એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 31st May 2018

પિતાના હત્‍યારા ઇન્‍ડિયન અમેરિકન યુવન વિશાલ શાહને ૨૫ વર્ષની જેલઃ ન્‍યુજર્સીના સેયરવિલ્લેમાં વસતા ૫૩ વર્ષીય પ્રદીપકુમાર શાહને ગોળી મારી હત્‍યા કરી નાખવા બદલ ૨૨ વર્ષીય પુત્ર કસૂરવાન

ન્‍યુજર્સીઃ અમેરિકામાં પોતાના પિતાને ગોળી મારી દઇ હત્‍યા કરી નાખવાના આરોપસર ઇન્‍ડિયન અમેરિકન યુવાન ૨૨ વર્ષીય વિશાલ શાહને ૨૫ વર્ષની જેલ સજા ફરમાવાઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ન્‍યુજર્સીના સેયરવિલ્લે ટાઉનમાં રહેતા વિશાલ શાહએ જુન ૨૦૧૬માં પોતાના પિતા ૫૩ વર્ષીય પ્રદીપકુમાર શાહને ઘરમાં જ ગોળી મારી દઇ રિવોલ્‍વર સંતાડી દીધી હતી. ઇજાગ્રસ્‍ત પ્રદીપકુમાર શાહ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મૃત્‍યુ પામ્‍યા હતા. તેથી પોલીસ તથા ડીરેકટીવ ડીપાર્ટમેન્‍ટની તપાસના આધારે વિશાલ શાહ હત્‍યારો પૂરવાર થતા તેને ન્‍યુ બ્રન્‍સવીક સુપિરીયર કોર્ટ જજએ ઉપરોક્‍ત સજા ફરમાવી હતી.

(9:44 pm IST)