એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 31st July 2019

ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરેટરી (એસીટી)ના સૌપ્રથમ ભારતીય મૂળના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવવાનો વિક્રમ શ્રી દિપક રાજ ગુપ્તાના નામે : " ભગવત ગીતા " ઉપર હાથ રાખી ધારાસભ્ય તરીકેના સોગંદ લેવાનો વિક્રમ પણ શ્રી દિપક રાજના નામે નોંધાયો

ચંદીગઢ : ભારતના આગ્રામાં જન્મેલા અને ચંદીગઢમાં ઉછરેલા ડી.એ.વી.કોલેજના પૂર્વ સ્ટુડન્ટ ભારતીય મૂળના શ્રી દિપક રાજ ગુપ્તાના નામે  ઓસ્ટ્રેલિયન  કેપિટલ ટેરેટરી(એસીટી)ના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવવાનો વિક્રમ નોંધાયો છે એટલુંજ નહીં ઓસ્ટ્રેલિયામાં ભગવત ગીતા ઉપર હાથ રાખી  ધારાસભ્ય તરીકેના સોગંદ લેવાનો વિક્રમ પણ તેમના નામે નોંધાયો છે.કારણકે ઓસ્ટ્રલિયાના ગૃહમાં બાઈબલ પર હાથ રાખીને શપથ લેવામાં આવે છે.પરંતુ નિયમ પ્રમાણે અન્ય ધર્મના ગ્રંથ સાથે પણ શપથ લઈ શકાય છે.તેમણે શપથ લીધા બાદ ભગવદ્ ગીતા એસેમ્બલીને યાદગીરી તરીકે ભેટ આપી દીધી હતી.તેઓ લેબર પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

શ્રી  દીપકે ઓસ્ટ્રેલિયામાં કાર ધોવાથી માંડીને રેસ્ટોરેન્ટમાં પણ કામ કર્યુ છે. તેઓ  કામની સાથે સાથે અભ્યાસ પણ કરતા હતા. તેમને  ઓસ્ટ્રેલિયામાં વર્ષ 1991માં પબ્લીક  રિલેશન ઓફિસરની જોબ મળી હતી. ત્યારબાદ  ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં એક્ઝિક્યૂટીવ ઓફિસરની સરકારી નોકરી મળી હતી.

તેઓ 1989માં ઓસ્ટ્રેલિયા આવ્યા હતા.ઓસ્ટ્રેલિયામાં રહીને પણ ભારતીય સંસ્કૃતિને ભૂલ્યા નથી. તેમણે ભારતીય સંસ્કૃતિને પ્રમોટ કરવા માટે ઘણા કાર્યક્રમો પણ કર્યા છે. કેનબરામાં ભારતના વિવિધ તહેવારોની ઉજવણીમાં ઓસ્ટ્રેલિયાના મંત્રીઓને પણ આમંત્રિત કર્યા હતા જેથી ભારતીય સંસ્કૃતિ વિશે વધુમાં વધુ લોકો જાણી શકે. શ્રી દીપકે મંદિર અને ગુરુદ્વારા બનાવવા માટે યોગદાન આપ્યું હતું. ત્યારબાદ તેઓને  મલ્ટી કલ્ચર એડવોકેટ અને એક્સીલેન્સ કોમ્યુનિટી સર્વિસનો એવોર્ડ મળ્યો હતો.

(12:14 pm IST)