News of Saturday, 26th October 2019
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન મુકામે ૨૭ ઓકટો.૨૦૧૯ રવિવારે દિવાળી મહોત્સવઃ ચોપડા પૂજન,ફટાકડાની આતશબાજી, સહિત વિવિધ કાર્યક્રમો
લંડનઃ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર,લંડન મુકામે ૨૭ ઓકટો.૨૦૧૯ રવિવારના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશે.
દરરોજ સવારે ૯ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધી ખુલ્લા રહેતા મંદિરમાં દિવાળી તહેવારની ઉજવણી નિમિતે સાંજે ૫ વાગ્યાથી ૬.૪૫ વાગ્યા દરમિયાન હવેલી એસેમ્બલી હોલમાં ચોપડા પૂજન થશે.
સ્વામિનારાયણ સ્કૂલ પાછળ આવેલા ગિબ્બન્સ પાર્ક ખાતે સાંજે ૭.૪૫ થી રાત્રિના ૮.૧૫ વાગ્યા દરમિયાન ફટાકડાની આતશબાજી કરાશે. તથા સ્કૂલ ગ્રાઉન્ડના દિવાળી વિલેજમાં બપોરે ૧૨ વાગ્યાથી હોટ સ્નેકસનું આયોજન કરાયું છે. તેવું જાણવા મળે છે.
(8:01 pm IST)