એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 30th January 2019

યુ.એસ.ની ટેકસાસ યુનિવર્સિટીના એનર્જી ઇન્સ્ટીટયુટ ડીરેકટર તરીકે શ્રી વરૂણ રાયની નિમણુંકઃ ૧ જાન્યુ.૨૦૧૯થી હોદો સંભાળી લીધો

ટેકસાસઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ ટેકસાસના એનર્જી ઇન્સ્ટીટયુટના નવનિયુકત ડીરેકટર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી વરૂણ રાયની નિમણુંક થઇ છે.

તેઓ આ અગાઉ યુનિવર્સીટીના રીસર્ચ સેન્ટરના એશોશિએટ ડીન તરીકે ફરજ બજાવતા  હતા. તેમની ઉપરોકત પદ ઉપર નિમણુંક થતાં તેમણે ૧ જાન્યુ.૨૦૧૯થી હોદો સંભાળી લીધો છે.

તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જીનીયરીંગ સાથે ડોકટરેટ ડીગ્રી મેળવેલી છે.

 

(7:48 pm IST)