એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 29th May 2018

શિકાગો નજીક શામ્‍બર્ગ ટાઉનમાં શ્રી અક્ષર પુરૂષોતમ સ્‍વામીનારાયણ મંદિરના નૂતન હરિધામના ખાત મૂહર્ત નિમિતે મહાપુજાનું કરાયેલુ આયોજનઃ સોખડા હરિધામના સંતવર્ય પરમસ્‍વરૂપદાસ સ્‍વામીજી તેમજ સંતવર્ય ગુરૂપ્રસાદદાસ સ્‍વામીજી, સંતવર્ય ગુણગ્રાહક સ્‍વામીજી અને સંતવર્ય સુશ્રુત સ્‍વામીજી આ પવિત્ર પ્રસંગે શિકાગો ખાસ પધાર્યા હતાઃ આ દિવસે એક અંદાજ અનુસાર ૧૫૦૦ જેટલા હરિભક્‍તોએ અદભુત ભક્‍તિભાવનો લાભ લીધો હતો

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગો નજીક શામ્‍બર્ગ ટાઉનમાં સાત મિલિયન ડોલરના ખર્ચે નવનિર્માણ થનારા અક્ષર પુરૂષોતમ સ્‍વામીનારાયણ નૂતન હરિધામ મંદિરના ખાતમુહર્ત પ્રસંગે એક ભવ્‍ય મહાપૂંજાનો કાર્યક્રમ રોલીંગ મિડોઝ ટાઉનમાં આવેલ મિડોઝ કલબમાં મે માસની ૧૨મી તારીખને શનિવારે યોજવામાં આવ્‍યો હતો આ પ્રસંગે સમગ્ર વાતાવરણ વાદળીયુ બની રહ્યુ હોવા છતા ૧૫૦૦ જેટલા હરિભક્‍તોએ આ મહાપૂજાના પ્રસંગે હાજરી આપી હતી. આ કલબનો મુખ્‍ય હોલ હરિભક્‍તોની ખીચોખીચ હાજરીથી ભરાઇ જવા પામતા તે હોલની બહાર લોબીમાં પણ હરિભક્‍તો ટીવીની સામે બેસીને આ પૂંજાના લાભ લીધો હતો . આ વેળા જાણે ગુરૂહરિ પરમ પૂજય હરિપ્રસાદ સ્‍વામીજી મહારાજના દિવ્‍ય સાંનિધ્‍યનો અલૌકિક અનુભવ થતો હોય તેવું સૌ હરિભકતો અનુભવી રહ્યા હતા.

શિકાગોની ધરતી પર નિર્માણ પામનારા નૂતન હરિધામ મંદિર તમામ દર્શનાર્થીઓ દિવ્‍ય આધ્‍યાત્‍મિક પરિવર્તનનું અલૌકિક માધ્‍યમ બની રહે તે શુભ સંકલ્‍પ સાથે મહાપૂજા વિધિનો પ્રારંભ થયો હતો ઢોલ નગારા તેમજ શરણાઇઓના સુરો સાથે ભવ્‍ય જાજહૂમાન પાલખીમાં બીરાજમાત થઇને દિવ્‍ય સ્‍વરૂપે ગુરૂહરી સ્‍વામીશ્રી શ્રીઠાકોરજી સાથે આ મહાપૂજામાં પધાર્યા અને તેની સાથે સાથે સમગ્ર વાતાવરણમાં દિવ્‍યતા પ્રસીર જવા પામી હતી. તમામ પધારેલ સંતોએ ઠાકોરજીના ચરણોમાં ભક્‍તો વતી વધારેલ તમામ ભક્‍તોનું દેહ મંદિર બને, મન મંદિરબને અને તેની સાથે સાથે શ્રી મંદિર બને તે શુભ સંકલ્‍પ સહિતની પ્રાર્થના કરી હતી.

આ વેળા મહાપૂજામાં બિરાજમાન તમામ ભક્‍તોએ પોત પોતાની અંતર હૃદયની પ્રાર્થના મંદિરના નિર્માણ કાર્યના પાયામાં જનાર ઇંટો પર લખીને સ્‍વામીજીના ચહણોમાં તે સમર્પિત કરી હતી. પોતાના ગુરૂદેવ યોગીબાપાનુ સનાતન સૂત્ર સંપ, સધ્‍ધયભાવ, સમાજમાં વ્‍યાપક થાય તે માટે તેમજ સાથોસાથ આવનારી પેઢીઓમાં હિંદુ સંસ્‍કૃતિઓના સંસ્‍કારોનું જતન થાય તેમજ ધાર્મિક જીવન જીવવાની પ્રેરણા મળે તે માટે ગુરૂ હરિસ્‍વામીજી આવ મંદિરોનું નિર્માણ કરે છે તે બીનાથી માહિતગાર થઇને સૌ હરિભક્‍તોમાં હર્ષની લાગણીઓ પ્રસરી જવા પામી હતી.

મહાપૂંજાના દિવ્‍યાનંદમાં તરબોવી થઇને સૌ ભક્‍તો કૃતાર્થતા અનુભવી રહ્યા હતા અને અંતમાં આ મહાપૂજાની સ્‍મૃતિ કરતા કરતા મહાપ્રસાદને ન્‍યાય આપી પધારેલ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરીને સૌએ પોતપોતાના ગૃહ મંદિર તરફ પ્રયાણ કર્યુ હતું.

(12:36 am IST)