‘‘હિન્દુ હેરિટેજ ડે'': અમેરિકાના ન્યુજર્સીમાં ૧૬ જુન ૨૦૧૮ના રોજ થનારી ભવ્ય ઉજવણીઃ વિનામુલ્યે રજીસ્ટ્રેશન કરાવી લેવાની છેલ્લી તારીખ ૩૧મે ૨૦૧૮
ન્યુજર્સીઃ યુ.એસ.માં હિન્દુ કોમ્યુનિટી સેન્ટર,૧૫૬, સ્કયલર એવ, કર્ની, ન્યુજર્સી મુકામે આગામી ૧૬ જુન ૨૦૧૮ શનિવારના રોજ બપોરે ૧૨ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા (EDT) દરમિયાન ‘‘હિન્દુ હેરીટેજ''ની ઉજવણી કરાશે.
વર્લ્ડ હિન્દુ કાઉન્સીલ ઓફ અમેરિકાના ઉપક્રમે થનારી આ ઉજવણી અંતર્ગત ભારતની પ્રાચીન સંસ્કૃતિ તથા ઐતિહાસિક વારસાનું દર્શન થશે. ઉત્સવમાં મ્યુઝીક, ડાન્સ, ફુડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ચિલ્ડ્રન કિવઝ, પોસ્ટર કોમ્પીટીશન, ગેમ્સ, સહિત વિવિધ કાર્યક્રમોની ભરમારનું આયોજન કરાયું છે. જેમાં વિનામુલ્યે રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ ૩૧મે ૨૦૧૮ છે. જે માટે www.hinduheritageday.com દ્વારા સંપર્ક સાધવા ગૌરાંગ જે.વૈશ્નવ VHPA ન્યુજર્સી ચેપ્ટર ૬૪૬-૨૪૬-૮૯૫૦, ૭૩૨-૮૨૦-૦૧૭૦ vhpanj@gmail.com , www.hinduheritageday.com ની યાદીમાં જણાવાયું છે.