એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 30th May 2018

યુ.એસ.માં ‘‘ન્‍યુયોર્ક મેયર એડવાઇઝરી બોર્ડ''ના નવનિયુક્‍ત ૧૯ મેમ્‍બર્સમાં સ્‍થાન મેળવતા શ્રી દેવેન પારેખ તથા શ્રી વિજય દાદાપાની

ન્‍યુયોર્કઃ યુ.એસ.ના ન્‍યુયોર્ક સીટી મેયરએ ‘‘ન્‍યુયોર્ક સીટી બોર્ડ ઓફ એડવાઇઝર્સ'' તરીકે નવનિયુક્‍ત કરેલા ૧૯ મેમ્‍બર્સમાં ૨ ઇન્‍ડિયન અમેરિકનનો સમાવેશ કર્યો છે.

જેમાં હોટલ એશોશિએશન ઓફ ન્‍યુયોર્ક સીટી પ્રેસિડન્‍ટ એન્‍ડ ચિફ એકઝીકયુટીવ ઓફિસર શ્રી વિજય દાદાપાની તથા ઇનસાઇટ વેન્‍ચર પાર્ટનર્સના મેનેજીંગ ડીરેકટર શ્રી દેવેન પારેખનો સમાવેશ થાય છે.

નવનિયુક્‍ત ૧૯ મેમ્‍બર્સ નોનપ્રોફિટ મેયર્સ ફંડને મદદરૂપ થવા કાર્યરત રહેશે.

(12:32 am IST)