નોન ઇમિગ્રન્ટ H-1B/ L-1 વિઝા ની મુદત લંબાવી આપો : આ વિઝાધારકો ભારતમાં 3 મહિનાના લોકડાઉનને કારણે પરત ફરવા અસમર્થ : Nasscom ની યુ.એસ.હોમ ડિપાર્ટમેન્ટને અપીલ
બેંગલુરુ : નોન ઇમિગ્રન્ટ H-1B/ L-1 વિઝા મેળવી અમેરિકા જતા ભારતના ટેક્નોલોજી નિષ્ણાતો કે જેઓની ઉપરોક્ત વિઝાની મુદત પુરી થવામાં છે.તેઓ ની મુદત લંબાવી આપવા nasscom એ યુ.એસ.ના હોમ ડિપાર્ટમેન્ટને વિનંતી કરી છે.જેના કારણમાં જણાવાયા મુજબ ભારતમાં 3 મહિનાના લોકડાઉનને કારણે તેઓ પરત ફરવા અસમર્થ છે.
nasscom ની આ અપીલને હાલમાં જેઓ અમેરિકા છે અને જેઓના વિઝાની મુદત પુરી થઇ ગઈ છે અથવાતો થવામાં છે તેમણે સમયસરની ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાની ગ્લોબલ કંપનીઓ વિદેશોના કુશળ ટેક્નોલોજિસ્ટ્સને નોન ઇમિગ્રન્ટ્સ વિઝા દ્વારા ટૂંક સમય માટે તેડાવી શકે છે.જેના અનુસંધાને અમેરિકા ગયેલા ભારતના તજજ્ઞો માટે પરત ફરવાનો સવાલ થતા ઉપરોક્ત વિનંતી સમયસરની હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.