એન. આર. આઈ. સમાચાર
News of Monday, 26th October 2020

ભારત કરતા ચીનના શિક્ષકો વધુ સુપર : વિશ્વના 35 દેશોના શિક્ષકોની શ્રેષ્ઠતા અને વિશ્વસનિયતા અંગે કરાયેલા સર્વેમાં ભારત કરતા ચીન અને મલેશિયા આગળ

લંડન :  ' બિટ્વીન ધ લાઇન્સ : વ્હોટ  ધ વર્લ્ડ રિયલી થિંકસ ઓફ ટીચર્સ ' નામક સર્વે તાજેતરમાં બ્રિટન સ્થિત વર્કે ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયો હતો.35 દેશોના શિક્ષકોના કરાયેલા આ સર્વેમાં અલબત્ત ,ભારતે એકથી દસમા એટલેકે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે.પરંતુ ભારત કરતા આગલા ક્રમે અનુક્રમે ચીન અને મલેશિયાએ સ્થાન  હાંસલ કર્યું છે.
       સર્વેમાં પુછાયેલા પ્રશ્નોમાં શિક્ષક પ્રેરણા આપનારા છે કે કેમ ,વિશ્વાસપાત્ર છે કે નહીં ,તેજસ્વી છે ખરા?,સ્ટુડન્ટ્સનું ધ્યાન રાખવાવાળા છે કે નહીં સહીત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.જેમાં ભારત કરતા આગળ નીકળી જનારા 5 દેશોમાં ચીન ,ધાના ,સિંગાપુર ,કેનેડા તથા મલેશિયાએ નંબર મેળવ્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:09 pm IST)