વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-ર૦રર : આગામી ૧૦ થી ૧ર જાન્યુ. ર૦રર દરમિયાન આયોજીત સમીટ વિષે માહિતી આપતો ભવ્ય રોડ શો ફ્રાંસમાં યોજાયો : ફ્રાંસની કંપનીઓ તથા NRI સમુહને ગુજરાતમાં રોકાણ કરવાનું આહવાહત કરાયું : ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી પોલીસી વિષે વિદેશી રોકાણકારોને માહિતગાર કરાયા

ગાંધીનગર : ગુજરાતમાં યોજાનારી ‘‘વ્રાઇબન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-ર૦રર’’ ના સમર્થન માટે તાજેતરમાં ફ્રાન્સમાં ભવ્ય રોડ શો નું આયોજન કરાયું હતું.
ગુજરાત રાજયના રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટના કમિશનર તથા સેક્રેટરી IAS સુશ્રી સોનલ મિશ્રાના નેતૃત્વ હેઠળ ફ્રાંસ ગયેલા પ્રતિનિધિ મંડળે ફ્રાંસની અનેક કંપનીઓની મુલાકાત લઇ તેઓને ગુજરાતમાં રોકાણ કરવાના ફાયદાઓથી વાકેફગાર કર્યા હતા.
ફ્રાંસ ખાતેના ભારતીય દૂતાવાસ મુકામે પ્રતિનિધિ મંડળે ગુજરાતના ધોલેરા સીટી, ગીફટ સીટી, ડ્રીમ સીટી પ્રોજેકટ વિષે સ્થાનિક કંપનીઓ તથા NRI સમુહને માહિતી આપી હતી.
ઉપરાંત ગુજરાતમાં કાર્યરત ફ્રેંચ કંપનીઓએ પણ ગુજરાતને બિઝનેસ ફ્રેંડલી સ્ટેટ તરીકે ગણાવી વ્યાપાર ધંધા માટેના હબ તરીકે દર્શાવતો હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. તથા ગુજરાત સરકારની વ્યાપારને પ્રોત્સાહક નીતિઓ બિરદાવી રાજયના વિકાસની છણાંવટ કરી હતી.
ભારતીય દૂતાવાસ ખાતેના શ્રી હીમાંશુ ખુરાના ગુજરાતથી આવેલા પ્રતિનિધિ મંડળે સાથે જોડાયા હતા. જેમાં ગુજરાતના રૂરલ ડેવલપમેન્ટ સેક્રેટરી શ્રીમતિ સોનલ મિશ્રા તથા INDEXTB ડેપ્યુટી મેનેજર શ્રી આદિત્ય ભટ્ટ મેઘમણી ઓર્ગેનિકસના એમ.ડી. શ્રી આશિષસોપારકર, એકઝીકયુટીવ CII શ્રી શુભમ ખામર, મારૂતિ સુઝુકી લીમીટેડના વાઇસ પ્રેસિડન્ટ શ્રી પવન ગુપ્તા, SERAP India ના એમ.ડી. સુશ્રી મિચેલ જેનઝીક, KPMG ના કન્સલ્ટન્ટ સાકૈત ઘોષ, સહિતના ઓનો સમાવેશ થતો હતો.
આ તકે ઇન્ડિયા ફ્રાંસ એશોસિએશન (INFRA) એ વાઇબ્રન્ટ ગુજરાત પ્રતિનિધિ મંડળ માટે પેરિસની સૈને નદીમાં ક્રુઝની સહેલગાહનું આયોજન કર્યુ હતું. ફ્રાંસમાં સ્થાયી થયેલા ગુજરાતી પ્રેસિડન્ટશ્રી બિરેન શાહને જણાવ્યું હતું કે વિદેશી રોકાણકારો માટે ગુજરાત એ આકર્ષણનું કેન્દ્ર છે. જેના કારણે ગુજરાતનો સતત વિકાસ થઇ રહ્યો છે.
આગામી ૧૦ થી ૧ર જાન્યુ. ર૦રર દરમિયાન યોજનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિષે ફ્રાંસની કંપનીઓ તથા NRI સમુહને ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી પોલીસી વિષે સમજાવવામાં ઉપરોકત રોડ શો મદદરૂપ થયો હતો.