એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 24th October 2019

યુ.કે.માં ઓસવાલ એશોશિએશનના ઉપક્રમે ૩ નવેં.૨૦૧૯ના રોજ દિવાળી ઉત્સવ ઉજવાશેઃ લેસ્ટર મુકામે થનારી ઉજવણીમાં ડાન્સ તથા બોલીવુડ મ્યુઝીકનું આયોજન

લેસ્ટરઃ યુ.કે.ના લેસ્ટરમાં ઓસવાલ એશોશિએશનના ઉપક્રમે ૩ નવેં.૨૦૧૯ના રોજ ભારતીયોનો લોકપ્રિય તહેવાર દિવાળી ઉત્સવ ઉજવાશે.

બ્રન્સટોન સિવિસ સેન્ટર, ૨૦૯, કિંગ્સ વે, લેસ્ટર મુકામે થનારી ઉજવણીનો સમય બપોરે ૩ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં ડાન્સ તથા બોલીવુડ મ્યુઝીકનું આયોજન કરાયું છે. મેમ્બર્સ માટે ૩ પાઉન્ડ તથા નોન મેમ્બર માટે ૫ પાઉન્ડ ફી રાખવામાં આવી છે. પ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. વિશેષ માહિતિ સુશ્રી ભાવના ૦૭૫૧૫૮૬૮૨૯૧ દ્વારા મળી શકશે તેવું જાણવા મળે છે.

(8:24 pm IST)