વાતંત્ર્ય જળવાઇ રહેશે. તેવું વિધાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં ભારતીયોના તહેવાર દિવાળી ઉત્સવની ઉજવણી સમયે કર્યુ છે.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં વસતા હિન્દુઓ, જૈન,શીખો, તેમજ બૌધ ધર્મીઓ સહિત તમામ કોમ્યુનીટીના લોકો માટે ધાર્મિક સ્વાતંત્ર્યની તેમણે કટિબધ્ધતા વ્યકત કરી દિપ પ્રાગટય કર્યુ હતું. આ પ્રસંગે અગ્રણી કોમ્યુનીટી મેમ્બર્સ હાજર રહ્યા હતા.

(8:10 pm IST)