એન. આર. આઈ. સમાચાર
News of Friday, 30th October 2020

કોરોના સંકટ વચ્ચે ભારતીય શિક્ષકોની પ્રશંસનીય કામગીરી : અમેરિકન સ્ટુડન્ટ્સને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે : હાઈસ્કૂલના સ્ટુડન્ટ્સને હોમવર્ક તથા કોલેજ સ્ટુડન્ટ્સને અર્થશાસ્ત્ર અને એન્જીનીઅરીંગનો અભ્યાસ કરાવવા માટે અમેરિકાની સ્કૂલોમાં થઇ રહેલી ભારતીય શિક્ષકોની ભરતી

એટલાન્ટા : કોરોના સંકટ વચ્ચે ઓનલાઇન અભ્યાસનો વ્યાપ વધતા  ભારતીય  શિક્ષકો માટે નવા દ્વાર ખુલ્યા  છે. તેઓ અમેરિકન હાઈસ્કૂલ સ્ટુડન્ટ્સને   ઘેરબેઠા હોમવર્ક તેમજ  કોલેજ સ્ટુડન્ટ્સને અર્થશાસ્ત્ર  અને એન્જીનીઅરીંગનો અભ્યાસ કરાવી રહ્યા છે.
આ માટે અમેરિકાની શિક્ષણ સંસ્થાઓમાં વધી રહેલી સ્ટુડન્ટ્સની સંખ્યાને ધ્યાને લઇ ઓનલાઇન અભ્યાસ કરાવવા મોટી સંખ્યામાં શિક્ષકોની ભરતી થઇ રહી છે.જેમાં અનેક ભારતીયો જોડાઈ રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:09 pm IST)