એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 27th May 2018

શિકાગોમાં ઉમીયાધામ શિકાગો મીડ વેસ્‍ટના ઉપક્રમે દ્વિતીય પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ તેમજ પાટોત્‍સવની થનારી રંગેચંગે ઉજવણીઃ જુન માસની ૩જી તારીખને રવીવારે માતાજીના ભવ્‍ય પ્રસંગોની ઉજવણી કેરોલસ્‍ટ્રીમ ટાઉનમાં આવેલ રાણા રેગન કોમ્‍યુનીટી સેન્‍ટરમાં યોજાશે અને આ દિવસે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશેઃ હરિભક્‍તોમાં પ્રસરી રહેલી આનંદની લાગણી

(શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ઉમીયાધામ શિકાગો મીડ વેસ્‍ટ સંસ્‍થાના ઉપક્રમે ઉમીયા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા  તેમજ ઉજવણી કરી શકાય તે માટે માતાજીના હરિભક્‍તો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને આ દિવસે જે ઉજવણી થનાર છે તે અંગે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવનાર છે એવું આ સંસ્‍થાના અગ્રણીઓ દ્વારા જાણવા મળેલ છે.

આ અંગેની માહિતી આપતા આ સંસ્‍થાના અગ્રણી છોટાલાલ પટેલ કે જેઓ શિકાગોના જાણીતા બીઝનેસમેન છે તેમજ આ રીજીયનના માતાજીના અગ્રણી ભક્‍ત તેમજ સામાજીક કાર્યકર નરેન્‍દ્રભાઇ પટેલે અમેને જણાવ્‍યુ હતુ કે ૨૦૧૫ની સાલમાં ઓગષ્‍ટ માસની ૨૯મી અને ૩૦મી તારીખ એમ બે દિવસો દરમ્‍યાન માતાજીના ભવ્‍ય રીસપ્‍સનનું આયોજન કર્યુ હતુ અને ત્‍યારબાદ બીજા વર્ષે એટલે કે ૨૦૧૬ના વર્ષ દરમ્‍યાન ૨૭મી માર્ચના રોજ ઉમીયા માતાજી મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા કરવામાં આવી હતી. અને તેમાં મોટી સંખ્‍યામાં માતાજીના ભક્‍તોએ ભાગ લીધો હતો અને આ વર્ષે ઉમીયા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા તથા તેમના પાટોત્‍સવનું દ્વિતીય વર્ષ હોવાથી તે બંન્‍ને પ્રસંગોની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે.

માતાજીના બે પ્રસંગેની ઉજવણી જૂન માસની ૩જી તારીખને રીવવારના રોજ બપોરે એક વાગ્‍યાથી શરૂ થશે અને તે પ્રસંગે રથયાત્રા ભવ્‍ય ગરબા, તેમજ માતાજીનો હવન અને ભજન ધુન તથા મહાઆરતીના કાર્યક્રમનું આયજન કરવામાં આવેલ છે. આ તમામ ધાર્મિક કાર્યક્રમોની પૂર્ણહુતિ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે તો સર્વે માતાજીના હરિભક્‍તોને આ કાર્યક્રમમાં હાજરી આપીને માતાજીના મહાપ્રસાદ લેવા આગ્રહભરી વિનંતી છે.

આ ધાર્મિક કાર્યક્રમમાં જે હવનનું આયોજન કરવામાં આવેલ છે તે વેળા હવન પાટલાનો નકરો ૨૫૧ ડોલર રાખવામાં આવેલ છે તો સર્વેને તેનો લાભ લેવા વિનંતી છે આ અંગેની સંપૂણ૪ માહિતી નરેન્‍દ્ર પટેલ ૨૨૪-૬૮૮-૭૪૦૩ પાસેથી મળી રહેશે. 

(11:08 pm IST)