એન. આર. આઈ. સમાચાર
News of Monday, 30th July 2018

‘‘મન દુરસ્‍તીની મહેફીલ'': યુ.એસ.માં ઇન્‍ડો અમેરિકન સિનીઅર્સ એશોશિએશન ઓફ શેયરવિલના ઉપક્રમે યોજાઇ ગયેલો કાર્યક્રમ

  સદર સંસ્થા દ્વારા ૧૧ જુલાઇને બુધવારે સવારના ૧૦ થી બપોરના ૧ વાગ્યા સુધી ૪૨૩ મેઇન સ્ટ્રિટ,શેયરવિલ ખાતે માનો અને જાણો "મન દુરસ્તી"ની મહેફીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

  કાર્યક્રમની શરુઆતમાં શ્રિમતી રુપા ગાંધીએ પ્રાર્થના રજુ કર્યા પછી પ્રમુખ શ્રી સુભાષ દોશીએ બંન્નેવ વક્તાઓનો ટુકમાં પરિચય આપ્યો હતો અને કાર્યક્રમની રુપરેખા આપી બંન્નેવ વક્તાઓને આવકાર્યા બાદ શ્રી જીતેંદ્રભાઇ દવે દિવ્ય ભાષ્કરની પુર્તી "ધર્મ દર્શન" કોલમ્નીસ્ટ કે જેમને નવલકથા,રહસ્ય કથાઓ તથા પ્રસંગ કથાઓ અને ગાંધીજીની ધર્મ ભાવના જેવા ૭ પુસ્તકો લખ્યાં છે તેમને આજના પ્રસંગે મહાભારતના મુખ્ય પાત્ર ભીષ્મ પિતામહ વિષે સવિસ્તાર રજુઆત કરી ક્રુષ્ણ-અર્જુન સંવાદની પણ છણાવટ કરતાં સૌએ તાળીઓથી ખુશી વ્યક્ત કરી હતી.

     ત્યારબાદ સુવિખ્યાત સાયકોલોજીસ્ટ,હિપ્નોથેરાપીસ્ટ અને દિવ્ય ભાષ્કરના " કળશ " પુર્તીમાં" મન દુરસ્તી " લોકપ્રિય કોલમના લેખક સ્ટ્રૅસમેનેજમેન્ટ,હિપ્નોસિસ,મોટીવેશન,રીલેશનશીપ વિગેરે વિષયક વ્યક્તવ્યો આપનાર ટીવી ટોકથી જાણીતા ગોલ્ડ મેડાલીસ્ટ શ્રી ડૉ.પ્રશાંત ભીમાણીએ પોતાના વ્યક્તવ્યમાં માનસિક બિમારી માટે આપણામાં એવી માન્યતા છે કે ગાંડપણવારી વ્યક્તિઓએ જ મનોચિકિત્સકની સલાહ લેવી તે માન્યતા બિલકુલ ખોટી છે અને દરેકે નિસંકોચ સલાહ લેવી કેમ જરુરી છે તે વિગતે સમજાવી તે બાદ મન દુરસ્તી અને શારિરીક તંદુરસ્તી માટે દસથી પંદર મિનિટ માટે હિપ્નોટીઝમનો પ્રયોગ કરાવ્યો તેનાથી હાજર એક વ્યક્તિના ખભાના અસહ્નીય દુઃખાવો દુર થતાં દુઃખદુર થયાની જાણ કરી આનંદ વ્યકત કર્યો હતો.

     અંતમાં ડૉ.શ્રી પ્રશાંત ભીમાણી,જીતેંદ્રભાઇ દવે અને ગુજરાત દર્પંણ ના શ્રી સુભાષ શાહ્ને ફુલદસ્તો અર્પંણ કર્યા બાદ સંસ્થાના પ્રમુખ શ્રી સુભાષ દોશીએ આમંત્રિત સર્વશ્રી ભાગ્યેશ કડકીયા,પોપટ્પટેલ ,સુભાષ શાહ,અમ્રુત હઝારી,પ્રકાશ શાહ,રુપા ગાંધી,ગોવિંદ શાહ,નલિન મશરુવાલા વિ. નો અને વિજય શાહ્નો ફોટો અને વિડિયોગ્રાફી માટે આભાર વ્યક્ત કર્યો હતો.

 અંતમાં સૌએ સંસ્થાના પ્રમુખ શ્રી સુભાષ દોશી દ્વારા અવારનવાર દર મહિને અવનવા વિષયક કાર્યક્રમોનું આયોજન કરવા બદલ ખુશી વ્યક્ત કરી ખુશ્બુ રેસ્ટોરંટ્ના ભોજનનો આનંદ માણી વિદાય લિધી હતી. 

તેવું શ્રી ગોવિંદ શાહ દ્વારા જાણવા મળે છે.

 

(11:38 pm IST)