એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 30th May 2018

‘‘ગાલા કોમ્‍યુનિટી રિકોગ્નીશન એન્‍ડ એવોર્ડ બેન્‍કવેટ'': યુ.એસ.માં GOPIO સેન્‍ટ્રલ ન્‍યુજર્સી ચેપ્‍ટરના ઉપક્રમે ૩ જુન ૨૦૧૮ ના રોજ યોજાનારો ૧૦મો વાર્ષિક પ્રોગ્રામઃ કોમ્‍યુનીટી માટે વિશિષ્‍ટ યોગદાન આપનાર મહાનુભાવોનું એવોર્ડ આપી સન્‍માન કરાશેઃ ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલશ્રી સંદીપ ચક્રવર્તી ચિફ ગેસ્‍ટ તરીકે હાજરી આપશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી) યુ.એસ.માં ગ્‍લોબલ ઓર્ગેનાઝેશન ઓફ પિયલ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (GOPIO) સેન્‍ટરલ ન્‍યુજર્સી ચેપ્‍ટરનો ૧૦મો વાર્ષિક ‘‘ગાલા કોમ્‍યુનિટી રિકોગ્નીશન એન્‍ડ એવોર્ડ બેન્‍કવેટ'' પ્રોગ્રામ આગામી ૩ જુન ૨૦૧૮ના રોજ યોજાનારો છે.

એમ્‍બર બેન્‍કવેટસ, ૩૭૯૩, યુ.એસ.હાઇવે વન સાઉથ મોનમાઉથ જંકશન, ન્‍યુજર્સી મુકામે યોજાનારા આ પ્રોગ્રામ બપોરે ૪-૩૦ વાગ્‍યાથી શરૂ થશે જેમાં ચિફ ગેસ્‍ટ તરીકે ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી હાજરી આપશે. તથા અન્‍ય મહેમાનો તરીકે ન્‍યુજર્સી એસેમ્‍બસલીમેન શ્રી રાજ મુખરજી, હોબોકેન મેયર શ્રી રવિ ભલ્લા, તથા વેસ્‍ટ વિન્‍ડસર મેયર શ્રી હેમન્‍ત મરાઠે ઉપસ્‍થિત રહેશે.

પ્રોગ્રામ અંતર્ગત એવોર્ડ એનાયત કરવા માટે પસંદ કરાયેલા મહાનુભાવોમાં કોંગ્રેસમેન શ્રી ફ્રાંક પાલ્લોન, કોમ્‍યુનીટી સર્વિસ માટે કાર્યરત નોનપ્રોફિટ SKN ફાઉન્‍ડેશન,  આઉટ સ્‍ટેન્‍ડીંગ એન્‍ટ્રીપ્રિનીઅર શ્રી અશોક લુહાડિઆ, ઓમ ડાન્‍સ ક્રિએશનના ડીરેકટર તથા ફાઉન્‍ડર સુશ્રી રિના શાહનો સમાવેશ થાય છે.

ઉપરાંત સ્‍પેશીઅલ એવોર્ડ માટે પસંદ થયેલા મહાનુભાવોમાં અસાધ્‍ય રોગ સામે ઝઝુમનાર ૧૨ વર્ષીય સ્‍પર્શ શાહ, ન્‍યુજર્સી લીડરશીપ પ્રોગ્રામના પ્રેસિડન્‍ટ તથા કો-ફાઉન્‍ડર શ્રી અમિત જાની, કે જેઓ ગવર્નર ફિલ મુર્થીના વહીવટીતંત્રમાં કાર્યરત છે. તથા AAPI ડીરેકટર તરીકે સેવાઓ આપી ચૂક્‍યા છે. તેમજ ગવર્નર ફિલ મુર્થીના ચૂંટણી કમ્‍પેનમાં મહત્‍વનું યોગદાન આપી ચૂક્‍યા છે. તેમને રાજકિય ક્ષેત્રે કોમ્‍યુનીટી પ્રદાન માટે એવોર્ડ એનાયત કરાશે. તેમજ સફળ આંત્રપ્રિનીયર તથા પબ્‍લીક સર્વિસ ક્ષેત્રે કાર્યરત શ્રી પિનાકીન પાઠકનો સ્‍પેશીઅલ એવોર્ડ તરીકે સમાવેશ થયો છે.

મિડીયા ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી બદલ TVAsiaના ચેરમેન તથા ceo શ્રી એચ.આર.શાહ કે જેઓ કોમ્‍યુનીટી માટે શિક્ષણ, સાંસ્‍કૃતિક, સામાજીક સહિત સેવાઓ આપી રહ્યા છે. તથા પરીખ વર્લ્‍ડ વાઇડ મિડીયાના ડો.સુધીર પરીખ કે જેઓ ફિલાન્‍થ્રોપિસ્‍ટ તરીકે સુવિખ્‍યાત છે. તેમને એવોર્ડ આપી સન્‍માનિત કરાશે.

ઉપરોક્‍ત તમામ એવોર્ડ વિજેતાઓની પસંદગી તેમના જુદા જુદા ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન બદલ કરવામાં આવી છે.જેમાંથી કોમ્‍યુનીટી મેમ્‍બર્સ પ્રેરણા મેળવી શકશે તેવું GOPIO CJ ફાઉન્‍ડર પ્રેસિડન્‍ટ ડો. રાજીવ મહેતા તથા પાસ્‍ટ પ્રેસિડન્‍ટ અને ઇન્‍ટરનેશનલ ચેપ્‍ટર વેલીડેશન કમિટી ચેર શ્રી દિનેશ મિત્તલએ જણાવ્‍યું હતું.

પ્રોગ્રામ અંતર્ગત કોકટેલ રીશેટશન, એવોર્ડ વિતરણ સમારંભ, એન્‍ટર ટેઇનમેન્‍ટ, ડિનર, ડાન્‍સ, સહિતના કાર્યક્રમો યોજાશે. જે રાત્રિના ૮-૩૦ સુધી ચાલશે. તેવું ડો. તુષાર પટેલ (૮૪૮-૩૯૧-૦૪૯૯)ની યાદી જણાવે છે.

(11:47 pm IST)