એન. આર. આઈ. સમાચાર
News of Friday, 25th October 2019

અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટેના ડેમોક્રેટ ઉમેદવારોમાં પ્રથમ ક્રમે આગળ વધી રહેલા સેનેટર એલિઝાબેથ વોરેનઃ પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડનને પણ પાછળ રાખી દીધા

મેસ્સેચ્યુએટસઃ  યુ.એસ.માં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં સેનેટર એલિઝાબેથ વોરેન ધીમી તથા મકકમ ગંતિએ અન્ય ઉમેદવારો કરતા પાંખી બહુમતિ સાથે આગળ વધી રહ્યા છે. તેઓ અન્ય ડેમોક્રેટ ઉમેદવારો પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડન, સેનેટર બર્ની સેન્ડર્સ સહિતના અગ્રણી ઉમેદવારો કરતા પણ વધુ આગળ હોઇ હાલમાં પ્રથમ ક્રમે છે.

એલિઝાબેથ ૨૬.૬ ટકા સાથે, અન્ય ઉમેદવારો પૈકી જો બિડન ૨૬.૪ ટકા તથા બર્ની સેન્ડર્સ ૧૪.૬ ટકા કરતા આગળ હોવાનું જાણવા મળે છે.

ઉપરાંત ચૂંટણી ફંડ ભેગુ કરવામાં પણ તેઓ મેદાન મારી રહ્યા છે.

(8:06 pm IST)