એન. આર. આઈ. સમાચાર
News of Friday, 26th June 2020

યુ.એસ.ના ન્યુયોર્કમાં યોજાયેલી સ્ટેટ લેવલની પ્રાઈમરી ચૂંટણીમાં 2 ઇન્ડિયન અમેરિકન ઉમેદવારોનો વિજય : સુશ્રી જેનીફર રાજકુમાર ,તથા શ્રી જેરેમી કુનીએ અનુક્રમે 49 ટકા તથા 45 ટકા વોટ મેળવી વિજય હાંસલ કર્યો : શ્રી સુરજ પટેલની પણ વિજય ભણી આગેકૂચ

ન્યુયોર્ક : યુ.એસ.ના ન્યુયોર્કમાં 23 જૂનના રોજ યોજાયેલી સ્ટેટ લેવલની પ્રાઈમરી ચૂંટણીઓમાં 2 ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો વિજયી બન્યા છે.જે પૈકી સુશ્રી જેનીફર રાજકુમારે 49.47 ટકા મતો મેળવ્યા છે.જયારે શ્રી જેરેમી કુનીએ 44.5 ટકા મતો મેળવી વિજય હાંસલ કર્યો છે.
        ત્રીજા ઉમેદવાર શ્રી સુરજ પટેલ પણ 38.75 ટકા મતો મળ્યા છે.તથા તેમના હરીફ મેલોનીને 40.34 ટકા મતો મળ્યા છે.હજુ હજારો મત ગણવાના બાકી છે.મત ગણતરી 30 જૂન સુધી ચાલુ રહેવાની હોવાથી શ્રી પટેલ પણ વિજય માટે આશાવાદી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:59 pm IST)