એન. આર. આઈ. સમાચાર
News of Monday, 30th November 2020

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બીડને નવા ઇતિહાસનું સર્જન કર્યું : વ્હાઇટ હાઉસની મીડિયા ટીમમાં તમામ મહિલાઓ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બીડને નવા ઇતિહાસનું સર્જન કર્યું છે.જે મુજબ વ્હાઇટ હાઉસની મીડિયા ટીમમાં તમામ મહિલાઓને પસંદગી અપાઈ છે.તેમજ આ માટે તેમણે  ગૌરવ પણ વ્યક્ત કર્યું છે.

વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ પદ ઉપર વિદેશ મંત્રાલયની પૂર્વ પ્રવક્તા જેન સાકીની નિમણુંક કરી છે.પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડન્ટ ચૂંટણી અભિયાનની ઉપ પ્રબંધક મહિલા કેટ બેડિંગફીલ્ડને વ્હાઇટ હાઉસ મીડિયા નિર્દેશક તરીકે સ્થાન આપ્યું છે.વાઇસ મીડિયા સચિવ તરીકે કેરીન જિન પિયરેની પસંદગી કરાઈ છે.તથા વાઇસ પ્રેસિડન્ટ ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસન વરિષ્ઠ સલાહકાર તથા પ્રવક્તા તરીકે સિમોન સેન્ડર્સની પસંદગી કરવામાં આવી છે.

ઓફિસ મેનેજમેન્ટ એન્ડ બજેટ ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન સુશ્રી નીરા ટંડનની નિમણુંક કરાઈ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:25 pm IST)