એન. આર. આઈ. સમાચાર
News of Monday, 26th October 2020

" ચર્ચ એ મારા માટે શક્તિનો સ્ત્રોત અને ચિંતન મનનનું સ્થાન છે " : મિશીગનના સાઉથ ફિલ્ડમાં આવેલા ડ્રાઇવ ઈન ચર્ચ સર્વિસમાં સુશ્રી કમલા હેરિસનું ઉદબોધન

મિશિગન : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર તથા સેનેટર ઇન્ડિયન અમેરિકન  મહિલા  56 વર્ષીય સુશ્રી કમલા હેરિસએ તાજેતરમાં  મિશીગનના સાઉથ ફિલ્ડમાં આવેલા ડ્રાઇવ ઈન ચર્ચ સર્વિસની મુલાકાત લીધી હતી.
આ ચર્ચમાં સોશિઅલ ડીસ્ટન્સનું પાલન થાય તે માટે લોકો પોતાની ગાડીમાં બેસીને જ પ્રેયર કરે છે.આ તકે સુશ્રી કમલાએ જણાવ્યું હતું કે ચર્ચ એ મારા માટે  શક્તિનો સ્ત્રોત અને ચિંતન મનનનું સ્થાન છે .તેમણે ઉમેર્યું હતું કે સારા કાર્યો કરવાની પ્રેરણા મેળવવા માટે હંમેશ હું ચર્ચનો આશરો લઉં છું.ચૂંટણી પ્રચાર માટે હું સમગ્ર દેશનો પ્રવાસ કરું છું.પરંતુ ડેટ્રોઇટ ચોક્કસપણે આવતી રાહુ છું.

(12:22 pm IST)